શાપોર મોઇનિયાન : એ અમેરિકન પાઇલટ, જેણે ચીન માટે જાસૂસી કરીને ગુપ્ત માહિતી પહોંચાડી

  • 67 વર્ષના શાપોર મોઇનિયાને પછીથી સેનામાં એક કૉન્ટ્રૅક્ટર તરીકે કામ કર્યું હતું
  • તેમણે ચીનની સાથે પોતાના ઔપચારિક સંબંધની માહિતી આપ્યા વગર સેનાની એવિએશન ટેકનૉલૉજી સાથે જોડાયેલી ગુપ્ત માહિતી વેચી હતી
  • મોઇનિયાને એવિએશનથી જોડાયેલી માહિતી મેળવવા માટે પેન ડ્રાઇવમાં માહિતી ટ્રાન્સફર કરી
  • સપ્ટેમ્બર 2017માં મોઇનિયાને શંઘાઈ ઍરપૉર્ટ પર ચીનના સરકારી અધિકારીઓને પેન ડ્રાઇવમાં માહિતી આપી
  • અદાલતનો અંતિમ નિર્ણય 29 ઑગસ્ટે સંભાળાવવામાં આવશે

અમેરિકાની સેનાના પાઇલટ તરીકે કામ કરીને રિટાયર થયેલા શાપોર મોઇનિયાને માન્યું છે કે તેમણે અમેરિકાની એવિએશન ટેકનૉલૉજીથી જોડાયેલી ક્લાસિફાઇડ એટલે ગુપ્ત માહિતી ચીનને વેચી હતી.

અમેરિકાના ન્યાય મંત્રાલયે કહ્યું છે કે 67 વર્ષના શાપોર મોઇનિયાને પછીથી સેનામાં એક કૉન્ટ્રાક્ટર તરીકે કામ કર્યું હતું.

તેમણે ચીનની સાથે પોતાના ઔપચારિક સંબંધની માહિતી આપ્યા વગર કૉન્ટ્રાક્ટર્સ સાથે કામ કરતી વખતે સેનાની એવિએશન ટેકનૉલૉજી સાથે જોડાયેલી ગુપ્ત માહિતી એકત્ર હતી અને તેને હજારો ડૉલરમાં વેચી નાખી.

તેમણે યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટીના બિન-ગુનાહિત રેકૉર્ડમાં પોતાના વિશે ખોટી માહિતી આપવાના દોષિત સાબિત થયા હતા.

એફબીઆઈના સૅન ડિએગો કાર્યાલયના પ્રભારી વિશેષ એજન્ટ સ્ટેસી ફોયે કહ્યું કે, આ વધુ એક દાખલો છે કે ચીનની સરકાર અમેરિકન ટેકનૉલૉજીનો દુરુપયોગ કરીને પોતાની રક્ષણ ક્ષમતાઓને વધારી રહી છે.

ન્યાય મંત્રાલયે જણાવ્યું કે મોઇનિયાન હેલિકૉપ્ટર પાઇલટ તરીકે અમેરિકા, જર્મની અને દક્ષિણ કોરિયામાં પોતાની સેવા પૂરી કર્યા બાદ 1977 અને 200 વચ્ચે અમેરિકન સેના સાથે જોડાયેલા ખાનગી સેક્ટરમાં જોડાઈ ગયા હતા.

આ રીતે આપ્યો ચકમો

એક મિલિટરી કૉન્ટ્રાક્ટર તરીકે તેઓ બિન-ગુનાહિત રેકૉર્ડના આધાર પર રક્ષણ વિભાગથી સિક્યૉરિટી ઇન્ટેલિજન્સ ક્લિયરન્સ મેળવવામાં સફળ થયા છે. તેના આધાર પર એક સિવિલિયન કર્મચારી તરીકે તેમને સેનાની ક્લાસિફાઇડ માહિતી મળી રહી હતી.

અધિકારીઓનું કહેવું છે કે ચીનની એક અજ્ઞાત વ્યક્તિએ મોઇનિયાન સાથે સંપર્ક કર્યો અને તેમણે ચીનની એવિએશન ઇન્ડસ્ટ્રી વિશે સલાહ આપી.

જસ્ટિસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અનુસાર શાપોર મોઇનિયાન પર એક ચીની વ્યક્તિના કહેવા પર એક માન્યતાપ્રાપ્ત કૉન્ટ્રાક્ટર તરીકે કામ કરવાનો આરોપ છે.

ચીની વ્યક્તિએ પોતાને એક રિક્રૂટમૅન્ટ કંપનીના નિષ્ણાત જણાવ્યા હતા.

ચીનના પેઇડ એજન્સ હતા મોઇનિયાન

અધિકારીઓનું કહેવું છે કે શાપોર મોઇનિયાન ચીની સરકારે એક પેઇડ એજન્ટ હતા. તેમણે ચીનને અમેરિકન એવિએશન ટેકનૉલૉજી વેચી હતી. તેમણે કાયદો તોડ્યો અને અમેરિકાની સ્થિતિને નબળી પાડી એટલે તેમને કોઈ છૂટ આપી શકાય તેમ નથી.

અમેરિકા પરત ફર્યા બાદ મોઇનિયાને એવિએશનથી જોડાયેલી માહિતી મેળવવા માટે પેન ડ્રાઇવમાં માહિતી ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું હતું.

સપ્ટેમ્બર 2017માં મોઇનિયાને વિદેશયાત્રાઓ કરી અને શાંઘાઈ ઍરપૉર્ટ પર ચીનના સરકારી અધિકારીઓને મળ્યા અને પેન ડ્રાઇવમાં તેમને એવિએશન સાથે જોડાયેલી માહિતી આપી હતી.

મોઇનિયાને લોકો પાસેથી સેલ ફોન અને અન્ય ઉપકરણ મેળવ્યાં અને માહિતીને ઇલેક્ટ્રૉનિક રીતે ટ્રાન્સફર કરી.

મોઇનિયાને લોકોએ સેલ ફોન અને અન્ય ઉપકરણો હાંસલ કર્યાં, જેથી ગોપનીય જાણકારીઓ અને સૂચનોને ઇલેક્ટ્રૉનિક રીતે ટ્રાન્સફર કરી શકાય. ત્યાર બાદ મોઇનિયાને પોતાની સાવકી દીકરીના દક્ષિણ કોરિયાની બૅન્કના ખાતામાં પેમેન્ટની વ્યવસ્થા કરી.

'આ અમેરિકન સેના સાથે વિશ્વાસઘાત છે'

દક્ષિણ કૅલિફોર્નિયા (સૅન ડિએગો)ના જિલ્લા એટર્ની રૅન્ડી ગ્રૉસમૅને કહ્યું કે આ સેનાના પૂર્વ સભ્ય દ્વારા કરવામાં આવેલો વિશ્વાસઘાત છે. આને સહન નહીં કરવામાં આવે. અમેરિકા આ મુદ્દે ઘણું ચિંતિત છે અને સક્રિય રીતે તેની તપાસ કરશે. અમેરિકામાં એવી કોઈ પણ વ્યક્તિ પર ખટલો ચાલશે જે વિદેશી સરકારોના કહેવા પર અમેરિકન ટેકનૉલૉજી અને ગોપનીય માહિતીને ચોરવા માટે કામ કરે છે.

અમેરિકન ન્યાય વિભાગના દસ્તાવેજો અનુસાર મોઇનિયાનની હૉંગકૉંગ અને ઇન્ડોનેશિયાની યાત્રા, ચીની પક્ષ સાથે બેઠક, સેલફોન અને પૈસા હાંસલ કરવા અને સિક્યૉરિટી ઇન્ટેલિજન્સ ફૉર્મ ભરતા તેને છુપાવવાની જાણકારી સામેલ છે.

માર્ચ 2017માં મોઇનિયાને હૉંગકૉંગની યાત્રા કરી હતી, જ્યાં તેમણે એક ચીની એજન્ટ સાથે બેઠક કરી હતી અને પૈસાના બદલે અમેરિકન ડિઝાઇન અથવા એલગઅલગ પ્રકારનાં વિમાનો પર માહિતી અને સામગ્રી પૂરી પાડવા માટે સહમત થયા હતા.

મોઇનિયાને મુલાકાત દરમિયાન આશરે 7,000 ડૉલરથી 10,000 ડૉલર સુધી લીધા. આ બેઠક અને ત્યાર બાદ બધી બેઠકોમાં મોઇનિયાનને ખબર હતી કે આ લોકો ચીનની સરકારના કર્મચારી છે અથવા ચીનની સરકારના નિર્દેશ પર કામ કરી રહ્યા છે.

કડક સજા મળશે

માઇનિયાને પોતાની સાવકી પુત્રીને કહ્યું હતું કે વિદેશમાં તેમને કન્સલ્ટિંગના કામનું પેમેન્ટ કરવામાં આવ્યું હતું. તેમણે પુત્રીને પૈસા ટ્રાન્સફર કરવાની અલગઅલગ રીત વિશે જણાવ્યું હતું.

અદાલતના દસ્તાવેજો અનુસાર શાપોર મોઇનિયાનને પાંચ વર્ષ સુધી જેલ અને એક વિદેશી સરકારી એજન્ટના રૂપમાં કામ કરવા માટે 2,50,000 ડૉલરનો દંડ તથા એક સુરક્ષા ફૉર્મ ભરતી વખતે ખોટું બોલવા માટે 10 વર્ષની જેલ અને વધુ દંડ ભરવાની સજા મળી શકે છે.

અદાલતનો અંતિમ નિર્ણય 29 ઑગસ્ટે સંભાળાવવામાં આવશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો