રાષ્ટ્રગીત અંગે આ વાતો જાણો છો તમે?

ઇમેજ સ્રોત, THINKSTOCK
સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્ત્વનો ચુકાદો આપતાં સિનેમાઘરોમાં રાષ્ટ્રગીત વગાડવાની અનિવાર્યતાનો અંત લાવી દીધો છે.
આ પહેલાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે રાષ્ટ્રગીતને સિનેમાઘરોમાં વગાડવાના આવશ્યકતાવાળા ચુકાદામાં ફેરફાર કરી શકાય છે.
તમને આ વાંચવું પણ ગમશે :
ચીફ જજ જસ્ટિસ દીપક મિશ્રાની બેંચે 30 નવેમ્બરના રોજ 2016માં આપેલા એક આદેશ મુજબ સિનેમાઘરમાં ફિલ્મ શરૂ થતા પહેલાં રાષ્ટ્રગીત વગાડવું ફરજિયાત બનાવી દીધું હતું.
આ દરમિયાન સિનેમાઘરમાં હાજર દર્શકોએ રાષ્ટ્રગીતના સન્માનમાં ઊભું થવું ફરજિયાત હોય છે.

અગાઉ રાષ્ટ્રગીત અને સિનેમા વચ્ચેનો કંઈક આવો સંબંધ રહ્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images
- વર્ષ 1971ના પ્રિવેન્શન ઑફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઑનર કાયદા મુજબ જ્યારે રાષ્ટ્રગીત ગાવામાં આવી રહ્યું હોય, ત્યારે તેમાં અડચણ ઊભી કરનારાને ત્રણ વર્ષની સજા અને દંડની જોગવાઈ છે.
- વર્ષ 1960 અને 1970ના દાયકામાં સિનેમામાં રાષ્ટ્રગીત વગાડવામાં આવતું હતું પણ કોઈ ઊભું થતું ન હતું.
- ભારતમાં રાષ્ટ્રગીતને લઈને જુદાં જુદાં રાજ્યોમાં એકસમાન કાયદો નથી. આ મુદ્દે ભારતનાં 29 રાજ્યોમાં અલગ અલગ નિયમો છે.
- જેથી સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યમાં એક સમાન કાયદો લાગુ કરવાનો આદેશ આપ્યો હતો.
- નિર્ણયમાં કહેવાયું હતું કે દરેક થિયેટરમાં રાષ્ટ્રગીત વગાડવું અનિવાર્ય છે. રાષ્ટ્રગીત વાગતી સમયે સ્ક્રીન પર રાષ્ટ્રધ્વજનું ચિત્ર બતાવવામાં આવે અને તે દરમિયાન હાજર દરેક લોકો ઊભા રહે.
- સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું હતું કે રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે થિયેટરના દરવાજા બંધ કરી દેવા જેથી અવર જવર થતી રોકી શકાય.
- જો કે કોર્ટે દિવ્યાંગ લોકોને ઊભા રહેવામાંથી મુક્તિ આપી હતી.
તમને આ વાંચવું પણ ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો








