કરોડપતિ થવાના આ છે ત્રણ આસાન નુસખા

ઇમેજ સ્રોત, Getty Images
તમને કેવી રીતે ખ્યાલ આવશે કે કયો બિઝનેસ સફળ થશે કે નિષ્ફળ? આ વાતનો જવાબ મેળવવો ઘણા લોકો માટે મુશ્કેલ હશે.
પરંતુ કેનેડાના રેયાન હોમ્સ માટે આ સવાલનો જવાબ આપવો સાવ સરળ છે.
રેયાન હોમ્સ એક રોકાણકાર અને સોશિયલ નેટવર્ક અકાઉન્ટને મેનેજ કરનારી વેબસાઇટ 'હૂટસૂટ'ના સંસ્થાપક છે.
તેમના પ્રમાણે એક સફળ બિઝનેસમેન બનવા માટે કોઈ વિશેષ ડિગ્રીની જરૂર હોતી નથી, પરંતુ નીચે પ્રમાણેની રીત તમને કહી દેશે કે તમે સફળ થશો કે નહીં.
કોઈ બિઝનેસ આઇડિયામાં તમે સફળ થશો કે નહીં, હોમ્સ પ્રમાણે આ વાતનો જવાબ મેળવવો સરળ છે. તેઓ તેના માટે ટ્રિપલ 'T'નો ફોર્મ્યુલા આપે છે.

આવડત

ઇમેજ સ્રોત, HOOTSUITE/BBC
સારા બિઝનેસ આઇડિયા તમને ઘણી જગ્યાએ મળી જશે, પરંતુ તેને સફળતા અપાવવા જરૂરી એવા લોકો લાખોમાં એક હોય છે.
હોમ્સ પોતાના બ્લોગમાં લખે છે, ''બિઝનેસનું મૂલ્યાંકન કરતી વખતે હું પહેલાં બૉસ અને તેની ટીમને જોઉં છું. મારા માટે એ જાણવું જરૂરી છે કે તેઓ પોતાના બિઝનેસ માટે સમર્પિત છે કે નહીં.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બિઝનેસમેન માટે સૌથી મોટો પડકાર રોકાણકારોના પૈસા શૂન્યથી અબજો સુધી લઈ જવાનો હોય છે અને સફળ થવા માટે એ જરૂરી છે કે તેઓ પોતાનો પૂર્ણ સમય આપે અને તેમની કામ કરવાની રીત અલગ હોય.
હોમ્સ કહે છે, ''ઉદ્યોગસાહસિક સમસ્યાઓનું સમાધાન શોધે છે, ના કે તેઓ બીજાને તેના માટે પૈસા આપે છે."
"તેઓ ત્યાં સુધી આરામ કરતા નથી, જ્યાં સુધી સમાધાન શોધી નથી લેતા. કોઈ પણ કંપનીની આવશ્યક જરૂરિયાત હોય છે કે તેઓની પાસે કેટલાક ઝનૂની કાર્યકર્તાઓ હોય.''

ટેક્નૉલોજી

ઇમેજ સ્રોત, Getty Images
હોમ્સ કહે છે કે ટેક્નૉલોજી કોઈ અંતિમ સમયે વિચારવાની વસ્તુ નથી. તમારો બિઝનેસ આઇડિયા ટેક્નૉલોજી સાથે પહેલાંથી જ જોડાયેલો હોય તે જરૂરી છે.
હોમ્સ કહે છે, ''કોડિંગ અને એન્જિનિયરિંગ એક બિઝનેસ આઇડિયા જેટલા જરૂરી છે.''
'હૂટસૂટ'નાં સંસ્થાપક અનુસાર સારી રીત એ છે કે એક વ્યક્તિ ટેક્નૉલોજી માટે પૂર્ણ રીતે સમર્પિત હોય અને અન્ય એક બિઝનેસની જરૂરિયાતનું ધ્યાન રાખે.
જેથી ટેક્નૉલોજીને લગતી વિવિધ સમસ્યાઓનું સમાધાન સમય પર થઈ શકે.

ટ્રૅક્શન

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રૅક્શન એટલે ખેંચવું કે લોભાવવાની ક્ષમતા. શું તમારી પાસે ગ્રાહક કે રોકાણકાર છે?
તમે કેટલા પૈસા કમાયા? હોમ્સ કહે છે કે જો તમારી પાસે ગ્રાહક કે રોકાણકાર છે કે જેઓ પૈસા ખર્ચ કરવા ઇચ્છે છે તો તે તમારા માટે સારી વાત છે.
હોમ્સ કહે છે, ''રોકાણકારોને ખેંચવા માટે એક સુંદર વ્યૂહરચના હોવી જોઈએ, જેનાથી આઇડિયા તેમની પાસે પહોંચાડી શકાય."
"બિઝનેસની સફળતા માટે એવું સોફ્ટવેર બનાવવું જોઈએ કે જે કંપનીની પ્રૉડક્ટને વાયરલ કરી દે કે પછી તેની જાહેરાત પર ભાર આપે.''
પરંતુ હોમ્સ એ પણ જાણે છે કે ટ્રિપલ 'T' ફૉર્મ્યુલા સફળતાની કોઈ અચૂક દવા નથી.
તેઓ કહે છે કે અમૂક વર્ષ પહેલાં તેમને એક શેયર્ડ ટ્રાવેલ ઍપ્લિકેશન બનાવવાનો મોકો મળ્યો હતો, પરંતુ તે ટેસ્ટ જરૂરિયાતોને લઈને નકારવામાં આવી.
તેઓ કહે છે, ''આજે તે ઍપ્લિકેશન 'ઉબર' 50 હજાર મિલિયન ડૉલરની કંપની છે. ક્યારેકક્યારેક યોગ્ય ટેક્નૉલોજી, યોગ્ય ટીમ અને શાનદાર આઇડિયા છતાં બિઝનેસ ફ્લૉપ થઈ શકે છે.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













