રશિયા-યુક્રેન યુદ્ધમાં હવે આગળ શું-શું થઈ શકે છે?

    • લેેખક, જૅમ્સ લૅન્ડેલ
    • પદ, રાજદ્વારી બાબતોના સંવાદદાતા

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધના દસમા દિવસે રશિયાએ યુક્રેનનાં બે શહેરમાં સંઘર્ષવિરામની જાહેરાત કરી છે. આ સંઘર્ષવિરામ મારિયુપોલ અને વોલ્નોવાકા શહેરમાં લાગુ થશે.

સંઘર્ષવિરામની જાહેરાત એવા સમયે થઈ છે કે યુક્રેનના અધિકાંશ વિસ્તારોમાં વિનાશકારી માનવીય સંકટની આશંકા છે. તેમાં કિએવ, ખારકિએવ, સુમી, ચેર્નિગોવ અને મારિયુપોલ સૌથી વધારે પ્રભાવિત શહેરોમાંનાં છે.

રાજકારણીઓ અને લશ્કરી વ્યૂહરચનાકારો કઈ ભાવિ સંભાવનાઓનો વિચાર કરી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજકારણીઓ અને લશ્કરી વ્યૂહરચનાકારો કઈ ભાવિ સંભાવનાઓનો વિચાર કરી રહ્યા છે?

યુદ્ધનાં ઘનઘોર વાદળાં ઘેરાયેલાં હોય ત્યારે ભવિષ્યનો વિચાર કરવાનું મુશ્કેલ બને છે. યુદ્ધમેદાનમાંથી આવતાં સમાચાર, રાજદ્વારી શોરબકોર અને પીડા તથા વિસ્થાપનની લાગણી. આ બધાથી હૈયું ભારે થઈ જતું હોય છે.

તેથી આપણે ક્ષણ વાર માટે એક ડગલું પાછળ જઈને વિચારીએ કે યુક્રેનમાંનો સંઘર્ષ આગળ જતાં કેવો આકાર લેશે?

રાજકારણીઓ અને લશ્કરી વ્યૂહરચનાકારો કઈ ભાવિ સંભાવનાઓનો વિચાર કરી રહ્યા છે? ખાતરીબંધ ભવિષ્યવાણી બહુ ઓછા લોકો કરી શકે છે, પરંતુ મહદ્અંશે ધૂંધળી જણાતી કેટલીક શક્યતાની વાત કરીએ.

line

ટૂંકા ગાળાની લડાઈ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આ પરિસ્થિતિમાં રશિયા તેની લશ્કરી કાર્યવાહીમાં વધારો કરશે. યુક્રેન પર વધારે પ્રમાણમાં અંધાધૂંધ બૉમ્બમારો તથા રૉકેટમારો કરવામાં આવશે. થોડા સમય પહેલાં સુધી ઓછા સક્રિય રહેલા રશિયાના હવાઈદળે વિનાશક હવાઈ હુમલાઓ શરૂ કરી શકે છે.

મહત્ત્વના સરકારી માળખાને નિશાન બનાવીને સમગ્ર યુક્રેનમાં વ્યાપક સાયબર ઍટેક કરવામાં આવે. ઊર્જા પુરવઠો બંધ કરી દેવામાં આવે અને કૉમ્યુનિકેશન નેટવર્કમાં વિક્ષેપ સર્જવામાં આવે. હજારો નાગરિકોનાં મોત થાય.

બહાદુરીભર્યા પ્રતિકાર છતાં થોડા દિવસમાં રશિયા કિએવ કબજે કરી લે. યુક્રેનમાં મોસ્કોની કઠપૂતળી સરકાર રચવામાં આવે. વર્તમાન રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીની હત્યા કરવામાં આવે અથવા તો તેઓ દેશનિકાસની સ્થિતિમાં સરકાર સ્થાપવા પશ્ચિમ યુક્રેન કે પરદેશમાં નાસી છૂટે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિજયની ઘોષણા કરે અને અંકુશ જાળવવા પૂરતા લશ્કરી દળો યુક્રેનમાં રાખીને બાકીનું લશ્કર પાછું બોલાવી લે. હજારો શરણાર્થીઓ પશ્ચિમ તરફ ભાગવાનું ચાલુ રાખે અને રશિયાના સાથી રાજ્ય તરીકે યુક્રેન બેલારુસ સાથે જોડાઈ જાય.

ઉપરોક્ત પરિણામ કોઈ પણ રીતે અશક્ય નથી, પરંતુ તેનો આધાર સતત બદલાતા સંખ્યાબંધ પરિબળો પર છે. એ પરિબળોમાં રશિયન લશ્કરી દળોની સતત બહેતર કામગીરી, સૈનિકોની સંખ્યામાં ઉમેરો અને યુક્રેનની ઝઝૂમતા રહેવાની અસાધારણ ક્ષમતામાં ઘટાડાનો સમાવેશ થાય છે.

પુતિન યુક્રેનમાં સત્તાપરિવર્તન કરાવી શકે અને યુક્રેનનું પશ્ચિમના દેશો સાથેનું જોડાણ અટકાવી શકે, પરંતુ રશિયા તરફી કોઈ પણ સરકાર ગેરકાયદે ગણાશે અને તેની સામે ગમે ત્યારે બળવો થઈ શકે. આ પરિણામ અસ્થાયી હશે અને ફરી સંઘર્ષ ફાટી નીકળવાની જોરદાર શક્યતા હશે.

line

લાંબા ગાળાની લડાઈ

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

હાલનો સંઘર્ષ લાંબા ગાળાની લડાઈમાં પરિણમે અને કદાચ રશિયન દળો નીચા મનોબળ, નબળા લૉજિસ્ટિક્સ અને અયોગ્ય નેતૃત્વને કારણે ફસાઈ જાય.

સ્થાનિક રક્ષકોના જોરદાર પ્રતિકારને કારણે રશિયાને કિએવ જેવાં શહેરોને કબજે કરવામાં લાંબો સમય લાગે. ઘેરાબંધી લાંબો સમય ચાલે.

ચેચન્યાની રાજધાની ગ્રોઝનીને કબજે કરવા તથા તેના વિનાશ માટે રશિયાએ 1990ના દાયકામાં લડવી પડેલી લાંબી તેમજ ક્રૂર લડાઈનું પુનરાવર્તન જેમાં જોવા મળી શકે.

યુક્રેનના કેટલાંક શહેરો કબજે કર્યા પછી પણ રશિયાના લશ્કરી દળો અંકુશ જાળવવા માટે સતત સંઘર્ષરત રહેવું પડે. આટલા મોટા દેશ પર અંકુશ માટે રશિયા પૂરતા પ્રમાણમાં સૈન્યની વ્યવસ્થા ન કરી શકે તે પણ શક્ય છે.

યુક્રેનનું રક્ષણ કરતાં દળો, સ્થાનિક લોકોથી પ્રેરિત અને સમર્થિત અસરદાર વિદ્રોહનું સ્વરૂપ ધારણ કરે. પશ્ચિમના દેશો તેમને શસ્ત્રો તથા દારૂગોળો પૂરો પાડવાનું ચાલુ રાખે અને વર્ષો પછી મૉસ્કોમાં નવી નેતાગીરી આવે, ત્યારે રશિયાના લશ્કરી દળો યુક્રેનમાંથી નતમસ્તકે પાછાં ફરે, જે રીતે ઈસ્લામી અલગતાવાદીઓ સાથે એક દાયકાના લોહિયાળ સંઘર્ષ બાદ 1989માં તેમના પુરોગામીઓ પાછા ફર્યા હતા.

line

યુરોપમાં લડાઈ

ગ્રોઝ્ની પર રશિયાના કબજા દરમિયાન ચેચન લોકો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગ્રોઝ્ની પર રશિયાના કબજા દરમિયાન ચેચન લોકો

હાલનું યુદ્ધ યુક્રેનની સરહદ પારના વિસ્તારમાં ફેલાય તેવી શક્યતા ખરી? રાષ્ટ્રપતિ પુતિન, હવે નેટોનો હિસ્સો બની ગયેલા મોલ્દોવા અને જ્યૉર્જિયા જેવા ભૂતપૂર્વ સોવિયેટ રશિયાના સાથી ગણતંત્રોમાં સૈન્ય મોકલીને રશિયાના ભૂતપૂર્વ સામ્રાજ્યના વધુ હિસ્સાઓ કબજે કરવાનું વિચારી શકે. તેમની ગણતરી ખોટી પડે અને પરિસ્થિતિ વકરે એ પણ શક્ય છે.

પશ્ચિમના દેશો દ્વારા યુક્રેનના દળોને શસ્ત્રો પૂરાં પાડવાના કામને રાષ્ટ્રપતિ પુતિન ઉશ્કેરણીનું કૃત્ય ગણાવીને વળતા હુમલાનું કારણ બનાવે.

લિથુઆનિયા જેવા બાલ્ટિક દેશો હવે નેટોના સભ્ય છે, પરંતુ વ્લાદિમીર પુતિન રશિયાના કેલિનિનગ્રાદ તટીય ક્ષેત્રમાં લૅન્ડ કૉરિડોર બનાવવા માટે બાલ્ટિક રાજ્યોમાં લશ્કરી દળો મોકલવાની ધમકી આપી શકે.

આ બધું અત્યંત ભયંકર હશે અને તેમાં નેટો સાથે યુદ્ધની શક્યતા પણ છે. મિલિટરી અલાયન્સના કરારની કલમ ક્રમાંક પાંચ મુજબ, નેટોના કોઈ પણ સભ્ય રાષ્ટ્ર પરનો હુમલો સમગ્ર નેટો પરનો હુમલો ગણાય છે, પરંતુ પોતાની નેતાગીરીને બચાવવા માટે અનિવાર્ય જણાય તો પુતિન એ જોખમ પણ લઈ શકે છે.

યુક્રેનમાં પોતાના પરાજયની શક્યતા જણાય તો પુતિન યુદ્ધને વધારે ભડકાવે તેવી સંભાવના નકારી શકાય નહીં. રશિયાના આ નેતા દીર્ઘકાલીન આંતરરાષ્ટ્રીય ધારાધોરણો તોડવા તૈયાર છે તે આપણે હવે જાણીએ છીએ.

અણુશસ્ત્રોના ઉપયોગ સંબંધે પણ આ તર્ક લાગુ પાડી શકાય. પુતિને તેમના અણુશસ્ત્ર દળોને હાયર ઍલર્ટ પર રહેવાનો આદેશ આ સપ્તાહે જ આપ્યો છે.

મોટા ભાગના વિશ્લેષકોના મતાનુસાર, તેનો અર્થ એ નથી કે પુતિન ગમે ત્યારે અણુશસ્ત્રોનો ઉપયોગ કરશે. તે એ વાતનો સંકેત જરૂર છે કે રશિયાની નીતિ યુદ્ધમાં અણુશસ્ત્રોના વ્યૂહાત્મક ઉપયોગની છૂટ આપે છે.

line

રાજદ્વારી નિરાકરણ

યુક્રેનમાં રશિયાની સૈન્યકાર્યવાહી વિરુદ્ધ મૉસ્કોમાં દેખાવ કરી રહેલા પ્રદર્શનકારીને ખસેડી રહેલી પોલીસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુક્રેનમાં રશિયાની સૈન્યકાર્યવાહી વિરુદ્ધ મૉસ્કોમાં દેખાવ કરી રહેલા પ્રદર્શનકારીને ખસેડી રહેલી પોલીસ

લડાઈ અને બીજી બધી સંભાવનાઓ વચ્ચે રાજદ્વારી નિરાકરણ શક્ય છે?

સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ ઍન્ટોનિયો ગુતેરેસે કહ્યું હતું કે "હવે બંદૂક બોલવા લાગી છે, પરંતુ મંત્રણાના દરવાજા હંમેશાં ખુલ્લા રહેવા જોઈએ." વાતચીત નિશ્ચિત રીતે ચાલુ રહેશે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી હતી. રાજદ્વારી અધિકારીઓ કહે છે કે નિરાકરણની સંભાવનાની વાતો રશિયાના કાન સુધી પહોંચાડવામાં આવી છે.

આશ્ચર્યજનક હકીકત એ છે કે રશિયા તથા યુક્રેનના અધિકારીઓએ બેલારુસની સરહદે મંત્રણા પણ કરી રહ્યા છે. તેમાં બહુ પ્રગતિ ન થઈ હોય, તો પણ વાતચીત માટે સહમત થઈને પુતિને વાટાઘાટ મારફત યુદ્ધવિરામની શક્યતાનો સ્વીકાર જરૂર કર્યો છે.

પશ્ચિમના દેશો આવો વિકલ્પ ઑફર કરશે કે કેમ, તે મહત્ત્વનો સવાલ છે. રાજદ્વારી અધિકારીઓ કહે છે કે પશ્ચિમના દેશો પ્રતિબંધો ઉઠાવી લે અને પોતાની આબરૂ જળવાઈ રહે તેવું સમાધાન કઈ રીતે કરવું તે પુતિન બરાબર જાણે છે.

વીડિયો કૅપ્શન, 'તમે હુમલાખોર છો, ફાસીવાદી છો', જ્યારે યુક્રેનનાં વૃદ્ધ મહિલાએ રશિયન સૈનિકોને ધમકાવ્યા

વધુ એક સંભાવનાનો વિચાર કરીએ. વર્તમાન યુદ્ધ રશિયાને ભારે પડે. પશ્ચિમી દેશોના પ્રતિબંધોથી મોસ્કોમાં અસ્થિરતા વધે અને વધારે ને વધારે સૈનિકોના મૃતદેહો દેશમાં આવવાનું શરૂ થવાથી વિરોધ વકરે. પોતે ક્ષમતા કરતાં વધારે બળ કર્યાનું પુતિન વિચારવા લાગે.

તેઓ એવું પણ વિચારી શકે કે પોતાના નેતૃત્વની સલામતી માટે યુદ્ધ ચાલુ રાખવું એ યુદ્ધ સમાપ્ત કરવાના અપમાન કરતાં વધારે જોખમી છે.

ચીન હસ્તક્ષેપ કરે, મૉસ્કો પર સમાધાન માટે દબાણ લાવે અને ધમકી આપે કે યુદ્ધનો તબક્કા વાર અંત નહીં થાય ત્યાં સુધી તે રશિયા પાસેથી ગૅસ અને ઑઇલ ખરીદશે નહીં. તેથી પુતિન નિરાકરણના વિકલ્પો વિશે વિચારતા થાય.

બીજી તરફ પોતાના દેશમાં ચારે તરફ વેરાયેલા વિનાશને ધ્યાનમાં લઈને યુક્રેનના સત્તાવાળાઓ નક્કી કરે કે આટલા જંગી નુકસાન કરતાં રાજકીય સમાધાન બહેતર છે.

પરિણામે રાજદ્વારી અધિકારીઓ મંત્રણા શરૂ કરે અને શાંતિકરાર થાય. ક્રિમિયા અને ડોન્બાસના કેટલાક હિસ્સાઓ પરના રશિયાના સાર્વભૌમત્વનો યુક્રેન સ્વીકાર કરે.

આવું શક્ય ન પણ બને, પરંતુ લોહિયાળ સંઘર્ષના કાટમાળમાંથી આવું પરિદૃશ્ય ઊભરી શકે તે બુદ્ધિગમ્યતાના પરિઘની બહારની વાત નથી.

line

પુતિનની હકાલપટ્ટી

આક્રમણ શરૂ કર્યું ત્યારે પુતિને જ કહ્યું હતું કે અમે કોઈ પણ પરિણામ માટે તૈયાર છીએ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આક્રમણ શરૂ કર્યું ત્યારે પુતિને જ કહ્યું હતું કે અમે કોઈ પણ પરિણામ માટે તૈયાર છીએ

એ સંજોગોમાં વ્લાદિમિર પુતિનનું શું થાય? આક્રમણ શરૂ કર્યું ત્યારે તેમણે પોતે જ કહ્યું હતું કે "અમે કોઈ પણ પરિણામ માટે તૈયાર છીએ."

એ પરિણામ તેમણે સત્તા ગુમાવવી પડે તેવું હોય તો શું થાય? એવું તો અશક્ય જણાય છે. છતાં તાજેતરના દિવસોમાં વિશ્વમાં ઘણું પરિવર્તન થયું છે અને હવે આવી સંભાવના બાબતે વિચારવામાં આવી રહ્યું છે.

લંડનની કિંગ્ઝ કૉલેજના વૉર સ્ટડીઝ વિષયના ઍમિરેટ્સ પ્રોફેસર સર લૉરેન્સ ફ્રિડમૅને લખ્યું હતું કે "કિએવની માફક રશિયામાં પણ નેતૃત્વપરિવર્તનની શક્યતા નકારી શકાય નહીં."

તેમણે આવું શા માટે લખ્યું છે? વૅલ, મિસ્ટર પુતિન કદાચ વિનાશક યુદ્ધને આગળ ધપાવી રહ્યા છે. હજારો રશિયન સૈનિકો મૃત્યુ પામશે. આર્થિકપ્રતિબંધો નુકસાનકારક સાબિત થશે. પુતિન નાગરિકોનું સમર્થન ગુમાવશે.

લોકક્રાંતિનું જોખમ પણ છે, એવા વિરોધને દબાવવા માટે પુતિન રશિયાના આંતરિક સલામતી દળોનો ઉપયોગ કરી શકે, પરંતુ એ પગલું જોખમી સાબિત થાય અને રશિયાના લશ્કરી, રાજકીય તથા આર્થિક ક્ષેત્રના ચુનંદા સભ્યો તેમની વિરુદ્ધ થઈ જાય એવું બની શકે.

પશ્ચિમના દેશો સ્પષ્ટ કરે કે પુતિનને હાંકી કાઢીને તેમના સ્થાને વધારે ઉદારમતવાદી નેતાને દેશનું નેતૃત્વ સોંપવામાં આવે તો રશિયા પરના કેટલાક પ્રતિબંધો ઉઠાવી શકાય અને તેની સાથેના રાજદ્વારી સંબંધ રાબેતા મુજબના થઈ શકે.

લોહિયાળ આંતરિક બળવો થાય અને પુતિનને પદભ્રષ્ટ કરવામાં આવે. જોકે, આવી શક્યતા પણ હાલ દેખાતી નથી, પરંતુ પુતિનને કારણે જેમને અત્યાર સુધી લાભ થયો છે એ લોકો એવું માનવા લાગે કે પુતિન હવે તેમનાં હિતોનું રક્ષણ કરી શકે તેમ નથી, તો પુતિનની રવાનગી અશક્ય નથી.

line

તારણ

અહીં વ્યક્ત કરવામાં આવેલી સંભાવના પથ્થર કી લકીર જેવી નથી. આ પૈકીની કેટલીકની સંયોજનથી અલગ પરિણામ જોવા મળી શકે, પરંતુ આ સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે દુનિયા બદલાઈ ગઈ છે.

હવે પરિસ્થિતિ પૂર્વવત્ થશે નહીં. રશિયાના વિશ્વના અન્ય દેશો સાથેના સંબંધ અલગ હશે. સલામતી પ્રત્યેના યુરોપના દૃષ્ટિકોણમાં વ્યાપક પરિવર્તન થશે અને ઉદારમતવાદી, આંતરરાષ્ટ્રીય નિયમો પર આધારિત વિશ્વવ્યવસ્થાને હવે કદાચ સમજાઈ ગયું છે કે પોતાનું સ્થાન શું છે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો