You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
TOP NEWS : સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કર્ણાટક સરકાર પર જોખમ, કાલે વિશ્વાસમત લેવાશે
કર્ણાટકમાં ધારાસભ્યોનાં રાજીનામાંના મામલે સુપ્રીમ કોર્ટે વચગાળાનો ચુકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની ખંડપીઠે બુધવારે ફેંસલો આપ્યો કે 15 ધારાસભ્યોને ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાની ફરજ પાડી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે એ એમ પણ ઠેરવ્યું કે આ 15 ધારાસભ્યોને ગૃહમાં જવા અને વ્હિપને માનવા અંગે કોઈ દબાણ નથી, તેઓ ચાહે તો ભાગ લઈ શકે છે.
પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે વિધાનસભાના અધ્યક્ષને નિયમો અંતર્ગત નિર્ણય લેવાની છૂટ છે, પછી તે નિર્ણય રાજીનામાંનો હોય કે અયોગ્યતા અંગેનો.
સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે વિધાનસભા અધ્યક્ષને આ મુદ્દે નિર્ધારિત સમય-મર્યાદા અંતર્ગત નિર્ણય લેવા માટે મજબૂર ન કરી શકાય. સમયમર્યાદા અંગે ભવિષ્યમાં વિચારણા હાથ ધરાશે.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી અને ભાજપના નેતા બી.એસ. યેદિયુરપ્પાએ કહ્યું, "હવે સરકાર પડી ભાંગશે એ નક્કી છે, કારણ કે તેમની પાસે સંખ્યાબળ નથી."
કુલભૂષણ જાધવ મામલે આજે આંતરરાષ્ટ્રીય કોર્ટ ચુકાદો આપશે
બુધવારે ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ દ્વારા કુલભૂષણ જાધવના કેસમાં ચુકાદો આપવામાં આવે તેવી શક્યતા છે.
ભારતીય મૂળના જાધવને પાકિસ્તાનની સૈન્ય અદાલતે એપ્રિલ-2017માં જાસૂસી તથા આતંકવાદના આરોપસર ફાંસીની સજા ફટકારી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાનનું કહેવું છે કે જાધવે આ મામલે કબૂલાતનામું પણ આપ્યું છે.
ભારતીય સમય પ્રમાણે નેધરલૅન્ડ્સની રાજધાની હૅગ ખાતે આઈસીજેના જજ અબ્દુલકાવી અહમદ યૂસુફ દ્વારા ભારતીય સમય પ્રમાણે સાંજે સાડા છ વાગ્યે ચુકાદો આપવામાં આવે તેવી શક્યતા છે.
પાકિસ્તાનની લીગલ ટીમ તથા વિદેશ-મંત્રાલયના પ્રવક્તા હૅગ પહોંચી ગયા છે.
જાધવ સાથે સંપર્ક સાધવાના પાકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.
49 વર્ષીય જાધવ ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારી છે.
મંત્રીઓથી મોદી નારાજ
મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં ગેરહાજર રહેનારા પ્રધાનો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.
મોદીએ કહ્યું હતું કે જે પ્રધાનો તેમની રોસ્ટર ડ્યૂટી પૂર્ણ નથી કરતા તેમના વિશે દરરોજ સાંજે તેમને માહિતી આપવામાં આવે.
આ અંગે વિપક્ષના નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સંસદમાં ગેરહાજર રહેનારા સંસદસભ્યો પ્રત્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ જ નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.
બરખા દત્તે નોંધાવી ફરિયાદ
વરિષ્ઠ પત્રકાર બરખા દત્તે મંગળવારે તેમની ચેનલનાં મહિલા સહકર્મીઓ વિરુદ્ધ અપશબ્દ બોલવા બદલ પૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલ તથા તેમનાં પત્ની પ્રોમિલા સિબ્બલ વિરુદ્ધ રાષ્ટ્રીય મહિલા પંચમાં ફરિયાદ દાખલ કરાવી છે.
ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પ્રોમિલા સિબ્બલે આ આરોપોને નકાર્યા છે અને તેને વધુ પૈસા કઢાવવા માટે 'બ્લૅકમેઇલિંગની રીત' ગણાવી છે.
દત્તે સોમવારે ટ્વીટ કરીને સિબ્બલ તથા તેમનાં પત્ની પર આરોપ લગાવ્યો કે એચટીએન તિરંગા ટીવીના 200થી વધુ કર્મચારીઓનાં સાધનો જપ્ત કરી લેવાયાં છે.
દત્તના કહેવા પ્રમાણે, આ કર્મચારીઓને છ મહિનાથી પગાર નથી મળ્યો તથા નોકરીથી કાઢી મૂકવાનું જોખમ તોળાઈ રહ્યું છે.
દેશમાં જોવા મળ્યું ચંદ્રગ્રહણ
બુધવારે રાત્રે એક વાગ્યા અને 31 મિનિટથી દેશના વિવિધ ભાગોમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું.
પંજાબ કેસરીના અહેવાલ પ્રમાણે, આ ચંદ્રગ્રહણ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ હતું અને તે લગભગ ત્રણ કલાક સુધી રહ્યું હતું.
ગ્રહણના લગભગ નવ કલાક પૂર્વેથી ધાર્મિક કારણસર મંદિરોમાં દર્શન બંધ કરી દેવાયાં હતાં.
ઉલ્લેખનીય છે કે ખગોળશાસ્ત્ર પ્રમાણે જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય ત્યારે ચંદ્રગ્રહણ થાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો