2021 મોબાઇલ ઍપ : એ લોન જેને ભરવામાં લોકો જિંદગી ગુમાવી રહ્યા છે

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, બાલા સતીશ
- પદ, બીબીસી સંવાદદાતા
પળવારમાં કરજ વહેંચનારી ઍપ્સ બિલાડીના ટોપની જેમ વિકસી રહી છે, પણ કેટલીકને બાદ કરતાં અન્યની ગતિવિધિઓ ઘણી ખતરનાક છે.
હૈદરાબાદનાં વી કવિતાએ કોરોના મહામારીના સમયમાં એક ઍપના માધ્યમથી લોન લીધી હતી. જે તે સમયસર ચૂકવી ન શક્યાં.
આ ઍૅપના કર્મચારીઓએ તેમને લોન ચૂકવવા માટે અંતિમ તારીખના દિવસે સવારે સાત વાગ્યે ફોન કર્યો. જોકે તેઓ અન્ય કામોમાં વ્યસ્ત હોવાથી ફોન ચેક ન કરી શક્યાં.
પછીનો કૉલ કવિતાના નાના ભાઈનાં પત્નીનાં સંબંધીને ગયો. જોકે હજુ સુધી કવિતાએ પણ તેમના ભાઈ સાથે કોઈ વાતચીત કરી નહોતી.
જ્યારે ઍપના કર્મચારીએ તેમને પૂછ્યું કે શું તમે કવિતાને ઓળખો છો, ત્યારે તેઓએ કહ્યું કે હાં, 'એ તેમનાં સંબંધી છે.'
પછી કર્મચારીએ તેમને કહ્યું કે કવિતાએ તેમની કંપનીમાંથી એક લોન લીધી છે અને તેઓએ જ તમારો નંબર આપ્યો હતો. આથી હવે તેમને આ લોન ભરવી પડશે.
જોકે આ રીતની માગથી તેઓ ગભરાઈ ગયાં અને તેઓએ આખી વાત પરિવારને કહી. પછી આખા પરિવારે કવિતાથી અંતર કરી લીધું.
આવી જ ઘટના સિદ્દીપેટની કિર્ણી મોનિકા સાથે ઘટી હતી, તે એક સરકારી કર્મચારી હતાં અને કૃષિવિભાગમાં કામ કરતાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓએ પણ પોતાની અંગત જરૂરિયાત માટે આ ઍપમાંથી એક લોન લીધી હતી.
જ્યારે ભરવાની રકમ તેઓ ચૂકી ગયાં તો લોન ઍપવાળાએ તેમનો ફોટો વૉટ્સઍપમાં તેમના બધા કૉન્ટેક્ટસને મોકલી દીધો અને તેમાં લખ્યું કે મોનિકાએ તેમની પાસેથી લોન લીધી છે અને જો તે ક્યાંય દેખાય તો તેમને લોન ભરવા માટે કહો.
મોનિકાના પરિવાર અનુસાર, તે આ અપમાન સહન ન કરી શકી અને તેણે ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી.
બાદમાં ઍપના કર્મચારીએ તેમના ઘરે ફોન કર્યો અને જ્યારે તેમને કહેવામાં આવ્યું કે મોનિકાએ આત્મહત્યા કરી લીધી છે, તો તેઓએ ધ્યાન ન આપ્યું.
ઍપના કર્મચારીઓએ મોનિકા અને તેમના પરિવારને ગંદી ગાળો ભાંડી અને લોન ન ચૂકવવા માટે જવાબદાર ઠેરવ્યા.
રામગુંડમમાં કામ કરતા સંતોષે પણ આ જ ઍપની પજવણી અને અપમાનથી ત્રાસીને આત્મહત્યા કરી લીધી.
એક વીડિયોમાં તેઓએ પોતાની વ્યથાનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ જંતુનાશક દવા ખાઈને જીવ આપી દીધો.
આ પહેલાં રાજેન્દ્રનગરમાં વધુ એક શખ્સે આ લોન ઍપની પજવણીથી પરેશાન થઈને આત્મહત્યા કરી લીધી હતી.

લોકોનો જીવ લઈ રહી છે મોબાઇલ ઍપ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
આ લોન ઍપના માધ્યમથી ભારે-ભરખમ વ્યાજ પર પૈસા ઉધાર લેનારા જો કરજ ચૂકવવામાં જરા પણ મોડું કરે તો તેમને ધમકીઓ અને ગંદી ગાળોનો સામનો કરવો પડે છે.
આ આખી પરિસ્થિતિ આ રીતે કરજદારો માટે એક મુશ્કેલી બની ગઈ છે.
આ લોન કંપનીઓ કોઈ પણ અન્ડરરાઇટિંગ વિના આકસ્મિક પરિસ્થિતિઓમાં કામ ચલાવવા માટે ફટાફટ પૈસા આપી દે છે. બાદમાં ઉધાર લેનારા પાસેથી મોટું વ્યાજ વસૂલે છે.
ઉપર આપેલાં મામલાઓ આ કંપનીઓ દ્વારા અપનાવાતી અનિયંત્રિત ખોટી ગતિવિધિઓનાં માત્ર થોડાંક ઉદાહરણ છે.
સામાન્ય રીતે લોકો બૅન્કો કે પોતાના પરિચિતોથી પૈસા ઉધાર લેવાનું પસંદ કરે છે. મોબાઇલ ઍપ આવ્યા બાદ કેટલાક લોકોએ તેના માધ્યમથી વ્યાજ પર પૈસા લેવાનું શરૂ કર્યું છે.
જો તમે પોતાની વિગતો મોબાઇલ ઍપમાં નાખો તો તમને લોન આપે છે. બાદમાં તમારે લોન ભરવાની રહે છે. જ્યાં સુધી તમે સમય પ્રમાણે પૈસા ભરો ત્યાં સુધી બરાબર ચાલે છે, પણ લોન ચૂકવવામાં મોડું કરો ત્યારે સ્થિતિ બગડવા લાગે છે.
બીજી વાત, આ લોન લેવી જેટલી સરલ છે, એટલી જ તેને ભરવી મુશ્કેલ હોય છે. ઘણા લોકો માટે આ લોન એક માનસિક અત્યાચારના રૂપમાં સામે આવે છે.
ઉપર આપેલાં ઉદાહરણ સહિત અનેક એવા કેસ છે, જેમાં લોકોને આ લોન ભરવામાં ગંભીર સ્થિતિનો સામનો કરવો પડ્યો હોય.
જે ભણેલાગણેલા લોકો છે અને ફોનનો ઉપયોગ કરવાનું જાણે છે, તેઓ ઘણી વાર પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે આ ઍપમાંથી લોન લે છે. પણ જ્યારે તેમને ભરવામાં મોડું થાય ત્યારે તેમને ભયંકર મુશ્કેલી અને તણાવમાંથી પસાર થવું પડે છે.

ઍપથી કરજ લેવામાં મુશ્કેલી શું છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
સામાન્ય રીતે જ્યારે બૅન્ક કે કોઈ અન્ય નાણાકીય સંસ્થાથી લોન લેવામાં આવે ત્યારે વ્યાજદર એકથી દોઢ ટકા પ્રતિમાસ હોય છે.
પણ આ ઍપ આધારિત કરજમાં વ્યાજની કોઈ સીમા નથી. દિવસ અને અઠવાડિયાના આધારે વ્યાજ નક્કી થાય છે.
લોન ચૂકવવામાં મોડું થતા મૂડી પર પેનલ્ટી લાગે છે. સાથે જ વ્યાજ પર પણ પેનલ્ટી વસૂલવામાં આવે છે.
સામાન્ય રીતે ક્યાંય પણ મહિનાના આધારે વ્યાજનું આકલન કરવામાં આવતું નથી, પણ આ ઍપમાં આ આકલન દિવસ અઠવાડિયા અને મહિનાને આધારે કરવામાં આવે છે.

પ્રોસેસિંગ ફી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
બૅન્ક અને અન્ય બિનબૅન્કિંગ નાણાકીય સંસ્થા (એનબીએફસી) કોઈને લોન આપે તો તેના માટે એક પ્રોસેસિંગ ફી લેય છે.
આ ફી લોનની માત્રા પર આધારિત હોય છે. આ પ્રોસેસિંગ ફી સામાન્ય રીતે લોનની રકમના એક ટકાથી ઓછી હોય છે.
તેનો મતલબ છે કે જો તમે પાંચ લાખ રૂપિયાની લોન લો છો તો પ્રોસેસિંગ ફી તરીકે તમારે 5,000 રૂપિયાથી ઓછા આપવાના હોય છે.
પણ ઍપ આધારિત લોન આ રીતે ચાલતી નથી. તે માત્ર પાંચ હજાર રૂપિયાની લોન માટે ચાર હજાર રૂપિયા પ્રોસેસિંગ ફી લેય છે.
એવામાં સવાલ થાય કે લોકો શા માટે આ લોન લેતા હોય છે?
એનું કારણ એ છે કે આ ઍપ તમારી પાસે તમારી આવકનું કોઈ પ્રમાણ માગતી નથી. તે તમારો સિબિલ સ્કોર જોતી નથી.
જ્યારે કોઈ પણ બૅન્કિંગ સંસ્થા કે એનબીએફસી તમારો સિબિલ સ્કોર ચેક કર્યા વિના તમને લોન નથી આપતી.
સિબિલ એક એવો સ્કોર છે જેનાથી તમારી કોઈ લોન ચૂકવવાની ક્ષમતાની ખબર પડે છે.
તેનાથી એ પણ ખબર પડે છે કે તમે પાછળની કોઈ લોન ચૂકવવામાં મોડું કે ડિફૉલ્ટ તો નથી કર્યું ને.
આ આધારે તમારો સ્કોર નક્કી થાય છે અને બૅન્ક લોન દેતી વખતે આ સ્કોરનો ઉપયોગ તમારી લોન ભરવાની ક્ષમતાનો અંદાજ લગાવવામાં કરે છે.
તમારો જેટલો મોટો સિબિલ સ્કોર હોય એટલી તમારી લોન ભરવાની સંભાવનાઓ મજબૂત હોય છે.
કેટલીક ઍપ્સ આવકનું પ્રમાણ અને સિબિલ સ્કોરને વેરીફાઈ કરે છે અને તમને આપેલી લોનને એક પ્રક્રિયા હેઠળ વસૂલે છે. જોકે એવી ઍપ્સ બહુ ઓછી છે.
જોકે એવી ઍપ્સની સંખ્યા વધુ છે, જે લોનના નામે લૂંટ ચલાવે છે. આ રીતે ઍપ્સ લોકોની પૈસા આકસ્મિક જરૂરિયાતો અને તરત લોન મળવાની સુવિધાનો ફાયદો ઉઠાવે છે.

જીએસટીના નામ પર

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય રીતે આપણે દરેક પ્રકારની સેવા માટે સરકારને જીએસટી ચૂકવીએ છીએ, પણ આ ઍપ્સ જીએસટી હેઠળ રજિસ્ટર્ડ નથી. આ ઍપ્સ લોન લેનારા પાસેથી જીએસટી વસૂલે છે, પણ આ પૈસા સરકારને ચૂકવવામાં આવતા નથી.
તેનો મતલબ એ છે કે જીએસટી હેઠળ આવ્યા વિના તેઓ જીએસટીના પૈસા પણ ગ્રાહકો પાસેથી વસૂલે છે.
જો જીએસટી લેવામાં આવે તો એ સંસ્થાનો જીએસટી નંબર પણ આપવો જોઈએ, પણ આ ઍપ્સ એવા કોઈ ખુલાસા કરતી નથી.
નકલી કાયદાકીય નોટિસ
જો રિપેમેન્ટમાં મોડું થાય તો તેઓ નકલી કાયદાકીય નોટિસ ફોન પર મોકલે છે. તેમાં લખ્યું હોય છે કે તમે તમારી લીધેલી લીન ચૂકવવામાં ડિફૉલ્ટ થયા છો તો અમે તમારી સામે પગલાં લઈએ છીએ કે પગલાં લેવા જઈ રહ્યા છીએ. તેમાં કહેવામાં આવે છે કે તમે કોર્ટમાં હાજર રહેવા માટે તૈયાર રહો.
જોકે આ નોટિસ નકલી હોય છે. આ ઍપ આ રીતની નોટિસ કરજદારના સંબંધીઓ અને મિત્રો પણ મોકલે છે. જે લોકોને આ બધા અંગે જાણકારી નથી હોતી તેઓ આ નોટિસ જોઈને ડરી જાય છે.

લોન વસૂલાત માટે અપમાન કરવું

ઇમેજ સ્રોત, Getty Images
આ ઍપ પરથી લોન લીધા બાદ આપણે નિશ્ચિત સમયમર્યાદાની અંદર ચુકવણી કરવાની હોય છે.
જો આમ ન થાય તો લોન ચૂકવવાની ડેડલાઇનના દિવસે સવારે સાત વાગ્યાથી જ આ ઍપ તમને સતત ફોન કરવા લાગે છે. તમને ડઝનબંધ ફોન કરશે અને તેમની ભાષા ધમકીભરી હોય છે.
કોઈ કારણસર તમે ડેડલાઇન એક દિવસ પણ ચૂકી જાવ તો તમારી મુશ્કેલી શરૂ થઈ જાય છે.
ઍપના કર્મચારી આ ભાષામાં આદેશની શરૂઆત કરે છે, "ભીખ માગો, પણ પૈસા પાછા આપો."
આ તેમની પ્રથમ તબક્કાની કાર્યવાહી હોય છે.
બીજા તબક્કામાં તેઓ તમારાં સગાં-સંબંધીઓને ફોન કરવાનું શરૂ કરે છે. તેઓ એમને કહે છે, "તમે એમનો રેફરન્સ આપ્યો હતો. હવે તમારે લોન ચૂકવવી પડશે."
આને કારણે લોન લેવાવાળા અને તેમના સંબંધીઓ વચ્ચેના સંબંધ કાં તો ખતમ થઈ જાય છે અથવા તો ખરાબ થઇ જાય છે. આ ઍપ તમારા અનેક સંબંધીઓને આ રીતે ફોન કરે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
અંતિમ તબક્કામાં તેઓ લોન લેતી વખતે તમે આપેલી તસવીરોનો ઉપયોગ કરે છે અને વૉટ્સઍપ ગ્રૂપ્સ પર એ તસવીરોને પોસ્ટ કરવા લાગે છે.
તેઓ ઉધાર લેનારાઓના મિત્રો અને સંબંધીઓનું એક ગ્રૂપ બનાવે છે અને તેમાં ઉધાર લેનારાઓની તસવીરો મૂકે છે અને શીર્ષકમાં લખે છે, "ફલાણા માણસે છેતરપિંડી આચરી છે" અથવા તો "આ માણસ પૈસા ચૂકવવાનું ટાળી રહ્યો છે."
આ ત્રાસ અહીં પૂરો નથી થતો. આવા પણ મૅસેજ મૂકાય છે, "તમે બધા 100-100 રૂપિયા ભેગા કરો અને આમની લોન ચૂકવો." આ બધું બહુ ખરાબ અંદાજમાં કહેવામાં આવે છે.
કવિતા કહે છે, "અમે એવું નથી કહેતા કે અમે લોન નહીં ચૂકવીએ. હું નાનો વેપાર કરું છું. મારે કોરોનાના સમયમાં પૈસા ઉધાર લેવા પડ્યા, પણ તેઓ કોઈ વાત સાંભળવા માગતા નથી. હું એમ કહું કે મને બૅન્કમાં જવા કમસે કમ એક કલાકનો સમય તો આપો."
તો તેઓ બુમો પાડશે, "તમે મહિલા નથી? તમારાં બાળકો નથી? ઘરમાં એવું કોઈ નથી જે બૅન્કમાં જઈને પૈસા જમા કરી શકે?"
કવિતા કહે છે, "તેઓ બહુ ગંદી ગાળો બોલવા માંડે છે."

આ લોકોને ફોન નંબર ક્યાંથી મળે છે?

ઇમેજ સ્રોત, Getty Images
જયારે આપણે સ્માર્ટફોનમાં કોઈ નવી ઍપ ઇન્સ્ટૉલ કરીએ છીએ ત્યારે આપણી પાસે કેટલીક મંજૂરીઓ માગવામાં આવે છે.
સામાન્ય રીતે ઍપ ઇન્સ્ટૉલ કરતી વખતે આપણે આ મંજૂરીની વિગતો વાંચ્યા વગર જ ‘ઓકે’ પર ક્લિક કરી દઈએ છીએ અને તમામ મંજૂરીઓ માટે ‘હા’ કરી દઈએ છીએ.
આ મંજૂરીઓ આપવાનો અર્થ એ છે કે ઍપ તમારી તમામ તસવીરો અને ‘કૉન્ટેક્ટ નંબર’ મેળવી શકે છે અને પોતાની ઇચ્છા પ્રમાણે તેનો ઉપયોગ કરી શકે છે.
આ ઍપ દ્વારા લોન લેનારાઓ એક બટન દબાવે છે અને આ સાથે જ ઍપ તમારા મોબાઇલના તમામ કૉન્ટેક્ટ નંબર કાઢી શકે છે.
‘ઓકે’ બટન દબાવતાની સાથે જ ઉધાર લેનારાના તમામ ‘કૉન્ટેક્ટ્સ’ ઍપ ઑપરેટરની પાસે પહોંચી જાય છે.
ઉધાર લેનારાને ખબર પણ નથી પડતી કે લોન લેવાથી તેના ફોનના તમામ ‘કૉન્ટેક્ટ્સ’ ઍપ ઑપરેટર પાસે જતા રહેશે.
કવિતા કહે છે, "જ્યારે મારાં સગાં-સંબંધીઓને ફોન આવ્યા ત્યારે મને આશ્ચર્ય થયું. પણ મેં જ્યારે વિચાર્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે ઍપ ઇન્સ્ટૉલ કરતી વખતે તેમણે તમામ નંબર લઈ લીધા હતા. હવે સમગ્ર પરિવારે મારાથી અંતર જાળવી લીધું છે."
પોલીસ પણ એ મુદ્દે તપાસ કરી રહી છે કે આ ઍપની પાસે લોકોને લોન આપવા માટે આટલા બધા પૈસા ક્યાંથી આવે છે.
પણ અત્યાર સુધી પોલીસ એવા લોકોનો પતો જ શોધી શકી છે જેઓ કૉલ સેન્ટર્સમાંથી લોકોને ફોન કરીને લોન ચૂકવવા ધમકાવે છે. આ મુદ્દે વધુ તપાસ ચાલી રહી છે.

શું ઉધાર ચૂકવવું ખોટું છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
જ્યારે આપણે ઉધાર લઈએ છીએ ત્યારે તેની પરત ચુકવણી કરવી પડે છે. પણ તેની એક રીત હોય છે. એમાં સરકારે નક્કી કરેલા નિયમોનું પાલન કરવાનું હોય છે. આ પ્રકારના ઉધારમાં વ્યાજનો દર તાર્કિક હોવો જોઇએ.
ઉધાર આપનારે એ જણાવવું પડે કે તેઓ કઈ લોન માટે કેટલું વ્યાજ લઈ રહ્યા છે. આ વ્યાજ એક મર્યાદામાં હોવું જોઈએ.
આ સંસ્થાઓએ લોન લેનારને પરત ચુકવણી માટે સમય આપવો જોઈએ. પણ તેઓ આ પ્રકારના કોઈ નિયમોને માનતા નથી. મૂળ સમસ્યા આ જ છે.
આ ઍપનું બીજું પાસું પણ છે. કેટલાક લોકોએ લોન લીધી અને ક્રૅડિટકાર્ડના વ્યાજદર પ્રમાણે પૈસા ચૂકવી પણ દીધા હોય એવું પણ બને છે.
આ ઍપ દ્વારા પૈસા ઉધાર લેનારી એક વ્ચક્તિએ જણાવ્યું કે ઍપ ઑપરેટરે એટલી ખરાબ રીતે વર્તન નહોતું કર્યું.
લોન આપનારી સેંકડો એજન્સીઓમાંથી જૂજ એજન્સી જ નિયમ પ્રમાણે કામગીરી કરે છે. એક પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે, “મોટા ભાગની એજન્સીઓ લોકોની સતામણી કરે છે અને તેમનો હેતુ લોકોને લૂંટવાનો હોય છે.”

કાયદો શું કહે છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
ભારતમાં બૅન્કોનું નિયમન કરનારી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ)એ પણ આ ઍપ માટે કોઈ નિયમ ઘડ્યા નથી.
આ સંજોગોમાં પહેલેથી જ અમલી કાયદાઓને આધારે આ ઍપ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ કાયદાઓમાં બૅન્કિંગ રેગ્યુલેશન્સ ઍક્ટ, આઈપીસી અને આઈટી ઍક્ટ સામેલ છે.
તેલંગણાની સાઇબરાબાદ પોલીસ આ પ્રકરણની તપાસ કરી રહી છે. અત્યાર સુધી તે બે ડઝન લોકોને પૂછપરછ કરી ચૂકી છે.
પોલીસે આંધ્રપ્રદેશમાં પણ કેસ દાખલ કર્યા છે. આંધ્રપ્રદેશ પોલીસે એક સ્પેશિયલ એનઓસી પણ જારી કરી છે.
ચીનની ભૂમિકા
આ ઍપમાં ચીનની સંસ્થાઓની ભૂમિકા શી છે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી.
કેટલાક લોકોનું કહેવું છે કે આ ઍપ ચીનમાં રહેલાં સર્વર્સનો ઉપયોગ કરે છે. કેટલાક લોકોનું તો ત્યાં સુધી કહેવું છે કે આ ઍપમાં પૈસા પણ ચાઇનીઝ નાણાકીય સંસ્થાઓ લગાવે છે.
પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે. 25 ડિસેમ્બરે સાઇબરાબાદ પોલીસે લોન આપનારી ઍપ સામેના કેસ સંદર્ભમાં એક ચીની નાગરિક સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી.
સાઇબરાબાદ પોલીસે માહિતી આપી કે તેમણે ક્યુબવો ટેકનોલૉજી પ્રાઇવેટ લિમિટેડના વડાની ધરપકડ કરી છે, જે ચીની નાગરિક છે. આ ઉપરાંત, ત્રણ અન્ય વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ સંસ્થાની નોંધણી દિલ્હીમાં હેડ ઑફિસ તરીકે કરવામાં આવી છે અને તેનું નામ સ્કાયલાઇન ઇનોવેશન્સ ટેકનોલૉજીસ રાખવામાં આવ્યું હતું.
આ કંપનીમાં ડિરેક્ટર તરીકે જિક્સિયા, ઝેંગ, ઉમાપતિ (અજય) કામ કરતા હતા.
આ કંપનીએ 11 લોન ઍપ વિક્સાવી છે. તે મોટા પાયે પૈસા વસૂલી રહી છે અને તેની કામ કરવાની પદ્ધતિમાં ધમકીઓ આપવાનો પણ સમાવેશ થાય છે. હાલમાં કંપનીના પ્રતિનિધિ પોલીસ કસ્ટડીમાં છે.

આરબીઆઈ શું કહે છે?

ઇમેજ સ્રોત, Reuters
રિઝર્વ બૅન્કમાં નોંધાયેલી બૅન્કો અને રાજ્યોના કાયદા પ્રમાણે કામ કરતી નૉન બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી) જ લોન આપી શકે છે.
આ કારણસર જ લોન આપનારી મોબાઇલ ઍપનું બૅકગ્રાઉન્ડ ચકાસવું જોઈએ.
તમારે કોઈ અનધિકૃત ઍપ અથવા અપરિચિત લોકોને તમારા આઈડી દસ્તાવેજ ન આપવા જોઈએ.
તમારે આવી ઍપ અંગે પોલીસ પર ફરિયાદ કરવી જોઈએ અથવા https://www.rbi.org.in/ પર ફરિયાદ કરવી જોઈએ.
આરબીઆઈએ જારી કરેલી એક જાહેરાતમાં જણાવ્યું છે કે આરબીઆઈમાં નોંધાયેલી કોઈ સંસ્થા ઑનલાઇન લોન આપતી હોય તો તેણે પહેલેથી સ્પષ્ટ રીતે જણાવી દેવું જોઈએ.
આરબીઆઈમાં નોંધાયેલી નાણાકીય સંસ્થાઓનાં નામ આરબીઆઈની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે.
જાણકારો શું કહે છે?
ફિન ટેક (ફાઇનાન્સ અને ટેકનોલૉજી) કંપનીઓ અંગે ભારે ચિંતા પેદા થઈ છે.
આરબીઆઈ તેનો સામનો કરવા તૈયારી કરી રહી છે. તમને ચપટી વગાડતા જ લોન મળી જાય છે, માત્ર એ કારણસર જ આવી કંપનીઓ પાસેથી લોન લેવી બરાબર નથી.
હવે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે માત્ર કંપનીઓ જ નહીં, લોકોએ પણ જૂથ બનાવી દીધાં છે અને તેઓ આ પ્રકારની ઍપ દ્વારા લોન વહેંચી રહ્યા છે.
ક્લાઉડ ફન્ડિંગ લોન : આનો અર્થ એ છે કે તમારી પાસે એક હજાર રૂપિયા હોય તો તમે પણ લોન વહેંચી શકો છો.
ક્રૅડિટકાર્ડ કંપનીઓ શરૂ થઈ હતી ત્યારે પણ આવી જ સમસ્યાઓ સામે આવી હતી.
નાણાકીય નિષ્ણાત કુંડાવારાપુ નાગેન્દ્ર સાઈએ બીબીસીને જણાવ્યું કે કોઈ લોન વહેંચતું હોય તો તેનો અર્થ એ નથી કે આપણે લઈ લઈએ.
કોઈને પૈસાની જરૂર પડે તો વિશ્વાસુ બૅન્ક, સરકારી અને ખાનગી બૅન્ક અથવા આરબીઆઈની માન્યતાપ્રાપ્ત નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લેવી જોઈએ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














