અમદાવાદ : જુઓ રિવરફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોનો નજારો

રિવરફ્રન્ટ પર યોજાયેલો ફ્લાવર શો 9 જાન્યુઆરી સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે.

ફ્લાવર શો.

ઇમેજ સ્રોત, Pawan Jaiswal

ઇમેજ કૅપ્શન, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા વર્ષ 2013થી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ફ્લાવર શોની છઠ્ઠી સિઝન છે.
ફ્લાવર શો.

ઇમેજ સ્રોત, Pawan Jaiswal

ઇમેજ કૅપ્શન, આ ડૉલ ફ્લાવર શોમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. તેને ખાસ રીતે ડિઝાઇનર્સ દ્વારા બનાવવામાં આવી છે. કુત્રિમ અને ઑર્કિડ ફૂલોનો ઉપયોગ કરીને તેને તૈયાર કરવામાં આવી છે.
ફ્લાવર શો.

ઇમેજ સ્રોત, Pawan Jaiswal

ઇમેજ કૅપ્શન, આ ફૂલોની બનેલી ડસ્ટબિન ફ્લાવર શોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્રીજી જાન્યુઆરીના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફ્લાવર શોનું ઉદ્ધઘાટન કર્યું હતું.
ફ્લાવર શો.

ઇમેજ સ્રોત, Pawan Jaiswal

ઇમેજ કૅપ્શન, યુનેસ્કો દ્વારા અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટિ જાહેર કરાયા બાદ હેરિટેજ થીમ આધારિત ફલાવર-શોમાં પર્યાવરણપ્રેમી નાગરિકોની સાથે યુવાવર્ગના ઘણા લોકો પણ જોવા મળ્યા.
ફ્લાવર શો.

ઇમેજ સ્રોત, Pawan Jaiswal

ઇમેજ કૅપ્શન, અહીં ફૂલોમાંથી જીરાફ, પતંગિયાં, હરણ, ફ્લેમિંગો, કળા કરતો મોર, મીકી માઉસ તથા અન્ય પ્રાણીઓ અને પક્ષીઓની 50થી પણ વધારે પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે.
ફ્લાવર શો.

ઇમેજ સ્રોત, Pawan Jaiswal

ઇમેજ કૅપ્શન, બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી ફલાવર-શો થીમ આધારિત લાઇવ ચિત્ર સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
ફ્લાવર શો.

ઇમેજ સ્રોત, Pawan Jaiswal

ઇમેજ કૅપ્શન, આ વર્ષે ફલાવર-શોમાં મુખ્યત્વે દેશ-વિદેશનાં વિવિધ પ્રકારનાં ફૂલો, રોપાં, તેમજ ફુલોમાંથી બનાવેલાં જુદા જુદા પ્રાણી-પક્ષીનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે.
ફ્લાવર શો.

ઇમેજ સ્રોત, Pawan Jaiswal

ઇમેજ કૅપ્શન, ફલાવર- શોમાં મુલાકાતીઓ ફૂલ-છોડનાં રોપાં, તેમજ દવા, બિયારણ, ખાતર અને ખેતીના ઓજારોની ખરીદી પણ કરી શકે છે.
ફ્લાવર શો.

ઇમેજ સ્રોત, Pawan Jaiswal

ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર 30 ડિસેમ્બરથી શરૂ થયેલા આ ફ્લાવર શોની લોકો 9 જાન્યુઆરી સુધી મુલાકાત લઈ શકશે.