ત્રણ ગુજરાતીઓ સહિતના પાંચ ભાગેડુ વેપારી, જે 'કરોડોનો ગોટાળો' કરીને હવે વિદેશમાં રહે છે

ઇમેજ સ્રોત, Getty Images
ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની સીબીઆઈના આગ્રહ પર બેલ્જિયમમાં ધરપકડ થઈ છે. આ માહિતી ઑલ ઇન્ડિયા રેડિયોએ ઍક્સ પર આપી છે.
હીરા વેપારી મેહુલ ચોકસી અને તેમના ભત્રીજા નીરવ મોદી પર પંજાબ નૅશનલ બૅન્કમાંથી હજારો રૂપિયાના ગોટાળાનો આરોપ છે.
આમ તો આ ઘટનાક્રમમાં અનેક વેપારીઓનાં પણ નામ છે, જેમના પર અલગઅલગ કેસમાં ગોટાળાના આરોપ છે. ભારતીય તપાસ એજન્સીઓ આ વેપારીઓના પ્રત્યર્પણની રાહ જોઈ રહી છે.
તેમાં મેહુલ ચોકસી સમેત અનેક લોકો પણ સામેલ છે. આ અહેવાલમાં જાણીએ કે કયા કયા વેપારીઓ સામે કેવા આરોપ છે અને તે કોણ છે.

મેહુલ ચોકસી

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2018ની શરૂઆતમાં પંજાબ નૅશનલ બૅન્કમાં હજારો રૂપિયાનો ગોટાળો સામે આવ્યો હતો. ત્યારે બૅન્કે મેહુલ ચોકસી, નીરવ મોદી સમેત અનેક સામે ફરિયાદ નોંધાવી હતી.
બૅન્કનો દાવો હતો કે આ બધા આરોપીઓએ બૅન્કના અધિકારીઓ સાથે કાવતરું રચ્યું અને બૅન્કને મોટું નુકસાન પહોંચાડ્યું હતું.
ફેબ્રુઆરી 2018માં આંતરિક તપાસ પૂરી થયા બાદ પંજાબ નૅશનલ બૅન્કે બૉમ્બે સ્ટૉક ઍક્સચેન્જને આ ગોટાળાની માહિતી આપી હતી.
મેહુલ ચોકસી એક સમયે ભારતના હીરા વેપારમાં 'પોસ્ટર બૉય' તરીકે જાણીતા હતા. તેમનો જન્મ મુંબઈમાં થયો છે અને તેમણે ગુજરાતના પાલનપુરમાંથી શિક્ષણ લીધું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

નીરવ મોદી

ઇમેજ સ્રોત, Getty Images
પંજાબ નૅશનલ બૅન્કમાં થયેલા હજારો રૂપિયાના ગોટાળામાં નીરવ મોદી પણ એક આરોપી છે. જાન્યુઆરી, 2018માં નીરવ મોદીએ ભારત છોડ્યું હતું.
નીરવ મોદીની 19 માર્ચ, 2019માં લંડનમાં હોબર્નના મેટ્રો બૅન્ક શાખામાંથી ધરપકડ કરાઈ હતી, જ્યાં તેઓ પોતાનું બૅન્ક એકાઉન્ટ ખોલવવા ગયા હતા. મે 2020માં લંડનના વેસ્ટમિંસ્ટર મૅજિસ્ટ્રેટ કોર્ટમાં નીરવ મોદીના પ્રત્યર્પણનો કેસ ચાલી રહ્યો હતો.
નીરવ મોદીનો પરિવાર ગત અનેક પેઢીઓથી હીરાના વેપાર સાથે સંકળાયેલો છે. ભારતમાં રિટેલ જ્વેલરીની કંપની ગીતાંજલિ સમૂહના પ્રમુખ મેહુલ ચોકસીની સાથે નીરવ મોદીએ અંદાજે 10 વર્ષ સુધી કામ કર્યું હતું.
ત્યાર બાદ નીરવ મોદીએ ભારતમાં ફાયરસ્ટાર ડાયમંડની નામની એક કંપની શરૂ કરી હતી.

વિજય માલ્યા

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સરકારનો દાવો છે કે કિંગફિશર કંપનીના માલિક વિજય માલ્યા ભારતીય બૅન્કના નવ હજાર કરોડ રૂપિયાથી વધુના દેવાદાર છે.
માલ્યા પર આરોપ છે કે તેમણે કંપની કિંગફિશર ઍરલાઇન કંપની માટે બૅન્કોમાંથી કરજ લીધું હતું અને તેને ચૂકવ્યા વિના વિદેશ ભાગી ગયા. કિંગફિશર ઍરલાઇને દેવાળું ફૂંકતા હવે તે બંધ થઈ ગઈ છે.
વિજય માલ્યા માર્ચ, 2016માં બ્રિટન ચાલ્યા ગયા હતા. ત્યારથી તેઓ લંડનમાં રહે છે. ભારતીય એજન્સીઓ બ્રિટનની કોર્ટમાં માલ્યાને ભારત લાવવા માટે કાયદાકીય લડાઈ લડી રહી છે.
હકીકતમાં ભારત અને બ્રિટને 1992માં પ્રત્યર્પણ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ ત્યાર બાદ માત્ર એક જ વ્યક્તિનું પ્રત્યર્પણ થઈ શક્યું છે.

લલિત મોદી

ઇમેજ સ્રોત, Getty Images
આઇપીએલ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગના પૂર્વ પ્રમુખ લલિત મોદી વર્ષ 2010થી બ્રિટનમાં રહે છે.
લલિત મોદી પર આઇપીએલના પ્રમુખ તરીકેના પોતાના કાર્યકાળમાં હરાજીમાં કથિત રીતે હેરાફેરી કરવાનો આરોપ છે.
જોકે તેમણે હંમેશાં આ આરોપ ફગાવી દીધા છે. આ દરમિયાન ભારતે તેમના પ્રત્યર્પણના અનેક નિષ્ફળ પ્રયત્નો કર્યા છે.
હકીકતમાં લલિત મોદીએ વર્ષ 2008માં આઇપીએલની સ્થાપનામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી, જે આજે અબજો ડૉલરનો બિઝનેસ બની ચૂકી છે.
લલિત મોદી સામે મુખ્ય આરોપ વર્ષ 2019માં બે ટીમ ફ્રેન્ચાઇઝીની હરાજી દરમિયાન હેરાફેરી સંબંધિત છે. તેમના પર મંજૂરી વિના પ્રસારણ અને ઇન્ટરનેટ અધિકાર વેચવાનો આરોપ પણ લાગેલા છે.
વર્ષ 2013માં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે લલિત મોદી પર આજીવન ક્રિકેટ ગતિવિધિઓ પર સામેલ થવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

નીતિન સાંડેસરા

ઇમેજ સ્રોત, Getty Images
અન્ય એક આરોપી છે ગુજરાતના એક મોટા વેપારી નીતિન સાંડેસરા. તેઓ 5,700 કરોડ રૂપિયાના બૅન્ક ગોટાળા અને મની લૉન્ડરિંગ મામલામાં મુખ્ય આરોપી છે.
સ્ટર્લિંગ બાયોટેકના માલિક નીતિન જે. સાંડેસરાને પણ ભાગેડું આર્થિક ગુનેગાર જાહેર કરાઈ ચૂક્યા છે. આ મામલામાં હિતેશ નરેન્દ્રભાઈ પટેલ, દીપ્તિ સાંડેસરા અને ચેતન સાંડેસરા સામે પણ આરોપ છે.
વર્ષ 2017માં બંને એજન્સીઓની તપાસ શરૂ થયાના કેટલાક દિવસો પહેલાં આ પરિવાર ભારત છોડીને દુબઈના રસ્તેથી નાઇજીરિયા ભાગી ગયો હતો.
સાંડેસરા પરિવારે ત્યારથી નાઇજીરિયા અને અલ્બાનિયા બંને દેશોની નાગરિકતા લઈ રાખી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












