આફ્રિકા સામે હાર બાદ ટીમ ઇન્ડિયા વિશે પાકિસ્તાનના ખેલાડીઓ શું બોલ્યા?

મોહમ્મદ આમિર,કુલદીપ યાદવ, ભારત,દક્ષિણ આફ્રિકા, અમદાવાદ, ટી20 વર્લ્ડકપ,બીબીસી ગુજરાતી,સૂર્યકુમાર યાદવ, અભિષેક શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

વાંચવાનો સમય: 4 મિનિટ

ટી20 વર્લ્ડકપની સુપર-8 મૅચમાં દક્ષિણ આફ્રિકા સામે ખરાબ રીતે હાર્યા બાદ ભારત, પાકિસ્તાન અને દુનિયાભરના ક્રિકેટ નિષ્ણાતો તેની પર પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા યૂઝર્સ પણ આ મૅચ પર ખૂલીને ચર્ચા કરી રહ્યા છે.

દક્ષિણ આફ્રિકાના સારા પ્રદર્શન, ભારતીય ટીમના સરેરાશ પર્ફૉર્મેન્સ અને અભિષેક શર્માના ખરાબ ફૉર્મની ચર્ચા થઈ રહી છે.

આ મૅચ પહેલાં સ્ટાર સ્પૉર્ટ્સની એક જાહેરાતની પણ ચર્ચા છે કે જે હવે ચૅનલ નથી બતાવી રહી.

ઇંગ્લૅન્ડના પૂર્વ કૅપ્ટન અને કૉમેન્ટેટર માઇકલ વૉએ મૅચ બાદ ઍક્સ પર લખ્યું, "દક્ષિણ આફ્રિકાએ ભારતને ખરાબ રીતે હરાવ્યું. બૅટિંગ, બૉલિંગ અને ફીલ્ડિંગ ત્રણેયમાં દક્ષિણ આફ્રિકાએ કમાલ કરી."

ભારતના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે દક્ષિણ આફ્રિકાના બૉલિંગ અટૅકનાં વખાણ કર્યાં અને કહ્યું કે ભારતની બૉલિંગ નબળી છે અને તેમાં અનેક ખામીઓ છે.

પૂર્વ બૉલર ઇરફાન પઠાણે ઍક્સ પર લખ્યું કે, "ભારતીય ટીમનું હતાશાજનક પ્રદર્શન. આપણે બૅટિંગમાં સંઘર્ષ કરી રહ્યા છીએ તેને દક્ષિણ આફ્રિકાના બૉલરોએ એક્સપોઝ કરી દીધા છે. આ સંપૂર્ણ વર્લ્ડકપમાં બૅટિંગ લાઇનઅપ સંઘર્ષ કરતી જોઈ શકાય છે."

અમદાવાદમાં રમાયેલી મૅચમાં દક્ષિણ આફ્રિકાએ પહેલાં બૅટિંગ કરતા 20 ઓવરોમાં સાત વિકેટ ગુમાવીને 187 બન બનાવ્યા. જેમાં ડેવિડ મિલરે 35 બૉલ પર તોફાની 63 રન બનાવ્યા.

પાકિસ્તાનની ખેલાડીઓ ભારતની હાર બાદ શું બોલ્યા?

મોહમ્મદ આમિર,કુલદીપ યાદવ, ભારત,દક્ષિણ આફ્રિકા, અમદાવાદ, ટી20 વર્લ્ડકપ,બીબીસી ગુજરાતી,સૂર્યકુમાર યાદવ, અભિષેક શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ આમિર

પૂર્વ પાકિસ્તાની ઝડપી બૉલર મોહમ્મદ આમિરે આ ટુર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન મૅચ પહેલાં અભિષેક શર્માને 'સ્લૉગર' કહ્યા હતા.

તેમણે જિયો ન્યૂઝના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, "અભિષેક શર્મા પ્રૉપર બૅટ્સમૅન નહીં, સ્લૉગર છે."

ભારતની મૅચ બાદ મોહમ્મદ આમિરે ફરી કહ્યું કે, "જ્યારે ભારત સારું રમે છે તો અમે સારું બોલીએ છીએ. પણ અમને ત્યાંથી ગાળો જ મળે છે. દક્ષિણ આફ્રિકા સારી સાઇડ હતી."

તેમણે આગળ કહ્યું કે, "મેં અભિષેક શર્માની ટેકનિકને ધ્યાનમાં રાખીને તેમને સ્લૉગર કહ્યા હતા, કદાચ એ વાત લોકોને ખરાબ લાગી. તેઓ બૉલને લાઇન પર આવીને નથી રમતા અને બસ બૅટ ફેરવે છે. ફ્લૅટ પીચો પર તેઓ ચાલી જાય છે. પણ દક્ષિણ આફ્રિકા, ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયાની બાઉન્સી પીચમાં હજુ તેમનો ટેસ્ટ નથી થયો. ત્યાં જ્યારે તેઓ ચાલશે ત્યારે હું તેમને બૅટ્સમૅન માનીશ."

જોકે તે જ કાર્યક્રમમાં હાજર પાકિસ્તાની ક્રિકેટર અહમદ શહઝાદે કહ્યું હતું કે, "અભિષેકને હું સારા બૅટ્સમૅન માનું છું."

મોહમ્મદ આમિર,કુલદીપ યાદવ, ભારત,દક્ષિણ આફ્રિકા, અમદાવાદ, ટી20 વર્લ્ડકપ,બીબીસી ગુજરાતી,સૂર્યકુમાર યાદવ, અભિષેક શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અભિષેક શર્મા વર્લ્ડકપમાં ત્રણ મૅચમાં 0-0-0 પર આઉટ થયા, દક્ષિણ આફ્રિકા સામે તેઓ 15 રન જ બનાવી શક્યા

અભિષેક શર્મા ટુર્નામેન્ટમાં સતત ત્રણ મૅચોમાં ઝીરો પર આઉટ થયા હતા. આફ્રિકા સામેની મૅચમાં તેમની પાસે મોટા સ્કોરની આશા હતી, પણ કાલે પણ તેઓ માત્ર 15 રન બનાવીને આઉટ થઈ ગયા.

મોહમ્મદ આમિરે એવું પણ કહ્યું હતું કે ભારતીય ટીમ આ 'ટુર્નામેન્ટના સેમિફાઇનલમાં પણ નહીં પહોંચી શકે.'

મૅચ બાદ પૂર્વ ક્રિકેટર મોહમ્મદ યુસૂફે ઍક્સ પર લખ્યું કે, "મોહમ્મદ આમિર. પહેલાં તો તમે ભારતીય ટીમની હાલત ફિલ્ડ પર ખરાબ કર રહ્યા છો. તેમને થોડો શ્વાસ તો લેવા દો. દક્ષિણ આફ્રિકાએ ત્યાંથી શરૂ કર્યું જ્યાં તેમણે ગયા વર્લ્ડકપમાં ખત્મ કર્યું હતું. જબરદસ્ત ટીમ, ટૉપ ઑર્ડર ના ચાલવા પર લોઅર ઑર્ડરે કમાલ કરી અને બૉલિંગ તો કમાલ જ હતી."

શોએબ અખ્તરે કહ્યું કે, "દક્ષિણ આફ્રિકાએ બતાવ્યું કે અનુશાસન ઇરાદા પર ભારે પડે છે. આમ ટોટલ સ્લૉગ કરીને નથી જીતી જતા. ઇનિંગ્સ બનાવવી પડે છે. ભારતના મિલર અને સ્ટબ્સ પાસેથી સબક લેવો જોઈએ."

સૂર્યકુમાર યાદવની ચર્ચા કેમ થઈ રહી છે?

મોહમ્મદ આમિર,કુલદીપ યાદવ, ભારત,દક્ષિણ આફ્રિકા, અમદાવાદ, ટી20 વર્લ્ડકપ,બીબીસી ગુજરાતી,સૂર્યકુમાર યાદવ, અભિષેક શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

પ્રી-મૅચ કૉન્ફરન્સમાં જ્યારે એક પત્રકારે ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવે સવાલ કર્યો, "ભારતની શરૂઆત સારી નથી થઈ રહી. તો શું ટીમમાં સંજુ સૅમસન આવી શકે છે."

આની પર સૂર્યકુમાર યાદવ હસતા કહે છે, "તો તમે કહી રહ્યા છો કે હું તેમને અભિષેક શર્માની જગ્યાએ રમાડું. તિલકની જગ્યાએ રમાડું."

એવું કહીને તેઓ હસવા લાગ્યા છે.

કાલની મૅચમાં અભિષેક અને તિલક વર્મા બંનેના ફ્લૉપ થયા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ સૂર્યકુમાર યાદવના નિવેદનનો ઉલ્લેખ કરીને તેમને ટ્રોલ કરી રહ્યા છે અને તેમને 'અભિમાની' ગણાવી રહ્યા છે.

સ્ટાર સ્પૉર્ટ્સની જાહેરાત પર વિવાદ

મોહમ્મદ આમિર,કુલદીપ યાદવ, ભારત,દક્ષિણ આફ્રિકા, અમદાવાદ, ટી20 વર્લ્ડકપ,બીબીસી ગુજરાતી,સૂર્યકુમાર યાદવ, અભિષેક શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ મૅચની ચર્ચા સોશિયલ મીડિયા પર એક જાહેરાતને કારણે થઈ રહી છે.

આ જાહેરાત ટુર્નામેન્ટના બ્રૉડકાસ્ટર સ્ટાર સ્પૉર્ટ્સ પર દેખાડવામાં આવી હતી. જેમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમોના ડમી ખેલાડીઓને બતાવાયા હતા.

જાહેરાતમાં બંને ટીમોના ખેલાડીઓ એક હોટલમાં એક જ ટેબલ પર બેઠા દેખાય છે.

ત્યારે ભારતીય ખેલાડીઓ હૉલમાં મૂકેલા એકમાત્ર કપકેક તરફ આગળ વધે છે, પરંતુ દક્ષિણ આફ્રિકન ખેલાડી તે કપકેકને ઉપાડી લે છે અને ભારતીય ખેલાડી સામે માફી માગતા "સૉરી" કહે છે.

આની પર ભારતીય ખેલાડી પલટીને કહે છે કે, "સૉરી ટૂ યૂ!"

દક્ષિણ આફ્રિકન ખેલાડી પૂછે છે કે, "પણ કેમ?" ત્યારે ભારતીય ખેલાડી તેમને યાદ અપાવે છે કે 2024માં અમે તમને ફાઇનલમાં હરાવ્યા હતા એટલે સૉરી.

ત્યારે ભારતીય ખેલાડી કહે છે કે, "કપ તો અમે જ જીત્યો હતો અને આવનારી સુપર-8ની મૅચ પણ અમે જ જીતીશું એટલે તમે આ કપકેક રાખી લો."

આટલું સંભાળતા જ દક્ષિણ આફ્રિકન ખેલાડીના ગળામાં કેક અટકી જાય છે અને ભારતીય ખેલાડી કહે છે, "ઓહ હો, ચોકિંગ!" (નોંધનીય છે કે ક્રિકેટિંગ વર્લ્ડમાં દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમને "ચોકર્સ" કહેવાય છે, કારણ કે કોઈ મોટી ટુર્નામેન્ટની મહત્ત્વપૂર્ણ મૅચોમાં તેનો પરાજય થયો છે)

ભારત દક્ષિણ આફ્રિકા સામે હારી ગયું ત્યાર બાદ સ્ટાર સ્પૉર્ટ્સ પર આ જાહેરખબર જોવા નથી મળી.

પણ સોશિયલ મીડિયા પર આ જાહેરખબર વાઇરલ થઈ ગઈ અને ભારતીય ક્રિકેટ પ્રશંસકોનો ગુસ્સો પણ સામે આવ્યો.

કેટલાક યૂઝર્સે આ જાહેરાતને દક્ષિણ આફ્રિકા માટે 'અપમાનજનક' ગણાવી.

કેટલાક કહ્યું કે જાહેરાતમાં દક્ષિણ આફ્રિકાને 'ચોકર' ગણાવ્યું પણ ભારત જ 'ચોકર' સાબિત થયું.

એક યૂઝરે લખ્યું કે, "કદાચ આ ઘટના અમારા જાહેરાત નિર્માતાઓને પાઠ ભણાવી ગઈ છે કે અભિનામ કરવું બરાબર નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન