You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Happy New Year 2021 : સિંઘુ બૉર્ડરથી ચીનના વુહાન સુધી દુનિયાએ આ રીતે કર્યું 2021નું સ્વાગત - Top News
2020 આખી દુનિયા માટે ખૂબ પડકારડજનક રહ્યું. કોરોના વાઇરસની મહામારીથી જાણે કે દુનિયા થંભી ગઈ હતી. મહિનાઓ લૉકડાઉન પછી હવે સ્થિતિ ધીમે ધીમે પાછી થાળે પડતી દેખાઈ રહી છે.
જોકે, વાઇરસનો ખતરો હજી પૂરો ટળ્યો નથી અને હવે કોરોના વાઇરસના નવા વેરીઅન્ટ યાને કે પ્રકાર ફરીથી ચિંતાઓ વધારી છે. અલબત્ત, વૅક્સિનમાં મળેલી સફળતાઓ પર 2021ની આશાઓ મજબૂત થઈ રહી છે.
વર્ષ બદલાઈ રહ્યું છે અને લોકો એ આશા રાખે છે કે 2021 બહેતર હોય. ભારતમાં સમેત દુનિયામાં આ જ આશા સાથે લોકોએ નવા વર્ષનું શાનદાર સ્વાગત કર્યું છે.
વુહાનમાં નવા વર્ષની ઉજવણી
નવા વર્ષની ઉજવણીમાં ચીનના વુહાન શહેરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. લોકોનાં હાથમાં ફુગ્ગાઓ હતા અને તેમણે તહેવાર અનુસાર કપડાં પહેર્યાં હતા. 2021 શરૂ થવાના કાઉન્ટ ડાઉનનો નજારો.
વુહાન એ શહેર છે જ્યાંથી કોરોના વાઇરસના સંક્રમણની શરૂઆત થઈ હોવાનો દાવો કરવામાં આવે છે.
તાઇવાનમાં હજારો લોકો સડકો પણ નીકળ્યાં અને આતીશબાજી થઈ. જોકે, અનેકે ઘરમાં રહેવાનું જ પસંદ કર્યું.
હૉંગકૉંગના વિક્ટોરિયા હાર્બર ફ્રન્ટ પર પર પણ અનેક લોકોએ નવા વર્ષની ઉજવણી કરી
ઑકલૅન્ડના સ્કાય ટાવરમાં શાનદાર આતીશબાજી થઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ તસવીર લંડનની છે. જ્યાં લંડન આઈ તો ઝગમગતું દેખાય છે પણ લોકો ખાસ બહાર ન નીકળ્યા. સરકારે પણ લોકોને ઘરમાં જ રહેવા અને ભીડથી બચવાની સલાહ આપી હતી.
2020ની વિદાય સાથે 2021ની હકીકત
બર્લિનના લૅન્ડમાર્ક બ્રેન્ડનબર્ગ ગેટનો નજારો. લૉકડાઉનને કારણે આતીશબાજી તો ન થઈ થઈ પણ કલાકારોએ ભજવણી કરી નવા વર્ષનું સ્વાગત કર્યું.
આ તસવીર ઑસ્ટ્રેલિયાના સિડનીની છે. સિડની ટાઉન હૉલના ક્લૉક ટાવરમાં જ્યારે ઘડિયાળના કાંટા એક થયાં.
આ વર્ષે સિડનીમાં લોકોને ઘરમાં જ રહેવાની અને આતીશબાજીનો નજારો ટીવી પરથી જ જોવાની અપીલ કરવામાં આવી હતી.
ભારતમાં પણ કોરોના વાઇરસને કારણે અનેક પ્રતિબંધો લાગુ છે. રાજધાની દિલ્હીમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત બાદ ખૂબ ઓછાં લોકો જોવા મળ્યા. જોકે, દુકાનોમાં સજાવટ હતી અને સડકો રંગીન હતી. આ તસવીર દિલ્હીના ખાન માર્કેટની છે.
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મુંબઈના જુહૂ બીચ પર અનેકો લોકોએ ઉજવણી કરી.
ભારતના હિમાચલ પ્રદેશમાં નવા વર્ષ નિમિત્તે પ્રવાસીઓની ખૂબ ભીડ થાય છે પણ આ વર્ષે કોરોનાની અસર અહીં પણ જોવા મળી.
આ તસવીર ગોવાની છે.
સિંઘુ બૉર્ડર પર ખેડૂતોનું 2021
આ છેલ્લી તસવીર હાલ જેની આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે તે દિલ્હીની સિંઘુ બૉર્ડરની છે. મહિનાથી વધારે સમયથી કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ પોતાના અંદાજમાં નવા વર્ષની ઉજવણી કરી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો