2018માં જન્મ લેનારા બાળકો કહેશે, પાપા કહેતે થે...

નાના બાળકને મોજા પહેરાવતા હાથ

ઇમેજ સ્રોત, Getty Images

સમયની સાથે દુનિયામાં દરેક વસ્તુ બદલાઈ રહી છે. પહેલાં મહાન શોધોને શોધાતા દાયકાઓ લાગી જતા. હવે એવું રહ્યું નથી.

જે ઝડપથી ટૅકનોલોજિ આગળ વધી રહી છે જે જોતાં લાગે છે કે એક જ પેઢીમાં પણ લોકોનો અનુભવ અલગઅલગ હશે.

ત્યારે વાત કરીએ કે 2018માં એવા ક્યા બદલાવ આવશે કે 2018માં જન્મનારાં બાળકો કહી શક્શે કે 'પાપા કહેતે થે...'

line

"પપ્પા એવું કહેતા કે તેમની ભાષા જ ન સમજાઈ"

વિવિધ ભાષામાં લખાયેલા શબ્દો

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 1979માં પોતાના પુસ્તક 'ગૈલેક્ટિક ટ્રાવેલર્સ ગાઈડ'માં ડગલસ એડમે લખ્યું હતું કે નાનકડી પીળા રંગની જળો જેવી દેખાતી 'બેબલ માછલી' બ્રહ્માંડની સૌથી અદ્વિતિય વસ્તુઓમાંની એક હતી.

આવી એક માછલી તમે તમારા કાનમાં નાખો અને પછી તમને કોઈપણ ભાષા તરત જ સમજાઈ જાય.

વાત તો એવી છે કે માછલી ટૅકનિકથી આગળ એટલી તરતી ગઈ કે હવે તેને ભાષાનો ફરક જ ખતમ કરી દીધો છે.

સ્કાઇપ અને ગુગલે તરત જ ભાષાંતર કરવાની ટૅકનિક બનાવી લીધી છે. એટલે તમે ભાષાને ન જાણતા હોવ પરંતુ સમજી શકો છો.

બીજી કેટલીક કંપનીઓ પણ આવી જ કોશિશમાં લાગી છે. શક્ય છે કે આવનારા સમયમાં આગળની પેઢી એવી દુનિયામાં રહેશે જ્યાં કોઈપણ વ્યક્તિ ક્યાંય પણ આસાનીથી વાત કરી શક્શે.

line

"પપ્પા એવું કહેતા કે લાંબો પ્રવાસ છે"

બેન્જામિન ફ્રેંકલિ

ઇમેજ સ્રોત, LIBRARY OF CONGRESS

અમેરિકાના સંસ્થાપકોમાંના એક એવા બેન્જામિન ફ્રેંકલિનના સમયમાં(1706-1790) તેમણે એટલાન્ટિક મહાસાગરને કુલ આઠ વખત પાર કર્યો હતો.

આ એક ખતરનાક પ્રવાસ કહેવાતો હતો. જેમાં બે અઠવાડિયાથી લઈ બે-ત્રણ મહિનાનો પણ સમય લાગી શક્તો હતો.

હવેના સમયની વાત કરીએ તો એટલાન્ટિક પાર કરવામાં કેટલાક કલાક જ લાગે છે. કારણકે હવાઈ યાત્રા આસાન બની છે.

હવાઈ જહાજની ગતિ જો કે કેટલાક દાયકાથી ખાસ વધી નથી. પરંતુ કોનકોર્ડ વિમાન તેમાં એક અપવાદ હતો જે પરિવર્તનનો સંકેત હતો.

આશરે બત્રીસ સો કિલોમીટર પ્રતિ કલાકની ક્રૂઝ સ્પીડથી ઉડી શક્તા આ વિમાનોને વર્ષ 2003 પછી ઉડાવવામાં આવ્યા નથી.

હાઇપરલૂપ ટૅકનિકની એક સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, WWW.SPACEX.COM/HYPERLOOP

યાત્રી પરિવહન માટે તો તેને જલદી જ કામમાં લેવાશે નહીં. પરંતુ સુપરસોનિક વિમાન ચોક્કસ ઉડાન ભરી શકે છે.

આ વિમાનની મુસાફરીનો ખર્ચ ઉપાડી શકનારા માટે યુરોપ અને અમેરિકા વચ્ચેનું અંતર 3.5 કલાકનું થઈ જશે.

હવે જે લોકો આ ખર્ચ નહીં ઉપાડી શકે તેમના માટે હાઇપરલૂપ ટૅકનિક કામ આવી શકે છે.

અંતરિક્ષયાત્રા માટે કામ કરતી 'સ્પેસ એકસ' કંપની વૅક્યૂમ ટ્યૂબના માધ્યમથી લોકો અને સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા પર કામ કરી રહી છે.

આ રીતે પ્રવાસનો સમય પણ ઘટી જશે. એટલે એક શહેરથી બીજા શહેર જવામાં પણ સમય નહીં લાગે.

line

"પપ્પા કહેતા હતા કે વહેલા ઉઠશો તો ચકલીને સાંભળશો"

શહેરમાં આવેલી ઊંચી ઇમારતો

શહેરીકરણ કોઈ નવી સમસ્યા નથી. પરંતુ જેની ચર્ચા ઓછી થાય છે એ છે ધ્વનિ પ્રદૂષણમાં થઈ રહેલો વધારો.

સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન છે કે વર્ષ 2100 સુધી દુનિયાના 1080 કરોડ નાગરિકોમાંથી 84 ટકા શહેરોમાં રહેશે.

આ તમામ લોકો અલગઅલગ અવાજોની વચ્ચે ઘેરાયેલા રહેશે.

એનો મતલબ એ થયો કે આજે જન્મ લેનારા લોકો ક્યારેય જાણી નહીં શકે શાંતિ શું હોય.

line

"પપ્પા કહેતા હતા કે ધાતુ અને કાગળથી જીવન ચાલે છે"

બિટકૉઇન

ઇમેજ સ્રોત, REUTERS/DADO RUVIC/ILLUSTRATION

રોકડની લેવડ-દેવડને સૌથી મોટો ઝટકો કાર્ડ પેમેન્ટથી લાગ્યો.

પરંતુ હજુ પણ રોકડમાં લેવડ-દેવડ ખતમ નથી થઈ ગઈ.

2018માં જન્મેલા બાળકો જ્યારે કમાણી કરવાની ઉંમરે પહોંચશે ત્યારે તેમની પાસે ચૂકવણીના ઘણા વિકલ્પો હશે.

સંભવ છે કે રોકડમાં લેવડ-દેવડ પૂરી રીતે ખતમ થઈ જાય.

બ્લૉકચેન ટૅકનિક વર્ચ્યુઅલ લેવડ-દેવડ માટેની સુરક્ષા વધારવાની ઘણી કોશિશ કરી રહી છે.

પરંતુ હાલના સમયમાં એન્ક્રિપ્શન બજાર અસ્થિર છે. પરંતુ નિષ્ણાતો માને છે કે હવે તે ઘણું સક્ષમ બની રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો