રાજકોટ ડિમોલિશન: 'માત્ર એક ઓરડી બચી છે, એમાં કેવી રીતે 20 લોકો રહીશું?'
રાજકોટ ડિમોલિશન: 'માત્ર એક ઓરડી બચી છે, એમાં કેવી રીતે 20 લોકો રહીશું?'
રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશને જંગલેશ્વર વિસ્તારમાં કથિત ગેરકાયદેસર મકાનોને તોડી પાડવા માટે મૅગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી.
ભારે સુરક્ષા વચ્ચે સોમવારે શરૂ કરવામાં આવેલી આ કામગીરીને સત્તાધીશો અને અધિકારીઓએ બુધવારે 'ઔપચારિક રીતે' પૂર્ણ જાહેર કરી હતી અને કાટમાળને હઠાવવાની કામગીરી હાથ ધરી છે.
જોકે, આ કામગીરીને કારણે અનેક પરિવારોની જિંદગી ભાંગી-તૂટીને વિખેરાઈ ગઈ છે. આમાનાં એક અરુણાબહેન પણ છે.
ડિમોલિશનની કામગીરીમાં તેમનું ઘર આંશિક રીતે તોડી પડાયું છે અને એક ઓરડી બાકી રહી છે. જેને પણ આગામી દિવસોમાં તોડી પડાશે એવી આશંકા છે.
શું છે અરુણાબહેનની દાસ્તાન, જાણો તેમના જ શબ્દોમાં.

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



