લંડનમાં ગુજરાતી વિજય પટેલની હત્યાના સીસીટીવી ફૂટેજ જાહેર

ઇમેજ સ્રોત, MET POLICE
ઉત્તર લંડનમાં પોલીસે ગુજરાતીની હત્યા કરનાર બે તરુણોના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યાં છે.
49 વર્ષના વિજય પટેલ પર સ્ટોરની બહાર હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેમનું હૉસ્પિટલમાં મૃત્યુ થયું.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ બન્ને હત્યારાઓને શોધવા મહત્ત્વનું હતું.
પટેલની હત્યાના મામલામાં બુધવારે વિલ્સડન મેજિસ્ટ્રેટ કોર્ટમાં એક 16 વર્ષના કિશોરને હાજર કરવામાં આવ્યો હતો.

તપાસકર્તાઓ મુજબ વિજય પર દુકાનની બહાર હુમલો કરવામાં આવ્યો હતો.
ત્રણ તરુણોને સિગારેટ પેપર સહિતની વસ્તુઓ વેંચવાની ના પાડતા તેમના પર હુમલો થયો હતો.
મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા મુજબ આ હુમલા બાદ ત્રણેય કિશોર ટ્યૂબ સ્ટેશન તરફ ભાગ્યા હતા.
પોલીસ વિભાગના ઇન્સપેક્ટરનું કહેવું છે, "આ એક વ્યક્તિ પર ખૂબ જ બિનજરૂરી હુમલો હતો. તેઓ ફક્ત તેમનું કામ કરી રહ્યા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "અન્ય બે કિશોરોની ધરપકડ બહુ જરૂરી છે કારણ કે તેમના પાસે હુમલા અંગેની મહત્ત્વની માહિતી છે. જે અમારી તપાસમાં મદદ કરશે."
વિજય પટેલના પરિવારમાં પત્ની અને બે બાળકો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












