જાણો છો, કોના માટે શરૂ થયા હતા H1B વિઝા? અને ક્યારે?

ઇમેજ સ્રોત, Facebook/DHS
- લેેખક, વરીકૂટી રામા કૃષ્ણા
- પદ, બીબીસી સંવાદદાતા
અમેરિકા આમ તો ભારતથી હજારો કિલોમીટરના અંતરે છે... પરંતુ તે એવો દેશ છે કે જેની સાથે લાખો ભારતીયોનું ભવિષ્ય જોડાયેલું છે.
લાખોની સંખ્યામાં ભારતીયો અમેરિકા પહોંચ્યાં છે અને આ અમેરિકાને પોતાનો દેશ માની ત્યાં જીવન પસાર રહ્યાં છે.
પરંતુ જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું છે, ત્યારથી એવાં લાખો ભારતીય પ્રવાસીઓના ભવિષ્ય પર ખતરો તોળાઈ રહ્યો છે કે જેઓ H1B વિઝાના આધારે અમેરિકામાં રહે છે.
અમેરિકામાં રહેતા મોટા ભાગના ભારતીયોમાં IT ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓ છે.
તમને આ પણ વાંચવું ગમશે
વિઝા અને H1B વિઝા શું છે?

ઇમેજ સ્રોત, facebook/uscis
વિઝા કોઈ વ્યક્તિને એક દેશમાંથી બીજા દેશમાં પ્રવેશવાની અને રહેવાની પરવાનગી આપે છે.
વિઝાના અલગઅલગ પ્રકાર હોય છે. જેમ કે, બિઝનેસ વિઝા, ટૂરિસ્ટ વિઝા, વિઝિટર વિઝા, સ્પોર્ટ્સ વિઝા, કલ્ચરલ વિઝા વગેરે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
H1B વિઝાની મદદથી એક વ્યક્તિને નિશ્ચિત સમયગાળા માટે અમેરિકામાં કામ કરવાની પરવાનગી મળે છે.
આ પ્રકારના વિઝા માત્ર કુશળ ડીગ્રીધારી વ્યવસાયીને જ મળે છે.
કેમ શરૂ થયા H1B વિઝા?

ઇમેજ સ્રોત, facebook/uscis
90ના દાયકામાં અમેરિકામાં મોટા પાયે IT અને સોફ્ટવૅર કંપનીઓ શરૂ થઈ હતી.
આ કંપનીઓના માધ્યમથી IT અને કમ્પ્યૂટર પ્રોગ્રામિંગમાં રસ ધરાવતા કર્મચારીઓ માટે અમેરિકાએ પોતાના દરવાજા ખોલ્યા હતા.
અમેરિકામાં કર્મચારીઓની અછત હોવાને કારણે અમેરિકી સરકારે વિદેશીઓને નિશ્ચિત સમયગાળા દરમિયાન અમેરિકામાં કામ કરવાની પરવાનગી આપવાનું શરૂ કર્યું.
ત્યારથી જ H1B વિઝાનું ચલણ શરૂ થયું હતું. રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યૂ બુશના કાર્યકાળ દરમિયાન ઇમિગ્રેશન એક્ટ 1990નો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો.

નોન- ઇમિગ્રેશન શું છે?

ઇમેજ સ્રોત, SERGEY BOBOK/Getty Images
અમેરિકા સામાન્યપણે બે પ્રકારના વિઝા આપે છે, ઇમિગ્રેશન વિઝા અને નોન-ઇમિગ્રેશન વિઝા.
ઇમિગ્રેશન વિઝા એ લોકોને આપવામાં આવે છે કે જેઓ અમેરિકામાં કાયમી વસવાટ કરવા માગે છે. આ વિઝા માટે કેટલીક પાત્રતા હોવી જરૂરી છે.
નોન-ઇમિગ્રેશન વિઝા એ લોકોને આપવામાં આવે છે કે જેઓ નિશ્ચિત સમયગાળા માટે જ અમેરિકામાં રહેવા માગે છે.
H1B વિઝા નોન-ઇમિગ્રેશન શ્રેણીમાં આવે છે.

H1B વિઝાના પ્રકાર

ઇમેજ સ્રોત, FAcebook/USCIS
દર વર્ષે અમેરિકન સરકાર મર્યાદિત સંખ્યામાં લોકોને H1B વિઝા આપે છે. H1B વિઝાના પણ ત્રણ પ્રકાર છે.
સામાન્ય શ્રેણીઃ આ શ્રેણીમાં દર વર્ષે 65000 લોકોને વિઝા મળે છે. સામાન્ય શ્રેણીના વિઝા માટે કોઈ પણ વ્યક્તિ અરજી કરી શકે છે.
માસ્ટર્સ શ્રેણીઃ આ વિઝા દર વર્ષે 20 હજાર લોકોને આપવામાં આવે છે. માસ્ટર્સ વિઝા મેળવવા માટે કોઈ વ્યક્તિએ અમેરિકામાં માસ્ટર ડીગ્રી પ્રાપ્ત કરેલી હોવી જરૂરી છે. આ વિઝા માટે દરેક વ્યક્તિ અરજી કરી શકતી નથી.
આરક્ષિત શ્રેણીઃ મુક્ત વેપારની શ્રેણીમાં દર વર્ષે 6,800 લોકોને આ વિઝા આપવામાં આવે છે. આ શ્રેણી માત્ર સિંગાપોર અને ચિલી માટે આરક્ષિત છે.

પસંદગીની પ્રક્રિયા

ઇમેજ સ્રોત, NICHOLAS KAMM/Getty Images
H1B વિઝાની માગ ખૂબ વધી રહી છે.
જો નિર્ધારિત સંખ્યા કરતા વધારે લોકો આ વિઝા માટે અરજી કરે છે, તો લૉટરી સિસ્ટમનો ઉપયોગ કરી વિઝા આપવામાં આવે છે.

વિઝા માટે કોણ અરજી કરી શકે છે?

ઇમેજ સ્રોત, FAcebook/USCIS
કૉર્પોરેટ અથવા તો અન્ય કંપનીઓ પોતાના કર્મચારીઓના H1B વિઝા માટે અરજી કરી શકે છે.
કેટલીક કંપનીઓ H1B વિઝા પ્રાયોજિત (સ્પૉન્સર) કરે છે.
H1B વિઝાની અરજી માટે 1600 થી 7400 અમેરિકન ડોલર ચૂકવવા પડે છે. ભારતીય મુદ્રામાં આ રકમ એક લાખથી પાંચ લાખ વચ્ચે છે.
ફી કંપની પર આધારિત છે. જો કંપનીમાં 50 કરતા વધારે કર્મચારીઓ હોય અથવા તો 50% કર્મચારીઓ પાસે H1B વિઝા હોય, તો તેમણે 4000 અમેરિકન ડોલર (2.60 લાખ રૂપિયા) વધારાની ફી તરીકે ભરવા પડે છે.
H1B વિઝા ત્રણ વર્ષ માટે માન્ય રહે છે. તેની અવધિમાં વધારો કરી શકાય છે, જોકે તેની મુદત છ વર્ષ કરતા વધારે લંબાવી શકાતી નથી.

આશ્રિત વિઝા

ઇમેજ સ્રોત, Getty Images
H1B વિઝા ધારકોના પરિવારના સભ્યો અમેરિકામાં આશ્રિત વિઝા પર રહી શકે છે. તેના માટે તેમણે H4 વિઝા માટે અરજી કરવી પડે છે.
H1B વિઝાધારકના પતિ અથવા તો પત્ની તેમજ 21 વર્ષથી ઓછી વય ધરાવતા બાળકો આ વિઝા માટે યોગ્યતા ધરાવે છે.
H4B વિઝાધારકો અમેરિકામાં શિક્ષણ પણ મેળવી શકે છે.
જોકે, તેમને અમેરિકામાં નોકરી કરવાની પરવાનગી મળતી નથી. અમેરિકામાં કામ કરવા માટે તેમણે વર્ક પરમીટ લેવી પડે છે.
(સ્ત્રોતઃ ભારત સ્થિત અમેરિકી દૂતાવાસ, અમેરિકી નાગરિકતા અને ઇમિગ્રેશન સર્વિસ)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












