તમારા મગજને સ્વસ્થ અને યુવાન રાખવા શું ખાવું અને શાનાથી દૂર રહેવું?

વિટામીન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, એનેલિયા લોરેન્ટ
    • પદ, બીબીસી ન્યુઝ વર્લ્ડ

મગજના આરોગ્યને લગતાં ઘણાં પાસાંને આવરી લેતું શ્રેષ્ઠ વિટામિન બી છે.

નિષ્ણાતોની સલાહ લીલાં પાંદડાંવાળી શાકભાજી ખાવી જોઈએ, જે કુદરતી વિટામિન B-9 ફોલિક ઍસિડથી સમૃદ્ધ હોય છે, જેનાથી મૂડ અને સ્વાસ્થ્ય સારી રીતે જાળવી શકાય છે.

માત્ર વિટામિન B જ નહીં, બીજાં વિટામિનના વધુ પડતા ઉપયોગથી તેની આડઅસર પણ થઈ શકે છે. તેનાથી સાવચેત રહેવું જરૂરી છે.

લાઇન
  • મગજના આરોગ્યને લગતાં ઘણાં પાસાંને આવરી લેતું શ્રેષ્ઠ વિટામિન બી છે
  • લીલાં પાંદડાવાળી શાકભાજી કુદરતી વિટામિન B-9 ફોલિક ઍસિડથી સમૃદ્ધ હોય છે
  • વિટામિન બીના આઠ પ્રકાર છે
  • માત્ર કઠોળ ન ખાઓ, માત્ર લીલાં પાંદડાવાળા શાકભાજી ન ખાઓ, કારણ કે જો તમે એવું કરશો તો બીજા સાત B વિટામિન ગુમાવી શકો છો
  • દરેક વ્યક્તિઓએ નારંગી ખાવી જોઈએ,પણ બોક્સવાળા નારંગીના જ્યૂસનો ઉપયોગ ન કરવો જોઈએ
  • એક વાટકો દહીં લેવું અને તેમાં ફ્રોઝન અથવા તાજી બ્લૂબેરી ઉમેરવી, સાથે તેમાં થોડા તજ, મધનો ઉપયોગ કરવાથી હેલ્ધી સાબિત થાય છે
લાઇન

આપણા મગજને સ્વસ્થ કેવી રીતે રાખી શકીએ?

સ્વસ્થ રહેવા માટે એક સારી શરૂઆત એ રીતે કરી શકાય કે આપણે શું ખાઈએ છીએ તેનું નિરીક્ષણ કરવું.

શરીર યોગ્ય રીતે કાર્ય કરે તે માટે આપણે પૂરતાં વિટામિન લેવાં જોઈએ અને સારા પ્રમાણમાં પોષકતત્ત્વો ધરાવતો સંતુલિત આહાર લેવો જોઈએ.

યુનાઇટેડ સ્ટેટ્સ નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન જણાવે છે કે, "સામાન્ય સેલના ફંક્શન, વૃદ્ધિ અને વિકાસ માટે 13 આવશ્યક વિટામિન છે.

સામાન્ય રીતે વિટામિન આપણને કુદરતી રીતે ખોરાકમાં મળી રહે છે, તેથી આપણે શું ખાઈએ છીએ એ મહત્ત્વનું છે.

હાર્વર્ડ યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિન ખાતે ન્યુટ્રિશિયન સાઇકાયાટ્રિસ્ટ ઉમા નાયડુએ બીબીસી મુન્ડો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "તમારી પાસે ઘણી શક્તિ છે."

ડૉ. નાયડુ જેઓ ધીસ ઇઝ યોર બ્રેઇન ઓન ફૂડ ("વૉટ ફૂડ ડઝ ટુ યોર બ્રેન") પુસ્તકનાં લેખક છે, આ પુસ્તક માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે તેવા ખોરાક અંગે છે. જે સૌથી હાનિકારક છે એને તમારે ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ.

નિષ્ણાતના મતે, આ આપણા મગજને યુવાન અને સ્વસ્થ રાખવા માટે મુખ્ય વિટામિન છે. અને એ માટે અમે આગળ નિષ્ણાંત સાથેના ઇન્ટરવ્યૂ શૅર કરી રહ્યા છીએ.

line

આપણા મગજને વૃદ્ધ થતું બચાવવા માટે કયું વિટામિન ફાયદાકારક છે?

મગજના આરોગ્યને લગતાં ઘણાં પાસાંને આવરી લેતું શ્રેષ્ઠ વિટામિન બી છે.

દરેકમાં મગજ મહત્ત્વનું ફંક્શન છે અને તે ઘણાં કાર્યો કરે છે.

line

વિટામિન બી જ કેમ? એમાં વિશેષતા શું છે?

ઉમા નાયડુ, હાર્વર્ડ યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિન ખાતે ન્યુટ્રિશિયન સાઇકિયાટ્રિસ્ટ છે

ઇમેજ સ્રોત, COURTESY UMA NAIDOO

ઇમેજ કૅપ્શન, ઉમા નાયડુ, હાર્વર્ડ યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિન ખાતે ન્યુટ્રિશિયન સાઇકિયાટ્રિસ્ટ છે

વિટામિન બીના 8 પ્રકાર છે.

વિટામિન બી-1 જેને થીઆમિન કહે છે, આ વિટામિન કોષોનાં કાર્યો અને અલગ-અલગ પોષકતત્ત્વ ચયાપચયમાં મદદ કરે છે, જેનાથી આપણને ઊર્જા મળી રહે છે.

આપણા શરીરમાં જો થાઇમીનનું સ્તર નીચું હોય તો તેનાથી શરીરમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

વિટામિન બી-12 અથવા કોબાલામિન એ લાલ રક્ત સેલ અને ડીએનએની રચના માટે જરૂરી છે, પરંતુ આ સાથે તે નર્વસ સિસ્ટમ, મગજનો વિકાસ કરવામાં પણ મદદ કરે છે.

તે હોમોસિસ્ટિનને તોડવામાં મદદ કરવા જેવાં ચોક્કસ કાર્યો કરે છે, જે હૃદયને નુકસાન પહોંચાડે તેવું પ્રોટીન છે, જે અમુક પ્રકારના ઉન્માદ તરફ દોરી શકે છે.

વિટામિન B-9 છે, જે ફોલિક ઍસિડ છે, જે મારું મનગમતામાંથી એક છે અને હું હંમેશાં તેના વિશે વાત કરું છું.

આ શ્રેષ્ઠ ન્યુરોટ્રાન્સમીટર કાર્ય અને મગજના સ્વાસ્થ્યમાં મદદ કરે છે. ડીએનએની રચનામાં મદદ કરે છે અને સેલ્યુલર ડિટોક્સિફિકેશન માટે ફાયદાકારક છે.

ફોલિક ઍસિડનું નીચું સ્તર લૉ મૂડ સાથે સંકળાયેલું છે.

લીલાં પાંદડાંવાળી શાકભાજી ખાવી જોઈએ, જે કુદરતી વિટામિન B-9 ફોલિક ઍસિડથી સમૃદ્ધ હોય છે, જેનાથી સારો મૂડ અને સ્વાસ્થ્ય જાળવી શકાય છે.

આ કેટલાંક B વિટામિનનાં સૌથી સામાન્ય પરિબળો છે અને તે આપણા માનસિક અને જ્ઞાનાત્મક સ્વાસ્થ્ય માટે આવશ્યક તત્ત્વો છે.

line

શું બધાં વિટામિન બી મગજ માટે સારાં છે?

જ્યારે પણ કોઈ મને પૂછે છે કે, બી વિટામિન જ કેમ તમે પસંદ કરો છો, તો હંમેશાં હું એ જ જવાબ આપું છું કે, આપણા મગજની બહાર પણ અલગ-અલગ ફાયદા છે, પરંતુ એ બધામાં કોઈને કોઈ તત્ત્વો હોય છે જે તમને મદદ કરતાં રહે છે.

કેટલાંક વિટામિન જેમ કે B-12, B-9 અને B-1 મગજ સાથે સીધાં સંબંધિત છે અને અન્ય વિટામિન શરીરનાં અત્યંત જરૂરી કાર્યોમાં મદદ કરે છે જેવા કે, રક્ત કોશિકાઓની રચના.

તેથી, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તે મગજના કાર્ય સાથે સંબંધિત છે.

line

વિટામિન બી શેમાંથી મળી રહે છે?

સૅલ્મોન વિટામિન-બીથી સમૃદ્ધ હોય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સૅલ્મોન વિટામિન-બીથી સમૃદ્ધ હોય છે

વિટામિન બી અલગ-અલગ ખોરાકમાંથી મળી રહે છે.

હું લોકોને યાદશક્તિમાં વધારો કરવાની કસરતો આપીને મદદ કરવાનું પસંદ કરું છું.

આ સંપૂર્ણ માહિતી નથી, પરંતુ તે ઘણી મદદ કરે છે. પછી મને થયું : BIGYESS (મોટી હા).

અંગ્રેજીમાં બી અક્ષરથી કઠોળનો પ્રારંભ થાય છે જેનો અર્થ અનાજ થાય છે અને તેમાં કઠોળ, દાળ વગેરેનો સમાવેશ થાય છે. આમાં વિટામિન B ભરપૂર માત્રામાં હોય છે.

તેને અનુસરો અવગણો નહીં.

G એ લીલા (શાકભાજી) માટે છે. તે વિવિધ પ્રકારનાં લીલાં પાંદડાંવાળી શાકભાજીનું જૂથ બનાવે છે. લીલોતરી વધુ સારી, કારણ કે તે ફોલિક ઍસિડથી સમૃદ્ધ છે.

અને તે ડેરી દહીં માટે છે, જેમાં રિબોફ્લેવિન હોય છે, જેમાં વિટામિન B-2 અને વિટામિન B-12 પણ હોય છે. હંમેશાં કુદરતી દહીંનો ઉપયોગ કરો. નોન-ડેરી દહીં પણ વિટામિન ધરાવે છે. તેથી તે જુઓ.

ઈંડાંનો પ્રથમ અક્ષર E છે. જો તમે ઈંડાં ખાઓ છો, તો હંમેશાં પેસ્ચર્ડ ઈંડાં ખરીદવાનું કહીશ. જેમાં વિટામિન બી-7 હોય છે, જે બાયોટિન માટે જાણીતું છે.

પ્રથમ S સૅલ્મોન માટે છે. ઘણા લોકો જાણે છે કે, સૅલ્મોન વિટામિન બીથી ભરપૂર હોય છે. જેમાં વિટામિન B-2 અથવા રિબોફ્લેવિન, વિટામિન B-3 અથવા નિયાસિન, વિટામિન B-6 અથવા પાયરિડોક્સિન અને વિટામિન B-12 અથવા કોબાલામિન હોય છે. આ બધા વિટામિન મગજ માટે મદદરૂપ થઈ શકે છે.

અને બીજો S સૂર્યમુખીનાં બીજ માટે છે. આ વિટામિન B-5 ના સૌથી સમૃદ્ધ સ્ત્રોતોમાંથી એક છે, જેને પેન્ટોથેનિક ઍસિડ કહેવામાં આવે છે.

આ વિટામિન મેળવવા અને તમારા આહારમાં લેવા માટે તેને સલાડ અથવા પીણામાં ઉમેરવાનું સરળ રહે છે.

line

આપણા મગજનું સ્વાસ્થ્ય સારું રાખવા વિટામિન બીની નક્કી કરેલી માત્રા શું છે?

વિટામિન

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારે ખોરાકની વાત આવે છે, ત્યારે અમે હંમેશાં તેમાં રહેલા વિટામિનના ચોક્કસ ડોઝ વિશે સંપૂર્ણપણે ખાતરી આપતા નથી.

હું હંમેશાં એવા હેલ્ધી ખોરાક લેવા વિશે વાત કરવાનું પસંદ કરીશ, જે આપણી ડાયેટને બૅલેન્સ કરે છે.

દરેક વ્યક્તિનું માઇક્રોબાયોમ સંપૂર્ણપણે યૂનિક છે.

હેલ્ધી અને સંતુલિત આહારમાં ખોરાકનો સમાવેશ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. માત્ર કઠોળ ન ખાઓ, માત્ર લીલાં પાંદડાંવાળી શાકભાજી ન ખાઓ, કારણ કે જો તમે એવું કરશો તો બીજા સાત B વિટામિન ગુમાવી શકો છો.

ઇન્ટરનેટ પર તમે વિવિધ વિટામિન બી અને નક્કી કરેલી દૈનિક માત્રા શોધી શકો છો. યુનાઇટેડ સ્ટેટ્સમાં અમે RDA (રેકમેન્ડેડ ડાયેટરી એલાઉન્સ) નો ઉપયોગ કરીએ છીએ.

line

શું વિટામિન બીના સેવન કરવાથી કોઈ ગેરફાયદા થાય છે?

વિટામિન

ઇમેજ સ્રોત, Getty Images

નક્કી કરેલી માત્રામાં શું ખાવું જોઈએ તે જાણવું મહત્ત્વનું છે.

તમારું શરીર જરૂર જેટલું શોષી લે છે અને બાકીનું યુરિન દ્વારા બહાર કાઢી નાંખે છે.

જ્યારે વિટામિનની વાત આવે, ત્યારે એવું માનવું કે કંઈક વધારે ખાવાથી કે પીવાથી તમને વધુ મદદ મળશે આ એક કલ્પના છે.

નક્કી કરેલી માત્રાનો ઉપયોગ કરો અને હેલ્ધી આહાર લો.

માત્ર વિટામિન B જ નહીં, બીજા વિટામિનના વધુ પડતા ઉપયોગથી પણ આડઅસર પણ થઈ શકે છે. તેનાથી સાવચેત રહેવું જરૂરી છે.

line

તમે તમારા દર્દીઓને શું ખાવાની ભલામણ કરશો?

પ્રથમ પગલું એ છે કે વ્યક્તિ કેવાં લક્ષણો અનુભવી રહી છે, તે કેવા પ્રકારના ખોરાક ખાવાનું પસંદ કરે છે અને કેવો ખોરાક તેઓ લઈ રહ્યા નથી તે પણ તપાસો.

કેટલીક વાર તેમની સાથેની વાતચીતમાં હું તેમને સમજવાના પ્રયત્ન કરું છું, જેમ કે અમુક ખોરાક જે તેઓ લઈ રહ્યા છે અને તે તેમના માટે હેલ્ધી નથી.

એક ઉત્તમ ઉદાહરણ દહીં છે જેમાં પ્રોબાયોટિક્સ હોય છે અને તેના ઘણા ફાયદા છે. બ્લુબેરી પણ ઘણી સારી છે.

પરંતુ બ્લુબેરી દહીં એ સૌથી આરોગ્યપ્રદ વિકલ્પ નથી, કારણ કે ઘણાં ફળોના દહીંમાં અતિશય પ્રમાણમાં સુગર હોય છે, જે તમારા મગજ માટે હેલ્ધી નથી.

એક વાટકો દહીં લેવું અને તેમાં ફ્રોઝન અથવા તાજી બ્લૂબેરી ઉમેરવી, સાથે તેમાં થોડા તજ, મધનો ઉપયોગ કરવાથી હેલ્ધી સાબિત થાય છે.

જો તમે શેલફિશ, ઈંડાં અથવા ડેરી પ્રોડક્ટ ખાતા નથી, તો પછી અન્ય વિકલ્પો શોધો. જેઓ શાકાહારીઓ છે તેમના માટે વિટામિન B-12 નું એક સ્ત્રોત પોષક આથો છે.

line

કોઈ સલાહ?

દરેક વ્યક્તિઓએ નારંગી ખાવી જોઈએ,પણ બોક્સવાળા નારંગીના જ્યૂસનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે નારંગી સ્કીન, ફાઇબર, વિટામિનનાં પોષક તત્ત્વો, જરૂરી મિનરલ્સ પૂરાં પાડે છે. નારંગીના રસમાં ઘણી વખત એક ટન સુગર ઉમેરવામાં આવે છે અને રેસા દૂર કરવામાં આવે છે, જે તેને ઓછો હેલ્ધી બનાવે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન