લોન લેતા પહેલાં અને પછી કઈ બાબતોનું ધ્યાન રાખશો?
ફ્રી ક્રેડિટ રિપોર્ટ, સસ્તો વ્યાજ દર, એપ્લિકેશન કે પ્રોસેસિંગ ફી નહીં, મંજૂરી પણ ફટાફટ. આ બધી જ જાહેરાતો મારી જેમ તમે પણ જોઈ હશે.
પરંતુ લોન લેતી વખતે હંમેશા સ્માર્ટ અને સચેત રહેવું જરૂરી છે.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો
પહેલા તો જૂઓ કે કેટલી રકમ ઉધાર લેવી છે. માસિક હપતા એવા ન હોવા જોઈએ તે હેરાનગતિ થાય.
ઘણા નાણાકીય નિષ્ણાતોનો ફંડા છે કે ઑટો લોન તમારા માસિક આવકના 15 ટકાથી વધુ ન હોવી જોઈએ.
એ જ રીતે પર્સનલ લોનની ઈએમઆઈ માસિક આવકના દસ ટકાથી વધુ ન હોવી જોઈએ.
બીજો ફંડા એ છે કે લોન સહિત કુલ લેણદારી પગારના 50 ટકાથી વધુ ન હોવી જોઈએ. કારણ કે નિવૃત્તિ વખતે કોઈ લોન નહીં આપે.
આથી તમામ ફાઇનાન્શિયલ ગોલ પૂરા કરવા માટે યોગ્ય સમયે પ્લાન કરો. સમય પર ચૂકવણી કેવી રીતે કરવી તે જોઈ લો.
જેટલો સમયગાળો વધારે એટલી હપતાની રકમ ઓછી. તેથી ઘણા કિસ્સામાં ટૅક્સમાંથી પણ બાદ મળે છે, પરંતુ તેમાં રકમ વધારે ચૂકવવી પડે છે.

કઈ બાબતો પહેલા જાણવી જોઈએ?
સ્ટેમ્પ ડ્યુટી
પ્રોસેસિંગ ફી
કેટલીક બેંક પ્રિપેમેન્ટ અથવા લોન ટ્રાન્સફર પર પેનલ્ટી પણ લગાવતી હોય છે.

કયા ડૉક્યુમેન્ટ્સ આપવા?
વીમો
જો લોન લેનાર વ્યક્તિ સાથે કોઈ દુર્ઘટના થાય અને લોન ન ચૂકવાઈ હોય તો લોન આપનાર તે મિલકતનો કબજો લે છે.
નિષ્ણાતો મુજબ મોટી લોન માટે વીમો લેવો જોઈએ. આ વીમાની રકમ લોનની રકમ જેટલી જ હોવી જોઈએ.

લોન લીધા બાદ
ખર્ચ પર કાબૂ રાખો.
બચત હોય તો રોકાણનું વિચારો.
જો રોકાણનો સારો વિકલ્પ ન હોય તો લોન એકાઉન્ટમાં રૂપિયાને ટ્રાન્સફર કરો. જેટલી જલદી લોનથી છૂટકારો મળે એટલું સારું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો