ઊલટું ચાલવું સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયી, જાણો ફાયદા કયા છે?

ઊલટા ચાલવાના લાભ વિશે આપ જાણો છો?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઊલટા ચાલવાથી આપણું શરીર સ્થિર રહે છે, તેનાથી સંતુલન જાળવવામાં ઘણી મદદ મળે છે
    • લેેખક, જૅક મૅકનામારા
    • પદ, ધ કન્વર્સેશન
બીબીસી ગુજરાતી
  • આરોગ્ય નિષ્ણાતો, જાણકારોના મોઢે તમે એવું જરૂર સાંભળ્યું હશે કે દરરોજ અમુક સમય સુધી ચાલવું એ સ્વાસ્થ્ય માટે લાભકારક હોય છે
  • પરંતુ શું આપ જાણો છો કે સીધા ચાલવા કરતાં ઊલટું ચાલવું એ વધુ લાભપ્રદ હોય છે
  • ઊલટા ચાલવાના લાભ વિશે આપ કેટલું જાણો છો?
  • આ ક્રિયાને તમારા દૈનિક રૂટિનમાં ક્યારે સમાવિષ્ટ કરવી જોઈએ?
બીબીસી ગુજરાતી

ટહેલવા માટે ખાસ કોઈ વસ્તુની જરૂર નથી પડતી. જિમની મેમ્બરશિપ નથી લેવી પડતી અને સૌથી સારી વાત તો એ છે કે તે બિલકુલ ફ્રી છે.

આપણા પૈકી મોટા ભાગના લોકો કોઈને કોઈ બહાને ટહેલે છે. આ ઑટોમૅટિક થતી પ્રક્રિયા છે, એ પણ કોઈ વધુ પડતા પ્રયાસ વગર થતી. તેના માટે વધારે વિચારવું નથી પડતું.

આપણા પૈકી ઘણા લોકોને ટહેલવાના સ્વાસ્થ્ય માટેના અનેક ફાયદા હોય છે, તેની ખબર નથી હોતી.

પરંતુ શું થાય જો આપણે સામાન્યપણે ટહેલવાનું બંધ કરી દઈએ અને પોતાનાં મગજ અને શરીરને કહીએ કે મારે ઊલટું ચાલવાનું છે.

આ માત્ર દિશાનો મામલો નથી. આવું કરવાથી સ્વાસ્થ્યને લાભ થઈ શકે છે.

ભલે તમે સામાન્યપણે સક્રિય હો કે નહીં, પરંતુ રોજ ટહેલવાના ઘણા ફાયદા હોય છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની એવી સલાહ છે કે આપણે દર અઠવાડિયે અમુક કલાક સુધી ઍરોબિક ઍક્ટિવિટી કરવી જોઈએ. ઍરોબિક ઍક્ટિવિટીનો અર્થ તરવું, ટહેલવું, સાઇકલિંગ વગેરે છે.

પરંતુ તેમ છતાં આપણે જેટલું વિચારીએ છીએ, ટહેલવાની પ્રક્રિયા એના કરતાં ઘણી જટિલ પ્રક્રિયા છે.

ગ્રે લાઇન

ઊલટું ચાલવું એ સારા સંતુલન અને શરીરને સ્થિર રાખવામાં મદદરૂપ

ચાલવાના ફાયદા

ઇમેજ સ્રોત, PA Media

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સીધા ઊભા રહેવા અને સામેની દિશામાં ચાલવા માટે આપણી આંખોનો શરીરના અન્ય ભાગો સાથે તાલમેલ હોવો જરૂરી છે.

પરંતુ જ્યારે આપણે ઊલટા ચાલીએ છીએ તો આપણું મસ્તિષ્ક આ તમામ સિસ્ટમ વચ્ચે કો-ઑર્ડિનેશનની વધારાની માગના પ્રોસેસિંગ માટે વધુ સમય લે છે. પરંતુ ઊંચા સ્તરના આ પડકારનો સામનો કરવાથી સ્વાસ્થ્યને લાભ પણ થાય છે.

ઊલટા ચાલવાના લાભો પર જે અધ્યયનો થયાં છે, તેનાથી એ વાત લગભગ પ્રસ્થાપિત થઈ ગઈ છે કે આનાથી આપણું શરીર વધુ સ્થિર રહે છે, આવું કરવાથી સંતુલન જાળવવામાં વધુ મદદ મળે છે.

આની પ્રૅક્ટિસથી આપણી સામાન્ય ચાલમાં સુધારો થાય છે અને સંતુલન સુધરે છે. ઊલટા ચાલવાની ક્રિયા સ્વસ્થ લોકો અને ઘૂંટણની તકલીફથી પીડાતા લોકો બંને માટે ફાયદાકારક સાબિત થાય છે.

જ્યારે આપણે ઊલટા ચાલીએ છીએ ત્યારે આપણે નાનાં કદમ ઉઠાવીએ છીએ અને આ દરમિયાન ઝડપથી પણ ચાલીએ છીએ.

આ ક્રિયાથી આપણા શરીરના નીચેના ભાગની માંસપેશીઓ મજબૂત થાય છે. આપણા સાંધા પર પડનારું દબાણ પણ ઘટે છે.

આ તકનીક ન્યૂરોલૉજિકલ બીમારીઓના શિકાર અને સ્ટ્રોકની બીમારીમાંથી બેઠા થયેલા લોકોની ચાલવાની ગતિ અને સંતુલન વિશે માહિતી મેળવવા અને તેને બહેતર બનાવવામાં કામ લાગે છે.

ગિયર બદલવાથી કે ઉપર ચઢવા-ઊતરવાના કારણે આપણાં સાંધા અને માસપેશીઓની ગતિની રેન્જમાં બદલાવ આવી શકે છે. આનાથી પ્લાન્ટર ફેસિટિસમાં થતા દુખાવાથી રાહત મળી શકે છે. તે એડીમાં થતા દુખાવાની એક સામાન્ય સ્થિતિ છે.

ગ્રે લાઇન

પીઠના દુખાવામાં ફાયદાકારક

ચાલવાના ફાયદા

ઇમેજ સ્રોત, Getty Images

ઊલટા ચાલવામાં આપણી કરોડરજ્જુનો વધુ ઉપયોગ થાય છે. તેનો અર્થ એ છે કે ઊલટા ચલાવાથી સતત પીઠના દુખાવાથી પરેશાન લોકોને ફાયદો થઈ શકે છે.

ચાલવાની દિશા બદલવાથી ન માત્ર અમુક બીમારીઓમાં ફાયદો થાય છે બલકે આનાથી બીજા પણ ઘણા ફાયદા થાય છે. પગપાળા ચાલવાથી આપણું વજન ઘટાડવામાં મદદ મળે છે. પરંતુ ઊલટા ચાલવાના હજુ વધુ ફાયદા હોઈ શકે છે.

સીધા ચાલવાની સરખામણીએ ઊલટા ચાલવાથી 40 ટકા વધુ ઊર્જા ખર્ચ થાય છે.

સ્થૂળ મહિલાઓને ઊલટાં ચલાવવા માટે આયોજિત છ અઠવાડિયાંના એક ટ્રેનિંગ પ્રોગ્રામ દરમિયાન કરાયેલ સ્ટડીથી ખબર પડી છે કે તેમના વજનમાં ઘટાડો થયો છે.

જ્યારે આપણને ઊલટા ચાલવાની ક્રિયા કરવામાં આત્મવિશ્વાસ હાંસલ થઈ જાય છે ત્યારે આપણે આ દિશામાં દોડી પણ શકીએ છીએ.

જોકે, આ પ્રક્રિયાને રિ-હૅબિલિટેશન ટૂલ તરીકે ઉપયોગમાં લેવાય છે, પરંતુ ઊલટા દોડવાથી ઘૂંટણને સીધા રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારી માંસપેશીઓને મજબૂતી મળે છે.

બીબીસી ગુજરાતી

ઍથ્લીટોને મળી શકે છે મદદ

ચાલવાના ફાયદા

ઇમેજ સ્રોત, Getty Images

આ ક્રિયાથી ન માત્ર ઈજાને રોકવામાં મદદ મળે છે બલકે ઍથ્લીટોની તાકત પેદા કરવાની ક્ષમતા અને પ્રદર્શનમાં પણ મદદ મળે છે.

ઊલટા દોડવામાં સીધા દોડવાની સરખામણીએ ઓછી ઊર્જા ખર્ચ થાય છે. આના કારણે અનુભવી દોડવીરોને ફાયદો થાય છે.

ખાસ કરીને એવા દોડવીરોને જેમની પાસે ઓછી ઊર્જા ખર્ચ કરીને વધુ દોડવાની તકનીક હોય છે.

જો વજન સાથે લઈને પાછળની તરફ ચાલવામાં આવે તો આનાથી યુવાન ઍથ્લીટોના રનિંગ ટાઇમમાં સુધારો થઈ શકે છે.

વજન ખેંચવાની સાથે ઊલટા ચાલવામાં આવે તો ઈજાનું જોખમ પણ સમાપ્ત થઈ જાય છે. જો ઓછા વજન સાથે આ પ્રકારની કસરત કરાય તો તે બાહ્ય તાકત વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

જો શરીરના વજનના દસ ટકા જેટલા વજનને ખેંચવામાં આવે તો યુવાન ઍથ્લીટો ઓછા સમયમાં વધુ ઝડપથી દોડી શકે છે.

બીબીસી ગુજરાતી

ઊલટા ચાલવાનું કેવી રીતે શરૂ કરવું?

ચાલવાના ફાયદા

ઊલટું ચાલવું એ જટિલ પ્રક્રિયા નથી, પરંતુ તેનો અર્થ એવો બિલકુલ નથી કે તે સરળ છે.

જો તમે તમારી કસરતમાં ઊલટા ચાલવાની ક્રિયા સામેલ કરવા માગો છો તો શું કરવું પડશે?

ઊલટા ચાલતી વખતે આપણે પડી ન જઈએ એ માટે અવરોધો અને ખતરાથી સાવધાન રહો. જો તમે આવું કરવાથી ડરો છો તો આ ક્રિયા ઘરની અંદર કરો.

અહીં તમને ખબર હશે કે પાછળ શું છે. તમે આ ક્રિયા ખુલ્લી જગ્યામાં કે સમતળ જમીન પર પણ કરી શકો છો.

આ ક્રિયા કરતી વખતે તમારા શરીરને વાળવાની કે ખભા ઉપરથી જોવાની કોશિશ ન કરો. તમારા અંગૂઠાને પાછળ ખેંચવાની સાથે તમારું માથું અને છાતી ઉપર રાખો. અંગૂઠા વડે એડીને અને પોતાના પગને ખેંચતા સમયે આ જ સ્થિતિ અપનાવો.

જ્યારે તમે આવું કરવાનો આત્મવિશ્વાસ હાંસલ કરી લેશો તો તમે વધુ ઝડપથી આ ક્રિયા કરી શકશો. તમે આ ક્રિયા ટ્રેડમિલ પર પણ કરી શકો છો. જો જરૂર લાગે તો ગાઇડ રેલ (સપોર્ટ)નો ઉપયોગ કરો.

જો વજન સાથે ઊલટા ચાલવા માગો છો તો પહેલાં ઓછા વજન સાથે શરૂઆત કરો.

લાંબા અંતરના સ્થાન નાના-નાના અંતરના ઘણા સેટ કરો. શરૂઆતના સમયમાં 20 મિટર કરતાં વધારે અંતર ન રાખો.

રેડ લાઇન
રેડ લાઇન