પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આજે પણ વધારો - TOP NEWS

શનિવારે પેટ્રોલની કિંમતોમાં 51 પૈસાનો અને ડિઝલની કિંમતમાં 61 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.

'ધ હિંદુસ્તાન ટાઇમ્સ'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે શનિવાર સતત 14મો દિવસ છે, જ્યારે બંનેની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.

દેશની રાજધાનીમાં છેલ્લાં બે અઠવાડિયાંમાં પેટ્રોલની કિંમતમાં 5.88 અને ડિઝલની કિંમતમાં 6.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

સાતમી જૂનથી સતત બંનેની કિંમતોમાં ઉત્તરોઉત્તર વધારો કરાઈ રહ્યો છે, જો કે એ પહેલાં 16મી માર્ચે કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો.

ગુજરાતના ડૉક્ટર્સની ટેસ્ટિંગ વધારવા માગ

ગુજરાતમાં ડૉક્ટરો કોરોના પરીક્ષણના પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે અને કોરોના ટેસ્ટ તથા લૅબોરેટરીની માગ કરવામાં આવી છે.

શુક્રવારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ તેમનાં સંગઠનોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દિલ્હીમાં જે રીતે ટેસ્ટ વધારવામાં આવ્યા છે એ જ રીતે અહીં પણ કોરોના પરીક્ષણની સંખ્યા વધારવી જોઈએ.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે અમદાવાદ મેડિકલ ઍસોસિયેશન (એએમએ) અને ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને ગુજરાત સરકારના કોવિડ પરીક્ષણ પરના પ્રતિબંધો પર સવાલ ઉઠાવ્યા હતા.

તેમની માગણી હતી કે એસિમ્પ્ટોમેટિક ડૉક્ટરો અને સ્વાસ્થ્ય કર્મચારીઓની ચકાસણી માટે સરકાર પાસેથી અગાઉથી મંજૂરી ફરજિયાત ન હોવી જોઈએ.

સરકાર એક પછી એક નિયંત્રણો દૂર કરી રહી છે, પરંતુ હજુ સુધી એમડી દ્વારા સૂચવવામાં આવેલા પ્રિસ્ક્રિપ્શન પછી જ એસિમ્પ્ટોમેટિક વ્યક્તિઓને પરીક્ષણ માટે મંજૂરી મળી શકે છે.

ઍસોસિયેશન તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિની પરીક્ષણની હકકાર છે અને સરકારે તમામ અવરોધો દૂર કરવા જોઈએ.

દેવિન્દર સિંહને જામીન, ચરમપંથીઓની મદદનો આરોપ

ચરમપંથીઓની મદદના આરોપમાં ધરપકડ કરાયેલા જમ્મુ-કાશ્મીરના સસ્પેન્ડેડ પોલીસ અધિકારી દેવિન્દર સિંહને દિલ્હીની એક કોર્ટ શુક્રવારે જામીન આપ્યા છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર દિલ્હી પોલીસ, જમ્મુ-કાશ્મીરના સસ્પેન્ડેડ ડીએસપી દેવિન્દર સામે 90 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં નિષ્ફળ નીવડી છે.

કોર્ટે દેવિન્દર સિંહને એક લાખના ખાનગી બૉન્ડ પર અને એટલી જ રાશિના બે બૉન્ડ પર જામીન આપ્યા છે.

દેવિન્દર સિંહની ગત વર્ષે શ્રીનગર-જમ્મુ હાઈવે પર આવેલા દક્ષિણ કાશ્મીરના શહેર કાઝીગુંડથી ધરપકડ કરાઈ હતી.

ત્યારે તેઓ જમ્મુ જઈ રહ્યા હતા. તેમની કારમાં હિઝબુલ કમાન્ડર સૈયદ નવીદ, તેમના સહયોગી આસિફ રાથેર અને ઇમરાન પણ હતા.

દેવિન્દર સિંહ પર પુલવામામાં થયેલા ચરમપંથી હુમલામાં પણ સામેલ હોવાના આરોપ લાગ્યા હતા. હુમલા સમયે તેઓ પોલીસ મુખ્યાલયમાં તહેનાત હતા.

વૉટ્સઍપ પર 'Last seen' અને 'Online' સ્ટેટ્સ ગાયબ, શું થઈ ગરબડ?

દુનિયાભરમાં અબજો લોકો મૅસેજિંગ ઍપ્લિકેશન વૉટ્સઍપનો ઉપયોગ કરી રહ્યા છે.

ત્યારે હાલના સમયમાં લોકો ગોપનીયતાની કહી શકાય તેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે.

વૉટ્સઍપ પર 'Last seen' કે સામેની વ્યક્તિ 'Online' છે કે નહીં એ જોવા મળતું નથી. ઘણા લોકોની આ ફરિયાદ છે અને સોશિયલ મીડિયામાં પણ તેની ચર્ચા થઈ રહી છે.

આ બંને સુવિધા સામાન્ય રીતે ઍપ્લિકેશનની 'ગોપનીયતા' સેટિંગ્સ હેઠળ જોવા મળી શકે છે.

જોકે ઘણાને સેટિંગ્સમાં જઈને ફેરફાર કર્યા પછી આ સુવિધા જોવા મળતી નથી.

ઍપ્લિકેશનમાં આવું શા માટે થઈ રહ્યું છે એ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો