Jiophonenext: રિલાયન્સ AGMમાં વિશ્વના સૌથી 'અફૉર્ડેબલ' સ્માર્ટફોનની જાહેરાત, કેવા હશે ફીચર્સ?

ઇમેજ સ્રોત, ANI
મુકેશ અંબાણી જેના ચૅરમૅન છે એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની 44મી વાર્ષિક જનરલ બેઠક એટલે કે AGM યોજાઈ, જેમાં કેટલીક મહત્ત્વની જાહેરાતો થઈ.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 44 વાર્ષિક બેઠકમાં કંપનીના ચૅરમૅન મુકેશ અંબાણીએ ગૂગલની ભાગીદારીવાળા Jio Phone NEXT સ્માર્ટફોનની જાહેરાત કરી છે.
તેમણે કહ્યું કે ડિજિટલ ડિવાઇડ એટલે કે તકનીકમાં તવંગર-ગરીબ વચ્ચેનો ભેદભાવ દૂર કરવા માટે કંપનીએ જિયો લૉન્ચ કર્યું હતું.
ગૂગલ અને જિયોની ટીમોએ સંયુક્ત રીતે વિકસાવેલા આ ફોનમાં બંને કંપનીઓની ઍપ્લિકેશન્સ હશે. ઍન્ડ્રોઇડ આધારિત આ ઍપ્લિકેશનને બંને કંપનીની ટીમોએ સાથે મળીને વિકસાવી છે. તેમાં તમામ અદ્યતન ફીચર્સ સામેલ હશે, છતાં તે સસ્તો હશે.
રિલાયન્સની જ મીડિયા સંસ્થા 'મનીકંટ્રોલ'ના રિપોર્ટ પ્રમાણે, તે વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન હશે. જેમાં વૉઇસ આસિસ્ટન્ટ હશે, સ્ક્રિન પરનું લખાણ વાચી સંભાળાવશે, ભાષાંતર થઈ શકશે તથા ઑગ્મૅન્ટેડ રિયાલ્ટી સહિતના આકર્ષક ફીચર્સ હશે.
કંપનીઓ કહ્યું છે કે આ અત્યંત સસ્તો ફોન હશે અને આ વર્ષ 10 સપ્ટેમ્બરે ગણેશચતુર્થીના રોજ માર્કેટમાં આવશે.
ફોન વિશે વાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે ભારતમાં હજુ પણ 30 કરોડ લોકો માત્ર એટલા કારણથી 2જી ફોન નથી છોડી શકતા કે 4જી મોબાઇલ ફોન મોંઘા છે. આથી ભારતને "2જી મુક્ત" કરવા માટે સસ્તા 4જી ફોનની તાતી જરૂર છે.
જિયો ફોનને ભારતનાં બજાર તથા ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યો છે. ગ્રાહકોને ગૂગલ પ્લૅસ્ટોરનો ઍક્સેસ પણ મળશે, જેની મદદથી તેઓ ફોનમાં ઍન્ડ્રોઇડ ઍપ્લિકેશન્સ ડાઉનલૉડ કરી શકશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી તરફ ગૂગલના કાર્યકારી નિદેશક સુંદર પિચાઈએ એક બ્લૉગમાં લખ્યું છે કે આ ફોનમાં કેટલીય ભાષાના વિકલ્પો હશે. આ સાથે જ એક ભાષામાંથી બીજી ભાષામાં ટ્રાન્સલેશન કરવાના ફીચર ઉપરાંત ઉત્તમ કૅમેરો પણ હશે.

આ ઉપરાંત બેઠકમાં શું જાહેરાત કરાઈ?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ડેટાની બાબતમાં રિલાયન્સ વિશ્વનું બીજા નંબરનું મોબાઇલ ડેટા કૅરિયર બની ગયું છે. ગત વર્ષે પ્રતિમાસ 630 કરોડ જીબી ડેટાનો વપરાશ થયો હતો. ગત વર્ષે 45 ટકાની ધરખમ વૃદ્ધિ થઈ હતી.
રિલાયન્સ રિટેલ આગામી ત્રણથી પાંચ વર્ષ દરમિયાન ત્રણ ગણી ઝડપથી વૃદ્ધિ કરીને વિશ્વના ટોચના 10 રિટેલર્સમાં સામેલ થવા માગે છે.
જિયો ભારતને 2જી મુક્ત નહીં, પરંતુ 5જી યુક્ત કરવા માગે છે. જિયો ચીન સિવાય વિશ્વની પહેલી એવી મોબાઇલ ઑપરેટર કંપની છે, જેના કોઈ એક જ દેશમાં 40 કરોડ કરતાં વધુ ગ્રાહક છે.
કંપનીએ 4જી નેટવર્કને વધુ સુદ્રઢ કરવા માટે રૂ. 57 હજાર કરોડ સ્પેક્ટ્રમ માટે ખર્ચ્યા.

જામનગર માટે જાહેરાત
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ગુજરાતના જામનગર ખાતે પાંચ હજાર એકર જમીન ઉપર 'ધીરુભાઈ અંબાણી ગ્રીન ગીગા કૉમ્પલેક્સ'ની કામગીરી હાથ ધરવામાં આવશે. જે વિશ્વની આ પ્રકારની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ ફૅસિલિટી હશે.
આગામી ત્રણ વર્ષ દરમિયાન આના માટે રૂ. 60 હજાર કરોડ રોકવામાં આવશે અને પુનઃપ્રાપ્ય ઊર્જા માટે ઍન્ડ-ટુ-ઍન્ડ ઇકૉસિસ્ટમ ઊભી કરવામાં આવશે.
પુનઃપ્રાપ્ય ઊર્જાના પ્રોજેક્ટના નિયમન અને નિર્માણ ઉપરાંત ધિરાણ માટે બે અલગ ડિવિઝન ઊભાં કરવામાં આવશે.
આ પ્રોજેક્ટને કારણે ગુજરાત વિશ્વમાં સૌર તથા હાઇડ્રોજન મૅપમાં ભારતને મૂકી દેશે. આ પ્રોજેક્ટ 'ભારતમાં ભારતીયો દ્વારા, ભારત અને વિશ્વ માટે બનેલો હશે.'
આંતરરાષ્ટ્રીય ફંડોએ રિલાયન્સમાં 44 અબજ ડૉલરનું રોકાણ કર્યું. જે કોઈપણ કંપની દ્વારા એક વર્ષમાં ઊભી કરવામાં આવેલી સૌથી વધુ રકમ હતી. જે ભારતની વિકાસક્ષમતામાં વિશ્વનો વિશ્વાસ દર્શાવે છે.
સાઉદી અરામકોના ચૅરમૅન હિઝ ઍક્સિલન્સી અલ-રૂમિયાનને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, જે રિલાયન્સના આંતરરાષ્ટ્રીયકરણની શરૂઆત છે. આ વર્ષ દરમિયાન તેની મંજૂરીની પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરી લેવાશે.
ઑઈલ-ટુ-કેમિકલના વ્યવસાયમાં અગાઉ ક્યારેય ન અનુભવાયા હોય તેવા પડકાર છતાં કંપનીએ લગભગ પૂર્ણ ક્ષમતાએ ઑપરેટ કર્યું અને તમામ ક્વાર્ટરમાં નફો રળ્યો.
મિશન વૅક્સિન સુરક્ષા દ્વારા કંપનીના કર્મચારી, પાર્ટનર કંપનીના કર્મચારી તથા તેમના પરિવારજનોને નિઃશુલ્ક વૅક્સિન મળે તે માટે અભિયાન હાથ ધરવામાં આવશે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












