You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું પ્લાસ્ટિકની બૉટલનું પાણી પીવાથી કૅન્સર થઈ શકે?
ખાવાપીવાના સામાનના પૅકિંગમાં વપરાતા પ્લાસ્ટિકથી સ્વાસ્થ્યને થતા નુકસાન મામલે હંમેશાં દાવા કરવામાં આવે છે.
હવે એક નવો ઈમેલ વાઇરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તડકામાં પ્લાસ્ટિકની બૉટલ રાખવાથી તેમાંથી રસાયણ નીકળે છે, જે પાણીમાં ભળીને શરીરમાં પહોંચે છે. તેનાથી કૅન્સર થઈ શકે છે.
આ ઈમેલમાં ઘણી વાર એક યુનિવર્સિટીના રિસર્ચ પેપરનો આધાર આપવામાં આવે છે, પરંતુ આ એક ખોટો ઈમેલ છે.
જોકે બિસ્ફેનૉલ એ (બીપીએ) નામના એક રસાયણે ખરેખર વૈજ્ઞાનિકોમાં ચિંતા જન્માવી છે.
પૉલી કાર્બોનેટ કન્ટૅનરો, ખાવાના ડબ્બાના અસ્તરો સિવાય રસીદ અને ટિકિટોમાં ઉપયોગમાં લેવાતા કાગળ પર પણ બીપીએ રસાયણ જોવા મળે છે.
બિસ્ફેનૉલ એ મામલે ચિંતા
દાવો કરવામાં આવે છે બીપીએ એક મહિલાના હૉર્મોનની જેમ પોતાની અસર પહોંચાડીને નુકસાન કરી શકે છે. જોકે હજુ સુધી એ પુરવાર નથી થયું કે આનાથી સ્વાસ્થ્ય મામલે શું સમસ્યાઓ થઈ શકે છે.
પરંતુ શું એ વાતનું પ્રમાણ છે કે આ રસાયણ હાનિકારક થઈ શકે છે?
અભ્યાસમાં માલૂમ પડે છે કે વધુ માત્રામાં શરીરમાં જો બીપીએ પ્રવેશ કરે તો, ઉંદર અથવા ગર્ભ ધારણ કરેલા કે પછી અત્યંત નાનાં ઉંદરને નુકસાન પહોંચે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ મનુષ્યનું શરીર બીપીએ જેવા રસાયણને અલગ રીતે પચાવે છે. હાલ એ વાતના કોઈ પુરાવા નથી મળ્યા કે આપણા શરીરમાં દરરોજ બીપીએનું જેટલું પ્રમાણ જઈ શકે છે, તેનાથી આપણને નુકસાન થઈ શકે કે નહીં.
પૅકેજિંગના કામમાં બીપીએનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે. એક અનુમાન છે કે વિકસિત દેશોના મોટા ભાગના વયસ્કોના મૂત્રમાં બીપીએ જોવા મળે છે.
જોકે પ્લાસ્ટિક પૅકેજિંગમાં બીપીએનો ઉપયોગ ન કરીને તેનાથી થતા જોખમો નિવારી શકાય છે.
મોટા ભાગના પ્લાસ્ટિક પર એક નંબર નોંધાયેલો હોય છે, જેમાં બીપીએ છે કે નહીં તે જાણી શકાય છે.
બીપીએની હાજરી કેવી રીતે જાણી શકાય?
આ નંબર એક ત્રિભુજાકાર રિસાઇકલિંગ ચિહ્ન (♲)ની અંદર હોય છે. 1,2,4 અથવા 5નો અર્થ છે પ્લાસ્ટિક 'બીપીએ મુક્ત' છે.
વળી 3 અથવા 7નો અર્થ એ છે કે પ્લાસ્ટિકમાં બીપીએ હોઈ શકે છે. જો તમે પ્લાસ્ટિકને ગરમ કરો અથવા તેના પર ડિટર્જન્ટ નાખો છો તો તેમાંથી બીપીએ નીકળી શકે છે. પ્લાસ્ટિક પર અંકિત 6નો અર્થ છે કે તે પૉલિસ્ટાઇનીનથી બનેલું છે.
યુરોપિયન સંઘમાં બાળકોની બૉટલો અને રમકડાં માટે વપરાતા પ્લાસ્ટિક 'બીપીએ મુક્ત' હોવા જોઈએ એવો નિયમ છે.
જોકે ખાવાના ડબ્બાના અસ્તરો અને ગરમીમાં સંવેદનશીલ રહેતી રસીદમાં હજુ પણ બીપીએ હોય છે. આથી સામાન્ય જીવનમાં બીપીએથી બચવું લગભગ અસંભવ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો