ગૌતમ અદાણી : એશિયાની બીજી સૌથી અમીર વ્યક્તિ બનવાથી લઈને 73 હજાર કરોડ ગુમાવવા સુધીની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો 24 જૂન જન્મદિન છે, તેઓ 59 વર્ષના થઈ ગયા છે.
વર્ષ 2021 ગૌતમ અદાણી માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે, આ વર્ષે તેઓ એશિયાની બીજી સૌથી અમીર વ્યક્તિ બની ગયા હતા અને આ જ વર્ષમાં એક દિવસ એવો પણ આવ્યો કે જ્યારે એક કલાકમાં તેમણે 73 હજાર કરોડ રૂપિયા ગુમાવી દીધા.
14 જૂનનો દિવસ ગૌતમ અદાણી માટે મોટો આર્થિક કડાકો લઈને આવ્યો, અદાણી જૂથના માર્કે કૅપિટલાઇઝેશનમાં 15 બિલિયન ડૉલર એટલે કે એક લાખ કરોડ કરતાં વધારે રૂપિયાનો ઘટાડો થઈ ગયો.
એ દિવસે સવારે શૅરબજાર ઊઘડતાની સાથે જ અદાણીનાં શૅરની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો.
આ એવા વખતે થયું છે, જ્યારે છેલ્લા છ મહિનાથી અદાણી જૂથના શૅર સર્વોચ્ચ સપાટીના નવા વિક્રમો સર્જી રહ્યા હતા. સાથે જ ગૌતમ અદાણી એશિયાની બીજા ક્રમની સૌથી ધનિક વ્યક્તિ બની ગયા હતા.
બ્લુમબર્ગ ઇન્ડેક્સ પ્રમાણે શુક્રવારે ગૌતમ અદાણીની સંપત્તિ 77 બિલિયન ડૉલર હતી પણ સોમવારે સવારે આ ચિત્ર બદલાઈ ગયું.
ધ ઇકૉનૉમિક ટાઇમ્સ લખે છે કે 14 જૂને બજાર ખૂલ્યાના એક જ કલાકમાં ગૌતમ અદાણીના 10 બિલિયન ડૉલર એટલે કે 73 હજાર કરોડ રૂપિયા ધોવાઈ ગયા હતા.

અદાણી જૂથનાં શૅરની કિંમતોમાં કડાકો
14 જૂને અદાણી જૂથની અદાણી ઍન્ટર્પ્રાઇઝ સહિત બધી કંપનીઓનાં શૅરમાં કડાકો નોંધાયો હતો. સૌથી વધુ કડાકો અદાણી ઍન્ટર્પ્રાઇઝનાં શૅરમાં 20 ટકાનો આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અખબારી અહેવાલો પ્રમાણે નૅશનલ સિક્યૉરિટીસ ડિપોઝિટરી લિમિટેડ એટલે કે NSDL દ્વારા અદાણી જૂથની કંપનીઓમાં રોકાણ કરનાર ત્રણ વિદેશી મૂડી કંપનીઓનાં ઍકાઉન્ટ ફ્રીઝ કરી દેવાયા છે, જોકે આ વાતને અદાણી જૂથ નકારી કાઢે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
અદાણી જૂથે નિવેદન જારી કરીને કહ્યું છે કે આ અહેવાલો ખોટા છે અને એના કારણે મોટું આર્થિક નુકસાન થયું છે.
જોકે આ સમાચાર બહાર આવ્યા બાદ શૅરમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો.

એક ટ્વીટે અદાણીને નુકસાન કરાવ્યું?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
જોકે ટ્વિટર પર કેટલાક લોકો અદાણી જૂથનાં શૅરમાં કડાકા માટે જાણીતાં પત્રકાર સુચેતા દલાલના એક ટ્વીટને જવાબદાર ઠેરવી રહ્યા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
સુચેતા દલાલે 12 જૂન એટલે કે શનિવારે સવારે આ ટ્વીટ કર્યું હતું, જોકે તેમના ટ્વીટમાં કોઈ કંપની કે જૂથના નામનો ઉલ્લેખ કર્યો નહોતો.
જોકે આ ઘટનાક્રમ પહેલાં સુધી સ્થિતિ સાવ જુદી હતી, અદાણી જૂથના શૅરની કિંમતોમાં વધારો થઈ રહ્યો હતો અને તેઓ મુકેશ અંબાણીને પાછળ છોડી દેશે કે કેમ, તેની પણ ચર્ચા થઈ રહી હતી.

અદાણી પાવરના શૅરમાં અઠવાડિયામાં 59 ટકાનો વધારો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
બિઝનેસ ઇન્સાઇડર અનુસાર એક અઠવાડિયામાં અદાણી પાવરના શૅરમાં 59 ટકાનો વધારો નોંધાયો હતો. 1 જૂનમાં અદાણી પાવરની શૅરની કિંમત 95.4 રૂપિયા હતી અને 8 જૂનમાં તે વધીને 151.50 રૂપિયા પહોંચી ગઈ હતી.
પાછલાં વર્ષની સરખાણીમાં અદાણી પાવરના શૅરના ભાવ 285.60 ટકા વધ્યા છે.
અહેવાલ અનુસાર જો વ્યક્તિએ એક વર્ષ પહેલાં અદાણી પાવરમાં 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેનો મૂલ્ય 19 લાખ રૂપિયાથી વધુ હશે.

અદાણીના શૅર કેમ વધી રહ્યા હતા?
મિન્ટના અહેવાલ અનુસાર અદાણી પાવરના શૅર વધવા પાછળ બે મુખ્ય કારણ હતા:
- પુનઃપ્રાપ્ય ઊર્જામાં કંપની મોટાપાયે રોકાણ કરી રહી છે, જેના કારણે રોકાણકારો કંપનીમાં રસ દાખવી રહ્યા હતા.
- બીજું કે રાજસ્થાન અને મહારાષ્ટ્રની સરકારો દ્વારા કંપનીને બાકી લેણાં ચૂકવવામાં આવ્યાં હતાં.
જીસીએસ સિક્યૉરિટીના વાઇસ-ચૅરમૅન રવિ સિંઘલને ટાંકતાં અહેવાલ જણાવે છે કે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો થતા લોકો ગ્રીન ઍનર્જી તરફ વળી રહ્યા છે.
તેમનું કહેવું છે કે કંપનીએ ગ્રીન ઍનર્જીમાં રોકાણ કર્યું છે, જેના કારણે ઇન્વેસ્ટરો કંપનીમાં રોકાણ કરી રહ્યા છે. બીજું કારણ છે કે કંપનીના નફામાં પણ વધારો થયો છે.

અદાણી ઍન્ટર્પ્રાઇઝ શૅરમાં પણ ઉછાળો
આ અગાઉ બીજી જૂને અદાણી ઍન્ટર્પ્રાઇઝના શૅરમાં ઉછાળો નોંધાયો હતો એટલું જ નહીં પણ તેની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી નોંધાઈ હતી.
આ પહેલાં અદાણી ઍન્ટર્પ્રાઇઝના શૅરની કિંમત જાન્યુઆરી 2008માં રૂપિયા 1,335 નોંધાઈ હતી, જે બાદ મે 2021માં 1350.5 રૂપિયા નોંધાઈ હતી.
અદાણી ઍન્ટર્પ્રાઇઝ એ અદાણૂ ગ્રૂપની ફ્લૅગશિપ કંપની છે, એથી આ ઉછાળાને વિશ્લેષકો અદાણી ગ્રૂપ માટે મહત્ત્વનો ગણે છે.

મુકેશ અંબાણી ગૌતમ અદાણી કરતાં કેટલા આગળ?

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2021 અદાણી ગ્રૂપ માટે સારું રહ્યું છે અને મે 2021માં ગૌતમ અદાણી એશિયાની સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં મુકેશ અંબાણી બાદ બીજા ક્રમે આવી ગયા હતા.
ચીનના ઉદ્યોગપતિ ઝોંગ શાંશાંને પાછળ પાડ્યા બાદ અદાણી વિશ્વની 14મા ક્રમની સૌથી અમીર વ્યક્તિ બની ગયા, જ્યારે આ યાદીમાં મુકેશી અંબાણી 13મા ક્રમે હતા.
એ વખતે ગૌતમ અદાણીની સંપત્તિ 69 બિલિયન ડૉલર હતી, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ 77 બિલિયન ડૉલર હતી.
અદાણીની સંપત્તિનો ઉછાળો તેમના જૂથની લિસ્ટેડ કંપનીઓના શૅરોના ભાવમાં આવેલા ઉછાળાને આભારી છે.
બ્લૂમબર્ગ ઇન્ડેક્સ પ્રમાણે 2 જૂન 2021ના રોજ મુકેશ અંબાણીની સંપત્તિ 83.2 બિલિયન ડૉલર છે, જ્યારે ગૌતમ અદાણીની સંપત્તિ 71.7 બિલિયન ડૉલર છે.

ભારતના 19 અબજપતિ કરતાં અદાણીની કમાણી વધારે
ધ ઇકૉનૉમિક ટાઇમ્સ લખે છે કે 2021માં ભારતના 19 અબજપતિઓની સંપત્તિમાં જેટલો વધારો થયો, એનાથી વધારે ગૌતમ અદાણી એકલાની સંપત્તિ વધી હતી.
અદાણીની સંપત્તિમાં 2021માં 35.2 બિલિયન ડૉલરનો વધારો થયો છે, જ્યારે અન્ય 19 અબજપતિની સંપત્તિમાં કુલ 24.5 બિલિયન ડૉલરનો વધારો થયો છે.

મુકેશ અંબાણીને ટક્કર આપી શકશે ગૌતમ અદાણી?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
2021ના વર્ષની વાત કરીએ તો માર્ચ મહિનાના મધ્ય ભાગ સુધીમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 16.2 બિલિયન ડૉલરનો વધારો થયો હતો.
જેની સામે મુકેશ અંબાણીની સંપત્તિમાં 8.05 બિલિયન ડૉલરનો વધારો થયો હતો. સાથે દુનિયાની બીજી સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની સંપત્તિમાં 10.3 બિલિયન ડૉલરનો વધારો થયો હતો.
મે 2021 સુધીમાં ગૌતમ અદાણી એશિયાની બીજી સૌથી અમીર વ્યક્તિ બન્યા, ત્યારે તેમની સંપત્તિ મુકેશ અંબાણી કરતાં 8.7 બિલિયન ડૉલર જ ઓછી હતી.
મે 2020થી મે 2021 સુધીમાં અદાણી ઍન્ટર્પ્રાઇઝનાં શૅરમાં 800 ટકા, અદાણી ટ્રાન્સમિશનનાં શૅરમાં 700 ટકા, અદાણી ટોટલ ગૅસ લિમિટેડનાં શૅરમાં 1100 ટકા, અદાણી ગ્રીન ઍનર્જી લિમિટેડનાં શૅરમાં 400 ટકાનો ઉછાળો નોંધાયો હતો.
જ્યારે અદાણી પૉર્ટ ઍન્ડ SEZનાં શૅરમાં બમણી વૃદ્ધિ નોંધાઈ હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
સામે બાજુ 2020ના અંત સુધીમાં મુકેશ અંબાણી વિશ્વની ટોચની દસ અમીર વ્યક્તિઓની યાદીમાંથી બહાર ધકેલાઈ ગયા હતા, જેની પાછળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનાં શૅર્સમાં થયેલા ચડાવ-ઉતાર કારણભૂત હતા.
જે ગતિએ અદાણી જૂથ આગળ વધી રહ્યું છે, એ જોતાં એવી શક્યતાઓ વ્યક્ત કરાય છે કે ગૌતમ અંબાણી મુકેશ અંબાણીન પાછળ છોડી શકે છે.
જોકે મે મહિનો પૂરો થતાં સુધીમાં સ્થિતિ પલટાઈ અને ગૌતમ અદાણી એશિયાની બીજા ક્રમની સૌથી અમીર વ્યક્તિમાંથી ત્રીજા ક્રમે પહોંચી ગયા અને વૈશ્વિક રેન્કિંગમાં પણ તેઓ 17મા ક્રમે પહોંચી ગયા હતા.
જ્યારે એશિયામાં પ્રથમ ક્રમે મુકેશ અંબાણી યથાવત્ હતા અને બીજા ક્રમે ફરી ચીનના ઉદ્યોગપતિ ઝોંગ શાંશાં આવી ગયા હતા.

એ બે ઇન્ડસ્ટ્રી જે મુકેશ અંબાણીને 'નં.1 બનાવી રાખશે'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
ગૌતમ અદાણી આ ઝડપે આગળ વધીને મુકેશ અંબાણીને પાછળ છોડી દેશે, એ વાતને કેટલાક વિશ્લેષણો ખટા ઠેરવે છે.
મુકેશ અંબાણી માટે સાઉદી આરામકોની ડીલ અટવાઈ ગઈ છે અને ફ્યૂચર રિટેલના સંપાદનનો મામલો કાયદાકીય ગૂંચવણમાં ફસાયો છે.
આમ છતાં વિશ્લેષકોના મતે મુકેશ અંબાણી પાસે એવી બે યુનિટ છે જે તેમને નંબર 1 તરીકે બરકરાર રાખવામાં સમર્થ છે - જિયો પ્લૅટફૉર્મ્સ અને રિલાયન્સ રિટેલ.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
2020ના વર્ષે જ્યારે વિશ્વ આખામાં વેપાર-ઉદ્યોગ થંભી ગયા હતા, ત્યારે આ બે યુનિટે રિલાયન્સને ફાયદો કરાવ્યો હતો.
મે 2021ની સ્થિતિ પ્રમાણે જિયો પ્લૅટફૉર્મ્સનું મૂલ્ય 4.36 લાખ કરોડ હતું, જ્યારે રિલાયન્સ રિટેલનું મૂલ્ય 4.60 લાખ કરોડ હતું.
વિશ્લેષકોનો એક વર્ગ માને છે કે રિલાયન્સના આ બે યુનિટ મુકેશ અંબાણીને પ્રથમ સ્થાને જાળવી રાખશે અને એક વર્ગનો મત છે કે જો અદાણી ગ્રૂપ આ ઝડપથી જ આગળ વધશે તો ગૌતમ અદાણી મુકેશ અંબાણીને પાછળ છોડીને ભારતની સૌથી અમીર વ્યક્તિ બની શકે છે.

એ ત્રણ શૅર જેનો અદાણીને ફાયદો થયો

ઇમેજ સ્રોત, Getty Images
બિઝનેસ ઇન્સાઇડર અનુસાર ઑક્ટોબર 2020થી એપ્રિલ 2021 દરમિયાન અદાણી જૂથની ત્રણ લિસ્ટેડ કંપનીઓના શૅરના ભાવમાં 300 ગણો વધારે થયો છે.
- સૌથી વધુ ઉછાળો અદાણી ગૅસના શૅરમાં આવ્યો, જે 584.4 ટકા છે.
- બીજા નંબરે અદાણી ટ્રાન્સમિશન છે, જેના શૅરમાં છેલ્લા 6 મહિનામાં 377.3 ટકાનો ઉછાળો આવ્યો છે.
- આ સાથે જ અદાણી ઍન્ટરપ્રાઇઝના શૅરમાં 323 ટકાનો ઉછાળો નોંધાયો છે.
આ સમયગાળા દરમિયાન અદાણી પૉર્ટ ઍન્ડ SEZ (સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોન)ના શૅરના મૂલ્યમાં 118.1 ટકાનો વધારો નોંધાયો છે અને અદાણી ગ્રીન ઍનર્જીના શૅરની કિંમત 47.4 ટકા વધી છે
બૉમ્બે સ્ટોક ઍક્સચેન્જ મુજબ શુક્રવારે અદાણી ટ્રાન્સમિશનના એક શૅરની કિંમત 1455.20 હતી, જે છેલ્લા એક વર્ષની તુલનામાં ટોચે છે. કંપનીની માર્કેટ કૅપ પણ વધીને 1.60 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
આ જ રીતે અદાણી ગૅસના એક શૅરની કિંમત 1399.50 રૂપિયા હતી, જે છેલ્લા એક વર્ષની ટોચે છે. આ કંપનીની માર્કેટ કૅપ 1.47 લાખ કરોડ રૂપિયા છે.
બિઝનેસ સ્ટાન્ડર્ડ અનુસાર માર્કેટ કૅપની દૃષ્ટિએ અદાણી ગ્રીન ઍનર્જી એ અદાણી જૂથની સૌથી મોટી કંપની છે. અદાણી ગ્રીન ઍનર્જીનું માર્કેટ કૅપિટલાઇઝેશન 2.01 લાખ કરોડ રૂપિયા છે.
1.60 લાખ કરોડ સાથે અદાણી ટ્રાન્સમિશન બીજા નંબરે છે અને 1.57 લાખ કરોડના માર્કેટ કૅપિટલાઇઝેશન સાથે પૉર્ટ ઍન્ડ SEZ ત્રીજા નંબરે છે.

સાત ઍરપૉર્ટનો પરવાનો અને અદાણીની કંપનીમાં રોકાણ

ઇમેજ સ્રોત, Getty Images
એનડીટીવી અનુસાર ફ્રૅન્ચ ઑઇલ જાયન્ટ ટોટલ એસઇ અને વારબર્ગ પિનકસ એલએલસી સહિતની બ્લુ-ચીપ કંપનીઓએ અદાણીની કંપનીઓમાં રોકાણ કર્યું છે.
બે વર્ષથી ઓછા સમયમાં અદાણીએ ભારતના સાત ઍરપૉર્ટના મૅનેજમૅન્ટનો પરવાનો મેળવી લીધો છે. દેશના કુલ ઍર-ટ્રાફિકનો 25 ટકા ટ્રાફિક આ સાત ઍરપૉર્ટનો છે.
ગૌતમ અદાણી 2025 સુધી પોતાના પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતાને આઠ ગણા વધારવાની યોજના ધરાવે છે.
હાલમાં કંપની શ્રીલંકામાં બંદર ટર્મિનલ વિકસાવી રહી છે. સમગ્ર ભારતમાં ડેટા સેન્ટરો વિકસિત અને સંચાલિત કરવા માટે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે એજકનેક્સ સાથે એક કરાર પણ કર્યો છે.

માર્ચ 2021માં કેવી રીતે આવ્યો ઉછાળો?

ઇમેજ સ્રોત, Getty Images
અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ, અદાણીની સંપત્તિનો ઉછાળો તેમના જૂથની લિસ્ટેડ કંપનીઓના શૅરોના ભાવમાં આવેલા ઉછાળાને આભારી છે.
જેમાં 90 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. એક જ કંપનીના ભાવોમાં ઉછાળ 50 ટકા કરતાં ઓછો હતો.
બ્લૂમબર્ગ દ્વારા મૂકવામાં આવેલા અંદાજ મુજબ (રાઉન્ડ-ઑફ) અદાણી ગ્રીન ઍનર્જી (18 અબજ ડૉલર), અદાણી પૉર્ટ ઍન્ડ એસઈઝેડ (સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોન)ની નવ અબજ ડૉલર, અદાણી ટોટલ ગૅસ (આઠ અબજ ડૉલર), અદાણી ઍન્ટરપ્રાઇઝ (8 અબજ ડૉલર), અદાણી ટ્રાન્સમિશન (છ અબજ ડૉલર) તથા અદાણી પાવર (બે અબજ ડૉલર) અંદાજવામાં આવી છે.
ઉદ્યોગસમૂહની અદાણી ગ્રીન ઍનર્જી લિમિટેડ કંપનીના ભાવોમાં (1,066થી 1,158) ચાલુ વર્ષ દરમિયાન માત્ર 12 ટકા ઉછાળો જોવા મળ્યો છે.
ચાલુ વર્ષે તેનું પ્રદર્શન સૌથી નબળું રહ્યું હતું. જોકે ગત એક વર્ષના ગાળા દરમિયાન કંપનીના શૅરના ભાવોમાં 500 ટકાનો ઉછાળો જોવાયો છે.
રિપોર્ટ મુજબ, સૌથી વધુ ઉછાળ અદાણી ટોટલ ગૅસમાં (96 ટકા) જોવા મળ્યો હતો. આ શૅર રૂ. 364 (13મી જાન્યુઆરીની સ્થિતિ પ્રમાણે)થી વધીને રૂ. 744 ઉપર જોવા મળી રહ્યો હતો.
અદાણી ઍન્ટરપ્રાઇઝના શૅરના ભાવ રૂ. 491થી વધીને રૂ 897 ઉપર પહોંચી ગયા છે. અદાણી પાવર (રૂ. 50થી રૂ.75), અદાણી ટ્રાન્સમિશન (રૂ. 434થી રૂ. 774), અદાણી પૉર્ટ્સ ઍન્ડ એસ.ઈ.ઝેડ.ના શૅરના ભાવ (રૂ. 504થી રૂ. 723) ઉપર પહોંચ્યા છે.
દક્ષિણ આફ્રિકાના ટોટલ ગૅસ અને વૉરબર્ગ પિનકસ જેવી કંપનીઓમાં તેમણે રોકાણ કર્યું છે. આ અરસામાં મુકેશ અંબાણીની સંપત્તિમાં આઠ અબજ 10 કરોડ ડૉલરનો ઉછાળો જોવાયો હતો.

કોણ છે ગૌતમ અદાણી?

ઇમેજ સ્રોત, EPA
મૂળ ગુજરાતના ગૌતમ અદાણી પહેલી પેઢીના ઉદ્યોગપતિ છે. તેમની ઉંમર 58 વર્ષની છે.
ફૉર્બ્સ મૅગેઝિનની ભારતીય ધનિકોની વર્ષ 2020ની યાદી મુજબ, રિલાયન્સ જૂથના મુકેશ અંબાણી 88 અબજ ડૉલરની સંપત્તિના માલિક છે, તેઓ દેશના ધનિકોની યાદીમાં ટોચ ઉપર હતા. જ્યારે અદાણી 25.2 અબજ ડૉલરની સંપત્તિ સાથે બીજા ક્રમે હતા.
બ્લૂમબર્ગ ઇન્ડેક્સ પ્રમાણે, વર્ષ 2021 દરમિયાન તેમની સંપત્તિમાં 16 અબજ ડૉલરનો ઉછાળો જોવા મળ્યો છે અને તેમની કુલ સંપત્તિ 50 અબજ ડૉલર ઉપર પહોંચી ગઈ છે.
હીરા અને પ્લાસ્ટિકનો વેપાર કરવા માટે 1978 ગૌતમ અદાણીએ કૉલેજનો અભ્યાસ છોડી દીધો હતો. 1997માં તેમના અપહરણનો પણ પ્રયાસ થયો હતો.
આજે અદાણી જૂથ દેશનું સૌથી મોટું ખાનગી વીજઉત્પાદક અને વિતરણ જૂથ છે. ખાનગી પૉર્ટનું સૌથી મોટું સંચાલક છે.
કંપનીએ અમદાવાદ, મુંબઈ સહિત દેશના ટોચના ઍરપૉર્ટના સંચાલન અધિકાર મેળવ્યા છે અને હવે રેલવેસ્ટેશનોના કાયાપલટમાં પણ કંપની તકો શોધી રહી છે.
આ સિવાય સંરક્ષણ, પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતો, સોલાર સાધનો, ડેટા સેન્ટર, ગૅસ વિતરણ તથા આર્થિક સેવાઓ ક્ષેત્રે પણ ઝંપલાવ્યું છે.
કંપની કોલ ખાણકામ, માળખાકીય સુવિધાના પ્રોજેક્ટ, શિક્ષણ, રિયલ ઍસ્ટેટ, ખાદ્યાન્ન સંગ્રહ, ખાદ્યતેલ અને પરિવહનક્ષેત્રે વેપારી હિતો ધરાવે છે.
ગત મહિને કંપનીએ એક ગીગાવૉટના ડેટા સેન્ટર માટે કરાર કર્યા હતા. જાણકારોના કહેવા પ્રમાણે, કંપનની તેજી-મંદીના વેપારચક્રથી પર હોય તેવા વેપાર-ધંધા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
ઑસ્ટ્રેલિયામાં તેમણે 16 અબજ ડૉલરના ખર્ચે કોલસાની ખાણનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જે કાયદાકાકીય તથા પર્યાવરણીય દૃષ્ટિએ વિવાદાસ્પદ રહ્યો છે.
ગૌતમ અદાણીની નજીકના લોકોનું કહેવું છે કે મોદીવિરોધીઓ તથા ધંધાકીય હરીફો દ્વારા તેમને ટાર્ગેટ કરવામાં આવે છે. જોકે તેમના ટીકાકારોનું કહેવું છે કે રાજકારણીઓ પ્રત્યેની ઉદારતા તથા ક્રૉની કૅપિટલિઝમને (સાંઠગાંઠ ધરાવતા મૂડીવાદીઓ) કારણે તેમનો વિકાસ થયો છે.

નરેન્દ્ર મોદી સાથે ગૌતમ અદાણીની નિકટતા

ઇમેજ સ્રોત, PTI
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રીમાંથી દેશના વડા પ્રધાન બનવા માટે તા. 22મી મે 2014ના દિલ્હી જવા રવાના થયા તે સમયે ઉપરોક્ત તસવીર લેવામાં આવી હતી.
એ વિમાન અદાણી જૂથની માલિકીનું હતું. જે વડા પ્રધાન સાથેની તેમની નિકટતા દર્શાવે છે.
અદાણીએ કદી આ વાતને છુપાવી પણ નથી. દેશના બીજા ક્રમાંકના ઉદ્યોગપતિ હોવા છતાં તેઓ જાહેરમાં બહુ ઓછા દેખાય છે અને મીડિયા સાથે પણ અંતર જાળવી રાખે છે.
2002માં ગોધરાકાંડને પગલે ગુજરાતભરમાં હુલ્લડ ફાટી નીકળ્યા હતા, જેમાં એક હજાર કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં. મૃતકોમાં મોટાભાગે મુસ્લિમ હતા.
એ સમયે કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સી.આઈ.આઈ.)ના કેટલાક ઉદ્યોગપતિઓએ હુલ્લડોને સમયસર કાબૂમાં લેવા માટે જરૂરી પગલાં ન લેવા બદલ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી.
ત્યારે મોદીએ ગુજરાતી તથા અન્ય ઉદ્યોગપતિઓને એકઠા કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.
એ સમયે અદાણીએ ઉદ્યોગપતિઓ સાથે મળીને ઇન્ડસ્ટ્રિયાલિસ્ટોનો અલગ ચોકો રચવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

ઇમેજ સ્રોત, Reuters
'હિંદુવાદી'માંથી 'ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી' નેતા તરીકેની છાપ ઊભી કરવા માટે 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ'ની શરૂઆત કરવામાં આવી. જેને અદાણી સહિતના ગુજરાતી ઉદ્યોગપતિઓનો ટેકો મળ્યો.
ગુજરાતને મૉડલ સ્ટેટ તરીકે રજૂ કરીને મોદીએ વિકાસના નામે મત માગ્યા અને 2014માં પ્રધાન મંત્રી બન્યા.
વર્ષ 2002માં અદાણી જૂથનું સામ્રાજ્ય 765 મિલિયન ડૉલરનું હતું. આજે ગૌતમ અદાણીની સંપત્તિ વધીને 50 અબજ ડૉલર ઉપર પહોંચી છે. જૂથનું માર્કેટ કૅપિટલાઇઝેશન (બીજી માર્ચની સ્થિતિ પ્રમાણે) 80 અબજ ડૉલરનું હતું.
17 હજાર કર્મચારી સાથે કંપનીની વાર્ષિક આવક 13 અબજ ડૉલરની છે.
કંપનીનું કહેવું છે કે તેમણે હંમેશા કાયદાનું પાલન કર્યું છે. રાજનેતાઓ સાથે નિકટના સંબંધ અંગે તેમનું કહેવું છે કે અદાણી જૂથ માળખાકીય સુવિધાક્ષેત્રે કાર્યરત છે. એટલે સરકારના સમર્થનની જરૂર રહે છે.
ગૌતમ અદાણી ઉપરાંત તેમનાં પત્ની પ્રીતિ, પુત્ર કરણ, ભાઈ રાજેશ અદાણી તથા ભત્રીજા પ્રણવ સહિતના પરિવારજનો સક્રિય છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 6

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













