You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
"કૂતરાં કરતાં બદતર જિંદગી કરી નાખી..."- અમદાવાદના વટવામાં જેમનાં ઘર તૂટ્યાં એ લોકો શું બોલ્યા?
"આ સરકાર તો ગરીબોને મારવા બેઠી છે. કૂતરાં કરતાં બદતર જિંદગી કરી નાખી છે, સરકારને કોઈ ફરક પડતો નથી..."
ગુસ્સે ભરાયેલાં તથા રડતાં મહિલાઓએ પોતાની વ્યથા કંઈક આવા શબ્દોમાં વ્યક્ત કરી હતી.
અમદાવાદના વટવામાં આજે થયેલા ડિમોલિશન વખતે લગભગ 500થી વધુ ઘર તોડી પડાયાં છે. આ કામગીરી વટવાના વાંદરવટ તળાવ નજીક કરવામાં આવી છે.
સમગ્ર વિસ્તારમાં લોકો પોતાની ઘરવખરી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કેટલાક લોકોનું તો કહેવું છે કે તેઓ આ જગ્યાએ લગભગ 40થી વધુ વર્ષથી વસવાટ કરી રહ્યા હતા.
ઘણા લોકોનું કહેવું છે કે તેમને નોટિસ આપવામાં આવી નથી અને તેમને તેમનો સામાન ખસેડવાનો પણ સમય આપવામાં નહોતો આવ્યો.
લોકોનું કહેવું છે કે તેમની પાસે ખાવા-પીવા માટે પણ કંઈ બચ્યું નથી અને તેમને સામાન બચાવવાનો પ્રયત્ન કરવો પડી રહ્યો છે.
આ વિસ્તારમાં સામાજિક કાર્યકર્તાઓનું કહેવું છે કે આ લોકોને ભૂતકાળમાં વાયદો કરવામાં આવ્યો હતો કે તેમને મકાન ફાળળવામાં આવશે.
જેમનાં ઘર તૂટ્યાં એ લોકોએ શું કહ્યું?
જુઓ બીબીસી ગુજરાતીના આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં
અહેવાલ: રૉક્સી ગાગડેકર છારા
કૅમેરા: પવન જયસ્વાલ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન