Happy New Year 2021 : સિંઘુ બૉર્ડરથી ચીનના વુહાન સુધી દુનિયાએ આ રીતે કર્યું 2021નું સ્વાગત - Top News

સિડની હાર્બર બ્રિજનો નજારો

ઇમેજ સ્રોત, WENDELL TEODORO

2020 આખી દુનિયા માટે ખૂબ પડકારડજનક રહ્યું. કોરોના વાઇરસની મહામારીથી જાણે કે દુનિયા થંભી ગઈ હતી. મહિનાઓ લૉકડાઉન પછી હવે સ્થિતિ ધીમે ધીમે પાછી થાળે પડતી દેખાઈ રહી છે.

જોકે, વાઇરસનો ખતરો હજી પૂરો ટળ્યો નથી અને હવે કોરોના વાઇરસના નવા વેરીઅન્ટ યાને કે પ્રકાર ફરીથી ચિંતાઓ વધારી છે. અલબત્ત, વૅક્સિનમાં મળેલી સફળતાઓ પર 2021ની આશાઓ મજબૂત થઈ રહી છે.

વર્ષ બદલાઈ રહ્યું છે અને લોકો એ આશા રાખે છે કે 2021 બહેતર હોય. ભારતમાં સમેત દુનિયામાં આ જ આશા સાથે લોકોએ નવા વર્ષનું શાનદાર સ્વાગત કર્યું છે.

line

વુહાનમાં નવા વર્ષની ઉજવણી

ચીનના વુહાન શહેરમાં ભારે ભીડ ઉમટી

ઇમેજ સ્રોત, DAVE ROWLAND/GETTY IMAGES FOR AUCKLAND UNLIMITED

નવા વર્ષની ઉજવણીમાં ચીનના વુહાન શહેરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. લોકોનાં હાથમાં ફુગ્ગાઓ હતા અને તેમણે તહેવાર અનુસાર કપડાં પહેર્યાં હતા. 2021 શરૂ થવાના કાઉન્ટ ડાઉનનો નજારો.

વુહાન એ શહેર છે જ્યાંથી કોરોના વાઇરસના સંક્રમણની શરૂઆત થઈ હોવાનો દાવો કરવામાં આવે છે.

તાઇવાનમાં હજારો લોકો સડકો પણ નીકળ્યાં અને આતીશબાજી થઈ. જોકે, અનેકે ઘરમાં રહેવાનું જ પસંદ કર્યું.

તાઇવાનમાં ઉજવણી

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, તાઇવાનમાં ઉજવણી

હૉંગકૉંગના વિક્ટોરિયા હાર્બર ફ્રન્ટ પર પર પણ અનેક લોકોએ નવા વર્ષની ઉજવણી કરી

નવા વર્ષની ઉજવણી

ઇમેજ સ્રોત, Getty Images

ઑકલૅન્ડના સ્કાય ટાવરમાં શાનદાર આતીશબાજી થઈ.

ઑકલૅન્ડના સ્કાય ટાવરમાં શાનદાર આતીશબાજી થઈ.

ઇમેજ સ્રોત, DAVE ROWLAND/GETTY IMAGES FOR AUCKLAND UNLIMITED

ઇમેજ કૅપ્શન, ઑકલૅન્ડના સ્કાય ટાવરમાં શાનદાર આતીશબાજી

આ તસવીર લંડનની છે. જ્યાં લંડન આઈ તો ઝગમગતું દેખાય છે પણ લોકો ખાસ બહાર ન નીકળ્યા. સરકારે પણ લોકોને ઘરમાં જ રહેવા અને ભીડથી બચવાની સલાહ આપી હતી.

લંડન આઈ

ઇમેજ સ્રોત, MACIEK MUSIALEK/NURPHOTO VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, લંડન આઈ
નવા વર્ષની ઉજવણી

ઇમેજ સ્રોત, Getty Images

line

2020ની વિદાય સાથે 2021ની હકીકત

નવા વર્ષની ઉજવણી પણ કોરોના ગયો નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નવા વર્ષની ઉજવણી પણ કોરોના ગયો નથી

બર્લિનના લૅન્ડમાર્ક બ્રેન્ડનબર્ગ ગેટનો નજારો. લૉકડાઉનને કારણે આતીશબાજી તો ન થઈ થઈ પણ કલાકારોએ ભજવણી કરી નવા વર્ષનું સ્વાગત કર્યું.

બર્લિનના લૅન્ડમાર્ક બ્રેન્ડનબર્ગ ગેટનો નજારો

ઇમેજ સ્રોત, JOHN MACDOUGALL/AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, બર્લિનના લૅન્ડમાર્ક બ્રેન્ડનબર્ગ ગેટનો નજારો

આ તસવીર ઑસ્ટ્રેલિયાના સિડનીની છે. સિડની ટાઉન હૉલના ક્લૉક ટાવરમાં જ્યારે ઘડિયાળના કાંટા એક થયાં.

આ વર્ષે સિડનીમાં લોકોને ઘરમાં જ રહેવાની અને આતીશબાજીનો નજારો ટીવી પરથી જ જોવાની અપીલ કરવામાં આવી હતી.

સિડની

ઇમેજ સ્રોત, STEVEN SAPHORE/ANADOLU AGENCY VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, સિડની
line
રશિયામાં નવું વર્ષ

ઇમેજ સ્રોત, SERGEI MALGAVKO/GETTY

ઇમેજ કૅપ્શન, રશિયામાં નવું વર્ષ

ભારતમાં પણ કોરોના વાઇરસને કારણે અનેક પ્રતિબંધો લાગુ છે. રાજધાની દિલ્હીમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત બાદ ખૂબ ઓછાં લોકો જોવા મળ્યા. જોકે, દુકાનોમાં સજાવટ હતી અને સડકો રંગીન હતી. આ તસવીર દિલ્હીના ખાન માર્કેટની છે.

મુંભઈની જુહૂ ચોપાટીનો નજારો

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મુંભઈની જુહૂ ચોપાટીનો નજારો

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મુંબઈના જુહૂ બીચ પર અનેકો લોકોએ ઉજવણી કરી.

મુંબઈના જુહૂ બીચ પર અનેકો લોકોએ ઉજવણી કરી.

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મુંબઈના જુહૂ બીચ પર અનેકો લોકોએ ઉજવણી કરી.

ભારતના હિમાચલ પ્રદેશમાં નવા વર્ષ નિમિત્તે પ્રવાસીઓની ખૂબ ભીડ થાય છે પણ આ વર્ષે કોરોનાની અસર અહીં પણ જોવા મળી.

હિમાચલ પ્રદેશ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, હિમાચલ પ્રદેશ

આ તસવીર ગોવાની છે.

ગોવા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ગોવા
line

સિંઘુ બૉર્ડર પર ખેડૂતોનું 2021

આ છેલ્લી તસવીર હાલ જેની આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે તે દિલ્હીની સિંઘુ બૉર્ડરની છે. મહિનાથી વધારે સમયથી કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ પોતાના અંદાજમાં નવા વર્ષની ઉજવણી કરી.

સિંઘુ બૉર્ડર પર ખેડૂત આંદોલનમાં નવું વર્ષ

ઇમેજ સ્રોત, BBC Sport

ઇમેજ કૅપ્શન, સિંઘુ બૉર્ડર પર ખેડૂત આંદોલનમાં નવું વર્ષ
line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો