કોરોના સંક્રમણથી બચવા માટે વધુ બે જીવનરક્ષક દવાઓ મળી

    • લેેખક, મિશેલે રૉબર્ટ્સ
    • પદ, હેલ્થ એડિટર, બીબીસી ન્યૂઝ

કોરોના સંક્રમણથી દર્દીઓનો જીવ બચાવવા માટે વધુ બે જીવનરક્ષક દવાઓ મળી છે. આ દવાઓ કોરોના દર્દીઓનાં મૃત્યુના આંકડામાં એક ચર્તુથાંશ ઘટાડો લાવી શકે છે.

એનએચએસના ઇન્ટેસિવ કૅર યુનિટ (આઈસીયુ)માં આ વૅક્સિનની ટ્રાયલ કરનારા શોધકર્તાઓએ જણાવ્યું કે આ દવા ડ્રીપના માધ્યમથી આપવામાં આવે છે અને ઇલાજ કરાઈ રહેલા 12 લોકોમાંથી વધુ એકનો જીવ બચાવી શકાય છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે આ દવાઓનો પુરવઠો આખા બ્રિટનમાં પહેલેથી ઉપલબ્ધ છે, આથી તેનો ઉપયોગ તરત કરી શકાય છે, જેથી સેંકડોનો જીવ બચાવી શકાય.

બ્રિટનની હૉસ્પિટલોમાં 30 હજારથી વધુ કોરોના દર્દીઓ છે. આ આંકડો ગત વર્ષે એપ્રિલ કરતાં 39 ટકા વધુ છે.

બ્રિટન સરકાર દવાનિર્માતા કંપની સાથે સંપર્કમાં છે, જેથી એ નક્કી કરી શકાય કે બ્રિટનમાં દર્દીઓ માટે ટોસિલિઝુમૅબ અને સરીલુમૅબ દવાઓ ઉપલબ્ધ રહે.

જીવ બચાવવાની સાથે જ આ દવાના ઉપયોગથી દર્દીઓ જલદી સાજા થઈ રહ્યા છે અને ગંભીર રીતે બીમાર દર્દીઓને એક અઠવાડિયા સુધી આઈસીયુમાં રાખવા પડે છે.

અસરદાર દવા

બંને દવાઓ સરખી અસરદાર છે. જોકે દવાઓ બહુ સસ્તી નથી.

તેની કિંમત પ્રતિ દર્દીએ 750 પાઉન્ડ (અંદાજે 69,784 રૂપિયા)થી 1000 પાઉન્ડ (અંદાજે 99,649 રૂપિયા) વચ્ચે થાય છે, જે ડેક્સામેથાસોનથી પાંચ પાઉન્ડ (અંદાજે પાંચસો રૂપિયા)ના કોર્સથી વધુ છે.

જોકે વિશેષજ્ઞોનું કહેવું છે કે આ દવાનો ફાયદો એ છે કે આ આઈસીયુમાં પ્રતિદિનના બેડના ખર્ચથી ઓછામાં મળે છે. આઈસીયુનો પ્રતિદિનનો ખર્ચ 2000 પાઉન્ડ (અંદાજે બે લાખ રૂપિયા) છે.

મુખ્ય શોધકર્તા અને ઇમ્પિરિયલ કૉલેજ લંડનના પ્રોફેસર ઍન્થની ગૉર્ડોને કહ્યું કે "દર 12 દર્દીઓ જે દવાથી સાજા થશે, તે એક જિંદગી બચાવી શકશે. આ મોટી અસર છે."

બ્રિટન સમેત છ અલગઅલગ દેશોમાં આઈસીયુની અંદાજે 800 દર્દીઓ પર રીમૅપ-કૅપ ટ્રાયલ થઈ છે.

સ્ટાન્ડર્ડ કૅરમાં રાખેલા અંદાજે 36 ટકા કોવિડ દર્દીઓનાં મૃત્યુ થઈ ગયાં છે.

આઈસીયુમાં ભરતી થવાના 24 કલાકમાં આ નવી દવા આપવાથી દર્દીઓના મોતનો આંકડો એક ચર્તુથાંશ ઘટીને 27 ટકા થઈ ગયો.

એનએચએસના નેશનલ મેડિકલ ડાયરેક્ટર પ્રો. સ્ટીફન પૉવિસે કહ્યું, ''કોરોના દર્દીઓના મોતના આંકડામાં ઘટાડો કરવા માટે હવે બીજી દવાઓ આવી ગઈ છે એ ખુશીની વાત છે અને આ કોરોના વાઇરસ સામેની લડાઈમાં એક સકારાત્મક પગલું છે.''

સરકારે નિકાસ પર રોક લગાવી

બ્રિટનના સ્વાસ્થ્યમંત્રી મૅટ હૈનકૉકે કહ્યું, ''બ્રિટનમાં સમયેસમયે સાબિત કર્યું છે અને ફરી કરી રહ્યું છે કે તે પોતાના દર્દીઓ માટે સૌથી આશાવાન અને ઉત્તમ સારવારમાં સૌથી આગળ છે.

જોકે આ દવાઓના ખતરા પણ હોઈ શકે છે. કોવિડ દર્દીઓને વધુ માત્રામાં દવા આપવાથી ફેફસાં અને અન્ય અંગો પર નુકસાન થઈ શકે છે.

ડૉક્ટરોને આ દવા એ બધા કોવિડ દર્દીઓને આપવાની સલાહ અપાઈ રહી છે, જે ડેક્સામેથાસોન આપ્યા પછી પણ ગંભીર હોય અને જેને ખાસ સારસંભાળની જરૂર હોય.

ટોસિલિઝુમૅબ અને સરીલુમૅબ, આ બંને દવાઓની નિકાસ પર સરકારે રોકી લગાવી દીધી છે.

દવાઓને લઈને સામે આવેલા રિસર્ચનો હજુ સુધી રિવ્યૂ કરાયો નથી અને ન તો કોઈ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થઈ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો