You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લંડન : ટ્રકમાંથી 39 મૃતદેહો મળી આવ્યા, ટ્રક ક્યાંથી આવી અને મૃતકો કોણ છે તેની તપાસ જારી
પૂર્વ લંડનના ઇસેક્સ શહેરમાં એક ટ્રકમાંથી 39 મૃતદેહો મળી આવ્યા છે.
વૉટરગ્લેડ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક પાસે એક ટ્રકમાંથી મૃતદેહો મળ્યા બાદ ઍમ્બુલન્સ સેવાએ પોલીસને જાણ કરી હતી.
પોલીસનું કહેવું છે કે હત્યાની શંકાએ ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી લેવામાં આવી છે.
પોલીસના પ્રમાણે ટ્રક ડ્રાઇવરની ઉંમર અંદાજે 25 વર્ષ છે અને તેઓ ઉત્તર આયરલૅન્ડથી છે.
સ્થાનિક પોલીસનું કહેવું છે કે આ ટ્રક બુલ્ગારિયાથી આવી રહી હતી અને શનિવારે બુલ્ગારિયામાં દાખલ થઈ હતી.
પ્રારંભિક માહિતી પ્રમાણે મૃતકો પૈકી 38 વયસ્ક છે અને એકની ઉંમર 20 વર્ષથી ઓછી છે.
પોલીસ અધિકારી એંડ્ર્યુ મેરિનરે કહ્યું કે અધિકારીઓ મૃતકોની ઓળખ અંગે તપાસ કરી રહ્યા છે પણ આ લાંબી પ્રક્રિયા છે.
તેમનું કહેવું હતું, "આ મામલામાં અમે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે. તેમને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે અને અમારી તપાસ ચાલી રહી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્રિટનનાં ગૃહમંત્રી પ્રીતિ પટેલે કહ્યું કે તેઓ આ દુખદ ઘટનાને લીધે આઘાતમાં છે.
થુરૉકના સાંસદ ડોએલ પ્રિન્સ લેનું કહેવું છે, "માનવ-તસ્કરી એક ખતરનાક વ્યવસાય છે."
તેમનું કહેવું છે, "આશા છે કે પોલીસ આ કેસમાં ખૂનીને શોધી કાઢીને સજા કરાવશે."
વડા પ્રધાન બોરિસ જોન્સને ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે હું ગૃહમંત્રાલય અને ઇસેક્સ પોલીસ સાથે સતત સંપર્કમાં રહીશ અને હત્યારો કોણ છે એ જાણવી કોશિશ કરીશું.
થુરાર્કના સાંસદ ડોએલ પ્રિંસે કહ્યું કે માનવ તસ્કરી એ ઘૃણાસ્પદ અને ખતરનાક વ્યવસાય છે. મને આશા છે કે પોલીસ આ મામલે હત્યારાઓને પકડીને સજા કરાવશે.
થોડાં વર્ષો પહેલાં જૂન 2000માં ડોવરમાં એક ટ્રકમાં 58 ચીની પ્રવાસીઓના મૃતદેહો મળ્યા હતા.
એ કેસમાં ટ્રક ડ્રાઇવરને એ લોકોની હત્યાના આરોપસર સજા કરવામાં આવી હતી.
શું કહેવું છે પોલીસનું
ઇસેક્સના વરિષ્ઠ પોલીસ અધિકારી પિપ્પા મિલ્સે થોડીવાર અગાઉ એક પત્રકારપરિષદમાં કહ્યું કે ટ્રકની અંદર રહેલા તમામ 39 લોકોનું મૃત્યુ થઈ ગયું છે.
એમણે કહ્યું કે હજી સુધી મૃતદેહોની ઓળખ થઈ શકી નથી અને આ લોકો ક્યાંથી આવ્યા હતા તે પણ નક્કી થઈ શક્યું નથી.
પિપ્પા મિલ્સે કહ્યું કે શબોની ઓળખ કરવી તે અમારા માટે સૌથી મોટી પ્રાથમિકતા છે.
એમણે કહ્યું કે આ અંગે કોઈને પણ જાણકારી હોય તો તે પોલીસનો સંપર્ક કરી શકે છે.
એમણે કહ્યું કે મૃત્યુનું કારણ શોધવા માટે પોલીસના અનેક વિભાગો એક સાથે કામ કરી રહ્યા છે.
વિસ્તારને પડદાથી ઢાંકી દેવામાં આવ્યો
બુલ્ગારિયાની ન્યૂઝ વેબસાઇટ નેવનિકએ વિદેશ મંત્રાલયના હવાલાથી લખ્યું છે કે બુલ્ગારિયાનો દૂતાવાસ સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે.
ઘટનાસ્થળે હાજર બીબીસી સંવાદદાતા રિચર્ડ સ્મિથે કહ્યું કે વૉટરગ્લેડ ઇન્ડ્રસ્ટ્રિયલ પાર્ક પાસે આ ટ્રક જોવામાં આવી.
તેઓ કહે છે કે આ એક ઔદ્યોગિક વિસ્તાર છે અને અહીં એક મોટા ગોડાઉન જેવી જગ્યા પાસે આ ટ્રક મળી છે. પોલીસે આખો વિસ્તાર એક રીતે બંધ કરી દીધો છે. પોલીસે મોટા મોટા પડદા લગાવી દીધા છે જેથી તપાસમાં અડચણ ન આવે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો