કેટલાક લોકો જ ભવિષ્યવાણી કેમ કરી શકે છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ન્યૂઝ રૂમ
    • પદ, બીબીસી મુન્ડો

એક પળ પછી શું થવાનું છે એની તમને ખબર છે?

"મેં તો પહેલેથી જ કહ્યું હતું," એવું સર્વવ્યાપી વાક્ય બોલીને અભિમાનમાં રાચવાની તક જિંદગી આપણને ક્યારેક આપતી હોય છે.

વળી એવા લોકો પણ છે કે જેઓ બહુ સારી રીતે ભવિષ્યવાણી કરી શકે છે.

અલબત, ઈમાનદારીથી વાત કરીએ તો મોટાભાગના કિસ્સામાં કશું બની જાય પછી જ આપણને ભાન થાય છે કે એવું થવાનું છે તેની તો આપણને "ખબર" હતી. આ બાબત આપણે જેના વિશે વિચાર્યું હતું એ શક્યતાઓ પૈકીની હોય છે.

ભવિષ્યવાણીના પ્રયાસ માનવજાત પ્રાચીન કાળથી કરી રહી છે.

એ માટે ચીન પાસે આઈ ચિંગ છે, જ્યારે ગ્રીક દેવતાઓ પ્રાણીઓના આંતરિક અંગોમાંથી જવાબ શોધવાનું પસંદ કરતા હતા.

આજે દુનિયાભરની ગુપ્તચર એજન્સીઓ ભાવિ ઘટનાઓનો તાગ મેળવવા માટે મુખ્યત્વે નિષ્ણાતોના મત પર જ આધાર રાખે છે.

જોકે, આપણી વચ્ચે કેટલાક એવા સામાન્ય લોકો છે કે જેઓ ચોકસાઈપૂર્ણ ભવિષ્યવાણીની વાત હોય ત્યારે નિષ્ણાતોને મોટાભાગના કિસ્સામાં પાછળ છોડી દે છે.

એવા લોકોને અંગ્રેજીમાં "સુપર ફોરકાસ્ટર્સ" કહેવામાં આવે છે અને અહીં ગડબડ જેવું કશું લાગતું હોય તો જાણી લો કે તેમાં કશું છેતરામણું હોતું નથી.

"ધ ઈન્ટેલિજન્સ ટ્રૅપ" પુસ્તકના લેખક ડેવિડ રૉબસન ભારપૂર્વક કહે છે કે "આપણે કોઈ પ્રકારના માનસિક જ્યોતિષ સંબંધી વાત કરતા નથી."

વિજ્ઞાનીઓએ વ્યક્તિત્વનાં વિશિષ્ટ લક્ષણો અને ક્ષમતાઓ શોધી કાઢી છે.

બીબીસીના ક્રાઉડ સાયન્સ કાર્યક્રમમાં રૉબસને કહ્યું હતું કે "અશાંત ક્ષેત્રમાં આંતરવિગ્રહ થશે કે નહીં અથવા ઓલિમ્પિકમાં વિજેતા કોણ બનશે તેની ભવિષ્યવાણી કરી શકે એવા લોકો છે."

ભવિષ્ય માણસને ક્યાં લઈ જશે એ જાણવાની અને પુરાવા ચકાસવાની પ્રતિભા તેઓ ધરાવે છે.

line

સુપર ફોરકાસ્ટર

ફ્યૂચર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચાર વર્ષ, 500 સવાલ અને દસ લાખથી વધુ ભવિષ્યવાણી પછી સૌથી વધુ સફળ થયેલા માત્ર બે ટકા લોકોને સુપર ફોરકાસ્ટર જાહેર કરવામાં આવ્યા.

આ "સુપર ફોરકાસ્ટર" શબ્દ એક ટૂર્નામેન્ટમાંથી નિપજ્યો છે.

તેનો ઉદ્દેશ રાજકીય ભવિષ્યવાણીમાં નવો દૃષ્ટિકોણ શોધવાનો હતો. તેને ગૂડ જજમેન્ટ પ્રૉજેક્ટ કહેવામાં આવે છે. ઈન્ટેલિજન્સ ઍડવાન્સ્ડ રિસર્ચ પ્રૉજેક્ટ્સ એક્ટિવિટી (IARPA) દ્વારા આ પ્રૉજેક્ટ માટે નાણાકીય સહાય આપવામાં આવી હતી.

પૉલિટિકલ સાયન્ટિસ્ટ ફિલિપ ઈ. ટેટલોકના વડપણ હેઠળની એક ટીમ 2011થી સમાજના તમામ વર્ગના લોકોને ભવિષ્યવાણીના તેમના કૌશલ્યની ચકાસણી માટે આમંત્રિત કર્યા હતા.

એ કાર્યક્રમ હેઠળ ચાર વર્ષ, 500 સવાલ અને દસ લાખથી વધુ ભવિષ્યવાણી પછી સૌથી વધુ સફળ થયેલા માત્ર બે ટકા લોકોને સુપર ફોરકાસ્ટર જાહેર કરવામાં આવ્યા હતા.

ટેટલોકે બાદમાં આ પ્રોજેક્ટને તેમના સંચાલન હેઠળની ભવિષ્યવાણીની એક કૉમર્શિયલ કંપનીમાં પરિવર્તિત કરી નાખ્યો હતો. તેનો અગાઉના રેકોર્ડ દર્શાવે છે કે પ્રોફેશનલ ભવિષ્યવેતાની ભવિષ્યવાણી એકદમ સચોટ ન હતી.

પૉલિટિકલ સાયન્સ, અર્થશાસ્ત્ર અને પત્રકારત્વ જેવાં ક્ષેત્રોના 284 નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલી 82,361 ભવિષ્યવાણીઓનું વિશ્લેષણ કર્યા બાદ તેમણે એવો નિષ્કર્ષ કાઢ્યો હતો કે "સભંવિત પરિણામ પર નિશાન તાકનારા વાંદરાઓને" પણ કદાચ આવું જ પરિણામ મળે. આ વાત તેમણે તેમના પુસ્તક 'ધ ઈમ્પિચમેન્ટ ઑફ ઍક્સપર્ટ્સ' (2005)માં સ્પષ્ટ કરી હતી.

ફિલિપ ટેટલોકને એવો વિચાર આવ્યો હતો કે નિષ્ણાતો તરીકે આવેલા સુપર ફોરકાસ્ટર્સ વધારે સારી ભૂમિકા ભજવી શકે કે કેમ.

line

વાસ્તવમાં ખુલ્લું દિમાગ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુદ્દો "ઉદારમતવાદી" હોવાનો નહીં, પણ દૃઢ માન્યતાને ત્યાગવાનો છે.

એ સવાલનો જવાબ હતોઃ હા. કેટલાક સુપર ફોરકાસ્ટર્સ ભવિષ્યવાણી કરવાની જન્મજાત ક્ષમતા ધરાવતા હતા.

સવાલ એ છે કે એવું કેમ હતું? તેમનામાં એવું ખાસ શું હતું?

રૉબસન કહે છે કે "તેઓ મહદઅંશે જિજ્ઞાસુ હતા. મુક્ત વિચાર ધરાવતા હતા. તેઓ પુરાવા શોધવા અને પોતાની ધારણા સામે સવાલ કરવા તૈયાર હતા. વળી બૌદ્ધિક રીતે વિનમ્ર હતા. તેથી પોતાના પૂર્વગ્રહોને ઓળખવામાં અને તેને ધ્યાનમાં રાખવામાં સક્ષમ હતા."

મુદ્દો સંખ્યાબંધ અભિપ્રાયોને સાંભળવાનો કે વાંચવાનો ન હતો, પણ મળેલી માહિતીના આધારે ભવિષ્યવાણી કે અભિપ્રાય અપડેટ કરવાનો હતો. આપણે બધા એવું કરી શકતા નથી, કારણ કે આપણે આપણી માન્યતાઓ સાથે બંધાયેલા હોઈએ છીએ.

ટેટલોકના જણાવ્યા મુજબ, "પોતે જેને સાચું ગણતા હોય તેને પડતું મૂકવાની અને બીજો અભિપ્રાય અપનાવવાની ક્ષમતા સુપર ફોરકાસ્ટર્સમાં હોય છે."

ટેટલોકે પોતે 2015માં બીબીસીને કહ્યું હતું કે "સુપર ફોરકાસ્ટર્સ મનોવૈજ્ઞાનિક રીતે વિશિષ્ટ હોય છે."

"મોટાભાગના લોકો, તેમને પરિભાષિત કરતી, તેમની ધારણાઓને બહુ કિમતી માનતા હોય છે, જ્યારે સુપર ફોરકાસ્ટર્સ તેમની ધારણાઓને પરીક્ષણ માટેની એવી પરિકલ્પના ગણતા હોય છે, જેમાં પુરાવાના આધારે સુધારા કરવા પડે."

"તેનો અર્થ એ થયો કે તમે સવાલ પૂછો કે તરત જ પ્રારંભિક અનુમાન કરવામાં તેઓ પાવરધા હોય છે, પણ વધારે માહિતી મળે એટલે તેમના અનુમાનને અપડેટ કરવામાં તેઓ વધુ પાવરધા હોય છે. તેથી તેઓ વધુ નક્કર સંભાવનાનું તારણ કાઢી શકે છે," એમ ટેટલોકે કહ્યું હતું.

line

ખુદનું પરીક્ષણ

ટ્રેન સ્મોકઃ આ ચિત્ર ઓસ્લોના મંચ મ્યુઝિયમના કલેક્શનમાં છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રેન સ્મોકઃ આ ચિત્ર ઓસ્લોના મંચ મ્યુઝિયમના કલેક્શનમાં છે.

તેથી વૈજ્ઞાનિકોની માફક સુપર ફોરકાસ્ટર્સ પણ તેમની ભવિષ્યવાણીઓને પૂર્વધારણા ગણે છે અને હંમેશા નવી માહિતીની શોધમાં રહે છે, માહિતીનું સાવધાનીપૂર્વક મૂલ્યાંકન કરતા રહે છે અને પોતાની ભવિષ્યવાણીને અપડેટ કરતા રહે છે.

ખરા અર્થમાં ખુલ્લું દિમાગ હોવા ઉપરાંત વિશ્લેષણાત્મક વિચારવાની ઉત્તમ ક્ષમતા તેમનામાં હોય છે.

line

તમે પણ આવું કરી શકો?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ખુલ્લાં દિમાગ અને વિશ્લેષણાત્મક વિચારશક્તિ ઉપરાંત સારી ભવિષ્યવાણી માટે સારી સંભાવનાત્મક વિચારશક્તિ પણ હોવી જરૂરી છે.

ડેવિડ રૉબસનના આ સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કરો.

"પૂર્વ દિશામાંથી હવા ફૂંકાઈ રહી છે અને એક ઈલેક્ટ્રિક ટ્રેન પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે તો ટ્રેનના ઍન્જિનનો ધૂમાડો કઈ દિશામાં જશે?"

આ સવાલનો જવાબ છે કે ધૂમાડો એકેય દિશામાં જશે નહીં, કારણ કે "એ ઈલેક્ટ્રિક ટ્રેન છે."

બીજો સવાલ જેક, એના અને જોર્જ એમ ત્રણ લોકો વિશેનો છે.

જેક એનાને પ્રેમ કરે છે, પણ એના જોર્જને પ્રેમ કરે છે. જેક પરણિત છે, પણ જોર્જ કુંવારો છે. અહીં કોઈ પરણિત વ્યક્તિ કુંવારી વ્યક્તિને ચાહે છે?

આ સવાલના જવાબ માટે ત્રણ વિકલ્પ છેઃ હા, ના અને અનિર્ણિત. આ સવાલનો જવાબ લેખના અંતે આપેલો છે.

રૉબસન કહે છે કે "તમે અંતઃસ્ફૂર્ણાથી દોરવાઈ જાઓ છો કે પછી જે કહેવામાં આવ્યું તેનું વિશ્લેષણ કરો અને સામો સવાલ કરો છો એ જાણવા માટે આ પ્રકારના સવાલો પૂછવામાં આવે છે."

તમે એવું માનતા હશો કે બહુ વાંચવું અને વિશ્લેષણ કરવું એ પ્રખર બુદ્ધિશાળી વ્યક્તિનું લક્ષણ છે. અલબત, એટલું પૂરતું નથી. રસપ્રદ વાત એ પણ છે કે બહુ બધી બુદ્ધિ હોવાથી તમે ખોટા તારણ પર પહોંચી શકો છો.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

"તમે જેટલા વધારે સ્માર્ટ હો એટલી, તમારા અભિપ્રાય માટે તમામ પ્રકારનાં કારણ-તારણ શોધવાની તેમજ અન્ય લોકોની દલીલોમાંથી ઝીણી ભૂલો શોધીને તેમને તોડી પાડવાની, તમારી ક્ષમતા વધારે હોઈ શકે."

"તેથી સમસ્યા એ છે કે તમે જેટલા વધારે સ્માર્ટ હો એટલી ખુદને અને અન્યોને મૂર્ખ બનાવવાની ફાવટ તમારામાં વધારે હોય."

આપણે આપણી બૌદ્ધિક ક્ષમતા સીમિત નથી એ સારું છે.

તેનો અર્થ એ થાય કે ભવિષ્યવેતા તરીકે તારણમાં સુધારા કરવાની આપણી ક્ષમતા વધારે છે.

બીજી કેટલીક વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ખુલ્લાં દિમાગ અને વિશ્લેષણાત્મક વિચારશક્તિ ઉપરાંત સારી ભવિષ્યવાણી માટે સારી સંભાવનાત્મક વિચારશક્તિ પણ હોવી જરૂરી છે.

આવું કરી શકતી એક વ્યક્તિ છે માઈકલ સ્ટોરી. 'ગૂડ જજમેન્ટ પ્રૉજેક્ટ' હેઠળ પસંદગી પામેલા બે ટકા લોકો પૈકીના એક માઈકલ છે. તેમણે સુપર ફોરકાસ્ટર તરીકે કારકિર્દી બનાવી છે અને ગૂડ જજમેન્ટ ઈન્કોર્પોરેટેડ માટે કામ કરવાનું ચાલુ રાખ્યું છે.

"હું બહુજ જિજ્ઞાસુ વ્યક્તિ છું અને હું જે કંઈ કામ કરું છું તેમાં કદાચ એ જ બાબત મારી મુખ્ય પ્રેરણા છે."

બીબીસીના ક્રાઉડ સાયન્સ કાર્યક્રમમાં માઈકલ સ્ટોરીએ અન્યના દૃષ્ટિકોણનું મહત્વ સમજાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે "તમે કોઈ બાબતની બહુ જ નજીક હો તો તમારા ખોટા પડવાની સંભાવના વધી જાય છે એવું જણાવતી એક થીયરી છે. બને છે શું કે તમે માહિતીના એક હિસ્સા પર જ ધ્યાન કેન્દ્રીત કરો છો અને તમારા દૃષ્ટિકોણ સાથે બંધબેસતી ન હોય એવી બાબતોની અવગણના કરો છો. તમે આવું કરી રહ્યા છો એ તમને સમજાતું નથી. તેને પૂર્વગ્રહયુક્ત દૃષ્ટિકોણ કહેવાય."

અન્યોના અભિપ્રાયને ધ્યાનમાં લેવા અને પુનર્વિચાર કરવા એક ચોક્કસ પરિસ્થિતિમાંથી માનસિક રીતે બહાર આવવું ઘણું મદદરૂપ સાબિત થઈ શકે છે.

"વિચારો કે તમે કોઈના લગ્નમાં ગયા છો અને તમને પૂછવામાં આવે છે કે નવપરણિયાત યુગલનો સંબંધ કેટલો સમય ટકશે?"

રોમાન્સના વિચાર અને એ ઘડીના આનંદને લીધે લાગણીમાં વહી જવું આસાન છે, પરંતુ સુપર ફોરકાસ્ટર્સ તત્કાલીન માહિતી ઉપરાંતની બાબતોનો વિચાર પણ કરતા હોય છે.

"એવું કરવામાં આવે છે ત્યારે વધારે સારું નિરિક્ષણ થઈ શકે છે. દાખલા તરીકે, નવદંપતિ મોટી વયનું કે ધાર્મિક વૃતિવાળું હશે તો તેમના અલગ થવાની શક્યતા બહુ ઓછી હશે. આવું આકલન કરતી વખતે બહારના પરિબળોને, તમારી નજીકના લોકોના અભિપ્રાયને ધ્યાનમાં લો છો અને આ રીતે તમને બહારનો દૃષ્ટિકોણ મળે છે."

આ પ્રક્રિયામાં તમે માહિતીની મદદથી તમારી અંતઃસ્ફૂરણાને એડજસ્ટ કરશો અને પેટર્ન મેચિંગ કરશો, જે માઈકલ સ્ટોરીના મતે બહુ મહત્વની વાત છે.

માઈકલે કહ્યું હતું કે "કોઈ વ્યક્તિ સારી ભવિષ્યવેતા બનવા માટે કેટલી સક્ષમ છે એ જાણવા અમે લોકોનું પરીક્ષણ કરીએ છીએ ત્યારે અમે કોઈ વિષયમાંના તેમના જ્ઞાનની ચકાસણી નથી કરતા, પરંતુ ઈમેજ પેટર્ન ઓળખવાના તેમના કૌશલ્યની ચકાસણી કરીએ છીએ."

આપણાંમાના બધા લોકોમાં બધી પ્રકૃતિદત્ત ટેલેન્ટ્સ હોતી નથી ત્યારે સારા સમાચાર એ છે કે એ માટેનું કૌશલ્ય અભ્યાસ વડે પ્રાપ્ત કરી શકાય છે, એવું સંશોધકો માને છે. વાસ્તવમાં એ માટેના અભ્યાસક્રમ પણ ચાલે છે.

line

એવું શા માટે કરવું?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

કારણ કે તમે તમારી જાતને ભૂરાજકીય ઘટનાઓ કે શેરબજારની હિલચાલના ભવિષ્યવેતા તરીકે સમર્પિત ન કરવાના હો તો પણ તાર્કિક રીતે વિચારતા શિખવું અને ધારણાઓ તથા માન્યતાઓને પડકારવી એ ઘણા મહત્વના નિર્ણયો લેવામાં ઉપયોગી સાબિત થાય છે.

જેક, એના અને જોર્જના કોયડાનો જવાબ

આ કિસ્સામાં એનાના વૈવાહિક દરજ્જા વિશે કશું જણાવવામાં આવ્યું નથી. તેથી તેનો જવાબ "અનિર્ણિત" નહીં, પણ "હા" હોવો જોઈએ.

એના પરણેલી છે કે કુંવારી એ જાણવું જરૂરી નથી.

જો એના પરણેલી હોય તો તેનો અર્થ એ થયો કે પરણેલી વ્યક્તિ સિંગલ વ્યક્તિ(જોર્જ)નો સંગાથ ઝંખી રહી છે અને એ કુંવારી હોય તો જેક પરણેલી વ્યક્તિ છે, જે સિંગલ વ્યક્તિ(એના)નો સંગાથ ઝંખી રહ્યો છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન