સેક્સ માટે 'સહમતીની ઉંમર' 18 વર્ષથી ઘટાડી દેવી જોઈએ?

સેક્સ માટેની મંજૂરી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સુશિલા સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

શું 18 વર્ષથી ઓછી ઉંમરના યુવાનને જાતીય સંબંધ બાંધવાની સહમતી આપવાનો અધિકાર મળવો જોઈએ?

ખાસ કરીને ત્યારે જ્યારે ભારતમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પુખ્ત નથી માનવામાં આવતા.

ભારતમાં ઇન્ડિયન મેજોરિટી ઍક્ટ, 1875 અનુસાર 18 વર્ષના યુવાનોને વયસ્ક કે પુખ્ત માનવામાં આવ્યા છે અને સાથે જ એમને અનેક અધિકાર પણ આપવામાં આવ્યા છે.

બંધારણના 61મા સંશોધનમાં 18 વર્ષના યુવાનોને મતદાન અને ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનો અધિકાર આપવામાં આવ્યા છે.

તો બાળલગ્ન નિષેધ અધિનિયમ 2006 પ્રમાણે, લગ્ન માટે ભારતમાં યુવતીની ઉંમર 18 વર્ષ અને યુવાનની ઉંમર 21 વર્ષ હોવી જરૂરી ગણાવાઈ છે.

જોકે હવે કેન્દ્ર સરકાર પણ લગ્નની ઉંમર વધારવાને લઈને વિચાર કરી રહી છે.

અને સેક્સ માટે સહમતીની ઉંમર 18 વર્ષથી ઓછી કરવામાં આવે તે અંગે પણ ચર્ચા થઈ રહી છે.

મધ્ય પ્રદેશ અને કર્ણાટક હાઈકોર્ટે આ બાબતે પોતાનો પક્ષ રજૂ કર્યો છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ સહમતીથી બાંધેલા રોમૅન્ટિક સંબંધોને પૉક્સો ઍક્ટ હેઠળ લાવવા મુદ્દે ચિંતા જાહેર કરી ચૂક્યા છે.

‘સહમતીની ઉંમર’ પર કાયદાપંચે મહિલા અને બાળવિકાસ મંત્રાલયને પોતાના વિચારો રજૂ કરવાનું કહ્યું છે.

પરંતુ આને લઈને એક સવાલ એ પણ છે કે જો ‘સહમતીની ઉંમર’ને ઘટાડવામાં આવે તો જાતીય ગુનાથી બાળકોના સરંક્ષણ માટે બનેલા કાયદા (પૉક્સો)ની જોગવાઈ અને સગીર સાથે સંકળાયેલા બીજા કાયદા પર પણ અસર થશે.

જાતીય ગુનાથી બાળકોના સરંક્ષણ માટે પૉક્સો ઍક્ટ 2012 લાવવામાં આવ્યો હતો.

આમાં 18 વર્ષથી ઓછી વયની વ્યક્તિને ‘બાળક’ વ્યાખ્યાયિત કરવામાં આવી છે અને જો 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ સાથે સહમતીથી સંબંધ બાંધવામાં આવે છે તો પણ એ ગુનાની શ્રેણીમાં આવી જાય છે.

આવી સ્થિતિમાં બન્ને જો સગીર હોય ત્યારે પણ આ જોગવાઈ લાગુ પડે છે.

બીબીસી ગુજરાતી

અદાલતોએ શું શું કહ્યું?

સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મધ્ય પ્રદેશ ઉચ્ચ ન્યાયાલયે હાલમાં જ કેન્દ્ર પાસેથી મહિલાઓની મંજૂરીની ઉંમર ઘટાડી 16 કરવાનો અનુરોધ કર્યો છે.

વાત એમ છે કે કોર્ટ સામે 2020માં એક સગીર છોકરીની સાથે વારંવાર થયેલા બળાત્કાર અને એને ગર્ભવતી કરવાનો મામલો આવ્યો હતો.

આ આરોપમાં એક વ્યક્તિ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાની માગ કરવામાં આવી હતી.

આ મામલમાં જજનું કહેવું હતું,"14 વર્ષનો છોકરો અથવા છોકરી સોશિયલ મીડિયા મુદ્દે જાગરૂક છે. તેમને ઇન્ટરનેટની સુવિધા પણ સરળતાથી મળે છે અને એ જ છોકરાઓ નાની ઉંમરમાં પ્યૂબર્ટીને મેળવી રહ્યા છે."

અદાલતનું કહેવું છે કે "પ્યૂબર્ટીનું કારણ છોકરા અને છોકરીઓ એકબીજા પ્રત્યે આકર્ષિત થઈ જાય છે જેના પરિણામે તેઓ મંજૂરીથી શારીરિક સંબંધ બાંધી લે છે.

આ મામલામાં જસ્ટિસ કુમાર અગ્રવાલે કહ્યું કે, "“હું ભારત સરકારને અનુરોધ કરવા માગું છું કે મહિલા ફરિયાદીની ઉંમર 18થી ઘટાડીને 16 કરી દેવામાં આવે જેથી કોઈ સાથે અન્યાય ન થાય."

આ મામલામાં ફરિયાદી સગીરા હતી અને તે અરજીકર્તા પાસેથી કોચિંગ લઈ રહી હતી.

કોર્ટનું કહેવું હતું કે, "કોર્ટ આ સમૂહના કિશોરોના શારીરિક અને માનસિક વિકાસને ધ્યાનમાં રાખીને તાર્કિક રીતે એ સમજશે કે આવી વ્યક્તિ પોતાની ચેતનાથી પોતાની ભલાઈનો નિર્ણય લઈ શકે છે."

સામાન્ય રીતે કિશોર-કિશોરીઓમાં મિત્રતા થવી અને પછી તેમની વચ્ચે આકર્ષણ થાય છે અને તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાય છે.

બીબીસી ગુજરાતી

કર્ણાટક હાઈકોર્ટે શું કહ્યું?

સેક્સ માટેની મંજૂરી

ઇમેજ સ્રોત, Getty Images

તો ગત વર્ષે કર્ણાટક હાઈકોર્ટે કહ્યું હતું કે કાયદાપંચે સહમતી સાથે બાંધેલા સંબંધોમાં ઉંમરના માપદંડો પર ફરી વિચાર કરવો જોઈએ.

હાઈકોર્ટની ડિવિઝન બૅન્ચનું કહેવું હતું કે કોર્ટની સામે એવા ઘણા ગુનાહિત કેસ આવે છે, જેમાં 16 વર્ષથી ઉપરની સગીર છોકરીઓને છોકરાઓ સાથે પ્રેમ થયો હોય.

આ મામલામાં છોકરા સગીર હતા અથવા અમુક સમય પહેલાં જ પુખ્ત થયા હતા અને તેમણે આ છોકરીઓ સાથે સંબંધ બાંધ્યા હતા.

આ મામલે કર્ણાટક હાઈકોર્ટે કાયદાપંચને સંબંધ બાંધવા માટે મંજૂરીની ઉંમર પર ફરી વિચાર કરવાનું પણ કહ્યું હતું.

સેક્સ માટેની મંજૂરી

ભારત મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે એક કાર્યક્રમમાં સહમતીથી બનેલા રોમૅન્ટિક સંબંધોના મામલાને પૉક્સો ઍક્ટ હેઠળ લાવવા પર ચિંતા જાહેર કરી હતી.

આ કાર્યક્રમમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે, "તમે જાણો છો કે પૉક્સો ઍક્ટ હેઠળ 18 વર્ષથી નાની ઉંમરના લોકો વચ્ચે તમામ પ્રકારનાં યૌનકૃત્ય ગુનો છે. ભલે પછી સગીરો વચ્ચે સહમતી હોય. કાયદાની ધારણા એ છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વચ્ચે કાયદાકીય અર્થમાં કોઈ સહમતી નથી હોતી."

તેમણે કહ્યું, "જજ તરીકે મેં જોયું છે કે આવા મામલા જજો સામે આકરા પ્રશ્ન ઊભા કરી દે છે. આ મુદ્દા પર ચિંતા વધી રહી છે. કિશોરો પર આરોગ્ય નિષ્ણાતો તરફથી કરાયેલી શોધને જોતાં ધારાસભાએ આ મામલે વિચાર કરવો જોઈએ."

બીબીસી ગુજરાતી

'સહમતીની ઉંમર' પર અલગઅલગ મત

સેક્સ માટેની મંજૂરી

ઇમેજ સ્રોત, Getty Images

આ પૃષ્ઠભૂમિમાં કાયદાપંચે મહિલા અને બાળવિકાસ મંત્રાલય પાસેથી વિચાર માગ્યો છે.

‘સહમતીની ઉંમર’ ઓછી કરવાને લઈને અલગઅલગ મત સામે આવી રહ્યા છે.

એક પક્ષ એમ કહે છે કે આજકાલના માહોલમાં સહમતીની ઉંમરને ઓછી કરવી જોઈએ, તો બીજો પક્ષ આનાથી પેદા થનારી સમસ્યાની યાદી ગણાવે છે.

હાઈકોર્ટમાં વકીલ અને મહિલા મામલા પર પોતાનો મત રજૂ કરનારાં સોનાલી કડવાસરા માને છે કે સહમતીની ઉંમર ઓછી કરવી જોઈએ.

તેઓ તર્ક આપીને કહે છે કે, "આપણે ભલે આ વાતને અસહજ અનુભવીએ કે સ્વીકાર ન કરીએ પરંતુ આપણા સમાજની હકીકત એ છે કે છોકરા અને છોકરીઓ 18 વર્ષથી ઓછી વયમાં જ જાતીય સંબંધ બાંધી રહ્યાં છે. જોકે મારી પાસે આ બાબતે કોઈ સત્તાવાર આંકડા નથી."

તેઓ જણાવે છે કે, "કાયદાની સામે જ્યારે આવા યુવાનોના કેસ આવે છે તો જોવામાં આવે છે કે પરિવાર આબરૂના નામે છોકરા વિરુદ્ધ પૉક્સોનો કેસ લગાવી દે છે."

તો વળી અન્ય કેટલાક કેસમાં પરિવાર લગ્ન માટે પાછળથી માની જાય છે પરંતુ કાયદો એ જ સજા આપશે જે જોગવાઈ હશે.

સોનાલી કહે છે, "સહમતીની ઉંમરને 16 વર્ષ કરવામાં આવે તો હું તેનાથી સંમત છું, કારણ કે પૉક્સો કાયદો આવવાથી પહેલાં જો છોકરા અને છોકરી 15 વર્ષના હોય અને લગ્ન કરી લીધાં હોય તો સજા માફ કરી દેવામાં આવતી હતી. પરંતુ પૉક્સો આવ્યા પછી આ જોગવાઈને સમાપ્ત કરી દેવામાં આવી. એવામાં હું કર્ણાટક હાઈકોર્ટના પક્ષમાં છું."

પરંતુ અહીં એક સવાલ એમ પણ છે કે એ જરૂરી નથી કે છોકરો અને છોકરી જો શારીરિક સંબંધ બાંધે છે તો આગળ ચાલીને લગ્નનો વિચાર પણ મૂકે અને લગ્ન કરીને અલગ થઈ જોય છે તો ત્યારે શું થશે?

આ સવાલના જવાબમાં સોનાલી કડવાસરા કહે છે કે એવી આશંકા તો હંમેશા રહે છે.

બીબીસી ગુજરાતી

‘મંજૂરીની ઉંમર’ પર વિપક્ષનો મત

સેક્સ માટેની મંજૂરી

ઇમેજ સ્રોત, Getty Images

સુપ્રીમ કોર્ટના વકીલ સત્યમ સિંહ, સહમતીની ઉંમર ઘટાડવાના પક્ષમાં નથી.

તેઓ કહે છે કે કારણ કે ઓછી ઉંમરમાં યુવા રોમૅન્ટિક સંબંધો બાંધે રહ્યા છે એનો મતલબ એ નથી કે સહમતીની ઉંમર ઓછી કરી દેવી જોઈએ.

તેમના પ્રમાણે, "માન્યું કે આ ઉંમરમાં યુવાઓમાં હોર્મોનલ બદલાવ થાય છે પરંતુ આનાથી છોકરીઓ ઉપર થનારી શારીરિક અસર જેમકે ગર્ભવતી થઈ જવું, તેના પછી થનારી તકલીફો, માનસિક પ્રભાવોને ધ્યાનમાં રાખવામાં આવે. ત્યાં જ જો બાળક થઈ જાય છે તો એ લગ્નની બહાર જન્મેલું (ગેરકાયદેસર) કહેવાશે અને પછી એની સામાજિક અસર પણ થાય છે.”

બીબીસી ગુજરાતી

સહમતીનો મતલબ માત્ર હા કે ના નથી

સેક્સ માટેની મંજૂરી

ઇમેજ સ્રોત, Getty Images

મુંબઈ સ્થિત મહિલા ચળવળકાર અને સ્ત્રી રોગ નિષ્ણાત ડૉક્ટર સુચિત્રા દાલવી કહે છે કે સહમતીની ઉંમરને ઘટાડવાનો મુદ્દો ઘણો જટિલ છે કારણ કે બાળકોને જાતીય સતામણીથી બચાવવા માટે જ પૉક્સો કાયદો લાવવામાં આવ્યો છે.

તેઓ કહે છે કે, "સહમતીને માત્ર ‘હા’ અથવા ‘ના’ની દ્રષ્ટીએ ન જોવું જોઈએ પણ એ પણ સમજવું જોઈએ કે હા કીધા પછી એનું પરિણામ શું હશે."

તેઓ એક મહત્ત્વપૂર્ણ બિંદુને ઉપાડતા કહે છે કે ભારતમાં સેક્સ શિક્ષણ નથી આપવામાં આવતું.

આ શિક્ષણ વગર શું બાળકો પાસેથી એ આશા રાખવી જોઈએ કે તેઓ શારીરિક સંબંધ બાંધવાની આડઅસરોથી પરિચિત હશે?

તેમના અનુસાર, "અહીં જો કોઈ સગીર છોકરી કોઈ પુખ્ત જેમકે 30 વર્ષની વ્યક્તિ સાથે સંબંધ બાંધે છે તો તમે એને બળજબરી કહેશો પરંતુ જો બન્ને પુખ્ત હોય તો શું એમાં બળજબરી ન કહી શકાય. આ વિચારવા જેવી બાબત છે."

તો વકીલ સત્યમ સિંહની વાતને આગળ વધારતાં ડૉ સુચિત્રા દાલવી કહે છે કે માની લો કે રોમૅન્ટિક સંબંધમાં રહેતા સગીરે શારીરિક સંબંધો બાંધ્યા અને છોકરી ગર્ભવતી થઈ જાય છે તો આનાથી છોકરાની સાથે-સાથે છોકરી પર પ્રભાવ પડશે.

તેમના પ્રમાણે, "જો છોકરી ગર્ભપાત કરાવે છે તો તેના ઉપર થનારી શારીરિક અને માનસિક અસરને બાજુએ ન મૂકી શકાય. આ સ્થિતિમાં સમાજનો દ્રષ્ટીકોણ છોકરી માટે શું હશે એને પણ સમજવું જોઈએ."

સુચિત્રા દાલવી એક સૂચન કરે છે, "હું માનું છું કે સેક્સ ગુનો નથી અને તેની માટે કડક સજા પણ ન હોવી જોઈએ પરંતુ એક વચ્ચેનો રસ્તો જરૂરથી કાઢી શકાય છે."

સોનાલી કડવાસરા પણ કહે છે કે એવા સંબંધોમાં છોકરીની સાથે-સાથે છોકરા પર થનારા પ્રભાવને અલગ થઈને ન જોઈ શકાય અને સજાની જોગવાઈ પર ધ્યાન આપવાની જરૂર છે.

બીબીસી ગુજરાતી

અન્ય દેશમાં મંજૂરીની ઉંમર

સેક્સ માટેની મંજૂરી

જો દુનિયાભરમાં જોવામાં આવે તો સરેરાશ સહમતીની ઉંમર 16 વર્ષ છે.

જ્યાં ભારતમાં ઉંમર 18 વર્ષ છે ત્યાં અન્ય દેશમાં 13થી 18 વર્ષ છે અને ઘણાં દેશમાં આ 16 વર્ષ છે.

હાલમાં જ જાપાને આ ઉંમરને 13 વર્ષથી વધારી 16 વર્ષ કરી દીધી છે.

તો જર્મની અને ચીનમાં સહમતીની ઉંમર 14 વર્ષ છે.

સાઉદી અરેબિયા, યમન, ઈરાન અને પાકિસ્તાનમાં લગ્ન બહાર જાતીય સંબંધ બનાવવો ગેરકાયદેસર છે પછી એ સહમતી હોય કે ન હોય. સાથે જ આની વિરુદ્ધ કડક સજાની પણ જોગવાઈ છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી