ગુજરાતી મહિલા વકીલે છૂટાછેડા માટે બનાવી અનોખી એપ!

- લેેખક, પૂજા અગરવાલ
- પદ, બીબીસી ન્યૂઝ
યુરોપ-અમેરિકન દેશોના વકીલો 8મી જાન્યુઆરીને 'ડિવોર્સ ડે' તરીકે ઊજવે આવે છે. કારણકે તહેવારના દિવસો બાદ યુગલો છૂટાછેડા માટે ઘણી પૂછપરછ કરતા હોય છે.
ભારતમાં પણ છૂટાછેડા માટે વકીલોની સલાહ ઇચ્છતા લોકોની સંખ્યા ઓછી નથી. હવે આ વિચાર કોઈ એવાં ગુજરાતીને આવે જે વકીલ પણ હોય તો પછી એ બની જાય છે એક અલગ પ્રકારનો બિઝનેસ આઇડિયા.
વંદના શાહ એવાં ગુજરાતી મહિલા વકીલ છે, જે છૂટાછેડાનાં કોર્ટ કેસમાં ખૂબ અનુભવ ધરાવે છે. તેમણે નવેમ્બર 2017માં જ ખાસ છૂટાછેડા માટે ડિવોર્સકાર્ટ નામની મોબાઇલ એપ્લિકેશન લૉન્ચ કરી છે.
જોકે, બિઝનેસના આ વિચાર પાછળ તેમના જીવનનો પણ અનુભવ જોડાયેલો છે. વંદના શાહ મુંબઈના ફેમિલી કોર્ટમાં વકીલાત કરે છે.
તમને આ વાંચવું પણ ગમશે:
આ એપમાં લોકો પોતાના સવાલો મૂકી શકે છે. નિષ્ણાત વકીલો તે સવાલો પર કાયદાકીય સલાહ આપે છે.

કેમ કરી એપ લૉન્ચ?

વંદનાનાં નાની ઉંમરે છૂટાછેડા થઈ ગયા હતા.
તેમણે કહ્યું, "હું ઘરેથી 750 રૂપિયા લઈને નીકળી હતી. હું જે સ્થિતિમાંથી પસાર થઈ તેમાંથી કોઈ પસાર ન થાય એટલે 'ડિવોર્સકાર્ટ' લૉન્ચ કરી."
આ એપ પર આવતા સવાલોના જવાબ વિના મૂલ્યે આપવા તેમની પાસે 15 વકીલો છે. જે શિફ્ટમાં કામ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વંદનાના જણાવ્યા મુજબ 'ડિવોર્સકાર્ટ' એપ્લિકેશન માહિતી પૂરી પાડે છે પરંતુ છૂટાછેડાને પ્રોત્સાહન આપતી નથી. જોકે તેઓ આજના સમાજમાં છૂટાછેડાના અસ્તિત્વને સ્વીકારે છે.
તે કહે છે, " આ એપ છૂટાછેડા અંગેના પ્રાથમિક પ્રશ્નોના જવાબ આપે છે. એપ્લિકેશનને ભારતના છૂટાછેડા કાયદા સંબંધિત માહિતી સાથે નિયમિત અપડેટ કરવામાં આવે છે."
"સૌથી મહત્ત્વની બાબત એ ઉપયોગ કરનારની ઓળખ જાહેર નથી થતી."

કોણ માગે છે માહિતી?
રસપ્રદ વાત એ છે કે 60 ટકાથી વધારે પ્રશ્નો પુરુષો પાસેથી આવે છે.
વંદના શાહ જણાવે છે કે મને સમજાયું છે કે પુરુષો પાસે તેમના મુદ્દાઓ વિશે વાત કરવા માટે કોઈ નથી. ધીમે ધીમે મને સમજાયું કે તેમને માત્ર એક પ્લેટફોર્મની જરૂર છે.
વંદના શાહના કહેવા મુજબ આ એપ્લિકેશન ભારતમાં અનિવાર્ય છે.
"દસ વર્ષ પહેલા મુંબઈની ફેમિલી કોર્ટમાં 20 કેસ હતા. આજે 70 કેસ છે. એટલે આજે આવી એપ્લિકેશનની જરૂર વધારે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












