ટ્વિટર મામલે પ્રતિબંધના પક્ષમાં નહીં, પરંતુ નિયમ માનવા પડશે : રવિશંકર પ્રસાદ TOP NEWS

રવિશંકર પ્રસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્વિટર પર પ્રતિબંધ મામલે શું બોલ્યા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ?

ભારત સરકાર અને અમેરિકન માઇક્રો બ્લૉગિંગ સાઇટ ટ્વિટર વચ્ચેનું ઘર્ષણ ખતમ થતું નથી દેખાઈ રહ્યું.

કેન્દ્રીય સૂચના અને ટેક્નૉલૉજીમંત્રી રવિશંકર પ્રસાદે ગુરુવારે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં કહ્યું કે અભિવ્યક્તિના આઝાદીના નામે ટ્વિટર નિયમોનું ઉલ્લંઘન ન કરી શકે.

આ સાથે જ તેમણે ટ્વિટરને પ્રતિબંધિત કરવાના પ્રશ્ન પર કહ્યું કે તેઓ કોઈ પણ મંચને પ્રતિબંધિત કરવાના પક્ષમાં નથી.

તેમણે એ સ્થિતિઓ અંગે પણ વાત કરી જે અંતર્ગત સરકાર મૅસેજને ડિસ્ક્રિપ્ટ કરવાની માગ કરી શકે છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

તેમજ મધ્યસ્થ તરીકેનો ટ્વિટરનો દરજ્જો ખતમ થવા અંગે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું કે આ અંગે કોઈ એલાન નથી કરાયું, પરંતુ કાયદાના કારણે આવું થયું છે.

line

સત્યા નડેલા બન્યા માઇક્રોસોફ્ટના નવા ચૅરમૅન

સત્યા નડેલા મૂળ હૈદરાબાદના છે.

ઇમેજ સ્રોત, MANJUNATH KIRAN/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, સત્યા નડેલા મૂળ હૈદરાબાદના છે.

સત્યા નડેલાની માઇક્રોસોફ્ટ કંપનીના નવા ચૅરમૅન તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

ધ હિંદુના અહેવાલ અનુસાર સત્યા નડેલાની 2014માં કંપનીના ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જે પછી સત્યા નડેલાએ લિન્ક્ડઇન, નુઆન્સ કૉમ્યુનિકેશન અને ઝેનીમેક્સને એક્વાયર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

સત્યા નડેલા જેમની જગ્યાએ આવ્યા છે તે થોમ્પ્સન હવે કંપનીના સ્વતંત્ર ડિરેક્ટર તરીકેની ભૂમિકા ભજવશે.

સત્યા નડેલા મૂળ હૈદરાબાદના છે.

બિલ ગેટ્સ કંપનીના બોર્ડમાંથી નિવૃત થયાના એક વર્ષ બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.

line

'કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ટૂંક સમયમાં ત્રીજી લહેર સર્જી શકે છે'

મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહિલા

નિષ્ણાતો અનુસાર મહારાષ્ટ્રમાં જો કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન નહીં થાય તો એક કે દોઢ મહિનામાં કોરોનાની ત્રીજી લહેર અહીં ત્રાટકી શકે છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ તંત્રને સજ્જ્ રહેવાના નિર્દેશ આપી દીધા છે. રાજ્યની કોવિડ ટાસ્કફોર્સનું કહેવું છે કે ડેલ્ટા પ્લસ વેરિયન્સ મહારાષ્ટ્રમાં ત્રીજી લહેર લાવી શકે છે.

ટાસ્કફોર્સે સરકારને એવું પણ કહ્યું છે કે પહેલી લહેર કરતા બીજી લહેર વધુ ઘાતક નીવડી છે. અને ત્રીજી લહેર પણ તીવ્ર રહી શકે છે, જેમાં બાળકો પર પણ જોખમ રહેલું છે.

આથી આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સંકલન સાધી રહી હોવાના અહેવાલ છે.

મહારાષ્ટ્ર ગુજરાતનું પાડોશી રાજ્ય હોવાથી ત્રીજી લહેર મામલે ગુજરાત સામે પણ મોટો પડકાર સર્જાઈ શકે છે. કારણ કે બંને રાજ્યોમાંથી લોકોની ઘણી અવર-જવર રહે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતે પણ ત્રીજી લહેર સામે તૈયારીઓ કરી હોવાની જાહેરાત કરી છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અન્ય અહેવાલ મુજબ દિલ્હીમાં બાળકોમાં પણ કોરોના પછી કેટલીક તકલીફો સર્જાઈ હોવાના કેસ નોંધાયા છે. જેમાં ઍલર્જી, તાવ, ડાયરિયા સહિતની તકલીફો સામેલ છે. દિલ્હીની કેટલીક હૉસ્પિટલોમાં આવા કેસ નોંધાયા છે.

ત્રીજી લહેરને પગલે સર ગંગારામ હૉસ્પિટલમાં બાળકો માટે ખાસ આઈસીયુ પણ તૈયાર કરાયા છે.

line

વિદ્યાર્થી નેતા નતાશા, દેવાંગના અને આસિફના જામીન સામે દિલ્હી પોલીસ સુપ્રીમ કોર્ટમાં

રમખાણની તસીવીર

ઇમેજ સ્રોત, REUTERS

ઇમેજ કૅપ્શન, રમખાણની તસીવીર

દિલ્હી રમખાણોના કથિત ષડ્યંત્ર સંબંધિત કેસમાં UAPA (અનલૉફૂલ ઍક્ટિવિટી પ્રિવેન્શન ઍક્ટ) હેઠળ જેલમાં રહેલા વિદ્યાર્થી નેતા નતાશા નરવાલ, દેવાંગના કલિતા અને આસિફ ઇકબાલ તાન્હા હાલ જેલમાં જ રહેશે કેમ કે તેમને દિલ્હી હાઈકોર્ટે આપેલા જામીન સામે દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.

'ધ ટ્રિબ્યૂન' અનુસાર દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લીવ પિટિશન દાખલ કરીને અપીલ કરી દીધી છે.

દિલ્હી પોલીસની દલીલ છે કે દિલ્હી હાઇકોર્ટે જે નિર્દેશ આપ્યો છે તેનાથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા દાખલ કરાયેલા અન્ય કેસોને પણ અસર થઈ શકે છે. અને ભવિષ્યમાં પણ અસર થઈ શકે છે.

દિલ્હી પોલીસે દિલ્હી કોર્ટને પણ આ પૂર્વે ત્રણ દિવસની મુદત માટે કહ્યું હતું. તેમનું કહેવું હતું કે જામીન મામલે જે વ્યક્તિઓએ સરનામાં આપ્યા છે તેની ચકાસણી માટે તેમને ત્રણ દિવસ જોઈએ છે.

line

કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેના ગૅપને વધારવાની અમે ભલામણ નહોતી કરી - ભારતના વૈજ્ઞાનિકો

કોવિશિલ્ડ

ઇમેજ સ્રોત, TWITTER@ADARPOONAWALLA

ઇમેજ કૅપ્શન, કોવિશિલ્ડ

તાજેતરમાં જ સરાકારે કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનો ગૅપ વધારીને 12-16 સપ્તાહ કરી દીધો હતો અને સરકારે કહ્યું હતું કે વૈજ્ઞાનિકોની સલાહ અનુસાર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જોકે, સમાચાર સંસ્થા 'રૉયટર્સ'ના અનુસાર સરકારે જે સમિતિનો આધાર આપીને કહ્યું હતું કે આ સમિતિએ અંતરાલ વધારવા ભલામણ કરી છે, તેનાં ત્રણ વૈજ્ઞાનિકોએ કહેવું છે કે આવી કોઈ ભલામણ નહોતી કરાઈ.

નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ ઑન ઇમ્યુનાઇઝેશન (NTAGI)એ બે રસી વચ્ચેનો સમયગાળો વધારવાનું સરકારને કહ્યું હોવાનું આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું.

હવે મુખ્ય 14 સભ્યોમાંથી ત્રણનું કહેવું છે કે આવી ભલામણ કરવા માટે સમિતિ પાસે આધારભૂત ડેટા હતો જ નહીં.

આ વૈજ્ઞાનિકોએ કહ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થાની સલાહ અનુસાર બે વૅક્સિન વચ્ચે 8-12 સપ્તાહના અંતરાલ માટે તેમણે સમર્થન કર્યું હતું પણ 12-16 સપ્તાહના અંતરાલ માટે આધારભૂત ડેટા જ નહોતો.

વીડિયો કૅપ્શન, બનાસકાંઠા : આ સોલાર ટ્રેક્ટર બનાવવા પાછળ કેટલો ખર્ચ થયો અને કેવી રીતે કામ કરે છે?
line

લક્ષદ્વીપની એક મુલાકાત માટે પ્રશાસક પ્રફુલ પેટેલે 23 લાખ રૂપિયા ખર્ચ્યા?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ ખોડા પટેલે તેમની અગત્તી (લક્ષ્યદ્વીપ)ની મુલાકાત પાછલ 23 લાખ રૂપિયા ખર્ચ્યા હોવાનું બહાર આવ્યું છે.

'ધ વાયર'ના રિપોર્ટ મુજબ તેમણે 21 ફેબ્રુઆરીના રોજ એક તટરક્ષક ડોર્નિયર વિમાનનો ઉપયોગ કર્યો હતો. આ વિમાન તેમને અને ત્રણ અધિકારીની મુસાફરી માટે વાપરવામાં આવ્યું હતું. જેનું 23,21,280 રૂપિયા ભાડું ચૂકવાયું હતું.

તે રક્ષા મંત્રાલય દ્વારા ખર્ચ કરવામાં આવેલા એક બિલ માટે ઇસ્યૂ કરાયું હતું.

બીજી તરફ અહેવાલમાં કહેવાયું છે કે પ્રફુલ પટેલે ખર્ચ ઓછો કરવા લક્ષદ્વીપમાં કૉન્ટ્રૅક્ટ પર કામ કરતા શ્રમિકોને હઠાવી દેવાની વાત કહી છે. પણ તેઓ ખુદ આ રીતે ખર્ચા કરતા હોવાની વાતે ફરીથી વિવાદ થઈ રહ્યો છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો