આણંદમાં આઠ વર્ષના બાળકની હત્યાનું પગેરું ચાઇલ્ડ પોર્નોગ્રાફી સુધી કેવી રીતે પહોંચ્યું?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતના આણંદમાં આઠ વર્ષના બાળકનું જોતીય શોષણ કર્યા બાદ તેમની હત્યા કરવાના આરોપીમાં પોલીસે એક વ્યક્તિની સાત માર્ચે ધરપકડ કરી હતી.

માર્ચ મહિનાની શરૂઆતમાં આણંદ નિકટ વડોદ ગામમાંથી આઠ વર્ષનું એક બાળક ગુમ થઈ ગયું હતું. ત્યાર બાદ પોલીસને તેમનો મૃતદેહ પણ મળ્યો હતો.

બાળકન પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોલીસ અનુસાર પરિવાર અંધવિશ્વાસુ હતો અને ભાવિનના ગુમ થયાના બે દિવસ પછી પોલીસમાં ફરિયાદ કરી હતી. (પ્રતીકાત્મક તસવીર)

(આ એક સંવેદનશીલ કહાણી છે. આમાં કેટલીક વિગતો વિચલિત કરી શકે છે)

બાળકનાં જાતીય શોષણ અને હત્યાના આરોપમાં પોલીસે જે વ્યક્તિની ધરપકડ કરી છે તે બાળકના પરિવારની નજીકની વ્યક્તિ હોવાનું સામે છે.

ભાવિનને (બદલેલું નામ) ગુમાવનાર પરિવાર શોકમાં છે. પરિવાર માટે માનવું મુશ્કેલ છે કે જે વ્યક્તિને તેઓ પરિવારના સભ્ય તરીકે માનતા હતા તેઓ આવું કરી શકે.

આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 302, 377, 362 અને પૉક્સો ઍક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આણંદ પોલીસના ડીવાય. એસ.પી. બી. ડી. જાડેજાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "તારીખ બીજી માર્ચે આણંદ પાસેના વડોદ ગામમાં મજૂરી કરતાં એક પરિવારનો આઠ વર્ષીય પુત્ર ગુમ થઈ ગયો હતો. "

પોલીસ અનુસાર પરિવાર અંધવિશ્વાસુ હતો અને ભાવિનના ગુમ થયાના બે દિવસ પછી પોલીસમાં ફરિયાદ કરી હતી.

ડીવાય. એસ.પી. બી. ડી. જાડેજાએ કહ્યું કે, "પરિવારે બાળક ગુમ થયાના બે દિવસ પછી ફરિયાદ કરી હતી ત્યારે પોલીસે તપાસ હાથ ધરી હતી. શરૂઆતમાં પોલીસને કંઈ ખાસ મળ્યું ન હતું."

તેઓ વધુમાં જણાવે છે કે, "જેમનું બાળક ગુમ થયું તેમના સસરા સમોસા વેચવાનું કામ કરે છે. એમની પાસે રમેશ નામની વ્યક્તિ કામ કરતી હતી. રમેશે થોડા સમય પહેલાં આ લોકો પાસેથી ઉધાર પૈસા માગ્યા હતા પરંતુ તેમણે ઉધાર પૈસા આપ્યા ન હતા."

line

કેવી રીતે રમેશ આવ્યા શંકાના ઘેરામાં?

બી.ડી.જાડેજા

ઇમેજ સ્રોત, BURHAN SHEKH

ઇમેજ કૅપ્શન, ડીવાય. એસ. પી. બી. ડી. જાડેજા

પોલીસ અનુસાર ભાવિન ગુમ થયા એ દિવસથી રમેશ પરિવાર સાથે તેની શોધખોળમાં જોડાયેલો હતો. રમેશ સમોસાની લારી પર પૈસાની માગણી કરતી હિંદી ભાષામાં લખેલ એક ચિઠ્ઠી પણ લઈ આવ્યા હતા.

ડીવાય. એસ. પી. જાડેજા કહે છે કે, "પહેલાં એ માણસની વાતચીત પરથી કોઈ શંકા જતી નહોતી, પણ હિંદી ભાષામાં જે રકમ માગવામાં આવી હતી એ નાની હતી અને પ્રારંભિક પૂછપરછમાં ખબર પડી કે જેનું અપહરણ થયું હતું એ બાળકના નાનાજી પાસેથી રમેશે પૈસા માગ્યા હતા."

રમેશ પર પહેલાં કોઈ શંકા ન ગઈ પણ એમનો ફોન અમારી નજરથી બચી ના શક્યો કારણ કે પોલીસનું માનવું હતું કે સમોસાની લારી પર કામ કરનાર પાસે એની હેસિયતથી મોંઘો ફોન હતો. એમની આર્થિક હાલત પણ સારી નહીં હોય એટલે જ તેમણે બાળકના પરિવાર પાસેથી પૈસા માગ્યા હશે.

પોલીસ સામે પ્રશ્ન એ હતો કે આવી પરિસ્થિતિમાં રમેશ આટલો મોંઘો ફોન કેવી રીતે રાખે?

પોલીસે ત્યાર બાદ રમેશનો ફોન લીધો અને તેની પૂછપરછ પણ શરૂ કર હતી જેમાં તે પોતે નિર્દોષ હોવાની વાત કરતો હતો.

ગુમ થયેલા ભાવિનના 12 વર્ષના ભાઈ રાહુલ (બદલેલું નામ) પાસેથી પોલીસને આ કેસમાં વધુ માહિતી મળી હતી. પોલીસ અનુસાર રાહુલે જણાવ્યું કે તેમનો ભાઈ ભાવિન ગુમ થયો તે પહેલાં રમેશે તેમને આઇસક્રીમ ખાવા માટે કહ્યું હતું. જ્યારે તેમણે કહ્યું કે હું ઘરે જણાવીને આવું છું ત્યારે રમેશે સાથે લઈ જવાની ના પાડી દીધી હતી.

ગુમ થયેલા ભાવિનના ભાઈએ કહ્યું કે, "હું ઘરે હતો એ વખતે મારો નાનો ભાઈ પણ ફળિયામાં રમતો હતો."

ડીવાય. એસ. પી. જાડેજાએ કહ્યું કે, "આ બધું જાણ્યા પછી શંકાની સોય રમેશ તરફ ગઈ. રમેશના ફોનની તપાસ કરતાં ખબર પડી કે તેણે ઘણી વીડિયો ક્લિપ્સ ડિલીટ કરેલી હતી. તેના ફોનમાં દરરોજ બે જી.બી. ડેટા વપરાતો હતો."

પોલીસે મોબાઇલ ફોનમાંથી ડિલીટ કરેલી એક વીડિયો ક્લિપ રિકવર કરી જે જોઈને તપાસ અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

line

'મોબાઇલ ફોનમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોતો આરોપી'

વડોદ ગામ

ઇમેજ સ્રોત, BURHAN SHEKH

ઇમેજ કૅપ્શન, વડોદ ગામમાંથી આઠ વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી તેમની હત્યા કરવામાં આવી હતી

પોલીસ અનુસાર આ વીડિયો ક્લિપમાં પોર્ન ફિલ્મ્સ હતી જેમાં બાળકો સાથે વયસ્ક લોકો સેક્સ માણતા હોય. અમે એ પછી રમેશના ફોનની સર્ચ હિસ્ટ્રી જોઈ તો એ ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોતા હતા. તેઓ બાળકોના જાતીય શોષણની ફિલ્મો પણ જોતા હતા.

તપાસમાં સામે આવેલી માહિતીથી પોલીસની શંકા પાકી થઈ ગઈ. પોલીસ અનુસાર પછી આરોપી રમેશ સાથે કડકાઈથી પૂછપરછ કર્યા બાદ તેમણે સ્વીકાર કર્યું કે તેમને બાળકોની પોર્ન ફિલ્મો જોવાનું ગમે છે.

પોલીસે જણાવ્યું કે, "રમેશ પરણેલો છે અને તે નાનાં બાળકો સાથે સેક્સની ફેન્ટસી ધરાવે છે."

ડીવાય. એસ. પી જાડેજા અનુસાર તપાસમાં જાણવા મળ્યું કે, "પહેલાં રમેશે ગુમ થયેલા બાળકના મોટા ભાઈને શિકાર બનાવવાની યોજના બનાવી હતી પરંતુ તેણે કહ્યું કે હું ઘરે જાણ કરીને આવું તેથી રમેશ ત્યાંથી ભાગી ગયો."

"ત્યાર બાદ રમેશ આઠ વર્ષના ભાવિનને વેફર અપાવવાના બહાને લઈ ગયો અને નદીના કિનારે એકાંતમાં તેની સાથે જાતીય દુર્વ્યવહાર કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ બાળકે વિરોધ કરતાં તેને પાણીમાં ડુબાડીને તેની હત્યા કરી નાખી."

પોલીસે બાળકનો મૃતદેહ નદીના પટ પરથી મેળવ્યો હતો.

પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે "રમેશે શું આની પહેલાં પણ અન્ય બાળકોને પોતાનો શિકાર બનાવ્યાં છે કે નહીં?"

જાતીય સતામણીનો ભોગ બનેલ મૃતક બાળકના પિતા નીતિનભાઈ (નામ બદલ્યું) સાથે બીબીસી ગુજરાતીએ સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

તેમણે ભાવુક થઈને કહ્યું કે "અમને કલ્પના પણ નહોતી કે જે રમેશને અમે પરિવારનો સભ્ય ગણતા હતા તેણે અમારા પુત્રને શિકાર બનાવ્યો."

line

"પીડોફીલિઆ -માનસિક વિકૃતિ"

બાળકની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Ana Paula Avila / 500px

ઇમેજ કૅપ્શન, પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. (પ્રતીકાત્મક તસવીર)

બાળકની જાતીય સતામણી તથા હત્યાના આરોપી રમેશની માનસિકતા વિશે વાત કરતા મનોચિકિત્સક ડૉ.મુકુલ ચોકસીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "આવા લોકો પીડોફીલિઆ નામની માનસિક અવસ્થાથી પીડાતા હોય છે. આવા લોકોને પત્ની અથવા પ્રેમિકા સાથે શારીરિક સંબંધ હોય છતાં એમની ફેન્ટસી બાળક સાથે જાતીય આનંદ માણવાની હોય છે."

તેમનું કહેવું છે કે, "આવા લોકોમાં કેટલાક બાળકીઓને શિકાર બનાવે છે તો કેટલાક લોકોને છોકરાઓ ગમતા હોય છે. મોટા ભાગના પીડોફાઇલ્સ પોતાનાથી નાની ઉંમરના લોકોને પોતાનો શિકાર બનાવે છે જેથી એનો વિરોધ ના કરી શકે."

કેટલાક પીડોફાઇલ એવા પણ હોય છે કે જેમને સોશિયલ મીડિયામાં આવી પોર્ન ફિલ્મ જોઈને માત્ર જાતીય શોષણ જ નથી કરતા પણ નાના બાળકોને પીડા આપી સેડિસ્ટ સૅટિસફૅક્શન મેળવતા હોય છે. એમને જાતીય શોષણ કરતી વખતે બાળકોને પીડા થાય એમાં આનંદ આવતો હોય છે.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો