સના ઇરશાદ મટ્ટુ: 'હું એક પત્રકાર છું અને તમે મને આ માટે સજા ન આપી શકો'

ઇમેજ સ્રોત, SOPA IMAGES

- વર્ષ 2018થી જ સના ઇરશાદ જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્ર ફોટોગ્રાફી કરી રહ્યાં છે
- સનાને આ વર્ષે જ જુલાઈમાં પહેલી વાર વિદેશ જતા રોકવામાં આવ્યાં હતાં. ત્યારે તેઓ એક પુસ્તક-વિમોચન અને ફોટોગ્રાફી પ્રદર્શન માટે દિલ્હીથી પેરિસ જવાનાં હતાં
- જમ્મુ અને કાશ્મીરમાં હાલ ત્રણ કાશ્મીરી પત્રકાર જેલમાં છે. પબ્લિક સૅફ્ટી ઍક્ટ જેવા કડક કાયદા હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે
- 25 વર્ષીય ફ્રીલાન્સ જર્નાલિસ્ટ આકાશ હસનને શ્રીલંકા જતા રોકવામાં આવ્યા હતા
- માર્ચ મહિનામાં અમેરિકન પેપર 'વૉશિંગટન પોસ્ટ' માટે લખનાર પત્રકાર રાણા અય્યુબને મુંબઈ ઍરપૉર્ટ પર વિદેશ જતા રોકવામાં આવ્યાં હતાં

"હું વ્યવસાયે એક પત્રકાર છું. હું સાચું રિપોર્ટિંગ કરતી આવી છું અને તમે મને એ માટે સજા ન આપી શકો."
આ નિવેદન છે પુલિત્ઝર પુરસ્કાર વિજેતા અને કશ્મીરી ફોટો જર્નાલિસ્ટ સના ઇરશાદ મટ્ટુનું છે. જેમનું કહેવું છે કે તેમના વિદેશ જવા પર ફરી એક વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
તાજેતરમાં સના ઇરશાદ મટ્ટુએ એક ટ્વીટમાં દાવો કર્યો છે કે, સોમવારે તેઓ પુલિત્ઝર પુરસ્કાર લેવા માટે ન્યૂયૉર્ક જઈ રહ્યાં હતાં, પરંતુ દિલ્હી ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને રોક્યાં હતાં.
મટ્ટુએ કહ્યું કે, અમેરિકાના માન્ય વિઝા અને ટિકિટ હોવા છતાં તેમના આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર પ્રતિબંધ લગાવાયો છે.
સના ઇરશાદ મટ્ટુ અનુસાર, "બીજી વાર એવું બન્યુ છે કે, કોઈ કારણ વગર મારા આ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેટલાક મહિના પહેલાં જે કંઈ થયું, એ અંગે કેટલાય અધિકારીઓને મળ્યા પછી પણ મને કોઈ જવાબ મળ્યો નથી. આ પુરસ્કાર સમારોહમાં સામેલ થવું એ મારા જીવનની સૌથી મોટી પળ હતી."
જોકે ભારત સરકારે સનાના દાવા પર સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ જમ્મુ અને કાશ્મીરના પોલીસ અધિકારીઓએ સમાચાર એજન્સી પીટીઆઈને સના વિશે જણાવ્યું હતું કે, તેમનું નામ નો-ફ્લાય લિસ્ટમાં છે, તેથી તેમના આ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ વર્ષના મે મહિનામાં ભારતમાં કોરોનાના સંક્રમણ દરમિયાન ફોટોગ્રાફી માટે સના ઇરશાદ મટ્ટુને ફીચર ફોટોગ્રાફીમાં પુલિત્ઝર પુરસ્કાર જાહેર થયો હતો.
તેમણે આ ફોટોગ્રાફી સમાચાર એજન્સી રૉયટર્સ માટે કરી હતી. 28 વર્ષીય સના ઇરશાદ મટ્ટુ શ્રીનગરનાં રહેવાસી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં જઈને ફોટોગ્રાફી કરી હતી. વર્ષ 2018થી જ સના ઇરશાદ જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્ર ફોટોગ્રાફી કરી રહ્યાં છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2

સનાએ બીબીસીને શું-શું કહ્યું?
સના ઇરશાદ મટ્ટુએ બીબીસીને કહ્યું કે, "મને રોકવાનું કોઈ કારણ આપવામાં આવ્યું નથી. મને એ કહેવામાં આવ્યું કે હું વિદેશપ્રવાસ કરી નહીં શકું."
તેમણે આ સન્માન ગુમાવવા બદલ અફસોસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, "આ એ પુલિત્ઝર સન્માન હતું, જે દરેક પત્રકારનું સપનું હોય છે. જ્યારે તમને આ સન્માન માટે પસંદ કરવામાં આવે તો તમે તેની સાથે જોડાયેલી દરેક ક્ષણને જીવવા માગો છો. પરંતુ તેમણે મારી આ ખુશી છીનવી લીધી છે."
"કોઈ કારણ આપ્યા વગર, મને વિદેશ જવાથી કેમ રોકી રહ્યા છે... ઈમાનદારીથી કહું તો મારું દિલ તૂટી ગયું છે..."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3

સનાને પહેલી વાર ક્યારે રોકવામાં આવ્યાં હતાં?
સનાને આ વર્ષે જ જુલાઈમાં પહેલી વાર વિદેશ જવાથી રોકવામાં આવ્યાં હતાં. ત્યારે તેઓ એક પુસ્તક વિમોચન અને ફોટોગ્રાફી પ્રદર્શન માટે દિલ્હીથી પેરિસ જવાનાં હતાં.
ત્યારે પણ તેમણે કહ્યું હતું કે તેમની પાસે ફ્રાન્સના વિઝા છે, પણ તેમ છતાં અધિકારીઓએ તેમને વિદેશપ્રવાસ કરવા દીધો ન હતો.
સનાએ એ સમયે ટ્વીટ કર્યું હતું કે, "હું દિલ્હીથી પેરિસ એક પુસ્તક વિમોચન અને ફોટો ઍક્ઝિબિશન માટે જઈ રહી હતી. સેરેન્ડિપિટી આર્લ્સ ગ્રાન્ટ 2020ના 10 પુરસ્કાર વિજેતાઓમાંથી એક હું પણ હતી, તેથી મારે જવાનું હતું."
"ફ્રાન્સના વિઝા મળ્યા પછી પણ મને દિલ્હી ઍરપૉર્ટના ઇમિગ્રેશન ડેસ્ક પર રોકવામાં આવી હતી. આ પાછળનું મને કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું, માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે તમે ઇન્ટરનેશનલ પ્રવાસ કરી શકશો નહીં."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4

જમ્મુ અને કાશ્મીરમાં પત્રકારોની સ્થિતિ
ઑગસ્ટ 2019માં જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવામાં આવ્યો ત્યારથી ત્યાં કામ કરતા પત્રકારો પર દબાણ વધી ગયું છે.
જમ્મુ અને કાશ્મીરમાં હાલ ત્રણ કાશ્મીરી પત્રકાર જેલમાં છે. પબ્લિક સૅફ્ટી એક્ટ જેવા કડક કાયદા હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે.
જમ્મુ અને કાશ્મીરના પોલીસનાં સૂત્રોએ બીબીસીને જણાવ્યું હતું કે, આ પત્રકારો વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે તેમનાં નામ પણ નો-ફ્લાય લિસ્ટમાં સામેલ છે.
વર્ષ 2019 બાદ ઓછામાં ઓછા 5 કાશ્મીરી પત્રકારોના વિદેશ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
આ વર્ષના જુલાઈમાં 25 વર્ષીય ફ્રીલાન્સ જર્નાલિસ્ટ આકાશ હસનને શ્રીલંકા જતા રોકવામાં આવ્યા હતા. આકાશે જણાવ્યું કે તેઓ શ્રીલંકાના આર્થિક સંકટના રિપોર્ટિંગ માટે કોલંબો જઈ રહ્યા હતા.
આકાશે એ સમયે ટ્વીટ કર્યું હતું કે, "પાંચ કલાકની રાહ જોવડાવ્યા પછી મને મારો પાસપૉર્ટ અને બૉર્ડિંગ પાસ પાછો આપવામાં આવ્યો, જેના પર લાલ રંગનો રિજેક્શનનો સ્ટેમ્પ મારવામાં આવ્યો હતો."
આકાશે બીબીસીને જણાવ્યું કે, "કલાકો સુધી રાહ જોયા પછી મને કહેવામાં આવ્યું કે મને આ મુસાફરી માટે મંજૂરી નથી."
"મને કોઈ ચોક્કસ કારણ અપાયું ન હતું, પરંતુ ઍરલાઇન કંપનીના સ્ટાફે જણાવ્યું કે, મારા વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. જ્યારે હું કાશ્મીર પાછો ફર્યો, ત્યારે મેં કારણ જાણવા માટે અધિકારીઓ સાથે વાત કરવાના પ્રયત્ન કર્યા. મારા વિરુદ્ધ કોઈ તપાસ પણ બાકી ન હતી, પરંતુ મને કોઈ માહિતી અપાઈ નથી."

રાણા અય્યુબ અને આકાર પટેલનો કેસ

માર્ચ મહિનામાં અમેરિકન પેપર 'વૉશિંગ્ટન પોસ્ટ' માટે લખનારાં પત્રકાર રાણા અય્યુબને મુંબઈ ઍરપૉર્ટ પર વિદેશ જતાં રોકવામાં આવ્યાં હતાં.
તેઓ એ સમયે બ્રિટન જવાનાં હતાં. તેમને 'ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર જર્નાલિસ્ટ'ની એક ઇવેન્ટમાં ભાષણ આપવાનું હતું.
રાણા અય્યુબને થોડા દિવસ પછી વિદેશ જવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેના માટે તેમને દિલ્હી હાઈકોર્ટની મદદ લેવી પડી હતી. અદાલતી લડાઈ બાદ જ તેમને આ મુસાફરી માટે મંજૂરી મળી હતી.
એપ્રિલમાં ઍમ્નેસ્ટી ઇન્ડિયાના પૂર્વ ચીફ આકાર પટેલને બેંગ્લુરુ ઍરપૉર્ટ પર અમેરિકા જતા બે વાર રોકવામાં આવ્યા હતા.
આ માટેનું કારણ દર્શાવવામાં આવ્યું હતું કે આકાર પટેલના કાર્યકાળ દરમિયાન ઍમ્નેસ્ટી ઇન્ડિયા પર ફોરેન ઍક્સચેન્જ ઍક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
સુરક્ષા એજન્સીએ આકાર પટેલને 'ફ્લાઇટ રિસ્ક' કરાર આપ્યો. ત્યાર બાદ એક કોર્ટે તેમને કહ્યું કે, તેઓ મંજૂરી લીધા વિના દેશ છોડી નહીં શકે.

પત્રકાર અંગદસિંહ સાથે શું થયું?

ઇમેજ સ્રોત, GURMEET KAUR
ઑગસ્ટમાં એમ્મી ઍવૉર્ડ માટે નામાંકિત થયેલા ભારતીય-અમેરિકન પત્રકાર અંગદસિંહને કથિત રીતે દિલ્હી પહોંચતાની સાથે જ ન્યૂયૉર્ક મોકલી દેવાયા હતા.
જોકે આ મુદ્દે ભારત સરકારે સત્તાવાર રીતે કંઈ કહ્યું નહોતું. પરંતુ અંગદસિંહના પરિવારે દાવો કર્યો કે ન્યૂયૉર્ક પરત મોકલતા પહેલાં તેમનો પાસપૉર્ટ જપ્ત કરી લેવાયો હતો.
અંગદસિંહનાં માતાએ આરોપ લગાવ્યો છે કે, તેમની ડૉક્યુમેન્ટરીના કારણે તેમની સાથે આ વ્યવહાર કરવામાં આવ્યો હતો.
અંગદસિંહે વાઇસ ન્યૂઝ માટે ભારત પર આવેલા કોરોના સંકટ અને ખેડૂતો ડૉક્યુમેન્ટરી બનાવી હતી.

પ્રોફેસર ફિલિપો ઓસેલાનો કેસ

ઇમેજ સ્રોત, FILIPPO OSELLA
આ વર્ષની શરૂઆતમાં જ કેન્દ્ર સરકારે પ્રોફેસર ફિલિપો ઓસેલાને ડિપોર્ટ કર્યા હતા. તેઓ યુનિવર્સિટી ઑફ સસેક્સમાં ઍન્થ્રોપૉલૉજિસ્ટ તરીકે કાર્યરત છે અને છેલ્લાં 30 વર્ષથી ભારતમાં આવતા-જતા રહે છે.
પ્રોફેસર ફિલિપોએ આ નિર્ણયને પક્ષપાતી અને ગેરબંધારણીય ગણાવીને તેમના દેશનિકાલને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
તેમણે દાવો કર્યો હતો કે, સરકારી અધિકારીઓએ તેમની સાથે ગુનેગારો જેવું વર્તન કર્યું અને પરત મોકલવાનું કોઈ કારણ પણ આપ્યું નહીં.
ગયા અઠવાડિયે તેમના કેસની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું કે તેમના વિરુદ્ધ પૂરતા પુરાવા છે અને તેના આધારે તેમને બ્લૅકલિસ્ટ કરાયા છે.

જમ્મુ-કાશ્મીરના ડીજીપીનું નિવેદન

ઇમેજ સ્રોત, ANI
જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિદેશક દિલબાગસિંહે આ વર્ષે ઑગસ્ટમાં અંગ્રેજી પેપર ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કોઈ પણ પત્રકારના વિદેશ જવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય સાવચેતીના પગલા તરીકે લેવામાં આવ્યો છે. જેથી તેઓ બહાર જઈને ઝેરીલા વિચારો ન ફેલાવે.
દિલબાગસિંહે ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, "કેટલાક પત્રકારો એવા છે જેઓ વિદેશ ગયા અને ત્યાં જઈને તેમણે ઝેરીલા વિચારો ફેલાવવાનું શરૂ કર્યું. તેઓ મીડિયાનાં જાણીતાં નામ છે. તેમાંથી કેટલાક લોકો અહીં પણ છે. તેમની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી છે. ન તો એ જનતાના પક્ષે છે. તેથી અમે આવા લોકો પર નજર રાખીએ છીએ."
"તેમને નજર હેઠળ રાખવાનો અર્થ એ છે કે તેમને વિદેશના પ્રવાસે જવાની મંજૂરી ન આપવી જોઈએ, મને લાગે છે કે આ વાત સંપૂર્ણપણે વાજબી છે. આવા કિસ્સા અગાઉ પણ બન્યા છે. અમે તેને જાહેર ન કરી શકીએ."

કાશ્મીરી પત્રકારોનો ડર

ઇમેજ સ્રોત, ANI
વિદેશ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલા કોઈ પણ કાશ્મીરી પત્રકારે કોર્ટમાં આ વાતને સ્વીકારી નથી. તેઓને ડર છે કે જો તેઓ એવું કરશે તો તેમને સરકારની નારાજગીનો સામનો કરવો પડશે.
આકાશ હસન કહે છે કે, તેમને કોર્ટ પાસે કોઈ આશા નથી.
આકાશ હસનનું કહેવું છે કે, "અમે ભૂતકાળમાં જોયું છે કે ન્યાય આપવામાં કોર્ટે કાશ્મીરી પત્રકારોને નિરાશ કર્યા છે. એવા સમયે જ્યારે ત્રણ પત્રકાર જેલમાં છે અને કોર્ટમાંથી જામીન મળતા નથી. તેમને પબ્લિક સૅફ્ટી ઍક્ટ જેવા કડક કાયદા હેઠળ જેલમાં રાખવામાં આવ્યા છે, આ સ્થિતિમાં મને કોર્ટ પાસે કોઈ આશા નથી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













