You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-ચીન સીમાવિવાદ: પંજાબ રેજિમૅન્ટના અંકુશ ઠાકુરના પિતાએ કહ્યું, 'બલિદાન વ્યર્થ નહીં જાય'
- લેેખક, અશ્વિની શર્મા
- પદ, હિમાચલ પ્રદેશથી, બીબીસી ગુજરાતી માટે
અંકુશ ઠાકુર સૈનિકોની કહાણીઓ સાંભળીને મોટા થયા. તેઓ તેમના દાદા અને પિતા પછી ત્રીજી પેઢીના સૈનિક હતા.
સિયાચીન ગ્લૅશિયરમાં પોસ્ટિંગ પૂર્ણ કર્યા બાદ અંકુશ રજાઓ ગાળવા માટે હમીરપુરમાં પોતાના ઘરે આવવાના હતા.
21 વર્ષિય અંકુશ દોઢ વર્ષ પહેલાં સેનામાં જોડાયા હતા. થોડા દિવસો પહેલાં જ તેઓ લદ્દાખ પહોંચ્યા હતા.
લદ્દાખથી ફોન કરીને અંકુશે પિતાને જલદી જ ઘરે આવવાનું વચન આપ્યું હતું પણ હવે રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલો એમનો મૃતદેહ ઘરે પહોંચ્યો છે.
સોમવારે રાત્રે ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણમાં 20 જવાનો માર્યા ગયા, તેમાં અંકુશ પણ સામેલ હતા. અંકુશના પિતા અનિલ ઠાકુર પણ નિવૃત સૈનિક છે.
તેમણે કહ્યું, "આટલી પ્રતિકૂળ જગ્યાએ લડીને દેશું રક્ષણ કરવું અને શહીદ થવું એ એનું નસીબ હતું પણ મારો લાલ દેશપ્રેમમાં બહુ નાની ઉંમરે શહીદ થઈ ગયો."
અનિલ ઠાકુર હાલમાંજ સેનામાંથી નિવૃત્ત થયા છે.
અંકુશના સિયાચીનથી પરત ફર્યા બાદ પરિવાર પિતાની નિવૃત્તિ અને પુત્રની પહેલી પોસ્ટિંગની ઉજવણી માટેની તૈયારીઓ કરી રહ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગામમાં માતમ
અંકુશના મૃત્યુના સમાચાર મળ્યા બાદ હમીરપુર જિલ્લાના કડહોતા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.
આ જિલ્લાના યુવાનો મોટી સંખ્યામાં દર વર્ષે ભારતીય સૈન્ય અને અર્ધસૈનિક દળોમાં ભરતી થાય છે.
બુધવારે સૈન્ય મુખ્યાલયથી અનિલ ઠાકુરને ફોન આવ્યો હતો, જેમાં તેમના પુત્રના મૃત્યુ વિશે જણાવવામાં આવ્યું હતું.
ટીવી ચેનલો પહેલાંથી જ એક અધિકારી અને બે જવાનનાં મોતના સમાચાર બતાવી રહ્યા હતાં.
અંકુશના સમાચાર મળતાં જ ગામલોકો તેમના ઘરની સામે ભેગા થઈ ગયા હતા.
ગ્રામપંચાયતના એક સભ્યને સૈન્યે ફોન કરી અંકુશ વિશે જાણ કરી હતી.
પંજાબ રેજિમૅન્ટમાં ભરતી
અંકુશ ઠાકુર વર્ષ 2018માં પંજાબ રેજિમૅન્ટમાં ભરતી થયા હતા. તેઓ હમીરપુર જિલ્લાના ભોરંજ તાલુકાના કડહોતા ગામના રહેવાસી હતા.
સેનામાં ભરતી થયા બાદ માત્ર એક વખત, 10 મહિના પહેલાં રજા ગાળવા માટે ઘરે આવ્યા હતા.
ગલવાનની પોસ્ટિંગ થઈ એ પહેલાં અંકુશ વિશ્વની સૌથી ખતરનાક લશ્કરી ચોકી સિયાચીન ગ્લૅશિયર પર કાર્યરત હતા.
કાકા સુનિલ ઠાકુર કહે છે કે અંકુશની સેનામાં જવાની મહેચ્છા એટલી પ્રબળ હતી કે તે કૉલેજનો અભ્યાસ અધવચ્ચે છોડીને સૈન્યમાં જોડાઈ ગયા હતા.
હમીરપુરના જિલ્લા મૅજિસ્ટ્રેટ હરીકેશ મીનાએ જણાવ્યું કે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંકુશના અંતિમસંસ્કાર કરવામાં આવશે.
અંકુશને શ્રદ્ધાંજલિ આપતાં હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાને કહ્યું કે અંકુશનું અમારી વચ્ચેથી ચાલ્યા જવું ખૂબ પીડાદાયક છે. અમારા સૈનિકોએ સરહદ પર બહાદુરીપૂર્વક લડ્યા
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો