શું ઠંડા પાણીથી નહાવાથી ખરેખર કોઈ ફાયદો થઈ શકે?

કેટલાક દાવા પરથી જાણવા મળ્યું છે કે દરરોજ ઠંડા પાણીથી નહાવાથી એટલે કે 'કોલ્ડ શાવર' સ્વાસ્થ્ય માટે સારું છે.

ઠંડા પાણીથી નહાવાથી તમારી આદતોમાં કેટલાક સુધાર આવી શકે છે.

તેમાં કેટલાક મુખ્ય ફાયદા, લોહીનું સારું પરિભ્રમણ, તણાવ ઓછો થવો, ઉત્સાહ અને સતર્કતા વગેરેમાં વધારો થાય છે.

આ આદતથી તણાવ અને ચિંતા ઓછી થાય છે. સાથે જ વ્યાયામ બાદ માંસપેશીઓની મરમ્મતની વાત હોય કે ફેટ(ચરબી) ઓછું કરવાની વાત હોય અથવા રોગ પ્રતિકાર શક્તિને મજબૂત બનાવવાની હોય તમામ બાબતે લાભ મળે છે.

તમને આ પણ વાંચવું ગમશે

શું વૈજ્ઞાનિક સંશોધનમાં આ વાત પુરવાર થઈ છે?

જો ખરેખર આવું છે તો શું તમે આ ફાયદાને માટે ઠંડા પાણીથી નહાવાનું પસંદ કરશો?

એક વાત સ્પષ્ટ છે કે શરીર ઠંડા પાણીના સંપર્કમાં આવવાથી આપણને ધ્રુજારી થાય છે.

શરીર તણાવમાં એ સમયે ઘણી ઝડપી પ્રતિક્રિયા કરે છે.

અને તેનાથી હૃદયના ધબકારા અને લોહીનું પરિભ્રમણ વધી જાય છે.

બીજી તરફ ઠંડા પાણીથી નહાવાને ઘણું સુરક્ષિત માનવામાં આવે છે.

ધ્રુજારી સિવાય તેની કોઈ આડ અસર નથી પડતી જેનાથી શરીરને નુકશાન પહોંચે.

બીબીસીના 'ટ્રસ્ટ મી, આઈ એમ એ ડૉક્ટર' પ્રોગ્રામના ડૉક્ટર ક્રિસ વાન ટોલેકન કહે છે, "હા તમે ઘણા વૃદ્ધ છો અથવા તમને હૃદયની કોઈ બીમારી હોય તો તમે બેભાન થઈ શકો છો. અથવા હૃદય રોગનો હુમલો પણ થઈ શકે છે."

તણાવ અને ચિંતા

જોકે, આ અંગે કોઈ ક્લિનિકલ ટ્રાયલ નથી થયું જેમાં ખબર પડી શકે કે કોલ્ડ શાવર ચિંતા અનેતણાવની સમસ્યા ઓછી કરી શકે છે.

પણ નિષ્ણાતોનું કહેવું છે કે આ બાબત તેમાં મદદ કરી શકે છે.

ઠંડા પાણીથી નહાવાથી શરીરના નુકશાનકારક રસાયણ અને સ્ત્રાવ શરીરમાંથી બહાર નીકળી જાય છે. આથી વ્યક્તિને તણાવ અનુભવાય છે.

2013માં ટીઈડી ટૉકમાં ટ્રાએથ્લીટ જોએલ રનયોન કાએ તેમના અનુભવોના આધારે જણાવ્યું હતું કે કોલ્ડ શાવર દ્વારા તમે એવી પરિસ્થિતિ સામે લડવાની રીત બદલી શકો છો જેનાથી તમે ડરો છો અને અસહજતા અનુભવો છો.

બીજી તરફ એક અન્ય તર્ક આપવામાં આવે છે કે ઠંડા પાણીથી સ્નાન કરતા લોકોના મગજ પર એકાએક ઝટકો લાગે છે. તે તણાવ ઓછો કરતો પ્રભાવ છે.

રોગ પ્રતિકાર શક્તિ માટે?

ડૉક્ટર ક્રિસ વાન ટોલેકન અનુસાર આ ફાયદા મામલે એ કોઈ અંતિમ સાક્ષ્ય નથી.

2016માં પ્લૉસ વન (PLOS One) પત્રિકામાં એક ડચ સંશોધન પ્રકાશિત થયું હતું.

જેમાં કોલ્ડ શાવરનો સ્વાસ્થ્ય પર પ્રભાવ વિશે જાણકારી અપાઈ હતી.

તેમાં જાણવા મળ્યું કે 90 દિવસો સુધી દરરોજ ઠંડા પાણીથી નહાવાની આદત સંબંધિત આ સર્વેમાં સામેલ 29 ટકા લોકોમાં બીમારી ઘટતી હોવાનું તારણ મળ્યું હતું.

સંશોધન દરમિયાન આ લોકોને ગરમ પાણીથી સામાન્ય શાવરના અંતમાં 30,60 અથવા 90 સેકન્ડના સમય માટે ઠંડા પાણીથી નહાવાનું કહેવામાં આવ્યું.

સંશોધકોને જાણવા મળ્યું કે કોલ્ડ શાવર લેવાથી કોઈ ફ્લૂ નથી આવતો અને ન કોઈ આડ અસર થાય છે.

વળી કેટલા સમય સુધી ઠંડા પાણીથી સ્નાન કર્યું તેની પણ અસર નથી થતી.

આ સર્વેમાં ભાગ લેનારા લોકોને સૌથી વધુ ફાયદો એ થયો કે તેમની ઊર્જામાં વધારો થયો. તે કેફિનની અસર કરતાં વધુ અસરકારક હતું.

બીજી તરફ આ પ્રભાવને કારણે શરીર અને હાથપગમાં ઠંડી લાગી રહી હતી.

તેમ છતાં એથ્લીટ્સ વ્યાયામ બાદ ઠંડા પાણીથી જ નહાવાનું સમર્થન કરે છે.

વ્યાયામ કર્યા બાદ ઠંડા પાણીથી નહાવાથી દુખાવામાં રાહત મળે છે. પરંતુ આ મામલે વૈજ્ઞાનિકો પાસે કોઈ પુરાવો નથી.

કેટલાક સંશોધન અનુસાર આનાથી સ્વાસ્થ્યમાં સુધાર થાય છે પણ કેટલાકનું કહેવું છે કે તેનાથી માંસપેશીઓને અનુકૂળ બનાવવાની ક્ષમતાને નબળી પાડે છે.

2014માં ફિઝિકલ થેરપી ઇન સ્પોર્ટ્સમાં એક સંશોધન પ્રકાશિત થયું હતું, જેના તારણ મુજબ ઠંડા અને ગરમ પાણીથી નહાવા વચ્ચે કોઈ વધુ તફાવત નથી.

શું તે ખરેખર ફેટ ઓછું કરે છે?

આવું સૌથી વધુ સાંભળવામાં આવે છે કે ઠંડા પાણીથી નહાવાથી શરીરમાં જમા થયેલા ફેટને તે ઘટાડી શકે છે.

ડૉક્ટર ટોલકેન કહે છે કે આ અંગે ઘણા ઓછા પુરાવા છે.

ઘણા અભ્યાસમાં આ વાત પ્રકાશમાં આવી છે કે ઠંડા પાણીથી કરવામાં આવતું સ્નાન શુક્રાણુ ઉત્પાદન પર હકારાત્મક અસર કરે છે.

ગરમ પાણીથી નહાતી વખતે તમારા અંડકોષના તાપમાનને અસર થાય છે અને તેનાથી સ્પર્મ કાઉન્ટ પર પણ તેની અસર થાય છે.

જો તમારા આહારમાં ચરબીનું પ્રમાણ વધારે છે તો સ્પર્મ કાઉન્ટમાં નિશ્ચિતરૂપે ઘટાડો થાય છે.

ઠંડા પાણીથી નહાવામાં કોઈ નુકશાન નહીં

ડૉક્ટર ટોલેકેનના અનુસાર ઠંડા પાણીથી નહાવાના ફાયદા અંગે વૈજ્ઞાનિક શોધ હજી પ્રારંભિક તબક્કામાં છે. વળી આ વિશે વધુ પુરાવા નથી મળ્યા.

પરંતુ તેમનું માનવું છે કે જો ઠંડા પાણીથી નહાવાથી ઠંડી લાગવા સિવાય કોઈ તકલીફ નથી થતી તો તેમાં કંઈ ખોટું નથી.

ખાસ કરીને ત્યારે જ્યારે ઠંડા પાણીથી નહાવાથી ફાયદો થયો હોય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો