હાર્વી ઐશ્વર્યા રાય સાથે એકાંત માણવા ઈચ્છતો હતો

હોલિવુડના નામાંકિત ફિલ્મ નિર્માતા હાર્વી વાઇનસ્ટીન આજકાલ ચર્ચાના ચગડોળે છે, એમની વિરુદ્ધ કેટલીક લોકપ્રિય અભિનેત્રીઓએ જાતીય શોષણના આરોપો લગાવ્યા છે, જેને કારણે હાર્વીની મુશ્કેલીઓ વધી ગઈ છે.

તાજેતરમાં સામે આવેલી વાત મુજબ ઐશ્વર્યા રાયના મેનેજરે પણ એવો દાવો કર્યો છે કે હાર્વીએ ઐશ્વર્યા રાયને એકલા મળવા માટે પ્રયત્નો કર્યા હતા.

બીજી બાજુ, ધ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિઝનાં બોર્ડે શનિવારે આપાતકાલીન બેઠક બોલાવી હતી.

જેમાં જાતીય સતામણીના આરોપસર વાઇન્સટીનને બરતરફ કરી દીધા હતા.

તેમની ફિલ્મોને ત્રણસોથી વધુ ઓસ્કાર નોમિનેશન મળ્યા છે. જ્યારે 81 વખત ઓસ્કાર જીત્યા છે.

તમને આ વાંચવું પણ ગમશે :

ખ્યાતનામ અમેરિકન અભિનેત્રીઓ એન્જેલિના જોલી, ગ્વેનેથ પૅલ્ટ્રો અને જેનિફર લૉરેંસ સહીતની કેટલીયે અભિનેત્રીઓ એ હાર્વી વિષે જે વાતો જાહેર કરી છે તે ઘણી શરમજનક છે.

આ મામલે હાર્વી પર રોજ કોઈ ને કોઈ નવા નવા આરોપો લાગી રહયા છે. આ નવા આરોપો લગાવનારા લોકો રોજ એક પછી એક સામે આવીને મુક્તમને નવી વાતો રજુ રહ્યા છે.

નવોદિત અભિનેત્રીઓને બનાવતો શિકાર

આરોપ લગાવનારી મોટાભાગની અભિનેત્રીઓ પોતાની કારકિર્દીના શરૂઆતી તબક્કામાં હતી, ત્યારે તેમને હાર્વીએ પોતાનો શિકાર બનાવી હતી.

શોષિત અભિનેત્રીઓનું કેહવું છે કે હાર્વી જેવા પ્રભાવશાળી વ્યક્તિની કહેવાતી કરતૂતો સામે એટલે તેઓ એ સમયે અવાજ નહોતી ઉઠાવી શકી.

કારણ કે તેઓ અભિનય ક્ષેત્રે નવી હતી અને તે સમયગાળો તેમની કારકિર્દીની શરૂઆતનો સમય હતો.

ઐશ્વર્યા રાય બચ્ચનના ઇન્ટરનેશનલ ટેલેન્ટ મેનેજરના કહ્યા મુજબ, હાર્વી વાઇનસ્ટીને ઐશ્વર્યાને એકલામાં મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આંતરરાષ્ટ્રીય મંચ પર યોજાયેલા અનેક કાર્યક્રમોમાં ઐશ્વર્યા રાય અને હાર્વીની મુલાકાતો થઈ ચૂકી છે.

એ સમયે હાર્વીએ ઐશ્વર્યા રાયના મેનેજરને એ સવાલ પૂછ્યો હતો કે તેઓ ઐશ્વર્યા રાયને કેવી રીતે એકલામાં મળી શકે એમ છે.

પરંતુ ઐશ્વર્યા રાયના મેનેજરે સમય સૂચકતા વાપરીને વાતને એ હદ સુધી પહોંચવા નહોતી દીધી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો