You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મૉડલે ઢીંગલીને કરાવ્યું સ્તનપાન કરાવતા સોશિયલ મીડિયા પર હંગામો
અમેરિકનાં મૉડલ અને અભિનેત્રી ક્રિસી ટીગને સ્તનપાન કરાવતી એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ તેમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરમાં ટીગન પોતાના બાળક અને દીકરીની ઢીંગલીને પણ સ્તનપાન કરાવી રહી છે.
બે બાળકોની માતા ક્રિસીએ આ તસવીર સાથે લખ્યું છે, ''લૂનાની ઇચ્છા હતી કે હું તેની ઢીંગલીને પણ સ્તનપાન કરાવું અને હવે મને લાગે છે કે મારે જોડિયાં બાળકો છે.''
એક દિવસમાં આ પોસ્ટને ત્રણ લાખ લોકોએ લાઇક કરી હતી અને ટ્વિટર પર તેને 18 હજાર લાઇક્સ મળી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
જોકે, દરેક વ્યક્તિએ તસવીરને હકારાત્મક લીધી નથી. ઘણા લોકોએ તેની ટીકા પણ કરી છે.
એક વ્યક્તિએ લખ્યું, "તમારે તમારા બાળકો સાથેની અંગત પળોની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવી ના જોઈએ."
એક ટ્વીટ પર ક્રિસીએ ટિપ્પણી કરી હતી પણ પાછળથી તે હટાવી લીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે લખ્યું હતું કે લોકોને મારા સ્તનપાન કરાવવા મામલે એટલા માટે વાંધો છે કેમ કે તેમને બીજા લોકો સામે પણ આવો 'વાંધો' છે.
એમણે કહ્યું કે બાળકને સ્તનપાન કરાવવા જેવી બાબતને મોટો મુદ્દો ના બનાવવો જોઈએ.
એક ટ્વિટર યુઝર cat'o9 tailએ લખ્યું કે તે બાળકોનાં જન્મ, પિરિયડ્સ અને સ્તનપાન અંગે જાણે છે અને આ કુદરતી છે પરંતુ સ્તનપાન કરાવતા લોકોની તસવીર જોવા માંગતા નથી.
આ અંગે મૉડલે ટિપ્પણી કરી, ''મને લોકોની ફટાકડા ફોડતી કે મેળામાં લીધેલી સેલ્ફી તેમજ સ્વિમિંગ પૂલની તસવીર જોવામાં કોઈ પરેશાની નથી તો પછી લોકોએ બીજાઓની બાબતનું પણ સન્માન કરવું જોઈએ."
ક્રિસીએ ગાયક જૉન લેજેન્ડ સાથે લગ્ન કરેલાં છે. એમની ફેસબુક પોસ્ટ પર પણ ઘણા લોકોએ ટિપ્પણી કરી છે.
જેમાં કોઈએ તેમનાં વખાણ કર્યાં હતાં તો કોઈકે લખ્યું હતું કે તેમને પોતાની જાતને ઢાંકવાની જરૂર હતી.
તો વળી સ્તનપાન અંગે અભિયાન ચલાવનારાઓએ તેમની પ્રશંસા કરી છે. અને તેમણે #normalizebrestfeeding નામથી હૅશટૅગ પણ ચલાવ્યું .
આવું પહેલી વાર નથી બન્યું કે કોઈ મૉડલ કે અભિનેત્રીએ સ્તનપાનની તસવીર સોશિયલ મીડિયા પર મૂકી હોય.
2016માં અભિનેત્રી લિવ ટાઇલરે આવી એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર મૂકી હતી.
અભિનેત્રી ઠૅન્ડી ન્યૂટને લેટીટ્યૂટ ફેસ્ટિવલ દરમિયાન સ્તનપાન કરાવતી એક તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે આ 'સૌથી ઉમદા ખુશી' છે.
આ વર્ષે માર્ચમાં કેનેડાની ગાયક ઍલનીસ મોરિસેટ પોતાના પરિવાર સાથેની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર મૂકી હતી.
તેમાં તેઓ તેમનાં બાળકોને સ્તનપાન કરાવી રહ્યાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો