હરિદ્વાર : કુંભમેળામાં એક લાખથી વધારે ખોટા કોરોના રિપોર્ટ્સની ચોંકાવનારી કહાણી

ઇમેજ સ્રોત, REUTERS/DANISH SIDDIQUI
- લેેખક, વર્ષા સિંહ
- પદ, દેહરાદૂનથી, બીબીસી ગુજરાતી માટે
આ વર્ષે પહેલીથી ત્રીસમી એપ્રિલ દરમિયાન યોજાયેલા કુંભમેળા દરમિયાન હરિદ્વારની બે ખાનગી લૅબોરેટરીમાં કોવિડ ટેસ્ટના એક લાખથી વધુ ખોટા રિપોર્ટ મળી આવ્યા પછી આ સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.
આ ઘટના એક તરફ મોટા આર્થિક ગોટાળાનો સંકેત આપે છે ત્યારે બીજી તરફ લોકોને ખોટા કોવિડ રિપોર્ટ્સ આપીને એક મોટું જોખમ લેવામાં આવ્યાનું દર્શાવે છે.
કુંભમેળા દરમિયાન હરિદ્વારમાં શ્રદ્ધાળુઓના મોટા પ્રમાણમાં ખોટા ટેસ્ટ કરીને તેમને નૅગેટિવ રિપોર્ટ આપવામાં આવ્યા હતા. યાદ રહે કે આ દરમિયાન હરિદ્વારનો પૉઝિટિવિટી રેટ પ્રદેશના બાકી જિલ્લાઓની સરખામણીએ ઘણો ઓછો દર્શાવવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે હવે નૈનીતાલ હાઈકોર્ટમાં જાહેર હિતની એક અરજી દાખલ કરવામાં આવી છે અને તપાસની માગ કરવામાં આવી છે.
શું છે આખો મામલો?

ઇમેજ સ્રોત, DIPR, UTTRAKHAND
પંજાબના ફરિદકોટના એલઆઈસી એજન્ટ વિપિન મિત્તલને 22 એપ્રિલે એક એસએમએસ મળ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે તેમનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ નૅગેટિવ છે. એસએમએસમાં તેમના ટેસ્ટ રિપોર્ટની લિંક પણ શૅર કરવામાં આવી હતી.
આશ્ચર્યજનક વાત એ હતી કે વિપિને ક્યારેય કોવિડ ટેસ્ટ કરાવ્યો જ ન હતો. તેમણે આરોગ્ય વિભાગના અને સ્થાનિક અધિકારીઓને આ બાબતે ફરિયાદ કરી હતી, પણ તેમની ફરિયાદ સંબંધે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
એ પછી વિપિને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ને ઈ-મેઈલ મારફત ફરિયાદ મોકલી હતી. આઈસીએમઆરને તેની તપાસમાં જાણવા મળ્યું હતું કે વિપિનનું કોવિડ સૅમ્પલ હરિદ્વારમાં લેવામાં આવ્યું હતું. પછી આ મામલાની તપાસ ઉત્તરાખંડના આરોગ્ય વિભાગને સોંપવામાં આવી હતી.
રાજ્યના આરોગ્ય સચિવે કરાવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે માત્ર વિપિન જ નહીં, એમના જેવા એક લાખ બનાવટી કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એક જ મકાન નંબર અને એક જ મોબાઇલ નંબર પર 50-60 ખોટા રિપોર્ટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઘટનાની તપાસ

ઇમેજ સ્રોત, Getty Images
ખાનગી લૅબોરેટરીના ખોટા કોરોના રિપોર્ટ્સની ઘટનાની તપાસ હરિદ્વારના મુખ્ય વિકાસ અધિકારી સૌરભ ગહરવારના અધ્યક્ષપદે રચાયેલી ત્રણ સભ્યોની સમિતિ કરી રહી છે.
સૌરભ જણાવે છે કે તેઓ 15 દિવસમાં તપાસનો અહેવાલ સુપ્રત કરી દેશે, પણ સવાલ એ છે કે જિલ્લાની તમામ 22 ખાનગી લૅબોરેટરીઝની તપાસ કરવામાં આવશે? સરકારી લૅબોરેટરીઝને પણ તપાસના દાયરામાં આવરી લેવાશે?
તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ સવાલોના જવાબ આપવાનો સૌરભ ઈનકાર કરે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ઉત્તરાખંડમાં ખાનગી લૅબોરેરીઝને એક એન્ટિજન ટેસ્ટ માટે સરકાર તરફથી 300 રૂપિયા આપવામાં આવે છે. એ હિસાબે એક લાખ ટેસ્ટના કુલ ત્રણ કરોડ રૂપિયા થાય.
હરિદ્વારના એડિશનલ ચીફ મેડિકલ ઑફિસર અને કોવિડ ટેસ્ટિંગના પ્રભારી ડૉ. વિનોદ ટમ્ટા જણાવે છે કે ખાનગી લૅબોરેટરીઝને એક એન્ટિજન ટેસ્ટ માટે 300 રૂપિયા ચૂકવવાનો કરાર થયેલો છે. જોકે, જિલ્લાના કોવિડ ટેસ્ટિંગ પ્રભારી હોવા છતાં તેઓ કોવિડ ટેસ્ટના ખોટા રિપોર્ટ્સ બાબતે પ્રતિભાવ આપવાનો ઈનકાર કરે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કુંભમેળા દરમિયાન પ્રદેશમાં જે ભાવ નક્કી કરવામાં આવ્યા હતા એ મુજબ એક એન્ટિજન ટેસ્ટ માટે ખાનગી લૅબોરેટરીને 300 રૂપિયા આપવામાં આવતા હતા, આરટી-પીસીઆર ટેસ્ટ માટે ત્રણ શ્રેણી બનાવવામાં આવી હતી. સરકારી સેટઅપ માટે લેવામાં આવેલા સૅમ્પલ્સના ટેસ્ટ માટે ખાનગી લૅબોરેટરીઝને પ્રતિ સૅમ્પલ 400 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. ઘરે જઈને સૅમ્પલ લેવા માટે 900 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. આ દરમાં થોડાથોડા સમયે ફેરફાર કરવામાં આવતો રહ્યો છે.
ડૉ. વિનોદ ટમ્ટા એટલું જણાવે છે કે ખાનગી લૅબોરેટરીઝને કુલ પૈકીનું 30 ટકા પૅમેન્ટ કરી દેવાયું છે, પણ એ પૅમેન્ટ ક્યા સમયગાળા માટે કરવામાં આવ્યું હતું તે અંગે અને આ મામલે વધુ વિગત આપવામાંથી છટકવાના પ્રયાસ કરે છે.
નૈનીતાલ હાઈકોર્ટે કુંભ દરમિયાન પહેલીથી ત્રીસમી એપ્રિલ સુધી રોજના 50,000 ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો.
એ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે આઈસીએમઆર દ્વારા અધિકૃત 9 એજન્સીઓ અને 22 ખાનગી લૅબોરેટરીઝે ચાલ લાખ કોવિડ ટેસ્ટ કર્યા હતા. તેમાં મોટા ભાગના એન્ટિજન ટેસ્ટ હતા. એ ઉપરાંત સરકારી લૅબોટરીઝમાં પણ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા.

કુંભમાં કોવિડ ટેસ્ટ

ઇમેજ સ્રોત, VARSHA SINGH
હરિદ્વારમાં 12 અને 14 એપ્રિલે કુંભમાં બે મોટાં શાહીસ્નાન યોજાયાં હતાં અને તેમાં લાખો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.
કુંભમેળામાં અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા દીપક રાવતે કુંભમાં 10થી 14 એપ્રિલ દરમિયાન કરવામાં આવેલા કોવિડ ટેસ્ટના આંકડા આપ્યા હતા. એ પાંચ દિવસમાં 2,14,015 એન્ટિજન ટેસ્ટ, 57 ટ્રુનેટ ટેસ્ટ્સ અને 26,654 આરટી-પીસીઆર ટેસ્ટ મળીને કુલ 2,40,726 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. (આઈસીએમઆરે કોવિડ સંક્રમણની પુષ્ટિ માટે ટ્રુનેટ ટેસ્ટના ઉપયોગની પરવાનગી 24 સપ્ટેમ્બરે આપી હતી)
આ સમયે જે દર અમલમાં હતા એ મુજબ એન્ટિજન ટેસ્ટના 6,42,04500 રૂપિયા થયા હતા, જ્યારે આરટી-પીસીઆર ટેસ્ટના (400 રૂપિયા પ્રતિ ટેસ્ટના હિસાબે) 1,06,61600 રૂપિયા થયા હતા. તેનો સરવાળો 6,42,04,500 રૂપિયા થાય.
કોવિડનો ખોટા ટેસ્ટ રિપોર્ટ્સ કેટલો મોટો નાણાકીય ગોટાળો કરી શકે તેનો તાગ મેળવવા માટે ટેસ્ટનો પાંચ દિવસનો આ હિસાબ પૂરતો છે.
એન્ટિજન ટેસ્ટમાં 698 લોકોનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. ટ્રુનેટ ટેસ્ટમાં એક વ્યક્તિ, જ્યારે આરટી-પીસીઆર ટેસ્ટમાં 1,166 લોકો પૉઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી.
આમ કુલ 2,40,726 ટેસ્ટમાં 1,865 લોકો કોરોના પૉઝિટિવ સાબિત થયા હતા અને પૉઝિટિવિટી રેટ 0.77 ટકા રહ્યો હતો.

ચોંકાવનારા આંકડા

ઇમેજ સ્રોત, CORONALEVEL.COM/INDIA/UTTARAKHAND
દેહરાદૂનના એસડીસી ફાઉન્ડેશને પહેલી એપ્રિલથી ત્રીસમી એપ્રિલ દરમિયાનના ઉત્તરાખંડ અને હરિદ્વારના કોરોનાના આંકડાઓનું વિશ્લેષણ કર્યું છે.
એ દરમિયાન હરિદ્વારમાં કુલ 6,00,291 ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાં 17,335 પૉઝિટિવ કેસ હતા. રાજ્યના અન્ય 12 જિલ્લાઓમાં કુલ 4,42,432 ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાં 62,775 કેસ પૉઝિટિવ હતા. એ હિસાબે હરિદ્વારનો પૉઝિટિવિટી રેટ 2.89 ટકા હતો અને રાજ્યના 12 જિલ્લાઓનો પૉઝિટિવિટી રેટ 14.18 ટકા હતો.
તેનો અર્થ એ થયો કે રાજ્યના કુલ કોવિડ ટેસ્ટ પૈકીના 58 ટકા ટેસ્ટ માત્ર હરિદ્વારમાં જ કરવામાં આવ્યા હતા, પણ હરિદ્વાર જિલ્લાનો પૉઝિટિવિટી રેટ 12 જિલ્લાઓની સરખામણીએ 80 ટકા ઓછો રહ્યો હતો.
યાદ રહે કે કુંભમેળાના વહીવટીતંત્રે હરિદ્વારના કુંભમાં 70 લાખ લોકો સામેલ થયા હોવાનો આંકડો રજૂ કર્યો હતો.

જાહેર હિતની અરજી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
કોવિડ રિપોર્ટ્સમાં થયેલા ગોટાળા સંબંધી જાહેર હિતની એક અરજી નૈનીતાલ હાઈકોર્ટમાં 2021ની નવમી જૂને દાખલ કરવામાં આવી હતી. તેમાં સમગ્ર મામલાની સીબીઆઈ મારફત તપાસ કરાવવાની માગ કરવામાં આવી છે. આ અરજીની સુનાવણી 23 જૂને થવાની છે.
જાહેર હિતની અરજી દાખલ કરનાર હરિદ્વારના રહેવાસી સચ્ચિદાનંદ ડબરાલ આરટીઆઈ કાર્યકર પણ છે. સચ્ચિદાનંદ કહે છે કે "જિલ્લા વહીવટીતંત્રના આંકડા સતત શંકા સર્જી રહ્યા છે. આપણી પાસે કોવિડના સાચા આંકડા જ ન હોય તો તેનું યોગ્ય પ્રબંધન કઈ રીતે થશે?"
જાહેર હિતની આ અરજીમાં સ્ટાર ઇમેજિંગ પેથોલૉજિકલ લૅબોરેટરીમાં કૉન્ટ્રાક્ટ પર કામ કરતા યુવાઓનો એક વિનંતીપત્ર પણ સામેલ છે. એ પત્ર તેમણે નાયબ જિલ્લા અધિકારીને લખ્યો હતો. એ બધા યુવાનો હરિદ્વારમાં પ્રવેશવા ઇચ્છતા લોકોની રેપિડ એન્ટિજન ટેસ્ટ રાયવાલા ગેટ પર કરતા હતા. ખોટા ટેસ્ટ રિપોર્ટ્સ આપવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ તેમણે નાયબ જિલ્લા અધિકારીને પત્ર લખીને કરી હતી.
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે "ટેસ્ટ કિટના ઉપયોગ વિના તમામ લોકોના નૅગેટિવ રિપોર્ટ આપવાનું જણાવવામાં આવ્યું હતું. માત્ર પોલીસ અધિકારીઓ અને કેટલાક અન્ય લોકોનું ટેસ્ટિંગ જ યોગ્ય રીતે કરવાનું જણાવવામાં આવ્યું હતું. અમે બધાએ એવું કરવાનો ઈનકાર કર્યો ત્યારે અમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા."
નૈનીતાલ હાઈકોર્ટમાં આ કેસ લડી રહેલા વકીલ દુષ્યંત મૈન્યૂલી કહે છે કે "કુંભ વખતે આવતા લોકો હરિદ્વારમાં પ્રવેશ કરી શકે એ માટે પણ ખોટા રિપોર્ટ્સ દર્શાવવામાં આવ્યા હતા. બૉર્ડર પરની ચેક પોસ્ટ્સમાં પણ જૂની કિટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે ટેસ્ટ કિટ્સ એ લોકોની હતી, જેમનો પહેલાં નૅગેટિવ રિપોર્ટ મળી ચૂક્યો હતો."

અલગ-અલગ નિવેદનો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
નૈનીતાલ હાઈકોર્ટે કુંભ દરમિયાન રોજ 50,000 ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. આરોગ્ય સચિવ અમિત નેગીએ આ મામલે 31 માર્ચ, 2021ના રોજ હાઈકોર્ટમાં રજૂ કરેલા જવાબમાં જણાવ્યું હતું કે આટલા ટેસ્ટ કરાવવા શક્ય નથી. ટેસ્ટની સંખ્યામાં રાહત આપવાની વિનંતી તેમણે કોર્ટને કરી હતી.
14 એપ્રિલે વૈસાખી સ્નાન પૂર્ણ થયા બાદ કુંભમેળા વહીવટીતંત્રે મીડિયાને માહિતી આપી હતી. તેમાં મેળા અધિકારી દીપક રાવત, આઈજી મેલા સંજય ગુંજ્યાલ સહિતના અન્ય અધિકારીઓ સામેલ હતા.
મીડિયાને ત્યારે જણાવવામાં આવ્યું હતું કે જિલ્લા આરોગ્ય વિભાગ અને મેળા સાથે જોડાયેલી અન્ય એજન્સીઓ મારફત રોજ લગભગ 50,000 ટેસ્ટ કરવામાં આવે છે.
કુંભમેળાના અધિકારીઓએ નૈનીતાલ હાઈકોર્ટમાં 19 એપ્રિલે અલગ-અલગ જવાબ દાખલ કર્યા હતા.
જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે "આરટી-પીસીઆર ટેસ્ટનું પરિણામ મળવામાં સમય લાગતો હોય છે. કુંભમાં આવતા લોકો મોટા ભાગે એક જગ્યાએ ટકતા નથી અને એ ફ્લોટિંગ પૉપ્યુલેશન છે. તેથી બધા શ્રદ્ધાળુઓનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનું શક્ય નથી. જોકે, મેળાના વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે."
એમ પણ જણાવવામાં આવ્યું હતું કે "હરિદ્વાર આવતા લોકોની સંખ્યામાં રોજ વધઘટ થતી રહે છે. તેથી ટેસ્ટનો આંકડો ફિક્સ કરવો યોગ્ય નથી. અહીં 13 એપ્રિલે સૌથી વધુ 48,270 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે 14 એપ્રિલે 40,185 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રોજ 50,000 ટેસ્ટ કરાવવાના આંકડામાં ઘટાડાની વિનંતી અમે 31 માર્ચ પહેલાં જ કરી હતી."

જોખમી જુઠ્ઠાણું
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
કોવિડ ટેસ્ટના મામલે કરવામાં આવેલી ઘાલમેલ અને આર્થિક ગોટાળો મેળામાં સામેલ લોકો માટે પણ જીવલેણ સાબિત થયો હતો. કુંભમેળાના આયોજન બાદ ઉત્તરાખંડમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપભેર વધી હતી.
દેશના અન્ય વિસ્તારોમાં પણ કોરોનાના મામલા વધ્યા હતા. તેમાં ઘણા કેસ કુંભમેળામાંથી પોતાના ઘરે પાછા ફરેલા લોકોના હતા.
એસડીસી ફાઉન્ડેશનના અનૂપ નૌટિયાલ કહે છે કે "રાજ્યની સરખામણીએ હરિદ્વારમાં સતત ઓછો પૉઝિટિવિટી રેટ હોવા છતાં હરિદ્વાર જિલ્લા વહીવટીતંત્ર આંખો મીંચી રાખી હતી. કુંભમેળા ક્ષેત્રના કોવિડ ટેસ્ટના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા નથી."
તેઓ ઉમેરે છે કે "કુંભમેળા દરમિયાન તમામ સરકારી-ખાનગી લૅબોરેટરીઝે આપેલા કોવિડ ટેસ્ટ રિપોર્ટ્સની ન્યાયિક તપાસ થવી જોઈએ અને એ તપાસ રાજ્ય સરકારની કોઈ એજન્સી પાસે ન કરાવવી જોઈએ. એ ઉપરાંત રાજ્યનો ડેટા પણ નવેસરથી તૈયાર કરાવવો જોઈએ."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












