You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાથણી બાદ હવે ગર્ભવતી ગાયે વિસ્ફોટક પદાર્થ ખાધો - TOP NEWS
હિમાચલ પ્રદેશમાં એક ગર્ભવતી ગાયના વિસ્ફોટક પદાર્થ ખાવાનો મામલો સામે આવ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે આ ઘટના બિલાસપુર જિલ્લાના ડાઢ ગામે ઘટી છે.
આ ગામના ગુરદયાલ સિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની ગાયને વિસ્ફોટક પદાર્થ ખવડાવવામાં આવ્યો છે, જેનાથી તેને શારીરિક ઈજા થઈ છે.
એએનઆઈ પ્રમાણે બિલાસપુર પશુપાલન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટરે જણાવ્યું છે કે આ ઘટના ઘટી ત્યારે ગાય ગર્ભવતી હતી.
તેમણે કહ્યું કે વિસ્ફોટકના લીધે ગાયને જડબામાં ભારે ઈજા થઈ છે.
ડેપ્યુટી ડિરેક્ટરના કહેવા પ્રમાણે આ ઘટના 25મી મેની છે.
તેમનું કહેવું છે કે વિસ્ફોટક પદાર્થ કથિત રીતે જંગલી જાનવરોને ખેતરોથી દૂર રાખવા માટે મૂક્યો હતો. જોકે ગાય તેને ખાઈ ગઈ.
જંડુતા પોલીસસ્ટેશનના એસએચઓ જણાવે છે કે ફરિયાદના આધારે ગુરદયાલ સિંહના પાડોશીની ધરપકડ કરવામાં આવી છે.
જોકે આ મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. કૉંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલાએ ભાજપનાં નેતા મેનકા ગાંધી પર નિશાન સાધતું ટ્વીટ કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે લખ્યું છે, "શું મેનકા ગાંધી હવે બોલશે? અરે અમે તો ભૂલી ગયા. આ ચિંતા માત્ર કૉંગ્રેસ પર હુમલો કરવા માટે જ છે."
"આ મામલે કોઈ ટીવી ડિબેટ પણ નહીં થાય અને હિમાચલની ભાજપ સરકાર આની માટે કોઈને જવાબદાર પણ નહીં ઠેરવે."
ગર્ભવતી મહિલા 12 કલાક સુધી હૉસ્પિટલોમાં ભટકતી રહી, આખરે મૃત્યુ
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર નોઇડામાં આઠ મહિનાનાં ગર્ભવતી મહિલાને શ્વાસ લેવામાં તકલીફ થતાં મહિલા રિક્ષામાં બાર કલાક સુધી ભટકતી રહી. આઠ હૉસ્પિટલમાં ગઈ પણ દાખલ ન કરાતાં મહિલા મૃત્યુ પામી હોવાનો આરોપ પરિવારે મૂક્યો છે.
મહિલાના ભાઈ શૈલેન્દ્ર કુમારે જણાવ્યું, “હું મારી બહેન નીલમ અને તેમના પતિ વિજેન્દર સિંઘ અને બીજા પરિવારના એક સભ્ય મારી ઑટોરિક્ષામાં છ હૉસ્પિટલમાં ગયા હતા અને બીજી બે હૉસ્પિટલનો ઍમ્બુલન્સથી સંપર્ક કર્યો હતો."
"તેને ઑક્સિજનની જરૂર પડતાં અમે ઍમ્બુલન્સ પણ કરી હતી.”
જિલ્લા મૅજિસ્ટ્રેટની ઑફિસના સુહાસ એલ. વાયે. જણાવ્યું કે આ મામલાની તપાસ ચીફ મેડિકલ ઑફિસર અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટને સોંપાઈ છે. અધિકારીઓને જલદી તપાસ પૂર્ણ કરી યોગ્ય પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે.”
છ હૉસ્પિટલોએ બેડ ખાલી નથી તેમ કહીને પ્રવેશ ન આપ્યો, જ્યારે બે હૉસ્પિટલે કહ્યું કે અમારા ત્યાં બેડ ખાલી ન હોવાથી અમે તેમને ઍમ્બુલન્સ આપીને બીજી હૉસ્પિટલમાં મોકલ્યાં હતાં.
રાજ્યસભા ચૂંટણી : કૉંગ્રેસના ધારાસભ્યોને રિસૉર્ટમાં ખસેડાયા
'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી અગાઉ કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામાં આપી દેતાં બીજા ધારાસભ્યોને રિસૉર્ટમાં ખસેડ્યા છે.
કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું, “ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે રિસૉર્ટમાં રખાયા છે, જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને આણંદ ખાતેના બંગલોમાં અને સૌરાષ્ટ્રના ધારાસભ્યોને રાજકોટમાં રખાયા છે.”
કૉંગ્રેસે ભાજપ પર ધારાસભ્યોને ખરીદવાનો, ડરાવવાનો આરોપ મૂક્યો હતો.
19મીએ યોજાનારી રાજ્યસભાની ચૂંટણી અગાઉ કૉંગ્રેસના અક્ષય પટેલ, જીતુ ચૌધરી અને બ્રિજેશ મેરજાએ રાજીનામાં આપ્યાં હતાં.
કૉંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે જણાવ્યું, “તમામ 65 ધારાસભ્યો એકમત છે. કૉંગ્રેસની અંદર કોઈ પણ પ્રકારની તૂટ નથી. ભરતસિંહ સોલંકી જાણે છે કે તેઓ બીજા ઉમેદવાર છે. તે પાર્ટીનો નિર્ણય છે."
"અમે પાર્ટી કહેશે એ પ્રમાણે અમારો મત આપીશું. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શક્તિસિંહ ગોહિલને પહેલા ઉમેદવાર જાહેર કર્યા છે.”
'અમદાવાદમાં રેસ્ટોરાંમાલિક રેસ્ટોરાં ખોલવા તૈયાર નથી'
ગુજરાત સરકારે અનલૉક 1.0 હેઠળ સોમવારથી રેસ્ટોરાં ખોલવાની મંજૂરી આપી છે. જોકે ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર અમદાવાદના 50 ટકા રેસ્ટોરાંમાલિક રેસ્ટોરાં ખોલવા તૈયાર નથી.
રેસ્ટોરાં ન ખૂલવા પાછળનું કારણ સમયબાધને ગણવામાં આવી રહ્યો છે.
રેસ્ટોરાંમાલિકોનું કહેવું છે કે રાત્રે નવ વાગ્યા પછીનો સમય તેમના માટે મહત્ત્વનો હોય છે.
હોટેલ અને રેસ્ટોરાં ઑનર્સ ઍસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ કહ્યું, "સમયનો પ્રતિબંધ હોવાના કારણે 50 ટકા જેટલા રેસ્ટોરાંમાલિક રેસ્ટોરાં સોમવારથી ખોલવા માગતા નથી."
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો