મુકેશ અંબાણીના ઘરની સુરક્ષા મામલે જેમની ધરપકડ થઈ તે પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્મા કોણ છે?

પ્રદીપ શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, NIAએ મુંબઈ પોલીસના ભૂતપૂર્વ અધિકારી પ્રદીપ શર્માની ધરપકડ કરી છે

નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIAએ મુંબઈ પોલીસના ભૂતપૂર્વ અધિકારી પ્રદીપ શર્માની ધરપકડ કરી છે.

ભારતની રાષ્ટ્રીય પ્રસારણ સેવાએ પોતાના ટ્વીટમાં જણાવ્યુ છે કે શર્માની ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાની સુરક્ષામાં કથિત ભંગા અને મનસુખ હીરેનના મોત મામલે ધરપકડ કરાઈ છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

સમાચાર એજન્સી ANI પ્રમાણે બપોરે થયેલી આ ધરપકડ અગાઉ NIAએ ગુરુવારે સવારે છ વાગ્યે પ્રદીપ શર્માના મુંબઈના અંધેરિસ્થિત ઘરે દરોડો પાડ્યો હતો. આ પહેલાં એપ્રિલ માસમાં NIAએ સતત બે દિવસ તેમની પૂછપરછ કરી હતી.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

ભારતીય જનતા પાર્ટીએ આ મામલે સતત મહારાષ્ટ્રની સત્તાધારી પાર્ટી શિવસેના પર પ્રશ્ન ઉઠાવ્યા છે. પ્રદીપ શર્માના ઘરે ગુરુવારે દરોડાની કાર્યવાહી શરૂ થયા બાદ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ શિવસેના પર પણ આરોપ લગાવ્યા છે.

સોમૈયાએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો. જેમાં તેમણે કહ્યું, "હાલ મનસુખ હીરેન હત્યાકાંડમાં પ્રદીપ શર્મા જેઓ શિવસેનાના ઉપનેતા અને ઉમેદવાર છે. તેમના ઘરે NIAની ટીમ પહોંચી છે. આ પહેલાં શિવસેનાના પ્રવક્તા સચીન વાઝેની ધરપકડ કરાઈ હતી."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

જોકે, શિવસેના સાંસદ સંજય રાઉતે આ મામલે ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. રાઉતે કહ્યું કે તેમને દરોડા વિશે કશી જ ખબર નથી.

line

શું છે સમગ્ર મામલો?

ભૂતપૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્મા

ઇમેજ સ્રોત, FACEBOOK / PRADEEP SHARMA

ઇમેજ કૅપ્શન, પોલીસ ખાતામાંથી નિવૃત્ત થયા બાદ કરી રાજકીય ઇનિંગની શરૂઆત

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું ઘર એન્ટિલીયા મુંબઈના પૉશ વિસ્તાર પેડર રોડ પર સ્થિત છે. આ વર્ષે ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં અંબાણીના ઘરની બહાર એક સ્કૉર્પિયો ગાડીમાં જિલેટિનની સ્ટિક મળી હતી.

ત્યાર બાદ સ્કૉર્પિયોના માલિક મનસુખ હિરેનનું શબ ઠાણેથી મળી આવ્યું. પરંતુ બાદમાં મીડિયા અહેવાલોમાં દાવો કરાયો કે કારના માલિક મનસુખ નહોતા. આ મામલો સતત ચર્ચામાં હતો.

આને લઈને ભૂતપૂર્વ પોલીસ અધિકારી સચીન વાઝે સહિત ઘણા લોકોની ધરપકડ થઈ છે અને રાજકીય આરોપ-પ્રત્યારોપનો સિલસિલો જારી છે.

આ મામલે તપાસની શરૂઆત મહારાષ્ટ્ર પોલીસે કરી. બાદમાં તપાસ ATSને સોંપવામાં આવી અને ત્યાર બાદ NIAએ તપાસની જવાબદારી લઈ લીધી.

line

કોણ છે પ્રદીપ શર્મા?

પ્રદીપ શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્ર પોલીસની 1983ની બેચના અધિકારી હતા પ્રદીપ શર્મા

પ્રદીપ શર્મા મહારાષ્ટ્ર પોલીસના ચર્ચિત અધિકારી રહ્યા છે. તેઓ 'ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ'ના નામથી ઓળખાતા હતા અને ઘણા વિવાદોમાં રહેતા હતા.

પોલીસદળમાંથી રિટાયર થયા બાદ પ્રદીપ શર્માએ રાજકીય ઇનિંગ શરૂ કરી. તેમણે શિવસેનાની ટિકિટ પર નાલાસોપારા સીટથી ચૂંટણી પણ લડી.

શર્માનો પરિવાર મૂળપણે ઉત્તર પ્રદેશના આગરાનો છે. તેમના પિતા ઉત્તર પ્રદેશથી મહારાષ્ટ્ર આવ્યા અને ધુલે જિલ્લામાં વસી ગયા. શર્માના પિતા અધ્યાપક હતા.

પ્રદીપ શર્માનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો પરંતુ તેમનું બાળપણ મહારાષ્ટ્રમાં વિત્યું. તેમણે પોતાનું ભણતર ધુલેમાં પૂરું કર્યું અને બાદમાં તેઓ પોલીસસેવામાં જોડાઈ ગયા.

પોલીસસેવા પ્રત્યે આકર્ષણનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, "જ્યારે અમે ધુલેમાં રહેતા હતા ત્યારે ત્યાં અમારા પાડોશમાં એક ઇન્સ્પેક્ટર રહેતા હતા. તેમનું નામ પગાર હતું. અમે તેમને જોતા. તેઓ વરદી પહેરીને બાઇક પર સવાર થતા હતા. એવું કહી શકાય કે મારા પોલીસસેવામાં જોડાવાનું એક કારણ તેઓ પણ હતા."

મહારાષ્ટ્ર પોલીસની 1983ની બેચ ઘણી ચર્ચામાં રહી. આ બેચમાં પ્રફુલ્લ ભોંસલે, વિજય સાલસ્કર, રવિંદ્ર આંગ્રે અને અસલમ મોમિન સામેલ હતા. આ તમામ 'ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ' સ્વરૂપે ચર્ચિત હતા. પ્રદીપ શર્મા પણ આ જ બેચમાં હતા.

નાસિક પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાંથી પ્રશિક્ષણ મેળવીને આ તમામ અધિકારી 1984માં પોલીસસેવામાં જોડાયા.

પ્રદીપ શર્માનું પ્રથમ પોસ્ટિંગ મુંબઈના માહિમ પોલીસ સ્ટેશનમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે થઈ. ત્યાર બાદ તેમની બદલી સ્પેશિયલ બ્રાન્ચમાં થઈ ગઈ. ત્યાર બાદ તેમને ઘણાં સારાં પદોની જવાબદારી મળી.

line

વિવાદોથી જૂનો સંબંધ

સચીન વાઝે અને પ્રદીપ શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શું છે પોલીસ અધિકારીઓની એન્ટિલીયા વિસ્ફોટક કાંડમાં ભૂમિકા?

એક સમયે મીડિયામાં પ્રદીપ શર્મા અને વિજય સાલસ્કર વચ્ચે થયેલા કથિત વિવાદની પણ ઘણી ચર્ચા થઈ હતી. વિજય સાલસ્કર 26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈ હુમલામાં મૃત્યુ પામ્યા હતા. શર્માએ આ મામલે ટીવી-9 મરાઠીને જાણકારી આપી હતી.

તેમના અનુસાર, "વિજય સાલસ્કર મારા સારા મિત્ર હતા. 1983માં પોલીસ ટ્રેનિંગ દરમિયાન અમે એક જ ટુકડીમાં હતા. ટ્રેનિંગ દરમિયાન સરનેમના પ્રથમ અક્ષરના આધારે ટુકડીઓ તૈયાર થતી હતી. તેમની અટક સાલસ્કર અને મારી શર્મા છે. અમે ઘણાં વર્ષો સુધી સાથે રહ્યા."

તેમણે એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું, "હું આજે પણ સાલસ્કરને એક એવા અધિકારી તરીકે યાદ કરું છું જેમનું સૂચના તંત્ર વ્યાપક હતું. તે મારા નેટવર્ક કરતાં સો ગણું મોટું હતું. મીડિયામાં જે કાંઈ પણ આવ્યું. અમારી વચ્ચે એવું કશું જ નહોતું. અમારી તકરાર માત્ર ખબરોને લઈને હતી."

પ્રદીપ શર્માને વર્ષ 2009માં રામનારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાની હત્યા મામલામાં ધરપકડ થઈ હતી. તેમની સાથે 13 પોલીસ અધિકારીઓની ધરપકડ કરાઈ હતી. જોકે, ઠાણે સેન્ટ્રલ જેલમાં ચાર વર્ષ વિતાવ્યાં બાદ વર્ષ 2013માં તેમને છોડી મુકાયા હતા.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો