ગુજરાત: કોઈ પણ તાલીમ વિના આબેહૂબ ચિત્રો બનાવતાં વિકલાંગ આદિવાસી યુવતીની કહાણી

ગુજરાત: કોઈ પણ તાલીમ વિના આબેહૂબ ચિત્રો બનાવતાં વિકલાંગ આદિવાસી યુવતીની કહાણી

ગુજરાતના તાપીનાં 25 વર્ષીય સેજલ ગામીત 89 ટકા વિકલાંગ છે.

તેઓ ગુજરાતના આદિવાસી વિસ્તારનાં રહેવાસી સેજલ મોબાઇલમાં જોઈને પૉર્ટ્રેટ, નૅચર પેઇન્ટિંગ્સ બનાવે છે.

તેમની કળા અને ચિત્રકામ પર તેમની પકડ જોઈને ભલભલા આશ્ચર્યચકિત થઈ જાય છે. કોઈ પણ જાતની તાલીમ વિના તેઓ આબેહૂબ ચિત્રો દોરી બતાવે છે. તેમનાં ચિત્રો પહેલી નજરે જ મન મોહી લે છે.

તેમણે પોતાની વિકલાંગતાને પોતાની કળાને આડે નથી આવવા દીધી.

મજૂરીકામ કરતાં માતા ગિરજાબહેન સેજલનો પડછાયો બનીને તેમને પ્રોત્સાહન આપે છે.

સેજલ અને તેમનાં માતાએ જીવનમાં ઘણાં દુ:ખ વેઠવાં પડ્યાં છે. પોતાનો સંઘર્ષ અને આર્થિક સ્થિતિ યાદ આવતાં જ સેજલની આંખોમાંથી આંસું વહેવા લાગે છે.

જુઓ, સેજલ ગામિત અને તેમનાં માતાનાં સંઘર્ષની સંપૂર્ણ કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન