You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય સેના માટે ગુજરાતમાં તાતા બનાવશે ટ્રાન્સપૉર્ટ ઍરક્રાફ્ટ
ભારતીય કંપની તાતા અને ઍરબસ મળીને ભારતીય વાયુસેના માટે સી-295 ટ્રાન્સપૉર્ટ વિમાન બનાવશે. સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, વિમાન બનાવવાનું કામ ગુજરાતના વડોદરામાં કરવામાં આવશે.
દુનિયાના સૌથી મોટા સંરક્ષણ આયાતકારોમાંની એક વિદેશી કંપનીઓ પર નિર્ભરતા ઘટાડવા માટે સ્થાનીય સ્તર પર ઉત્પાદન વધારવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.
વર્તમાનમાં માત્ર સરકારી કંપની હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ જ સેના માટે વિમાન બનાવતી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આ આપણા જેવો પ્રથમ પ્રોજેક્ટ છે જેમાં એક ખાનગી કંપની ભારતમાં મિલિટરી ઍરક્રાફ્ટ બનાવવાનું કામ કરશે.
2 અબજ 60 કરોડ ડૉલરના આ પ્રોજેક્ટમાં ભારતીય વાયુસેના માટે 56, સી-295 એમડબ્લ્યૂ ટ્રાન્સપોર્ટ વિમાન બનાવવામાં આવશે.
આગામી 7 સપ્ટેમ્બર અને ઑગસ્ટ 2025 વચ્ચે ઍરબસ 16 વિમાન આપવાનું કામ કરશે. મંત્રાલયનું કહેવું છે કે, 2026ના સપ્ટેમ્બર મહિનામાં પ્રથમ મેડ-ઇન-ઇન્ડિયા વિમાન આવવાની અપેક્ષા છે.
ગુજરાત સરકારને ચૂંટણીપંચનો આદેશ, 'ગુરુવારે ચાર વાગ્યા સુધી 51 અધિકારીઓની બદલી કરો'
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના ભણકારા સંભળાવા લાગ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને ભારતના ચૂંટણીપંચે ગુજરાત સરકારને ગુરુવારે ચાર વાગ્યા સુધી 51 અધિકારીઓની બદલી કરવા જણાવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ ચૂંટણીપંચે અધિકારીઓની બદલીમાં વિલંબ મામલે ગુજરાત સરકારને ટકોર કરી હતી. ગુજરાતમાં આગામી થોડા દિવસોમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુજરાત વહીવટી તંત્ર દ્વારા 900 અધિકારીઓની બદલી કરાઈ હતી.
પરંતુ ચૂંટણીપંચના માપદંડોને આધારે હજુ 51 અધિકારીઓની બદલી કરવાની છે, જે અંગે ચૂંટણીપંચે ગુજરાતના મુખ્ય સચિવને તાત્કાલિક અસરથી ભારતીય પોલીસ સર્વિસના અધિકારીઓ સહિતના બાકીના અધિકારીઓની બદલી કરવા સૂચન કર્યું છે.
ખડગેએ રચેલી સ્ટિયરિંગ કમિટી, કૉંગ્રેસ વર્કિંગ કમિટીની જગ્યા લેશે
કૉંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના બંધારણ અંતર્ગત સ્ટિયરિંગ કમિટીની રચના કરી છે.
આ સંયોજન સમિતિ, પાર્ટીના સર્વોચ્ચ નિર્ણય લેનારી કૉંગ્રેસ વર્કિંગ કમિટીના સ્થાને કામ કરશે. આ કમિટીમાં મલ્લિકાર્જુન ખડગે સિવાય કુલ 47 સભ્યો છે. જેમાં સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી, અભિષેક મનુ સિંઘવી, અજય માકન જેવા નેતાઓનાં નામ સામેલ છે.
મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે આધિકારિકપણે કૉંગ્રેસના અધ્યક્ષ સ્વરૂપે કાર્યભાર સંભાળ્યો છે. આ બાદ કૉંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના તમામ સભ્યો, અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટીના મહાસચિવો અને પ્રભારીઓએ પોતાનાં રાજીનામાં આપી દીધાં હતાં.
રાજીનામા પાછળ મલ્લિકાર્જુન ખડગેને સ્વતંત્રપણે લોકોને ચૂંટવાની તક આપવી એ કારણ હતું.
PM મોદી બાંસવાડાના માનગઢ ધામે 'આદિવાસી નાયકો'ને શ્રદ્ધાંજલિ આપશે
સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના માનગઢ ધામની મુલાકાત લેશે, જે દરમિયાન તેઓ આદિવાસી ભીલ સમાજના 'નાયકો'ને શ્રદ્ધાંજલિ આપશે.
નોંધનીય છે કે ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલ આ સ્થળે 17 નવેમ્બર 1913ના રોજ એકઠા થયેલા હજારો લોકો બ્રિટિશરો અને દેશી રજવાડાંના સૈનિકોએ પૂરી તૈયારી કરીને ગોળીઓ વરસાવી હતી.
જેમાં દોઢ હજાર કરતાં પણ વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
નોંધનીય છે કે ગુજરાત સહિત આસપાસનાં રાજ્યોની આદિવાસી પ્રજા માટે માનગઢ ધામ એક મહત્ત્વનું સ્થળ છે.
ગુજરાતમાં આગામી થોડા દિવસોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તેને ધ્યાને લઈને વડા પ્રધાન મોદીની આ મુલાકાત આદિવાસી મતદારોને આકર્ષવા માટેનાં એક પગલાં તરીકે પણ જોવાઈ રહ્યું છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો