ઇસરોનું પીએસએલવી-સી62 મિશન નિષ્ફળ, અવકાશમાં મોકલેલા 15 ઉપગ્રહોનું શું થશે?

ઈસરોના પીએસએલવી-સી62 મિશનની નિષ્ફળતા કેટલો મોટો ફટકો, સતત બીજી નિષ્ફળતા માટે કયાં કારણો જવાબદાર? બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

સોમવારે પૃથ્વીનું નિરીક્ષણ કરવા માટેનાં સેટેલાઇટ સહિત અન્ય ઉપકરણો અને 16 પેલોડ લઈ જતું એક ભારતીય રૉકેટ લૉન્ચ થયા પછી નિર્ધારિત માર્ગ પરથી ભટકી ગયું હતું.

આને ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ના ભરોસાપાત્ર ગણાતા પ્રક્ષેપણ યાન માટે વધુ એક ઝાટકા તરીકે જોવામાં આવી રહ્યું છે.

પોલર સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ (પીએસએલવી)ને લગભગ આઠ મહિનામાં બીજી વખત નિરાશાનો સામનો કરવો પડ્યો છે, રૉયટર્સના અહેવાલ મુજબ, જેનાથી તેની 'વિશ્વસનીયતા માટેની પ્રતિષ્ઠાને નુકસાન' થયું છે.

અત્યાર સુધીમાં, લગભગ 60 મિશનોમાં તેનો સફળતાનો દર 90 ટકાથી વધુ રહ્યો છે.

સોમવારે સવારે 10:18 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી પીએસએલવી-સી62 એ ઉડાન ભરી, જેમાં ઈઓએસ-એ1 પ્રેક્ષણ ઉપગ્રહ તેમજ ભારત અને વિદેશનાં સ્ટાર્ટઅપ્સ સહિત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિકસિત 15 અન્ય પેલોડ્સ હતાં.

ઇસરોના મિશન કંટ્રોલ મુજબ, રૉકેટે ઉડાન દરમિયાન મોટાભાગે નૉર્મલ રહ્યું હતું પરંતુ પાછળથી એક અણધારી ખામી સર્જાઈ અને રૉકેટ તેના માર્ગ પરથી ભટકી ગયું હતું.

ઇસરોએ એક નિવેદનમાં જણાવ્યું, "પીએસએલવી-સી62 મિશનમાં પીએસ-3 તબક્કાના અંતે એક વિસંગતતા જોવા મળી ત્યારબાદ તેનું વ્યાપક વિશ્લેષણ શરૂ કરવામાં આવ્યું છે."

જોકે, નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી કે ખરેખર શું ખોટું થયું અથવા રૉકેટ આખરે ક્યાં પડ્યું?

ISROના વડા વી નારાયણને જણાવ્યું હતું કે, "પીએસએલવી-સી62/ઈઓએસ-એન1 મિશન દરમિયાન, તેના ઉડાન માર્ગમાં એક વિચલન જોવા મળ્યું અને તે બાદ મિશન નિર્ધારિત માર્ગ પર આગળ વધ્યું ન હતું. અમને બધા ગ્રાઉન્ડ સ્ટેશનોમાંથી ડેટા મળ્યો છે, અને અમે તેનું વિશ્લેષણ કરી રહ્યા છીએ."

પીએસએલવી ભારતના અવકાશ કાર્યક્રમનો મુખ્ય આધારસ્તંભ રહ્યો છે, જેણે ચંદ્રયાન-1 અને આદિત્ય-એલ1 સૌર વેધશાળા જેવા મિશન લૉન્ચ કર્યા છે.

તેને ખાનગી ઉદ્યોગો માટે અંતરીક્ષ નિર્માણ ક્ષેત્ર ખોલવાની ભારતની પહેલનો આધાર પણ માનવામાં આવે છે.

આ નિષ્ફળતા કેટલી મોટી છે?

ઈસરોના પીએસએલવી-સી62 મિશનની નિષ્ફળતા કેટલો મોટો ફટકો, સતત બીજી નિષ્ફળતા માટે કયાં કારણો જવાબદાર? બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, X/ISRO

ઇમેજ કૅપ્શન, શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લૉન્ચની તૈયારી કરી રહેલ પીએસએલવી-62
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અવકાશ વિજ્ઞાનને આવરી લેતા પત્રકાર પલ્લવ બાગલા કહે છે, ગયા વર્ષે જ્યારે પીએસએલવી-સી62 નિષ્ફળ ગયું, ત્યારે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, ખામીઓ સુધારી લેવામાં આવી છે, પરંતુ દરેક રૉકેટ સંપૂર્ણપણે અલગ હોય છે.

બાગલા કહે છે, "પીએસએલવી-સી62ની નિષ્ફળતા ઇસરો માટે એક મોટો ઝાટકો છે. આ વખતે, સાત દેશોના ઉપગ્રહો પણ તેમાં હતા, અને નિષ્ફળતાએ તે બધાનો નાશ કર્યો. આ ચોક્કસપણે ઇસરોની પ્રતિષ્ઠા માટે એક ફટકો છે. પરંતુ મને વિશ્વાસ છે કે ઇસરો ભવિષ્યમાં આ મિશન આત્મવિશ્વાસથી પૂર્ણ કરશે."

ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. એસ. સોમનાથે ગયા વર્ષે મે મહિનામાં સી-61 મિશનની નિષ્ફળતાનું કારણ સમજાવ્યું હતું.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "મને ત્રીજા તબક્કાના સૉલિડ મોટરના વિકાસ દરમિયાન આવતા ગંભીર પડકારોનો અંદાજો છે. આ એક એવો પ્રયાસ હતો જેમાં અનેક નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો હતો. આ તબક્કે આવી સમસ્યાનું પુનરાવર્તન થવું સામાન્ય નથી. જોકે, મને વિશ્વાસ છે કે ટીમ મૂળ કારણને ઝડપથી અને અસરકારક રીતે ઓળખી કાઢશે."

ત્યારબાદ ઇસરોએ લગભગ આઠ મહિના સુધી તમામ પીએસએલવી લૉન્ચ અટકાવી દીધાં છે અને આ સમયગાળા દરમિયાન કડક ગુણવત્તા નિયંત્રણ પગલાં અમલમાં મૂક્યાં છે.

એવું કહેવામાં આવતું હતું કે ત્રીજા તબક્કાની ડિઝાઇન મજબૂત બનાવવામાં આવી હતી, તેમ છતાં આ વખતે પણ તે નિષ્ફળ મળી છે.

ઈસરોના પીએસએલવી-સી62 મિશનની નિષ્ફળતા કેટલો મોટો ફટકો, સતત બીજી નિષ્ફળતા માટે કયાં કારણો જવાબદાર? બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇસરોએ પીએસએલવી મારફતે ઘણાં મિશનોને અવકાશમાં મોકલ્યાં છે

ભારતીય અંગ્રેજી ભાષાના અખબાર, ધ ઇન્ડિયન એક્સપ્રેસે અહેવાલ આપ્યો છે કે, "પીએસએલવી-સી62 મિશનમાં 16 સેટેલાઈટ હતા, જેમાંથી સાત વિદેશી દેશોના હતા. આ રૉકેટની સતત બીજી નિષ્ફળતા છે, જે ત્રણ દાયકાથી વધુ સમયથી ઇસરોનું પ્રાથમિક લૉન્ચિંગ વ્હીકલ રહ્યું છે. અગાઉ નિષ્ફળતાનો સામનો ગયા વર્ષના મે મહિનામાં થયો હતો. બંને કિસ્સાઓમાં, રૉકેટ સફળતાપૂર્વક લૉન્ચ થયું અને પ્રથમ બે તબક્કા પૂર્ણ કર્યા, પરંતુ ત્રીજા તબક્કામાં સમસ્યાઓ ઊભી થઈ હતી."

ધ ઇન્ડિયન એક્સપ્રેસે લખ્યું, "ગયા વર્ષના મિશન નિષ્ફળતાનું કારણ ઍન્જિનના કમ્બશન ચૅમ્બરમાં દબાણમાં અચાનક ઘટાડો હોવાનું માનવામાં આવતું હતું. તે ઇસરોના અધ્યક્ષ વી. નારાયણે આ કારણ આપ્યું હતું."

"જોકે, ફ્લોર ઍનાલિસિસ કમિટીનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો નથી."

"સોમવારે મળેલી નિષ્ફળતાનું કારણ હજુ પણ અસ્પષ્ટ છે, પરંતુ તેની પાછળ પણ આજ કારણ હોઈ શકે છે."

"ત્રીજા તબક્કા દરમિયાન, રૉકેટને પૃથ્વીની આસપાસ તેની ભ્રમણકક્ષા જાળવી રાખવા માટે ખૂબ જ ઝડપથી ગતિ કરવી પડશે, જોકે આ અંતિમ ભ્રમણકક્ષા નથી. જો કમ્બશન ચૅમ્બરમાં દબાણ ઘટી જાય છે, તો નિશ્ચિત ગતિ પ્રાપ્ત કરવા માટે જરૂરી બળ પણ ઘટે છે."

એક્સપ્રેસ અહેવાલ આપે છે કે, "પીએસએલવી (પોલર સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ) ચાર-તબક્કાનું રૉકેટ છે. તબક્કાઓ રૉકેટના વ્યક્તિગત ઘટકોનો ઉલ્લેખ કરે છે, દરેક તબક્કાનું પોતાનું ઍન્જિન અને બળતણ હોય છે. દરેક તબક્કા વારાફરતી મિશનને હાથ ધરવા માટે જવાબદાર છે. તેઓ તેમનાં મિશન પૂર્ણ કર્યાં પછી અલગ થઈ જાય છે. કેટલીકવાર "તબક્કા" શબ્દનો ઉપયોગ મિશનની ઉડાનના વિવિધ તબક્કાઓ માટે પણ થાય છે."

પ્રથમ તબક્કો લૉન્ચિંગ (લિફ્ટ-ઑફ) સાથે સંકળાયેલ છે, જે લગભગ 50-60 કિલોમીટરની ઊંચાઈ સુધી લગભગ સીધી ઉડાન હોય છે.

આ તબક્કો સૌથી વધુ મહેનત માંગી લે તેવું હોય છે, કારણ કે રૉકેટને ગુરુત્વાકર્ષણ તેમજ વાતાવરણીય ઘર્ષણનો સામનો કરવો પડે છે. તેથી, આ તબક્કામાં ખૂબ જ શક્તિશાળી ઍન્જિન અને મોટી માત્રામાં બળતણની જરૂર પડે છે.

એક્સપ્રેસના અહેવાલ મુજબ, પીએસએલવીના કિસ્સામાં, પ્રથમ તબક્કામાં ઈંધણ તરીકે ઘન પ્રોપેલન્ટનો ઉપયોગ થાય છે. પ્રથમ તબક્કામાં રૉકેટનો મોટાભાગનો હિસ્સો હોય છે ઉપરાંત તે તેના કુલ વજનનો મોટાભાગનો હિસ્સો ધરાવે છે.

આ તબક્કો માંડ બે મિનિટ ચાલે છે, પરંતુ આ સમય દરમિયાન બહોળા પ્રમાણમાં બળતણ ખર્ચ થઈ જાય છે. એકવાર બળતણ ખતમ થઈ જાય પછી, આ ભાગ રૉકેટ પર વધારાનો બોજ બની જાય છે.

તેથી તે ભાગને રૉકેટથી અલગ કરવામાં આવે છે. તે મુખ્ય રૉકેટથી દૂર પડી જાય છે, અને બીજા તબક્કાને જવાબદારી સોંપવામાં આવે છે.

આ મિશનમાં મોકલેલા 15 સેટેલાઇટનું શું થશે?

ઈસરોના પીએસએલવી-સી62 મિશનની નિષ્ફળતા કેટલો મોટો ફટકો, સતત બીજી નિષ્ફળતા માટે કયાં કારણો જવાબદાર? બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, X/ISRO

ઇમેજ કૅપ્શન, ઈસરોનું મહત્વાકાંક્ષી મિશન બીજી વખત નિષ્ફળ ગયું છે. તે 16 પેલોડ અને અન્ય ઉપકરણો લઈને જઈ રહ્યું હતું.

ઓડિશાના સ્પેસ વૈજ્ઞાનિક શુવેન્દુ પટનાયકે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું કે "ત્રીજા તબક્કામાં પહોંચવા સુધી મિશન બરાબર ચાલતું હતું. પરંતુ ત્યાર બાદ જે થવું જોઈતું હતું તે ન થયું. કોમ્યુનિકેશન ભાંગી પડ્યું. દિશા બદલાઈ ગઈ. આ નિષ્ફળતામાંથી ઇસરોને ઘણું શિખવા મળશે. વિશ્વભરમાં નિષ્ફળતા જોવા મળે છે. પરંતુ નાસા અને અન્ય સ્પેસ એજન્સીની સરખામણીએ આપણો નિષ્ફળતાનો દર ઓછો છે."

શુવેન્દુ પટનાયકે કહ્યું કે 8 મહિનામાં ઇસરોની આ બીજી નિષ્ફળતા છે પરંતુ એ ચિંતાજનક નથી. તેમણે કહ્યું, "આપણે ઇસરોની પ્રતિક્રિયાની રાહ જોવી જોઈએ. તેઓ તેની નિષ્ફળતાનાં કારણોનું વિશ્લેષણ કરીને જણાવશે."

આ મિશન થકી અવકાશમાં મોકલવામાં આવેલા સેટેલાઇટનું શું થશે? આ સવાલના જવાબમાં શુવેન્દુએ જણાવ્યું, "આ વખતે 15 સેટેલાઇટ હતા તે પૈકી 8 સેટેલાઇટ ભારતના હતા અને 7 સેટેલાઇટ અન્ય દેશોના હતા. પીએસએલવીનું આ નવમું કૉમર્શિયલ લૉન્ચિંગ હતું. આ પહેલાં 8 કૉમર્શિયલ લૉન્ચિંગ સફળ રહ્યાં."

"આ સેટેલાઇટ અલગ-અલગ હેતુઓ માટે હતા. જેમણે આ મિશનમાં સેટેલાઇટ મોકલ્યા હતા તેમણે તેમના સેટેલાઇટ ફરીથી બનાવવા પડશે. તેઓ એકાદ વર્ષમાં તેને બનાવશે અને તેને ફરીથી લૉન્ચ કરીને સ્પેસમાં મોકલવા પડશે."

છેલ્લા મિશનમાં શું થયું હતું?

ઈસરોના પીએસએલવી-સી62 મિશનની નિષ્ફળતા કેટલો મોટો ફટકો, સતત બીજી નિષ્ફળતા માટે કયાં કારણો જવાબદાર? બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મે 2025માં ઇસરોના તત્કાલીન વડા ડૉ. એસ. સોમનાથે PSLV-C61 ની નિષ્ફળતાનું કારણ સમજાવ્યું હતું.

અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'એ ગયા વર્ષે 18 મેના રોજ પોતાના અહેવાલમાં પીએસએલવી-સી61 નિષ્ફળતાનું કારણ સમજાવતા લખ્યું હતું કે, "પીએસએલવી રૉકેટના ચાર તબક્કા છે. C61 મિશન દરમિયાન, રૉકેટ તેની ઍક્સએલ સ્થિતિમાં હતું. તેમાં પહેલા તબક્કાની સાથે છ બૂસ્ટર પણ હતા."

"તેનો મુખ્ય પેલોડ ઈઓએસ-09 ઉપગ્રહ હતો. તે એક ભારે રડાર-ઇમેજિંગ ઉપગ્રહ છે જે બધી હવામાન પરિસ્થિતિઓમાં પૃથ્વીની સપાટીનું નિરીક્ષણ કરવા અને વ્યૂહાત્મક દેખરેખ અને આપત્તિ વ્યવસ્થાપન માટે ઉપયોગમાં લેવા માટે રચાયેલ છે. રૉકેટ તેને આશરે 529 કિલોમીટરની ઊંચાઈએ સૂર્ય-સમકાલિક ધ્રુવીય ભ્રમણકક્ષામાં મૂકવાનો હતો."

ધ હિંદુએ લખ્યું, "લૉન્ચ સામાન્ય હતું. પહેલા અને બીજા તબક્કા અપેક્ષા મુજબ થયા, યોજના મુજબ અલગ થયા, અને આ તબક્કા દરમિયાન રૉકેટ ટ્રૅક પર હતું. ત્રીજા તબક્કા, પીએસ-3, જે ઘન ઈંધણથી ચાલતી મોટર છે, તેના સંચાલન દરમિયાન આ વિસંગતતા આવી."

"લૉન્ચ થયાના લગભગ 203 સેકન્ડ પછી, ટેલિમેટ્રી ડેટાએ ત્રીજા તબક્કાના મોટરના કમ્બશન ચૅમ્બરમાં દબાણમાં તીવ્ર અને અણધાર્યો ઘટાડો દર્શાવ્યો. આ ઘટાડાને કારણે ઍન્જિન જરૂરી થ્રસ્ટ ઉત્પન્ન કરી શક્યું નહીં, અને પરિણામે, રૉકેટ તેની નિર્ધારિત ભ્રમણકક્ષા સુધી પહોંચવામાં નિષ્ફળ ગયું. ત્યારબાદ ઇસરોએ મિશન રદ કર્યું, અને રૉકેટ, ઈઓએસ-09 ઉપગ્રહ સહિત, ફરીથી પડી ગયું."

ધ હિંદુએ લખ્યું, "એક નિષ્ફળતા વિશ્લેષણ સમિતિએ ત્યારબાદ તપાસ શરૂ કરી અને શોધી કાઢ્યું કે સમસ્યા (કદાચ) પીએસ-3 સોલિડ મોટર સિસ્ટમ સુધી મર્યાદિત હતી. એવું લાગે છે કે સમસ્યા ત્રીજા તબક્કાના નોઝલ અથવા કેસીંગ સિસ્ટમમાં માળખાકીય અથવા સામગ્રી સબંધી નિષ્ફળતા સાથે સંકળાયેલી હતી, જેના કારણે દબાણ ઓછું થયું. શંકાસ્પદ તંત્ર શું હતું? ફ્લેક્સ નોઝલ નિયંત્રણ સિસ્ટમ અથવા ઇન્સ્યુલેશન લાઇનિંગમાં સંભવિત સમસ્યા, જે દબાણયુક્ત વાયુઓને પૂરતા પ્રમાણમાં સમાવવામાં નિષ્ફળ ગઈ, જેણે ઍન્જિન પાવરને અસરકારક રીતે ઘટાડયો."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન