ચીનમાંથી મળી આવેલ મનુષ્ય જેવો દેખાતો ‘ડ્રૅગન મૅન’ કોણ છે? વૈજ્ઞાનિકો પણ દુવિધામાં મુકાયા

ઇમેજ સ્રોત, KAI GENG
- લેેખક, પલ્લબ ઘોષ
- પદ, સાયન્સ સંવાદદાતા
ચીનના વૈજ્ઞાનિકોને એક પ્રાચીન ખોપરી મળી આવી જે મનુષ્યની તદ્દન નવી પ્રજાતિની હોઈ શકે છે.
મનુષ્યની જાણીતી પ્રાચીન પ્રજાતિઓમાંથી તે સૌથી વધુ ઉત્ક્રાંત હોવાનો આ ટીમનો દાવો છે. જેમ કે નિએંડરથલ્સ અને હોમોઇરેક્ટસ.
તેને 'ડ્રૅગન મૅન' નામ અપાયું છે. એક લાખ 46 હજાર વર્ષો પહેલાં આ પ્રજાતિ પૂર્વ એશિયામાં રહેતી હોવાનું કહેવાઈ રહ્યું છે.
ઉત્તર-પૂર્વ ચીનના હર્બિનમાં તે 1933માં મળી આવી હતી પરંતુ તાજેતરમાં જ તેના પર વૈજ્ઞાનિકોનું ધ્યાન પડ્યું છે.
ખોપરીનું વિશ્લેષણ ધ ઇનૉવેશન જર્નલમાં પ્રકાશિત થયું છે.

'માનવઉત્ક્રાંતિના ઇતિહાસને ફરીથી લખવાની ક્ષમતા ધરાવે છે આ શોધ'

ઇમેજ સ્રોત, KAI GENG
માનવઉત્ક્રાંતિ મામલે યુ. કે.ના અગ્રણી વૈજ્ઞાનિકોમાંથી એક પ્રોફેસર ક્રિશ સ્ટ્રિંગર પણ આ સંશોધકોની ટીમનો ભાગ છે. તેઓ લંડન નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં પ્રોફેસર છે.
તેમણે બીબીસીને જણાવ્યું, "પાછલાં લાખો વર્ષોમાં અશ્મિલ મામલેની આ મહત્ત્વપૂર્ણ શોધ છે. હજુ સુધી તેની શોધ થઈ નહોતી."
"આ એવી પ્રજાતિ લાગી રહી છે જે મનુષ્ય (હોમોસેપિયન્સ) બનવા તરફ ઉત્ક્રાંતિ નહોતી કરી રહી પણ તે એક એવો પ્રકાર દર્શાવે છે જે હજારો વર્ષો સુધી કોઈ પ્રાંતમાં રહ્યો અને પછી લુપ્ત થઈ ગયો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંશોધકોનું કહેવું છે કે આ શોધમાં માનવઉત્ક્રાંતિના ઇતિહાસને ફરીથી લખવાની ક્ષમતા છે. તેમનું વિશ્લેષણ દર્શાવે છે કે તે નિએંડરથલ્સ કરતાં હોમોસેપિયન્સ સાથે વધુ મળતી આવે છે.
તેમણે નવી પ્રજાતિને હોમો લૉંગી નામ આપ્યું છે. તેને ચીની શબ્દ લૉંગ પરથી લેવાયું છે જેનો અર્થ ડ્રેગન થાય છે.

નવી શોધથી સંશોધકોમાં ઉત્સાહ

ઇમેજ સ્રોત, Getty Images
શિંજિંઆહુંઆગમાં હુબેઈ જીયો યુનિવર્સિટી અને ચાઇનીઝ અકાદમી ઑફ સાયન્સના પ્રોફેસર શિજૂન નીએ કહ્યું, "આપણને આપણી જેવી જ એક પ્રજાતિ મળી આવી છે."
તેમણે બીબીસી ન્યૂઝને જણાવ્યું,"મેં કહ્યું, હે ઇશ્વર! મને વિશ્વાસ નહોતો આવતો કે તે ખૂબ જ સારી અવસ્થામાં હતું. તમે દરેક બાબત જોઈ શકતા હતા. તેનું મળી આવવું ખરેખર અદ્ભુત છે."
આ ખોપરી સામાન્ય માણસની ખોપરી કરતાં ઘણી મોટી છે. પણ તેનું દિમાગ આપણા દિમાગની સાઇઝ જેટલું જ રહ્યું હશે.
ડ્રૅગન મૅનને ચોરસ મોટી આંખો રહી હશે, ઘટ્ટ ભમ્મર, પહોળું મોઢું, તથા મોટા દાંત હશે.
પ્રો. કિયાંગ જી કહે છે અત્યાર સુધી મળી આવેલા માનવ અશ્મિલ દૃષ્ટિએ આ સૌથી શરૂઆતના સમયની માનવ ખોપરી છે.
સંશોધકોએ કહ્યું, "તેમાં પ્રાચીન અને અદ્યતન બંને બાબતો સામેલ છે. જે તેને અન્ય મનુષ્ય પ્રજાતિઓથી અલગ તારવે છે."

કેવો રહ્યો હશે ડ્રૅગન મૅન?

ઇમેજ સ્રોત, Getty Images
વૈજ્ઞાનિકોનું માનવું છે કે ડ્રૅગન મૅન શક્તિશાળી હશે અને શારીરિક રીતે મજબૂત બાંધો રહ્યો હશે. પણ તે કેવી રીતે રહેતો તે નથી જાણી શકાયું કેમ કે તે જ્યાંથી મળી આવ્યું ત્યાંથી ખોપરી કાઢી લેવાઈ હતી.
એનો અર્થ એ છે કે હાલ ત્યાં કોઈ પુરાતત્ત્વ સંદર્ભ ઉપલબ્ધ નથી. જેમ કે પથ્થરનાં ઓજાર અથવા સંસ્કૃતિનાં અન્ય પરિબળો.
વર્ષ 1933માં ખોપરી મળી હતી. હાર્બિનથી પસાર થતી સોંઘુઆ નદી પર પુલના બાંધકામ વખતે એક કામદારને તે મળી આવી હતી.
તેને બ્લૅક ડ્રૅગન નદી કહેવાય છે. આથી આ નવી પ્રજાતિને આવું નામ અપાયું.
એ સમયે શહેર જાપાનના કબજામાં હતું. તેના સાંસ્કૃતિક મૂલ્યને ધ્યાને લેતાં ચાઇનીઝ કામદાર ખોપરી ઘરે લઈ આવ્યો હતો. તેને પરિવારના કૂવામાં સંતાડી દીધી હતી.
અને તે ત્યાં 80 વર્ષ રહી. વ્યક્તિ મૃત્યુ પામી એ પહેલાં તેણે પરિવારને ખોપરી વિશે જણાવ્યું હતું. અને પછી તે વૈજ્ઞાનિકો પાસે આવી.

માનવ પ્રજાતિની પુરોગામી હોઈ શકે આ પ્રજાતિ?

ઇમેજ સ્રોત, Getty Images
આ ચીનમાં માનવ અશ્મિલની રહસ્યમય પ્રજાતિઓની શ્રેણીમાં એક નવો ઉમેરો છે.
જેનું વર્ગીકરણ કરવું મુશ્કેલ રહ્યું છે. તેમાં ડાલી, જિન્નુશાન, હૉંલૉંગડૉંગ અને તિબેટનાં મેદાનોમાંથી શિઆહેનો પણ સમાવેશ થાય છે.
આ સમગ્ર શોધને પગલે ચર્ચા શરૂ થઈ છે કે આ અવશેષો હોમોસેપિયન્સના શરૂઆતના સમયના છે કે નહીં? કે પછી તે નિએંડરથલ્સ, ડેનિસોવાસ અથવા કોઈક અલગ પ્રજાતિના છે?
ડેનિસોવાસની રશિયામાં ડેનિસોવા ગુફામાંથી મળી આવેલી આંગળીના હાંડકાના ડીએનએમાંથી ઓળખ થઈ હતી. હાડકું 50થી 30 હજાર વર્ષ જૂનું હતું.
અશ્મિલોના રૅકર્ડમાં જિનોમ આધારે તેને નિએંડરથલ્સ કરતાં અલગ તારવવામાં આવ્યા છે.
આથી કૅમ્બ્રિજ યુનિવર્સિટીનાં પ્રોફેસર માર્ટા મિરાઝોન અનુસાર ડ્રેગન મૅન ડિનિસોવાન પ્રજાતિમાંથી છે.
"ડેનિસોવાન પ્રજાતિ ભૂતકાળની રહસ્યમય પ્રજાતિ છે. ડીએનએ પુરાવા દર્શાવે છે કે તિબેટનાં મેદાનોમાંથી મળેલાં જડબાનાં હાડકાં ડેનિસોવાનનાં છે આથી હવે ડેનિસોવાન અને ડ્રૅગન મૅનનાં જડબાં એક જેવાં લાગે છે તેથી તે ડેનિસોવાનનો ચહેરો હોઈ શકે છે."
જોકે ઇઝરાયલમાં મળી આવેલા અવશેષોના એક સંશોધક જૂથે પ્રકાશિત વિગતોમાં દર્શાવ્યું છે કે નિએંડરથલ્સ પ્રજાતિ માનવ પ્રજાતિની પુરોગામી હોઈ શકે. અને તે બાદમાં લેવાન્ટ પ્રાંતમાં પ્રથમ જોવા મળી હશે.
પરંતુ ચીનના સંશોધકોનું કહેવું છે કે પૂર્વ એશિયાના અવશેષોનું વર્ગીકરણ મુશ્કેલ છે કારણ કે તેમાં નવી પ્રજાતિમાં સતત ઉત્ક્રાંતિ જોવા મળી છે.
પ્રોફેસર શિજૂન ની આ મામલે કહે છે કે આ શોધ એવી છે કે તે ઘણી ચર્ચાઓને વેગ આપશે અને ઘણા લોકો અમારી સાથે સંમત નહીં થાય.
તેમણે કહ્યું, "આ જ તો વિજ્ઞાન છે. અસંમતિ છે એટલે તો વિજ્ઞાન પ્રગતિ કરે છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












