You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑસ્ટ્રેલિયાનાં તમામ અખબારોનાં પ્રથમ પાનાં કાળાં કેમ?
ઑસ્ટ્રેલિયામાં એક અદ્ભૂત ઘટનામાં સોમવારે સવારે દેશનાં તમામ સમાચારપત્રોનું પહેલું પાનું કાળું છાપવામાં આવ્યું હતું.
અખબારોએ દેશમાં મીડિયા પર અંકુશ લગાવવાના થઈ રહેલા પ્રયત્નોના વિરોધમાં આ પગલું લીધું હતું.
સમાચારપત્રોનું કહેવું હતું કે ઑસ્ટ્રેલિયા સરકારનો આ સખત કાયદો તેમને લોકો સુધી જાણકારી પહોંચાડવાથી રોકે છે.
છાપાંઓએ પાનાં કાળાં રાખવાનું આ પગલું આ વર્ષે જૂનમાં ઑસ્ટ્રેલિયાના એક મોટા મીડિયા સમૂહ ઑસ્ટ્રેલિયન બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન(એબીસી)ના મુખ્યમથક અને એક પત્રકારના ઘરે દરોડા પડવાની ઘટનાના વિરોધમાં ભર્યું હતું.
આ દરોડા વ્હિસલ બ્લોઅર પાસેથી લીક થયેલી જાણકારીઓને આધારે પ્રકાશિત થયેલા લેખના આધારે પાડવામાં આવ્યા હતા.
અખબારોના આ અભિયાનને 'રાઈટ ટૂ નો કોઅલિશન' નામ આપવામાં આવ્યું છે અને તેને ઘણી ટીવી, રેડિયો અને ઑનલાઇન સંસ્થાઓ પણ સમર્થન કરી રહી છે.
આ અભિયાન ચલાવનારાઓનું કહેવું છે કે ગત બે દાયકાઓમાં ઑસ્ટ્રેલિયામાં એવા સખત સુરક્ષા કાયદાઓને લાવવામાં આવ્યા હતા જેનાથી ઇન્વેસ્ટિગેશન પત્રકારત્વ પર ભય ઊભો થયો છે.
ગત વર્ષે નવા કાયદાઓને લાવવામાં આવ્યા પછી મીડિયા સંગઠન, પત્રકારો અને વ્હિસલ બ્લોઅર્સને સંવેદનશીલ બાબતોનું રિપોર્ટિંગ કરવાની છૂટ આપવા માટે અભિયાન ચાલી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દરોડા
સોમવારે દેશના સૌથી મોટા સમાચારપત્ર અને તેમના સ્પર્ધકોએ એકતા દેખાડી અને પોતાના મુખ્ય પાના પર તમામ શબ્દો પર કાળી શાહીને લગાડીને અખબારો પ્રકાશિત કર્યાં હતાં.
તેના પર એક લાલ મહોર લગાવવામાં આવી હતી જેના પર લખ્યું હતું - "સિક્રેટ"
આ સમાચારપત્રોનું કહેવું છે કે રાષ્ટ્રીય સુરક્ષા કાયદાના કારણે રિપોર્ટિંગ પર અંકુશ મૂકવામાં આવ્યો છે અને દેશમાં એક 'ગોપનીયતાની સંસ્કૃતિ' બનાવવામાં આવી છે.
સરકારનું કહેવું છે કે તે પ્રેસની આઝાદીનું સમર્થન કરે છે પરંતુ કાયદાથી વધારે કાંઈ નથી.
જૂનમાં એબીસીના મુખ્યમથક અને ન્યૂઝ કૉર્પ ઑસ્ટ્રેલિયાના એક પત્રકારના ઘરે દરોડા પાડવામાં આવ્યા જેનો ખૂબ જ વિરોધ થયો હતો.
મીડિયા સંગઠનોનું કહેવું હતું કે લીક થયેલી જાણકારીઓના આધારે કેટલાક અહેવાલો પ્રકાશિત કર્યા પછી દરોડા પાડવામાં આવ્યા હતા.
આમાં એક રિપોર્ટમાં યુદ્ધ અપરાધનો આરોપ લગાવવામાં આવ્યો હતો જ્યારે એક અન્ય અહેવાલમાં યુદ્ધ અપરાધનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
જ્યારે અન્ય અહેવાલમાં એક સરકારી એજન્સી પર ઑસ્ટ્રેલિયાના નાગરિક પર જાસૂસીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
એકતા
ન્યૂઝ કૉર્પ ઑસ્ટ્રેલિયાના એક્ઝિક્યુટિવ ચૅરમૅને પોતાના સમાચારના મુખ્ય પાનાની તસવીર ટ્વીટ કરી અને લોકોને આ સવાલ પૂછવાનો આગ્રહ કર્યો - "તે આપણાથી શું છુપાવવા માંગે છે?"
જ્યારે ન્યૂઝ કૉર્પના મુખ્ય સ્પર્ધક નાઇને પણ પોતાના સમાચાર પત્ર 'સિડની મૉર્નિંગ હેરલ્ડ' અને 'ધ એજ'ના મુખ્ય પૃષ્ઠ કાળાં છાપ્યાં છે.
એબીસીના એમડી ડેવિડ એન્ડરસને કહ્યું, "ઑસ્ટ્રેલિયામાં દુનિયાનું સૌથી ગોપનીય લોકતંત્ર બનવાનો ડર લાગી રહ્યો છે."
પરંતુ ઑસ્ટ્રેલિયા સરકારે રવિવારે ફરીથી કહ્યું કે છાપાઓને લઈને આ પત્રકારોની સામે ખટલો ચલાવી શકાય છે.
ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મૉરિસે કહ્યું કે પ્રેસની આઝાદી મહત્ત્વપૂર્ણ છે પરંતુ કાયદાનું રાજ કાયમ રહેવું જોઈએ.
તેમણે કહ્યું, "તે મારી પર પણ લાગુ થાય છે અથવા કોઈ પત્રકાર પર પણ, અથવા બીજા કોઈ પર પણ."
ઑસ્ટ્રેલિયામાં પ્રેસની આઝાદી પર એક તપાસ અહેવાલ આગામી વર્ષે રજૂ કરવામાં આવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો