ડેલ્ટા પ્લસ વૅરિયન્ટ: શું ભારત ત્રીજી લહેરને અટકાવી શકશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિકાસ પાંડેય
- પદ, બીબીસી સંવાદદાતા
એપ્રિલ અને મે મહિના દરમિયાન દેશમાં હાહાકાર સર્જનાર કોવિડ-19ની બીજી લહેર માંડ શાંત થઈ રહી છે, ત્યાં નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે કે આગામી મહિનાઓમાં કોરોનાની ત્રીજી લહેર ઊભી થઈ શકે છે.
અદાલતોએ કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે રાજ્ય સરકારોની તૈયારીઓ ઉપર સવાલ ઉઠાવ્યા છે તો નિષ્ણાતોનું કહેવું છે કે ત્રીજી લહેર 12થી 14 અઠવાડિયાંમાં ત્રાટકી શકે છે.
કોરોના વાઇરસના નવા વૅરિયનટ્સ તેમાં પણ બહુચર્ચિત ડેલ્ટા પ્લસ વૅરિયન્ટ હાલની વૅક્સિનોને બિનઅસરકારક કરી શકે છે, ગત વર્ષે ભારતમાં જોવા મળેલા ડેલ્ટા વૅરિયન્ટે બીજી લહેર દરમિયાન ભારતમાં હાહાકાર મચાવ્યો હતો અને ડેલ્ટા પ્લસ વૅરિયન્ટએ તેના સંબંધિત જ એક સ્વરૂપ છે.
ત્યારે આ ચિંતાઓ કેટલી વ્યાજબી છે ? વાઇરસની વધુ લહેરો અપેક્ષિત છે, પરંતુ તે કેટલી ઘાતક હોઈ શકે અને તેનો વ્યાપ કેટલો હોઈ શકે તે અનેક બાબતો ઉપર આધાર રાખે છે.

કોવિડ સેફ્ટી વ્યવસ્થા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ભારતમાં મે મહિનામાં કોરોનાના દૈનિક કેસોની સંખ્યા ચાર લાખ સુધી પહોંચી ગઈ હતી, જે તાજેતરના દિવસોમાં ઘટીને સરેરાશ 50 હજાર આસપાસ આવી ગઈ છે. રાજ્યો દ્વારા લાદવામાં આવેલાં કડક લૉકડાઉનને કારણે સંખ્યા ઘટી હોવાનું મનાય છે.
પહેલા લૉકડાઉન પછી બજારોમાં ઉટી પડેલી ભીડો, ચૂંટણીરેલીઓ તથા ધાર્મિક કાર્યક્રમોના કારણે બીજી લહેર આવી હોવાનું કહેવાય છે. આ સિવાય અમુક ખોટા નીતિવિષયક નિર્ણય અને ચેતવણીની અવગણનાને પણ આને માટે જવાબદાર માનવામાં આવે છે. જાણકારોનું કહેવું છે કે અગાઉ જે ભૂલો કરવામાં આવી હતી, તે દોહરાવામાં આવશે તો ત્રીજી લહેર વહેલી આવી શકે છે.
લોકનીતિ તથા આરોગ્યવ્યવસ્થાના નિષ્ણાત ડૉ. ચંદ્રકાંત લાહેરિયાના કહેવા પ્રમાણે, ભારત ફરી એક વખત સંવેદનશીલ તબક્કે આવીને ઊભું છે કે જ્યારે લોકોના વર્તાન ઉપર આગામી લહેરનો આધાર રહેશે. તેઓ તબક્કાવાર આર્થિકપ્રવૃત્તિઓને બહાલ કરવા ઉપર ભાર મૂકે છે. તેમનું કહેવું છે :
"જો આપણે ફરીથી પ્રવૃત્તિઓને ચાલુ કરવામાં ઉતાવળ કરીશું તો લોકો ઉતાવળ કરશે અને કોવિડ સેફ્ટીના નિયમોનું પાલન નહીં કરે, જેના કારણે વાઇરસને ઝડપથી ફેલાવાની તક મળી જાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ "સ્થાનિકસ્તર પર" સલામતીના નિયમોને લાગુ કરવાનું કહે છે- જો કોઈ ચોક્કસ બજાર કે ઉદ્યોગો નિયમોનું અનુપાલન ન કરે તો તેમને દંડ થવો જોઈએ.

નવા વૅરિયન્ટ્સ કેટલા જોખમી ?

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતોનું માનવું છે કે જો લોકોની વચ્ચે વાઇરસનો મુક્ત રીતે ફેલાવો થશે તો ભવિષ્યમાં ડેલ્ટા વૅરિયન્ટ જેવા અન્ય સ્વરૂપ જોવા મળી શકે છે.
ભારત સરકારે નવા વૅરિયન્ટને ડેલ્ટા પ્લસ એવું નામ આપ્યું છે અને તેને "ચિંતાજનક વૅરિયન્ટ" ગણાવ્યો છે, પરંતુ હાલના તબક્કે આ અંગે પૂરતો ડેટા ઉપલબ્ધ નથી. આ વેરિયન્ટ ત્રીજી લહેર નોતરી શકે છે એમ કહેવાય છે, પરંતુ જાણકારોનું કહેવું છે કે "અમુક અઠવાડિયાંમાં સ્થિતિ પલટાઈ શકે છે."
ઍપિડેમિલૉજિસ્ટ ડૉ. લલિત કાંતના કહેવા પ્રમાણે, જ્યાર સુધી વાઇરસ લોકોની વચ્ચે ફેલાતો રહેશે, ત્યારસુધી નવા વૅરિયન્ટ્સ અને તેના કારણે વિક્ષેપનું જોખમ તોળાતું રહેશે. તેઓ ઉમેરે છે, "ચિંતાજનક વૅરિયન્ટ્સને ઓળખીને તેને કાબૂમાં લેવા માટેના પગલાં લેવા માટે આપણે (જિનૉમ) સિક્વનસિંગ વધારવું પડશે."
જૂન મહિના સુધીમાં ભારતે 30 હજાર નમૂનાનું સિક્વન્સિંગ કર્યું હતું, પરંતુ જાણકારોના કહેવા પ્રમાણે, આ દિશામાં વધુ પ્રયાસ કરવાની જરૂર છે.
કોરોનાકાળ દરમિયાન હજારો કોવિડ પેશન્ટની સારવાર કરનારા ડૉ. એ. ફતેહુદ્દીનના કહેવા પ્રમાણે, અત્યારના વૅરિયન્ટ્સ ઉપર વૅક્સિન કારગર છે - પરંતુ આગામી વૅરિયન્ટ્સ ઉપર પણ તે અસરકારક હશે, તે ખાતરીપૂર્વક કહી ન શકાય.
લોકો રસી લીધા પછી અને તેમાં પણ પહેલો ડોઝ લીધા પછી બીમાર પડ્યાના અનેક કિસ્સા નોંધાયા છે. તેઓ માને છે કે વધુ એક લહેરને ટાળી નહીં શકાય, "પરંતુ આપણે સિક્વન્સિંગ દ્વારા નવા સ્વરૂપ ઉપર ધ્યાન રાખીને તથા કડકાઈપૂર્વક સેફ્ટી પ્રોટોકૉલનું પાલન કરીને આપણે તેને પાછળ ધકેલી શકીએ છીએ અને તેને મર્યાદિત કરી શકીએ છીએ."
"જો આપણે એમ નહીં કરી શકીએ તો ત્રીજી લહેર આપણી કલ્પના કરતાં પણ વધુ ઝડપથી ફેલાઈ શકે છે."

વૅક્સિન અને જૂનો ચેપ પૂરતો ?

ઇમેજ સ્રોત, Getty Images
ત્રીજી લહેર કેવી રહેશે તેનો એક આધાર વૅક્સિન તથા અગાઉના ચેપને કારણે ભારતીયોમાં કેટલી અને કેવી રોગપ્રતિકારકતા આવી છે, તેના ઉપર પણ આધાર રાખે છે. તા. 9થી 22 જૂન દરમિયાન ભારતમાં દૈનિક સરેરાશ 32 લાખ 50 હજાર રસી આપવામાં આવી હતી.
દેશની કુલ વસતિમાંથી માત્ર ચાર ટકાને બંને વૅક્સિન મળી છે, જ્યારે માત્ર 18 ટકાને જ એક ડોઝ મળ્યા છે. ડૉ. લાહેરિયા કહે છે કે જો રસીકરણની ગતિ વધારવામાં નહીં આવે તો હજુ પણ લાખો સંવેદનશીલ લોકો રસથી વંચિત રહી જશે, અગાઉના ચેપને કારણે લોકોની કોવિડના ચેપથી રક્ષા થઈ શકે છે.
વર્ષ 2021ના અંતભાગ સુધીમાં તમામ લોકોને રસી આપવાના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે સરેરાશ દૈનિક 85થી 90 લાખ રસી આપવાની જરૂર છે.
ભારત જેવા દેશમાં કોવિડનો ચેપ લાગ્યો હોય અને કુદરતી રીતે ઍન્ટિબોડી પેદા થયા હોય તેવા લોકોની સંખ્યા જાણવી મુશ્કેલ છે. દેશના અનેક શહેરો તથા ગામડાંમાં લોકોને પરીક્ષણની કરાવવામાં મુશ્કેલી પડી હતી, જેથી કરીને ચેપ લાગ્યો હતો કે નહીં તેના વિશે માહિતી મળે. કોવિડથી થયેલાં મૃત્યુની સંખ્યા પણ ઓછી દેખાડવામાં આવી રહી હોવાની ચર્ચા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ડૉ. લાહેરિયાનું અનુમાન છે કે અગાઉના ચેપને કારણે રોગપ્રતિકારક શક્તિ કેળવાઈ હોય તેવા લોકોની સંખ્યા 55થી 60 ટકા હોઈ શકે છે.
અશોકા યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્ર તથા જીવવિજ્ઞાનના પ્રાધ્યાપક તથા ગણિતના મૉડલ ઘડનારા ગૌતમ મેનનનું અનુમાન છે કે આ આંકડો 60થી 70 ટકાનો હોઈ શકે છે. તેમને વિશ્વાસ છે કે આગામી લહેર બીજી લહેર જેવી તીવ્ર નહીં હોય, છતાં તેઓ સાવચેત રહેવાની વાત કહે છે.
તેઓ કહે છે, "જો દેશની કુલ વસતિની નોંધપાત્ર ટકાવારીને રોગનો ભોગ બની ગઈ હોયો તો પણ 20થી 30 ટકા વસતિ યા તો વૃદ્ધ છે અથવા તો તેમની રોગપ્રતિકારક શક્તિ બરાબર નથી, તેમને મોટી અસર થઈ શકે છે. આથી આપણે ચાંપતી નજર રાખવી રહી અને જેમ બને તેમ ઝડપથી કેસ નોંધાય તેવા પ્રયાસ કરવા જોઈએ."
નિષ્ણાતો એક બાબતે એક મત છે કે લોકોએ કોવિડને હળવાશથી ન લેવો જોઈએ, દેશની હજુ પણ નોંધપાત્ર વસતિને કોરોના થઈ શકે તેમ છે અને નવા વધુ ઘાતક વૅરિયન્ટ્સનું જોખમ તોળાઈ રહ્યું છે.
ડૉ. ફતેહુદ્દીનના કહેવા પ્રમાણે, "ત્રીજી લહેર આવશે તો ખરી પરંતુ તેને ટાળવાનું તથા તેની અસરને મર્યાદિત કરવાનું આપણા પર છે."
તેઓ ઉમેરે છે, "મહેરબાની કરીને આરોગ્યસેવા સાથે સંકળાયેલા કર્મચારીઓનો વિચાર કરો. તેઓ એક વર્ષ કરતાં વધુ સમયથી આ લડાઈ લડી રહ્યાં છે. અમે થાકી ગયા છીએ. મહેરબાની કરીને લાપરવાહ ન બનો. આપણે ત્રીજી લહેરને ખમી શકીશું કે નહીં, તે અંગે હું ખાતરીપૂર્વક કશું કહી નથી શકતો"



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












