એવોર્ડ લેવા આવેલી અભિનેત્રીઓએ કાળાં કપડાં કેમ પહેર્યાં?

કૅલિફોર્નિયાના બેવર્લી હિલ્સમાં 7 જાન્યુઆરીએ ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સ યોજાયો હતો.

ઓપ્રાહ વિનફ્રેની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં ભાગ લેવા આવેલાં ઓપ્રાહ વિનફ્રે સહિત મોટાભાગની હસ્તીઓએ કાળાં વસ્ત્રો પહેરીને વિશ્વમાં થતાં મહિલાઓના શોષણ સામેનાં #Metoo કૅમ્પેનને પોતાનું સમર્થન આપ્યું હતું
ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સનો રેડ કાર્પેટ.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'આઉટલૅન્ડર' ટેલિવિઝન ડ્રામા સિરીઝની અભિનેત્રી કેટરીના બેલ્ફ, 'વિલ ઍન્ડ ગ્રેસ'ના ડેબ્રા મેસિંગ અને 'ધ હૅન્ડમેડ્સ ટેલ'ના યિવૉન સ્ટ્રાહૉવ્સ્કીએ રેડ કાર્પેટ પર કાળા રંગના કપડાં પહેર્યાં હતાં.
ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સનો રેડ કાર્પેટ.

ઇમેજ સ્રોત, EPA/Getty Images

ઇમેજ કૅપ્શન, ગાયિકા કેલી ક્લાર્કસન, ગાયિકા-અભિનેત્રી મૅન્ડી મોર અને 'ગેટ આઉટ' ફિલ્મનાં ઍલિસન વિલિયમ્સએ રેડ કાર્પેટ પર કાળા રંગના કપડાં પહેરીને શારીરિક શોષણ પ્રત્યે વિરોધ જણાવ્યા હતાં.
ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સની રેડ કાર્પેટ.

ઇમેજ સ્રોત, Reuters/PA/Getty Images

ઇમેજ કૅપ્શન, ઘણાં સેલિબ્રિટીસે 'ટાઇમ્સ અપ' અને '50:50'ની તરફેણમાં લેપલ પિન્સ અને બૅજ પહેર્યા હતાં. 'ટાઇમ્સ અપ' અને '50:50' મનોરંજન દુનિયામાં થઈ જાતીય સતામણી અને લૈંગિક અસમાનતા સામે લડવાનાં આંદોલનો છે. 'સ્ટ્રેન્જર થિંગ્સ'ના અભિનેતા ડેવિડ હાર્બર અને વિલિયમ એચ. મેસીએ 'ટાઇમ્સ અપ' લેપલ પિન્સ પહેર્યા હતાં. જ્યારે 'ધ ક્રાઉન'ની અભિનેત્રી ક્લૅર ફૉયએ ટક્સીડો જૅકેટની કફ પર '50:50'નું બટન પહેર્યું હતું.
ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સનો રેડ કાર્પેટ.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જેસિકા ચાસટેન, જિલિયન ઍન્ડર્સન અને મિલી બૉબી બ્રાઉન રેડ કાર્પેટ પર દેખાયા હતાં.
ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સનો રેડ કાર્પેટ.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૅટ હડસન, સ્વીડિશ અભિનેત્રી અલિશિયા વિકૅંદર અને 'ડાઉનટાઉન ઍબિ'ના લિલી જેમ્સે કાળા કપડાં પહેરીને સમર્થન આપ્યું હતું.
ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સનો રેડ કાર્પેટ.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'ધ ગ્રેટેસ્ટ શો મૅન' ફિલ્મના અભિનેતા ઝૅકે એફરૉન, અભિનેત્રી અને રૅપર ઍબિ કૉર્નિશ અને 'બેબી ડ્રાઇવર' ફિલ્મના અભિનેતા ઍન્સેલ એગૉર્ટે પણ ઝુંબેશને તેમનું સમર્થન આપ્યું હતું.
ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સનો રેડ કાર્પેટ.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જર્મન અભિનેત્રી વેરોનિકા ફેરીસ, 'લા લા લૅન્ડ'ની અભિનેત્રી એમા સ્ટોન, ભૂતપૂર્વ ટેનિસ ચૅમ્પિઅન બિલી જીન કિંગ અને શૅરન સ્ટોન રેડ કાર્પેટ પર ચાલ્યાં હતાં.
ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સનો રેડ કાર્પેટ.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભૂતપૂર્વ સ્કેટર ટૉન્યા હાર્ડિંગ, અભિનેત્રી મૅગી જિલેનહાલ અને 'ગેમ ઑફ થ્રૉન્સ'ના લેના હેડી પણ રેડ કાર્પેટ પર શારીરિક શોષણના વિરોધમાં જોડાયાં હતાં.
ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સનો રેડ કાર્પેટ.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અભિનેત્રીઓ રીસ વિથરસ્પૂન, ઇવા લૉન્ગોરિયા, સલ્મા હાયેક અને ઍશ્લી જડ તેમનું સમર્થન દર્શાવવા આ રીતે પોઝ આપ્યો હતો.
ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સનો રેડ કાર્પેટ.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અભિનેત્રી ઍન્જલીના જોલી તેમના પુત્ર પૅક્સ સાથે આવ્યાં હતાં. ઍક્ટિવિસ્ટ તરાના બર્ક અભિનેત્રી મિશેલ વિલિયમ્સની સાથે રેડ કાર્પેટ પર ચાલ્યા હતાં. 'અગ્લી બેટિ'ના અમેરિકા ફેર્રેરા અભિનેત્રી નૅટલી પોર્ટમેન સાથે દેખાયાં હતાં.
ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સનો રેડ કાર્પેટ.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લિમિટેડ સિરીઝ અથવા મોશન પિક્ચર શ્રેણીમાં પુરસ્કૃત કરવામાં આવેલી 'બિગ લિટલ લાઇસ'નાં અભિનેત્રી નિકોલ કિડમેન તેમના પતિ અને સંગીતકાર કીથ અર્બન સાથે દેખાયાં હતાં.