ભીમા કોરેગાંવ : શું દલિતો પેશવાને ઉખાડી ફેંકવા લડ્યા હતા?

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE
- લેેખક, રામ પુનિયાની
- પદ, માનવાધિકાર કાર્યકર્તા, બીબીસી ગુજરાતી માટે
ભીમા-કોરેગાંવમાં દલિતો પર થયેલા કથિત હુમલા બાદ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વિરોધની આગ ભભૂકી ઉઠી.
દલિત સમાજ ભીમા-કોરેગાંવમાં દર વર્ષે મોટી સંખ્યામાં એકત્ર થઈને એ દલિતોને શ્રદ્ધાંજલિ આપે છે જેમણે 1817માં પેશવાની સેના વિરુદ્ધ લડતા પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.
એવું માનવામાં આવે છે કે બ્રિટિશ સેનામાં સામેલ દલિતો(મહારો)એ મરાઠાઓને નહીં, પણ બ્રાહ્મણો(પેશવા)ને હરાવ્યા હતા.
બાબા સાહેબ આંબેડકર પોતે પણ 1927માં આ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભીમા-કોરેગાંવ ગયા હતા.
તમને આ પણ વાંચવું ગમશે

યુદ્ધની 200મી વર્ષગાંઠ

યુદ્ધની 200મી વર્ષગાંઠ હોવાથી આ વર્ષે આ ઉત્સવનું આયોજન મોટા પાયે કરવામાં આવ્યું હતું.
આરોપ છે કે હિંદુત્ત્વવાદી સંગઠને હિંસા ફેલાવવાની શરૂઆત કરી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું, જ્યારે મોટી સંખ્યામાં વાહનોને આગ ચાંપવામાં આવી હતી.
આ જ સમયે દલિત નેતા જિગ્નેશ મેવાણીએ પુના સ્થિત પેશવા શાસનના મુખ્યાલયમાં આયોજિત એક રેલીમાં ભાજપ અને સંઘને આધુનિક 'પેશવા' ગણાવ્યા હતા અને તેમની વિરુદ્ધ લડવા આહ્વાન કર્યુ હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભીમા-કોરેગાંવની લડાઈ આજે ઘણા પ્રચલિત મિથકોને તોડે છે.
અંગ્રેજો પોતાના સામ્રાજ્યના વિસ્તાર માટે આ લડાઈમાં જોડાયા હતા, જ્યારે પેશવાઓએ પોતાના રાજ્યની રક્ષા માટે લડાઈમાં ભાગ લીધો હતો.
અંગ્રેજો પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા માગતા હતા તેના કારણે તેમણે મોટી સંખ્યામાં દલિતોને પોતાની સેનામાં સામેલ કર્યા હતા.
તેમાં મહાર, પરાયાસ અને નમશુદ્ર જેવાં કેટલાંક નામ હતાં. આ વર્ગોને તેમની વફાદારી અને સહેલાઈથી તેમની ઉપલબ્ધતા માટે ભરતી કરવામાં આવ્યા હતા.

સાંપ્રદાયિક ચશ્માથી જોવા માગતા હતા

પેશવા સેના પાસે ભાડે લીધેલા આરબ સૈનિકો હતા. આ સિવાય તેમની સાથે ગોસ્વામી પણ હતા.
આ હિંદુ વિરુદ્ધ મુસ્લિમ યુદ્ધ ન હતું કેમ કે, એક તરફ ઇબ્રાહિમ ખાન ગારદી શિવાજીની સેનાનો ભાગ હતા, બીજી તરફ આરબ સૈનિકો બાજીરાવની સેનામાં સામેલ હતા.
દુર્ભાગ્યવશ આજે આપણે એ ઘટનાને સાંપ્રદાયિક ચશ્માથી જોવા માગીએ છીએ અને એ રાજ્યોની પણ અવગણના કરીએ છીએ જેઓ સત્તા અને ધનના લોભી હતા.
ત્યારબાદ અંગ્રેજોએ દલિત/મહારોની નિમણૂક બંધ કરી કેમ કે નિમ્ન પદ પર કાર્યરત ઉચ્ચ જાતિના સૈનિક દલિત અધિકારીઓની વાત માનતા ન હતા અને સલામ પણ કરતા ન હતા.

આંબેડકરના પ્રયાસો

આગળ ચાલીને આંબેડકરે પ્રયાસ કર્યો કે સેનામાં દલિતોની ભરતી કરવામાં આવે અને તેમને સલાહ આપવામાં આવી હતી કે આ સમસ્યાને દૂર કરવા મહાર રેજિમેન્ટની રચના કરવામાં આવે.
મહાર સૈનિકોના મુદ્દા ઉઠાવવા, સમાજમાં દલિતોનું સ્થાન બનાવવા આંબેડકરે પ્રયાસ કર્યા હતા.
શું ભીમા-કોરેગાંવની લડાઈ એ સમયે દલિતોએ પેશવાઈ રાજવ્યવસ્થાને ઉખાડી ફેંકવા માટે લડી હતી?

દલિતો પર કઠોર અત્યાચાર

ઇમેજ સ્રોત, Getty Images
એ વાત સાચી છે કે પેશવા શાસનની નીતિઓ બ્રાહ્મણવાદી હતી.
શુદ્રોએ થૂંકવા માટે પોતાના ગળામાં વાસણ બાંધવું જરૂરી હતી, જેથી તેમના નાક અને મોઢામાંથી ગંદકી ન ફેલાય.
આ સિવાય તેમણે કમર પાછળ ઝાડૂ બાંધવું અનિવાર્ય હતું, જેથી ધરતી પર પડેલા તેમનાં પગલાં ભૂંસાઈ જાય.
આ દલિતો પર કઠોર અત્યાચારના ચરમબિંદુ તરફ ઇશારો કરે છે.

અંગ્રેજો બાજીરાવ વિરૂદ્ધ કેમ લડ્યા?

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE/GETTY IMAGES
શું અંગ્રેજો બ્રાહ્મણવાદી કઠોરતાને મિટાવી દેવા માટે બાજીરાવ વિરુદ્ધ લડ્યા હતા?
આ સવાલનો જવાબ છે, ના. તેઓ માત્ર પોતાનો વેપાર વધારવા અને લૂંટના ઉદ્દેશ્યથી પોતાના પ્રભાવ ક્ષેત્રનો વિસ્તાર કરી રહ્યા હતા.
આ જ રીતે મહાર સૈનિક પોતાના માલિક પ્રત્યે નિષ્ઠાની ભાવનાથી અંગ્રેજો માટે લડી રહ્યા હતા.
આધુનિક શિક્ષણના પ્રભાવના કારણે સામાજિક સુધારાને બાદમાં ઉઠાવવામાં આવ્યા હતા.
બ્રિટિશ સામ્રાજ્યના વહીવટીતંત્રમાં કર્મચારીઓની તાલિમ માટે આધુનિક શિક્ષાનો આરંભ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ અંગ્રેજોએ લૂંટની નીતિના પરિણામ સ્વરૂપે સામાજિક સુધારણાએ જોર પકડ્યું હતું.
જ્યાં સુધી અંગ્રેજોનો સવાલ છે, ત્યાં સુધી તેમની નીતિઓએ અજાણતા જ અહીંની સામાજિક સંરચનાઓને પ્રભાવિત કરી હતી.
કેમ કે, બદલાતી પરિસ્થિતિમાં જ્ઞાતિના શોષણ પ્રત્યે જાગૃતિને જ્યોતિરાવ ફુલેએ આકાર આપ્યો હતો.

દલિતોએ અંગ્રેજોને સાથ આપ્યો એ વિચાર ખોટો

એ વિચારવું મૂર્ખતા છે કે પેશવા રાષ્ટ્ર માટે લડી રહ્યા હતા, જ્યારે દલિતો અંગ્રેજોનો સાથ આપી રહ્યા હતા.
રાષ્ટ્રવાદની અવધારણા તો અંગ્રેજી શાસન દરમિયાન આવી હતી, જે રાષ્ટ્રવાદ આવ્યો તેના પણ બે પ્રકાર હતા.
પહેલો ભારતીય રાષ્ટ્રવાદ ઉદ્યોગપતિ, વેપારીઓ, સમાજના શિક્ષિત વર્ગો અને શ્રમિકોના નવગઠિત વર્ગમાંથી આવ્યો હતો.
બીજો, મુસ્લિમ, હિંદુ ધર્મના નામ પર રાષ્ટ્રવાદ, જે જમીનદાર અને રાજાઓથી શરૂ થાય છે.

દલિતોમાં અસંતોષ કેમ વધી રહ્યો છે?

ઇમેજ સ્રોત, SHARAD BADHE/BBC
છેલ્લાં કેટલાંક વર્ષોમાં વર્તમાન સરકારની નીતિઓના કારણે દલિતોમાં અસંતોષ વધી રહ્યો છે.
ત્યારબાદ હૈદરાબાદ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયથી પી.એચડી કરી રહેલા દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની સંસ્થાગત હત્યા અને ઉનામાં ગૌરક્ષક સમિતિના સભ્યો દ્વારા દલિત યુવકોની મારપીટ કરવી જેવી ઘટનાઓ સામેલ છે.
કોરેગાંવમાં દલિતોનું મોટી સંખ્યામાં એકત્ર થવું એ ભૂતકાળમાંથી પોતાના આદર્શ વ્યક્તિની શોધની ઇચ્છાને દર્શાવે છે.
તેમના પર થયેલો હુમલો તેમની મહત્ત્વકાંક્ષાઓને દબાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો હતો.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














