You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મંત્ર-ધ્યાનથી યાદશક્તિ વધે અને ઉદાસ મનને પ્રફુલ્લિત કરી શકાય?
- લેેખક, હૅરિયટ કાંસ્ટેબિલ
- પદ, બીબીસી રીલ
- મગજની અશાંતિ, નિરાશા વગેરે જેવી સમસ્યાઓ ઘણા અનુભવતા હોય છે
- આવી સ્થિતિના નિવારણ માટે મંત્રજાપ કરવાની સલાહ અવારનવાર અપાય છે
- પરંતુ મંત્રજાપ કરવાથી ખરેખર આ સ્થિતિમાં કોઈ લાભ થાય?
- શું મંત્રજાપ કરવાથી, ધ્યાન કરવાથી યાદશક્તિ કે એકાગ્રતામાં વધારો થાય?
- શું મંત્ર ધ્યાનના વિજ્ઞાન વડે મનને પ્રફુલ્લિત બનાવી શકાય?
આજે આપણે ઝડપ અને મહત્ત્વાકાંક્ષાવાળી એવી દુનિયામાં રહી રહ્યા છીએ જ્યાં આશાઓને હકીકત બનાવવાની અને સ્વપ્ન પૂર્ણ કરવાનાં હોય છે.
ઘણાનું માનવું છે કે આ સ્થિતિને કારણે આપણે અગાઉના સમય કરતાં વધુ ચિંતા અને અવસાદના શિકાર બનવા લાગ્યા છીએ.
પ્રશ્ન એ છે કે ‘આપણા વિચાર કરવાની હાલની રીતમાં શું ગરબડ છે?’ અને શું એ વાતના કોઈ પુરાવા છે કે ખરા કે આપણે ‘મંત્ર ધ્યાન વડે આપણા મનને પ્રફુલ્લિત રાખી શકીએ છીએ?’
એક સામાન્ય દિવસમાં આપણા મનમાં 24 કલાકમાં 60 હજાર પ્રકારના વિચારો આવે છે.
ધ્યાન એક એવી રીતે છે જે આપણા મગજને એક વાનરની જેમ વિચારની એક ડાળી પરથી બીજી ડાળી પર જતા રોકે છે.
મંત્ર આપણને એક જ સમયે ઘણી બાજુએ ધ્યાન આપીને પોતાની ઊર્જા વેડફવાથી રોકે છે.
‘મન’ અને ‘ત્ર’ મેળથી બને છે મંત્ર
‘ધ એનશિએન્ડ સાયન્સ ઑફ મંત્રાસ’ પુસ્તકના લેખક ઓમ સ્વામી જણાવે છે કે, “મંત્ર ધ્યાન સાથે મારો પરિચય જિંદગીના શરૂઆતના તબક્કામાં જ થઈ ગયો હતો. અને એ સમયથી જ મેં મંત્રજાપ કરવાનું શરૂ કરી દીધું હતું.”
સંસ્કૃત શબ્દ મંત્ર બે શબ્દો ‘મન’ અને ‘ત્ર’ના મેળથી બન્યો છે. મનનો અર્થ આપણું મગજ છે અને ત્રનો અર્થ ઓજાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘણા લોકોની નજરમાં મંત્ર એક એવું ઓજાર છે, જેનાથી આપણે એ માર્ગને ઠીક કરી શકીએ છીએ જેના પર આપણું મન ચાલે છે.
પરંતુ મંત્રોના પરંપરાગત ઉપયોગમાં તેની અસરની વધુ એક ઊંડી સંભાવના છુપાયેલી છે.
અવાજ માણસના અસ્તિત્વનું અભિન્ન અંગ છે. ઓમ સ્વામી જણાવે છે કે, “આપણે જે શબ્દ બોલીએ છીએ એ આપણા મોઢેથી નીકળનારો અવાજ જ તો છે. અને આ શબ્દ આપણી દુનિયા બનાવી પણ શકે છે અને બગાડી પણ.”
મંત્રોને કંઈક એવી રીતે બનાવાયા છે જેથી તે આપણને આવી હાલતથી બચાવવા માટેનું કવચ બની જાય. મંત્ર તમારા મગજને, મનને જિંદગીમાં સતત દખલ કરનારી સૂચનાઓ અને લાગણીઓના હુમલાથી બચાવવાનું કામ કરે છે.
નકારાત્મક વિચાર
માણસની ભૂતકાળને યાદ રાખવાની અને ભવિષ્ય માટે સ્વપ્ન ઘડવાની ક્ષમતા જ અત્યાર સુધી તેની નસલને કામિયાબ બનાવતી આવી છે.
જોકે, આ ક્ષમતા આપણા માટે નુકસાનકારક પણ સાબિત થઈ છે.
લિંકોપિંગ યુનિવર્સિટીમાં ન્યૂરોઇમેજિંગનાં ઍસોસિયેટ પ્રોફેસર રોઝાલિન સાઇમનનું કહેવું છે કે નિશ્વિતપણે આપણી ક્ષમતા આપણા માટે મદદરૂપ છે. આ સૈદ્ધાંતિકપણે અસ્તિત્વ બચાવનાર એક શાનદાર કૌશલ્ય છે.
તેઓ કહે છે કે, “જ્યારે આપણે પોતાની જાતને કુદરના જંગલીપણા કે પછી નકારાત્મક અનુભવોથી બચાવવાની કોશિશ કરીએ છીએ, ત્યારે આપણી આ ખૂબી ઘણી કામ લાગે છે.”
“પરંતુ માણસ તરીકે આપણે રોજબરોજના જીવનમાં યાદ રાખવાની અને કલ્પના કરવાની પ્રક્રિયાઓનો કંઈક વધારે જ સામનો કરીએ છીએ, અને આ વાત આપણું જીવન સરળ નથી બનાવતી, કારણ આ આદતો જ છે, જે આપણને કંઈક વધુ ચિંતન મનનમાં વ્યસ્ત બનાવી દે છે.”
આપણા જીવનમાં નકારાત્મક મંત્ર પણ હોય છે. જેમ કે ઘણા લોકોનાં મગજમાં હંમેશાં એ વાત ચાલતી રહે છે કે, “હું આ જીવન માટે ફિટ નથી.”
‘હું ક્યારેય નહીં કરી શકું’ કે પછી ‘હું હંમેશાં આવો બની જાઉં છું’ એવા વિચારો પણ આપણાં મનમાં આવતા રહે છે.
‘હું સફળ નહીં થઈ શકું’
આપણે જ્યારે પણ પોતાના ભવિષ્યની કલ્પના કરીએ છીએ, ત્યારે આપણે આપણા મગજના એ ભાગને સક્રિય કરી દઈએ છીએ, જેને વૈજ્ઞાનિક ભાષામાં ડિફૉલ્ટ મોડ નેટવર્ક કહે છે.
આપણા મસ્તિષ્કનો એ ભાગ સમસ્યાઓના નિરાકરણ જેવાં કામો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. પરંતુ આપણા મગજનો આ જ ભાગ અવસાદના કારણરૂપ મંથન અને આત્મવિશ્લેષણવાળા વિચારોનું પણ કેન્દ્ર હોય છે.
જ્યારે મગજનું ડિફૉલ્ટ મોડ નેટવર્ક સક્રિય થાય છે, ત્યારે લોકો જણાવે છે કે તેમના મનમાં પોતાની જાતની તુલના કરવાના, પોતાનાં કામનો હિસાબ મેળવવામાં અને મૂલ્યાંકન કરવા જેવા વિચારો આવે છે.
અવારનવાર તમે આવા વિચારોના આધારે એવી કલ્પના પણ કરવા લાગો છે કે ભવિષ્યમાં તમે કઈ સ્થિતિમાં હશો.
જ્યારે મગજનો આ ભાગ, આ નેટવર્ક કામ કરી રહ્યું હોય છે, ત્યારે તમારું તમારી જાત પર નિયંત્રણ નથી રહેતું, તમે વિચારમગ્ન રહો છો.
રોઝાલિન સાઇમન કહે છે કે, “જો યાદશક્તિ અંગે વાત કરીએ તો જો એ પળ હકીકતમાં નથી તો એ વાત તમારી યાદોનો ભાગ નહીં બને. હવે કારણ કે એ પળ એ અનુભવને તમે જીવી નથી રહ્યા, તે બાદમાં તમને યાદ પણ નહીં રહે.”
રોઝાલિન અને તેમનાં સાથી મારિયાનાં મનમાં એવો સવાલ હતો કે શું મત્ર ધ્યાનથી આપણા મગજને ખરેખર કોઈ રાહત મળે છે ખરી? અને શું વૈજ્ઞાનિક આધારે આ વાત સાબિત કરી શકાય છે ખરી?
મારિયાએ એક અધ્યયન કર્યું, જેમાં મહિલાઓને સામેલ કરાયાં. જ્યારે આ મહિલાઓ મૌન રહીને મનમાં મંત્રજાપ કરી રહ્યાં હતાં, ત્યારે તેમનાં મગજની પ્રવૃત્તિઓ રેકૉર્ડ કરાઈ રહી હતી. રોઝાલિને આ રેકૉર્ડનું વિશ્લેષણ કર્યું.
બે અઠવાડિયાના આ કૉર્સ બાદ ખબર પડી કે આ અભ્યાસમાં સામેલ મહિલાઓ દ્વારા મંત્રજાપ દરમિયાન તેમનાં મગજનાં ડિફૉલ્ટ મોડ નેટવર્કવાળા ભાગની પ્રવૃત્તિઓ ઘણી ઓછી થઈ ગઈ હતી.
જ્યારે અભ્યાસમાં સામેલ મહિલાઓ મંત્ર ફરી ઉચ્ચારે છે, તો તેમના મસ્તિષ્કનું અટેન્શન નેટવર્ક સક્રિય થઈ જતું હતું અને ડિફૉલ્ટ મોડ નેટવર્કવાળો ભાગ શાંત પડવા લાગતું હતું.
ધ્યાનથી યાદશક્તિ વધે?
જેઓ નિયમિતપણે મંત્રજાપ કરે છે, તેઓ જણાવે છે કે આનાથી તેમનાં મગજમાં બીજા વિશે કોઈ ધારણા બાંધી લેવાના કે પછી પરેશાન કરનારા વિચારોમાં ગુમ રહેવા જેવા નકારાત્મક ખ્યાલ નથી આવતા. મંત્રજાપ કરતા રહેવાથી તેમની ધ્યાન કેન્દ્રિત કરવાની અને યાદ રાખવાની શક્તિ બહેતર થઈ હોય એવું જોવા મળ્યું છે.
રોઝાલિન કહે છે કે, “આમ તો બોધ કે જ્ઞાન પ્રાપ્ત થવાનું કોઈ નક્કર પરીક્ષણ આપણી પાસે નથી, પરંતુ અમે આવું પરીક્ષણ કરવાની દિશામાં પણ કામ કરી રહ્યા છીએ.”
ઓમ સ્વામીએ પોતાના જીવનના 15 હજાર કલાક કરતાં પણ વધુ સમય ધ્યાન કરવામાં અને મંત્રજાપ કરવામાં ખર્ચ કર્યા છે.
2018માં વૈજ્ઞાનિકોએ ઓમ સ્વામીના મસ્તિષ્કની પ્રવૃત્તિઓ એ સમયે રેકૉર્ડ કરી હતી જ્યારે તેઓ મંત્રજાપ કરી રહ્યા હતા કે પછી ધ્યાનમગ્ન હોતા.
વૈજ્ઞાનિકોને જણાયું કે ઓમ સ્વામી પાસે મસ્તિષ્કને સ્થિર બનાવી રાખવાની અને મનને શાંત કરવાની અદ્વિતીય ક્ષમતા હતી.
હવે મનમાં સવાલ ઊઠવો સ્વાભાવિક છે કે આખરે મંત્રજાપ કરતા ધ્યાન કરવાની શરૂઆત કેવી રીતે કરી શકાય?
ઓમ સ્વામી કહે છે કે, “એક સારો મંત્ર એક અક્ષરનો પણ હોઈ શકે અને એક એવો લાંબું વાક્ય પણ હોઈ શકે જેમાં હજારો શબ્દો હોય.”
આવા લાંબા મંત્રોને ‘માલા’મંત્ર કહેવાય છે. જેમ કે મોતીની માળા કે મણકાની માળા.
મંત્ર ખરેખર અક્ષરોને એક ખાસ પ્રકારે પરોવવાથી તૈયાર થાય છે. આનાથી તમારા મસ્તિષ્કમાં નવી તંત્રિકાઓનું નિર્માણ થઈ શકે છે.
એવું નથી કે આપ જે શબ્દ બોલો છો, તેનું મહત્ત્વ નથી. અમુક શબ્દને અમુક ખાસ અંદાજમાં બોલવાની પણ મહત્તા હોય છે.
ઓમ સ્વામી જણાવે છે કે, “મંત્ર ખરેખર તો અવાજ અને મૌનને ઘણું વિચારીને એક ખાસ પૅટર્ન ઘડીને રચાયેલ વ્યવસ્થા હોય છે.”
ખરેખર તો જ્યારે આપણે મૌનને કોઈ ધૂન કે કોઈ અવાજ સાથે જોડીએ છીએ, તો એ તરન્નુમ બની જાય છે. આનાથી અવાજની સુંદરતા હજુ વધી જાય છે.
જો તમે આંખ ખૂલી રાખીને થોડું ધ્યાન આપો અને કોઈ શબ્દ ઉચ્ચારીને અમુક સમય સુધી મૌન રહો, અને પછી આવું જ એક લય, એક તાલમાં ફરી કરો તો મૌન તમને અંદરથી સચેત બનાવે છે.
મંત્રનો ભાષા અને ધર્મ સાથે સંબંધ
મંત્રજાપ કરતાં ધ્યાન કરવા માટે તમારે ધાર્મિક બનવું પડે, એ પણ જરૂરી નથી.
ગમે તે વ્યક્તિ ગમે તે ભાષાના ગમે તે મંત્રને પોતાના ધ્યાન કરવા માટે પસંદ કરી શકે છે. ભાષા કે ધર્મથી કોઈ ફરક નથી પડતો.
ઓમ સ્વામી જણાવે છે કે, “જો છ અઠવાડિયાં સુધી પોતાની પસંદના અમુક શબ્દો સાથે અભ્યાસ કરાય, તો તેનાથી મગજમાં તેની તંત્રિકાઓ બને છે, પછી મંત્ર ભલે ગમે તે હોય, મસ્તિષ્કમાં આ તંત્રિકાઓનું નિર્માણ તો થશે જ.”
રોઝાલિન સાઇમન કહે છે કે, “આપણે ગમે તે વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરીએ, તો આપણા માટે એ વિચારોનું આવું જ એક ઓજાર બની જાય છે.”
સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તમારા મગજમાં કયો વિચાર છે. જો તમારા મનમાં તમારા પ્રેમાળ કૂતરાનો વિચાર આવી રહ્યો હોય, જે તમને અત્યંત પ્રિય છે, તો એ જ તમારા મનને ઠીક કરવાનો, તેને હકારાત્મક ઊર્જાથી ભરવાનો માર્ગ બની શકે છે.
તમારા માટે જે મહત્ત્વપૂર્ણ છે, તેનું અત્યંત મહત્ત્વ હોય છે અને એ જ વાત સૌથી જરૂરી છે.
આપણે કોશિશ કરીએ તો મંત્રોને પોતાની જ આશાઓના જંજાળથી મુક્ત કરી શકીએ છીએ. હકીકતની જમીન પર ઉતરાણ કરી શકીએ છીએ.
બીબીસી રીલની આ કહાણીને જોવા માટે અહીં ક્લિક કરો.