યુક્રેન પર રશિયનો હુમલો : શું પુતિન વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ ચાલી શકે?

    • લેેખક, ડૉમિનિક કૈસિયાની
    • પદ, બીબીસી સંવાદદાતા

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ આક્ષેપ કર્યો છે કે રશિયા દ્વારા પ્રસૂતિ તથા બાળકોની હૉસ્પિટલો ઉપર હુમલા કરવામાં આવ્યા હતા તથા આને માટે તેની સામે "યુદ્ધઅપરાધ"નો મામલો ચલાવવો જોઈએ.

ઝૅલેન્સ્કી અગાઉ પણ રશિયા ઉપર યુદ્ધઅપરાધનો મામલો ચલાવવાની માગ કરી ચૂક્યા છે, ત્યારે યુદ્ધઅપરાધ શું હોય છે તથા શું એના માટે રશિયાની સામે કોઈ કાર્યવાહી થઈ શકે છે ?

ઝૅલેન્સ્કી અગાઉ પણ રશિયા ઉપર યુદ્ધ અપરાધનો મામલો ચલાવવાની માગ કરી ચૂક્યા છે, ત્યારે યુદ્ધ અપરાધ શું હોય છે તથા શું એના માટે રશિયાની સામે કોઈ કાર્યવાહી થઈ શકે છે ?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઝૅલેન્સ્કી અગાઉ પણ રશિયા ઉપર યુદ્ધ અપરાધનો મામલો ચલાવવાની માગ કરી ચૂક્યા છે, ત્યારે યુદ્ધ અપરાધ શું હોય છે તથા શું એના માટે રશિયાની સામે કોઈ કાર્યવાહી થઈ શકે છે ?

ઇન્ટરનેશનલ કમિટી ઑફ ધ રેડ ક્રૉસે વ્યાખ્યા કરી છે, "યુદ્ધઅપરાધના પણ પોતાના નિયમ હોય છે." નિયમોને જીનિવા કન્વેન્શન કહેવામાં આવે છે. આ ગુનાઓ માટે ખટલો ચાલે છે અને કાર્યવાહી પણ થાય છે.

line

યુદ્ધઅપરાધ શું છે ?

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

આ જોગવાઈઓ હેઠળ સામાન્ય નાગરિકો તથા તેમના માટે જરૂરી એવી માળખાકીય સુવિધાઓને ઇરાદાપૂર્વક ટાર્ગેટ ન કરી શકાય. ભારે તારાજી નોતરી શકે તેવાં અનેક પ્રકારનાં હથિયારોના વપરાશ ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેમ કે ઍન્ટી-પર્સનલ માઇન્સ અને કેમિકલ કે જૈવિક હથિયારનો ઉપયોગ ન કરી શકાય.

બીમાર તથા ઘાયલ વ્યક્તિને સારવાર મળવી જોઈએ. ઘાયલોમાં દુશ્મન દેશના ઈજાગ્રસ્ત સૈનિકનો પણ સમાવેશ થાય છે, જેને યુદ્ધકેદી તરીકે કેટલાક અધિકાર મળે છે. અન્ય કેટલાક કાયદા યુદ્ધમાં ત્રાસ તથા નરસંહારને અટકાવે છે. યુદ્ધ દરમિયાન હત્યા, દુષ્કર્મ તથા નરસંહારને "માનવતા વિરુદ્ધના" ગુના ઠેરવવામાં આવ્યા છે.

રશિયાની ઉપર યુક્રેન દ્વારા કેવા પ્રકારના યુદ્ધઅપરાધના આરોપ મૂકવામાં આવ્યા છે? યુક્રેનના કહેવા પ્રમાણે, રશિયાના મારિયુપોલમાં ગર્ભવતી મહિલાઓ તથા બાળકોની હૉસ્પિટલને નિશાન બનાવવામાં આવી હતી, જે યુદ્ધઅપરાધની શ્રેણીમાં આવે છે. ત્યાં એક બાળક સહિત ત્રણ લોકોનાં મૃત્યુ થઈ ગયાં હતાં, જ્યારે સ્ટાફ તથા દર્દી સહિત 17 અન્ય ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.

આ સિવાય રશિયાની સેના દ્વારા યુક્રેનની સામાન્ય જનતા ઉપર હુમલાના આરોપ પણ મૂકવામાં આવ્યા છે. રશિયાના ખારકિએવમાં નિવાસીવિસ્તારોમાં ક્લસ્ટર બૉમ્બના વપરાશના પુરાવા મળ્યા છે. જે વ્યાપકસ્તર ઉપર નુકસાન પહોંચાડે છે.

રશિયા તથા યુક્રેન એમ બંનેએ આ પ્રકારના બૉમ્બના વપરાશ ઉપર પ્રતિબંધ મૂકતાં કરારો ઉપર હસ્તાક્ષર નથી કર્યા, છતાં તેને યુદ્ધઅપરાધ ઠેરવી શકાય છે.

બ્રિટનના સંરક્ષણમંત્રાલય દ્વારા આરોપ મૂકવામાં આવ્યા છે કે રશિયા દ્વારા થર્મોબેરિક બૉમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે વાતાવરણમાંથી ઑક્સિજન શોષી લે છે અને ભારે તારાજી નોતરે છે. આ પ્રકારના હથિયાર ઉપર પ્રતિબંધ લાદવામાં નથી આવ્યો, પરંતુ સામાન્ય નાગરિકોના રહેણાક નજીક તેના ઉપયોગને યુદ્ધના નિયમોનો ભંગ માની શકાય છે.

જોકે, અનેક નિષ્ણાતો અન્ય દેશ ઉપર હુમલાને જ "આક્રમક યુદ્ધ"ની શ્રેણીમાં મૂકે છે.

line

કેવી રીતે ચાલે ખટલો ?

સંદિગ્ધ યુદ્ધ અપરાધીઓની તપાસ કરવાને દરેક દેશની ફરજ તરીકે જોવામાં આવે છે, પરંતુ કેટલાક દેશ આ મુદ્દે વધુ ગંભીર જણાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંદિગ્ધ યુદ્ધ અપરાધીઓની તપાસ કરવાને દરેક દેશની ફરજ તરીકે જોવામાં આવે છે, પરંતુ કેટલાક દેશ આ મુદ્દે વધુ ગંભીર જણાય છે

સંદિગ્ધ યુદ્ધઅપરાધીઓની તપાસ કરવાને દરેક દેશની ફરજ તરીકે જોવામાં આવે છે, પરંતુ કેટલાક દેશ આ મુદ્દે વધુ ગંભીર જણાય છે.

બ્રિટનના કેટલાક વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ યુક્રેનમાં આચરવામાં આવેલા યુદ્ધઅપરાધના પુરાવા શોધવા માટે મદદ કરવાની ઑફર આપી છે.

ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (આઈસીજે) તથા ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં આવા કેસોની સુનાવણી હાથ ધરવામાં આવે છે. રવાન્ડામાં નરસંહાર માટે જવાબદાર લોકોની સામે ખટલો ચલાવવા માટે ખાસ ટ્રિબ્યૂનલની રચના કરવામાં આવી હતી. આ કેસમાં વર્ષ 1994માં હુતુ ઉગ્રવાદીઓએ 100 દિવસમાં લગભગ આઠ લાખ લોકોની હત્યા કરી નાખી હતી.

આ સિવાય આઈસીજેમાં બે દેશ વચ્ચેના વિવાદ ઉપર પણ સુનાવણી થઈ શકે છે, જો કે તેમાં વ્યક્તિગત સ્તર પર સજા આપી ન શકાય. યુક્રેને આઈસીજેમાં રશિયાની સામે કેસ દાખલ કર્યો હતો.

આઈસીજેનું મુખ્ય મથક હૅગ ખાતે આવેલું છે
ઇમેજ કૅપ્શન, આઈસીજેનું મુખ્ય મથક હૅગ ખાતે આવેલું છે

આઈસીજએ રશિયાની વિરુદ્ધ ચુકાદો આપ્યો છે, જેને લાગુ કરાવવાનું કામ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદનું છે. રશિયા પાસે વીટો પાવર છે, જે કોઈ પણ પ્રસ્તાવ કે પ્રતિબંધને અટકાવી શકે છે.

બીજી બાજુ, આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટમાં વ્યક્તિગત યુદ્ધ અપરાધોની તપાસ તથા સુનાવણી હાથ ધરી શકાય છે. રોમ અધિનિયમ 1998 નૅધરલૅન્ડના હૅગ ખાતે આઈસીજેની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં આંતરરાષ્ટ્રીય સમુદાયને નુકસાન પહોંચાડતા ગંભીર અપરાધો થતાં આરોપીઓ સામે ખટલો ચલાવવામાં આવે છે.

તે એક સ્વાયત્ત સંસ્થા છે, જે યુદ્ધઅપરાધો, નરસંહાર, માનવતા વિરુદ્ધના ગુના તથા આક્રમણ જેવા આરોપોની તપાસ કરે છે. કોઈપણ દેશ પોતાની કોર્ટમાં પણ સંદિગ્ધો સામે કેસ ચલાવી શકે છે. આઈસીજે દ્વારા માત્ર એવા કિસ્સામાં પોતાના ક્ષેત્રાધિકારનો ઉપયોગ કરે છે કે જ્યારે કોઈ દેશ આમ કરવા તૈયાર ન હોય અથવા તો એમ કરી શકે તેમ ન હોય. તેને "ન્યાય મેળવવાની છેવટની વ્યવસ્થા" તરીકે ઓળખવામાં આવે છે.

123 દેશ આઈસીજેના સભ્ય છે, જેમાં યુક્રેન તથા રશિયાનો સમાવેશ નથી થતો, પરંતુ રશિયાએ તેના અધિકારક્ષેત્રનો સ્વીકાર કર્યો છે. મતલબ કે યુક્રેનમાં થયેલા અમુક ચોક્કસ યુદ્ધ અપરાધોની તપાસ કરી શકે છે.

line

આઈસીસીમાં ખટલો ચાલી શકે ?

રશિયાના સૈન્યઅધિકારી તિયોનેસ્ટ બાગોસોરાની સામે વર્ષ 1994ના નરસંહાર માટે કેસ ચલાવવામાં આવ્યો હતો અને 35 વર્ષની સજા દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું
ઇમેજ કૅપ્શન, રશિયાના સૈન્યઅધિકારી તિયોનેસ્ટ બાગોસોરાની સામે વર્ષ 1994ના નરસંહાર માટે કેસ ચલાવવામાં આવ્યો હતો અને 35 વર્ષની સજા દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું

આઈસીસીમાં મુખ્ય પ્રૉસિક્યુટર બ્રિટનના વકીલ કરીમ ખાનના કહેવા પ્રમાણે, 'બ્રિટનમાં યુદ્ધ અપરાધ થયા હોવાના પૂરતા પુરાવા છે. તથા તેની તપાસ કરવા માટે 39 દેશની મંજૂરી છે.'

'તપાસકર્તા પહેલાં અને હાલમાં મૂકવામાં આવેલા આરોપોને જોઈશું. તેમાં રશિયાના ક્રાઇમિયાના કબજા હેઠળના 2013 પહેલાંના આરોપોની તપાસ કરવામાં આવશે.'

'જો કોઈ વ્યક્તિની વિરુદ્ધ પુરાવા મળે તો પ્રૉસિક્યુટર આઈસીસી પાસે તેમની ધરપકડના વૉરંટ કાઢવા માટેની માગ કરશે.'

'પરંતુ, આ કોર્ટની કેટલીક મર્યાદા છે. આ કોર્ટનું પોતાનું પોલીસબળ છે. અને આરોપોની ધરપકડ ઉપર તે સંબંધિત દેશોના સહયોગ ઉપર આધાર રાખે છે. રશિયા તેનો સભ્ય દેશ નથી અને 2016માં બહાર નીકળી ગયું હતું. રાષ્ટ્રપતિ પુતિન દ્વારા કોઈપણ સંદિગ્ધનું પ્રત્યાર્પણ કરવામાં નહીં આવે.'

જો સંદિગ્ધ કોઈ અન્ય દેશમાં જાય તો તેમની ધરપકડ થઈ કે છે. શું રાષ્ટ્રપતિ પુતિનની સામે કેસ ચાલી શકે છે ? કોઈ સૈનિકને યુદ્ધઅપરાધ માટે જવાબદાર ઠેરવવો સરળ છે, જ્યારે સૈનિકને હથિયાર ચલાવવાની મંજૂરી આપનાર નેતા ઉપર આધાર રાખે છે. પરંતુ આઈસીસી આક્રમક યુદ્ધની શરૂઆત કરવા બદલ કેસ ચાલી શકે છે.

તેને આત્મરક્ષા માટેની ન્યાયી સૈન્ય કાર્યવાહી નહીં,પરંતુ એક અયોગ્ય હુમલો કે ટકરાવ માનવામાં આવશે.

પરંતુ, યુનિવર્સિટી કૉલેજ લંડનમાં આંતરરાષ્ટ્રીય કાયદાના નિષ્ણાત પ્રાધ્યાપક ફિલિપ સૈંડ્સ કહે છે કે, 'રશિયાના નેતાઓની સામે આઈસીસીમાં ખટલો ચલાવી ન શકાય, કારણ કે તે સભ્યરાષ્ટ્ર નથી.'

'સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ આઈસીસીને ગુના માટે તપાસ કરવા માટે કહી શકે છે. પરંતુ રશિયા તેને વીટો કરી શકે છે.'

line

બીજો કોઈ વિક્લ્પ છે ?

આઈસીસી કેટલું પ્રભાવક છે અને આંતરરાષ્ટ્રીય કાયદા કેવી રીતે કામ કરે છે, માત્ર સંધિઓ ઉપર આધાર નથી રાખતું, પરંતુ રાજનીતિ તથા કૂટનીતિ ઉપર પણ આધાર રાખે છે. પ્રો. ફિલિપ સૈંડ્સ તથા અન્ય નિષ્ણાતો કહે છે કે તેનો ઉકેલ કૂટનીતિ તથા આંતરરાષ્ટ્રીય કરારોમાં છુપાયેલો છે.

તેમનું સૂચન છે કે યુક્રેનમાં આક્રમણના અપરાધનો ખટલો ચલાવવા માટે ટ્રિબ્યૂનલનું ગઠન કરવું જોઈએ.

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો