જાપાન શા માટે જાહેર શૌચાલયોને અપ્ગ્રેડ કરી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
જાપાનમાં 2020માં ઑલિમ્પિક્સનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આ ગેમ્સને લઈને જાપાનમાં અનેક પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે.
મેદાનથી લઈને રહેઠાણ અને પ્રવાસનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
પરંતુ જાપાન હવે દેશના જાહેર શૌચાલયોને અપ્ગ્રેડ કરી રહ્યું છે. હા આ અપગ્રેડેશનનો સંબંધ પણ 2020ના ઑલિમ્પિક્સ સાથે જ છે.
જાપાન તેના ઑટમૅટેડ સિંગિંગ ટૉઇલેટ્સ માટે ફેમસ છે પરંતુ હાલ તો તે જાહેર શૌચાલયોને અપ્ગ્રેડ કરી રહ્યું છે.
પર્યટન અધિકારીઓ ટોક્યો 2020 ઑલિમ્પિક્સ પહેલાં હજારો જાહેર શૌચાલયોને અપ્ગ્રેડ કરવા માટે યોજના બનાવી રહ્યા છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઓલિમ્પિક્સમાં લાખો પ્રવાસીઓ જાપાન આવશે.
તમને આ પણ વાંચવું ગમશે
જેમનું સ્વાગત કરતાં પહેલાં તેઓ એશિયન શૈલીના શૌચાલયોને વેસ્ટર્ન મૉડલ્સમાં બદલશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાપાનની પ્રવાસી એજન્સીના પ્રવક્તાએ કહ્યું, "અમે ઇચ્છીએ છીએ કે આવનારા પ્રવાસીઓ ચિંતામુક્ત બનીને જાપાનનો પ્રવાસ કરે."
જાપાન તેની હાઇટેક ટૉઇલેટ ટેક્નોલૉજિ માટે જાણીતું છે.
પરંતુ એજન્સીના પ્રવક્તા અકિહિકો યામાકોશીના જણાવ્યા પ્રમાણે ચાર હજાર જેટલાં જાણીતા પ્રવાસન સ્થળોએ 40 ટકા શૌચાલયો એશિયન શૈલીમાં હોય છે.
તેમણે કહ્યું કે કેટલાક વિદેશી પ્રવાસીઓને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણકારી હોતી નથી. ઉપરાંત કેટલાક લોકો તે અસ્વચ્છ હોવાની પણ ફરિયાદ કરે છે.
મોડર્ન જાપાની ટૉઇલેટ્સના ઇન્સ્ટૉલેશન માટે જાપાનની સરકાર વધારોનો ખર્ચ કરશે.
ગત વર્ષે 2.6 કરોડ વિદેશી પ્રવાસીઓએ જાપાનની મુલાકાત લીધી હતી.
જાપાન ઇચ્છી રહ્યું છે કે 2020 સુધી વાર્ષિક પ્રવાસીઓની સંખ્યા 4 કરોડ સુધી પહોંચે.
યામાકોશીના કહેવા પ્રમાણે વિદેશી પ્રવાસીઓને જ ધ્યાનમાં રાખીને શૌચાલયોમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે.
જોકે, આ બદલાવ વૃદ્ધ જાપાની નાગરિકોને પણ મદદ કરશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












