યુક્રેનની માનવાધિકાર એજન્સીએ રશિયા પર પ્રતિબંધિત ફૉસ્ફરસ હુમલાનો આરોપ લગાવ્યો

યુક્રેનમાં માનવાધિકાર એજન્સી લિયૂડમિલા ડેનિસસોવાએ રવિવારે રશિયા પર યુક્રેનના પૂર્વ લુહાન્સ્ક ક્ષેત્રમાં ગઈ કાલ રાત્રે હુમલા દરમિયાન પ્રતિબંધિત ફૉસ્ફરસનો ઉપયોગ કરવાનો આરોપ કર્યો છે.

સમાચાર એજન્સી રૉયટર્સનું કહેવું છે કે તેઓ ડેનિસોવાના આ નિવેદનની પુષ્ટિ નથી કરી શક્યા.

કથિત હુમલા સાથે સંબંધિત એક તસવીર શૅર કરી પરંતુ એ ન જણાવ્યું કે યુક્રેન પાસે આ અંગેના નક્કર પુરાવા છે કે કેમ?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કથિત હુમલા સાથે સંબંધિત એક તસવીર શૅર કરી પરંતુ એ ન જણાવ્યું કે યુક્રેન પાસે આ અંગેના નક્કર પુરાવા છે કે કેમ?

તેમણે કથિત હુમલા સાથે સંબંધિત એક તસવીર શૅર કરી પરંતુ એ ન જણાવ્યું કે યુક્રેન પાસે આ અંગેના નક્કર પુરાવા છે કે કેમ?

તેમણે એક ઑનલાઇન નિવેદનમાં કહ્યું, "રશિયાના હુમલાખોરો દ્વારા આ હથિયારો વડે શહેરના નાગરિકો પર હુમલો કરવો એ યુદ્ધઅપરાધ છે અને રોમ કન્વેશન અનુસાર તે માનવાતા વિરુદ્ધ અપરાધ છે."

line

પ્રતિબંધોના કારણે રશિયાનું લગભગ અડધું સોનું અને વિદેશી હૂંડિયામણોનો ભંડાર જપ્ત

વ્લાદિમીર પુતિન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વ્લાદિમીર પુતિન

રશિયાએ રવિવારે કહ્યું હતું કે તે પશ્ચિમના દેશોના પ્રતિબંધોના કારણે દેશના અર્થતંત્રને પડેલા ફટકા સામે ઝઝૂમવા માટે ચીન પાસેથી મદદની આશા કરી રહ્યું છે.

રશિયાનું કહેવું છે કે પ્રતિબંધોના કારણે તેમના સોના અને વિદેશ હૂંડિયામણના ભંડારનો લગભગ અડધો ભાગ ફ્રીઝ થઈ ગયો છે.

વિદેશમંત્રી એન્તોવ સિલુઆનોવે કહ્યું, "અમારી પાસે ચીનના ચલણી નાણા યુઆનમાં સોનું અને વિદેશી હૂંડિયામણના ભંડારનો એક ભાગ છે. અને અમે એ બાબત પર નજર રાખીશું કે પશ્ચિમના દેશો, ચીન સાથે અમારા વેપારને સીમિત કરવા માટે શું દબાણ કરે છે. નિશ્ચિતપણે તે ભંડાર સુધી પહોંચ અટકાવવા માટે દબાણ કરાઈ રહ્યું છે."

તેમણે કહ્યું, "પરંતુ મારું માનવું છે કે ચીન સાથે અમારી ભાગીદારીના કારણે અમે સહયોગ જાળવી રાખી શકીશું, જે અમારી વચ્ચે છે. અને ન માત્ર તે બરકરાર રાખી શકીશું, પરંતુ આવો માહોલ જ્યારે પશ્ચિમનાં બજાર બંધ થઈ રહ્યાં છે ત્યારે વધારી પણ શકીશું."

પશ્ચિમના દેશોએ યુક્રેન પર 24 ફેબ્રુઆરીના હુમલા બાદ રશિયાની કૉર્પોરેટ અને ફાઇનાન્સિયલ સિસ્ટિમ પર પ્રતિબંધ લાદ્યા છે. રશિયા યુક્રેન પર હુમલાને વિશેષ સૈન્યઅભિયાન ગણાવે છે.

હાલનાં વર્ષોમાં જ્યારે માનવાધિકાર અને અન્ય મુદ્દાઓને કારણે ચીન અને રશિયા પર પશ્ચિમના દેશો દબાણ કરી રહ્યા છે ત્યારે આ બંને દેશ એકબીજાની ઘણા નિકટ આવી ગયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ચાર ફેબ્રુઆરીએ બીજિંગમાં બેઠક પણ થઈ હતી.

line

યુક્રેને 'રશિયાની માગ માની લેવાની' ભલામણવાળો રિપોર્ટ ખારિજ કર્યો

નેફ્ટાલી બેનેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નેફ્ટાલી બેનેટ

યુક્રેનના એક ટોચના સલાહકારે મીડિયામાં આવેલા એ સમાચારોને ખારિજ કરી દીધા છે, જેમાં એવું કહેવાયું છે કે યુક્રેન-રશિયા સંકટ પર વાતચીત દરમિયાન ઇઝરાયલે યુક્રેન પર રશિયાની માગોને માની લેવા બાબતે ભાર મૂક્યો હતો.

ઇઝરાયલના વડા પ્રધાન નેફ્ટાલી બેનેટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી હતી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી સાથે પણ તેમણે ફોન પર વાત કરી હતી.

ઇઝરાયલની વલા ન્યૂઝ અને યરૂશલમ પોસ્ટે યુક્રેનના એક અજ્ઞાત અધિકારીનો હવાલો આપતાં એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે બેનેટે બેનેટે યુક્રેનને રશિયાની માગ સ્વીકારી લેવાની અપીલ કરી હતી.

આ અંગે હવે યુક્રેનના સલાહકાર મિખાઇલો પોડોલ્યાકે ટ્વિટર પર કહ્યું કે ઇઝરાયલ "અન્ય સશરત મધ્યસ્થ દેશોની જેમ, રશિયા ગમે માગને સ્વીકારી લેવાની પેશકશ નથી કરતું."

તેમણે કહ્યું, "આ સૈન્ય અને રાજકીય કાણોસર અસંભવ છે, તેનાથી ઊલટું ઇઝરાયલે રશિયાને હાલના ઘટનાક્રમનું આકલન અને વ્યાપકપણે કરવાની અપીલ કરી."

line

અત્યાર સુધી 1,300 યુક્રેનિયન સૈનિકોનાં મૃત્યુ થયાં : રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી

ઇમેજ સ્રોત, Laurent Van der Stockt for Le Monde/Getty Images

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ રાજધાની કિએવમાં એક પત્રકારપરિષદ દરમિયાન દાવો કર્યો હતો કે રશિયાના સૈન્યઅભિયાનમાં યુક્રેનના 1300 સૈનિકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે રશિયાના 500-600 સૈનિકોએ આત્મસર્પણ કર્યું છે.

બીબીસી આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ નથી કરતું.

ઝૅલેન્સ્કીએ દાવો કર્યો હતો કે રશિયાના એક પ્લાટૂને હથિયાર હેઠાં મૂકતી વખતે જણાવ્યું કે તેમને શા માટે મોકલવામાં આવ્યા છે, તે પણ જણાવવામાં નથી આવ્યું.

તો પશ્ચિમી દેશોનું અનુમાન છે કે આ અભિયાનમાં રશિયાના છ હજાર જેટલાં સૈનિક મૃત્યુ પામ્યાં છે.

યુક્રેનના નાયબ વડા પ્રધાન ઇરિના વિરેશ્વુકે દાવો કર્યો હતો કે હ્યુમન કૉરિડૉરને કારણે શનિવારે લગભગ તેર હજાર લોકોને દેશમાંથી બહાર નીકળવામાં મદદ મળી હતી, જ્યારે શુક્રવારે છ હજાર 500ને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

વિરેશ્વુકે કહ્યું હતું કે રશિયન સૈનિકો દ્વારા મારિયુપોલમાંથી સામાન્ય નાગરિકોને બહાર નીકળવા દેવાતા નથી.

line

મેલિતોપોલમાં નવા મેયર

યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images

રશિયાની સેનાએ મેલિતોપોલની ઉપર કબજો કરી લીધો છે અને ત્યાં નવા મેયરની નિમણૂકની જાહેરાત કરી છે. આ પહેલાં રશિયાની સેનાએ મેલિતોપોલના મેયર ઈવાન ફેડોરોવનું અપહરણ કરી લીધું હતું.

નવા મેયર તથા પૂર્વ ડેપ્યુટી મેયર ગલિના ડેનિલચેંકોએ ટીવી પ્રસારણમાં કહ્યું હતું કે તેમનું મુખ્ય કામ "નવી વાસ્તવિકતાનો સામનો કરીને શહેરની મૂળભૂત સુવિધા" ઉપર કામ કરવાનું છે.

શહેરને ચલાવવા માટે જનપ્રતિનિધિઓની એક સમિતિ બનાવવામાં આવી રહી છે, જેથી શહેરને ચલાવી શકાય. તેમણે લોકોને અતિવાદી પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવાની અપીલ કરી હતી.

ડેનિયલચેંકોએ ક્હ્યું, "લોકોએ અમને ચૂંટ્યા છે. અમારી પહેલી ફરજ તેમનાં હિત માટે કામ કરવાની છે. આ સમિતિ પાસે મેલિતોપોલની વહીવટી જવાબદારીઓ રહેશે."

જોકે બીબીસી સ્વતંત્ર રીતે ગેલિના ડેનિલચેંકોની નિમણૂકની પુષ્ટિ નથી કરતું.

હુમલામાં ક્ષતિગ્રસ્ત થયેલી ઈમારત

ઇમેજ સ્રોત, EPA/MIGUEL A. LOPES

ઇમેજ કૅપ્શન, હુમલામાં ક્ષતિગ્રસ્ત થયેલી ઈમારત

શનિવારે સવારથી યુક્રેનની રાજધાની કિએવ સહિત ઘણાં શહેરોમાં હુમલાના સાયરનો સાંભળવા મળ્યા.

યુક્રેને વધુ એક વખત રશિયા પર આરોપ લગાવ્યો કે તેઓ દક્ષિણી શહેર મારિયુપોલમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર નીકળવા દેતા નથી.

યુક્રેનની સરકારનું કહેવું છે કે મારિયુપોલમાં સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે. અહીં અત્યાર સુધી 1,500થી વધારે લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે અને જે લોકો બચી ગયા છે તેમની પાસે ન તો ખાવાનું છે, ન તો પાણી.

યુક્રેન

ઇમેજ સ્રોત, Reuters

જ્યારે શનિવારે યુક્રેનના અધિકારીઓએ કહ્યું કે દેશના ઉત્તરપૂર્વમાં આવેલા શહેર સુમીમાં લોકોને બહાર કાઢવા માટે અને માનવીય કૉરિડૉર બનાવવાને લઈને સહમતિ થઈ છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ એક વીડિયો જારી કરીને રશિયાની માતાઓને અપીલ કરી છે કે તેઓ પોતાના બાળકોને યુદ્ધમાં ન મોકલે.

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે તેઓ યુક્રેનમાં રશિયા વિરુદ્ધ યુદ્ધમાં ભાગ લેવા માટે પોતાના સૈનિકો નહીં મોકલે. જોકે, તેમણે કહ્યું કે રશિયાના અમીરો પર પ્રતિબંધો વધારવામાં આવશે.

રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં યુક્રેનમાં જૈવિક હથિયારોની અમેરિકાની ગતિવિધિઓ હોવાનો દાવો કર્યો. જોકે, રશિયાએ આ અંગે કોઈ પુરાવા આપ્યા ન હતા.

line

ઝૅલેન્સ્કીનો આરોપ, રશિયા યુદ્ધમાં આતંકી પદ્ધતિઓ અપનાવી રહ્યું છે

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી

ઇમેજ સ્રોત, Facebook/Zelensky

ઇમેજ કૅપ્શન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ રશિયા પર યુદ્ધ માટે આતંકી પદ્ધતિઓ અપનાવવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે રાજધાની કિએવથી ફેસબુક પર કહ્યું, "રશિયન આક્રમણકારીઓની કાર્યશૈલી આતંકવાદીઓ (ઇસ્લામિક સ્ટેટ) જેવી છે."

ઝૅલેન્સ્કીએ રશિયા પર મેલિતોપોલના મેયરને કેદ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે શુક્રવારે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી નીકળી જનારા લોકોની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે.

તેમણે કહ્યું, "આમ છતાં 7,144 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા." ઝૅલેન્સ્કીએ ફરી એક વાર યુક્રેનના લોકોને રશિયા સામે મક્કમ રહેવાની અપીલ કરી.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો